સંજાણમાં ખરાબ રસ્તા પર ભાજપનો ધ્વજ! કીચડ વચ્ચે અનોખી રીતે વિરોધ સંજાણના નવા રોડની હાલત હાલ ચર્ચાનો વિષય બની છે. સારો-ભલો રોડ ખોદી નાખવામાં આવ્યો… ₹4 કરોડનું બજેટ પાસ થયું… પરંતુ રોડનું કામ હજુ અધૂરું! ચોમાસાના વરસાદ બાદ આ રસ્તાની હાલત એવી બની ગઈ છે કે જાણે રોડ નહીં, પરંતુ કીચડનો રસ્તો બની ગયો હોય! રાહદારીઓ હોય કે વાહનચાલકો… દરેક વ્યક્તિને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ દરમિયાન એક અલગ જ દ્રશ્ય સામે આવ્યું છે. ખરાબ રસ્તા પર જ્યાં કીચડ અને પાણી ભરાયેલા છે, ત્યાં કોઈ વ્યક્તિ દ્વારા ભાજપનો ધ્વજ લગાવવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ ધ્વજ અહીં કોણે લગાવ્યો? શા માટે લગાવ્યો? અને તેનો સંદેશ શું છે? તે તો સ્પષ્ટ નથી. પરંતુ રસ્તાની હાલત સામે આ દ્રશ્ય ચોક્કસપણે ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે સવાલ એ છે— ₹4 કરોડનું બજેટ પાસ થયું છે, તો કામ ક્યાં છે? રોડ ખોદી નાખ્યા પછી તેને આવી હાલતમાં કેમ છોડી દેવામાં આવ્યો? અને ચોમાસામાં જનતા આ કીચડ અને ખાડાઓ વચ્ચે કેમ પરેશાન થાય? સ્થિતિ એટલી ખરાબ છે કે આ જ રસ્તા પરથી પસાર થતી વખતે આઇસર ટેમ્પો પણ કીચડમાં ફસાઈ ગયો હતો. હવે જનતાને માત્ર એક જ સવાલનો જવાબ જોઈએ છે— રોડ ક્યારે બનશે? સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ સમગ્ર મામલાની ગંભીર નોંધ લે અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરે. કારણ કે જનતાને કીચડ નહીં, સારો રસ્તો જોઈએ!
સંજાણમાં ખરાબ રસ્તા પર ભાજપનો ધ્વજ! કીચડ વચ્ચે અનોખી રીતે વિરોધ સંજાણના નવા રોડની હાલત હાલ ચર્ચાનો વિષય બની છે. સારો-ભલો રોડ ખોદી નાખવામાં આવ્યો… ₹4 કરોડનું બજેટ પાસ થયું… પરંતુ રોડનું કામ હજુ અધૂરું! ચોમાસાના વરસાદ બાદ આ રસ્તાની હાલત એવી બની ગઈ છે કે જાણે રોડ નહીં, પરંતુ કીચડનો રસ્તો બની ગયો હોય! રાહદારીઓ હોય કે વાહનચાલકો… દરેક વ્યક્તિને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ દરમિયાન એક અલગ જ દ્રશ્ય સામે આવ્યું છે. ખરાબ રસ્તા પર જ્યાં કીચડ અને પાણી ભરાયેલા છે, ત્યાં કોઈ વ્યક્તિ દ્વારા ભાજપનો ધ્વજ લગાવવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ ધ્વજ અહીં કોણે લગાવ્યો? શા માટે લગાવ્યો? અને તેનો સંદેશ શું છે? તે તો સ્પષ્ટ નથી. પરંતુ રસ્તાની હાલત સામે આ દ્રશ્ય ચોક્કસપણે ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે સવાલ એ છે— ₹4 કરોડનું બજેટ પાસ થયું છે, તો કામ ક્યાં છે? રોડ ખોદી નાખ્યા પછી તેને આવી હાલતમાં કેમ છોડી દેવામાં આવ્યો? અને ચોમાસામાં જનતા આ કીચડ અને ખાડાઓ વચ્ચે કેમ પરેશાન થાય? સ્થિતિ એટલી ખરાબ છે કે આ જ રસ્તા પરથી પસાર થતી વખતે આઇસર ટેમ્પો પણ કીચડમાં ફસાઈ ગયો હતો. હવે જનતાને માત્ર એક જ સવાલનો જવાબ જોઈએ છે— રોડ ક્યારે બનશે? સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ સમગ્ર મામલાની ગંભીર નોંધ લે અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરે. કારણ કે જનતાને કીચડ નહીં, સારો રસ્તો જોઈએ!
- સંજાણમાં ખરાબ રસ્તા પર ભાજપનો ધ્વજ! કીચડ વચ્ચે અનોખી રીતે વિરોધ સંજાણના નવા રોડની હાલત હાલ ચર્ચાનો વિષય બની છે. સારો-ભલો રોડ ખોદી નાખવામાં આવ્યો… ₹4 કરોડનું બજેટ પાસ થયું… પરંતુ રોડનું કામ હજુ અધૂરું! ચોમાસાના વરસાદ બાદ આ રસ્તાની હાલત એવી બની ગઈ છે કે જાણે રોડ નહીં, પરંતુ કીચડનો રસ્તો બની ગયો હોય! રાહદારીઓ હોય કે વાહનચાલકો… દરેક વ્યક્તિને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ દરમિયાન એક અલગ જ દ્રશ્ય સામે આવ્યું છે. ખરાબ રસ્તા પર જ્યાં કીચડ અને પાણી ભરાયેલા છે, ત્યાં કોઈ વ્યક્તિ દ્વારા ભાજપનો ધ્વજ લગાવવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ ધ્વજ અહીં કોણે લગાવ્યો? શા માટે લગાવ્યો? અને તેનો સંદેશ શું છે? તે તો સ્પષ્ટ નથી. પરંતુ રસ્તાની હાલત સામે આ દ્રશ્ય ચોક્કસપણે ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે સવાલ એ છે— ₹4 કરોડનું બજેટ પાસ થયું છે, તો કામ ક્યાં છે? રોડ ખોદી નાખ્યા પછી તેને આવી હાલતમાં કેમ છોડી દેવામાં આવ્યો? અને ચોમાસામાં જનતા આ કીચડ અને ખાડાઓ વચ્ચે કેમ પરેશાન થાય? સ્થિતિ એટલી ખરાબ છે કે આ જ રસ્તા પરથી પસાર થતી વખતે આઇસર ટેમ્પો પણ કીચડમાં ફસાઈ ગયો હતો. હવે જનતાને માત્ર એક જ સવાલનો જવાબ જોઈએ છે— રોડ ક્યારે બનશે? સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓ સમગ્ર મામલાની ગંભીર નોંધ લે અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરે. કારણ કે જનતાને કીચડ નહીં, સારો રસ્તો જોઈએ!1
- *તાપી જિલ્લા ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ કિ.રૂ. ૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી* *તાપી જિલ્લા ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલમાં પ્રોહીબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ કિ.રૂ. ૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી*1
- *તાળીઓના ગડગડાટ વચ્ચે માહ્યાવંશી સમાજના બે રત્નોનું ગૌરવપૂર્ણ સન્માન* ગુજરાત પ્રતિનિધિ વિની પટેલ *તાળીઓના ગડગડાટ વચ્ચે માહ્યાવંશી સમાજના બે રત્નોનું ગૌરવપૂર્ણ સન્માન* ગુજરાત પ્રતિનિધિ વિની પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં માહ્યાવંશી સમાજના સંતાનોએ સિદ્ધિ મેળવી સમાજને ગૌરવ અપાવ્યું છે. ૧) ડૉ. સુરભી અમૃતલાલ પરમાર ગામ : પંચલાઈ, વલસાડ,(શ્રી સંકેત ડાહ્યાભાઈ પટેલ દેવસર - બીલીમોરા ના ધર્મપત્ની) ને તેમના શોધ-નિબંધ બદલ Ph.D. ની પદવી તાળીઓના ગડગડાટ વચ્ચે એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. ૨) શ્રી ક્રિશ કમલેશભાઈ મિસ્ત્રી ગામ : ડુંગરી, વલસાડ સમગ્ર યુનિવર્સિટીમાંથી યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માનિત કરવામાં આવ્યા. બંને તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કોલેજમાં આસિ. લેક્ચરર તરીકે ફરજ પણ બજાવે છે, જે ખૂબ જ પ્રેરણાદાયી છે. માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ અને MECT પરિવાર તરફથી બંનેને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐2
- Post by Govind अहीवर2
- कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही कडोदरा में शिवम हॉस्पिटल की नई मल्टीस्पेशियलिटी अस्पताल का शुभारंभ कडोदरा: पलसाणा में स्वास्थ्य सेवाएं दे रही1
- કડોદરામાં શિવમ હોસ્પિટલની નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ પલસાણા ખાતે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહેલી શિવમ હોસ્પિટલ દ્વારા કડોદરા ખાતે નવી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનો આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. કડોદરામાં શરૂ થયેલી આ નવી હોસ્પિટલથી આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લોકોને વિવિધ પ્રકારની તબીબી સેવાઓનો લાભ નજીકના સ્થળે મળી રહેશે. કડોદરા ખાતે આવેલી નવી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહેમાનો અને આમંત્રિતો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં PEPL કડોદરાના ચેરમેન શ્રી રવિન્દ્ર આર્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, ધર્મેશભાઈ વી. દેસાઈ, મોહનભાઈ અહીર, તેજસભાઈ દેસાઈ અને પ્રવીણભાઈ અહીર સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવી શિવમ હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સ, લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી, બર્ન અને પ્લાસ્ટિક સર્જરી, ફિઝિયોથેરાપી તથા મેડિસિન સહિતની વિવિધ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવા, ક્રિટિકલ કેર, ટ્રોમા કેર, ડિજિટલ એક્સ-રે, પેથોલોજી, ફાર્મસી, ICU અને એમ્બ્યુલન્સ સેવા જેવી સુવિધાઓ પણ દર્શાવવામાં આવી છે. હોસ્પિટલ સંચાલન દ્વારા દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત, ઝડપી અને દર્દીકেন্দ્રિત સારવાર મળી રહે તે માટે નિષ્ણાત તબીબો તથા તાલીમબદ્ધ સ્ટાફની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પલસાણા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની અગાઉની હાજરી અંગે જાહેર ઓનલાઈન નોંધો પણ ઉપલબ્ધ છે. કડોદરા ખાતે નવી હોસ્પિટલ શરૂ થવાથી કડોદરા, પલસાણા તેમજ આસપાસના વિસ્તારોના લોકોને ઈમરજન્સી અને વિવિધ વિશેષ સારવાર માટે દૂર જવાની જરૂરિયાતમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી હોસ્પિટલને કારણે સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓના માળખાને વધુ મજબૂતી મળશે.1
- ઉધના 3 નંબર રોડ પર અકસ્માત ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલી મળી આવતા ડ્રાઇવર સામે સવાલો ઉધના રોડ પર અકસ્માત કે નશામાં ડ્રાઇવિંગ? સુરતના ઉધના ત્રણ નંબર રોડ પર ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો! ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પણ અકસ્માત બાદ ટેમ્પોમાંથી મળી આવી દેશી દારૂની પોટલીઓ! હવે સૌથી મોટો સવાલ—શું ટેમ્પો ચાલક દારૂના નશામાં હતો? જો ખરેખર નશામાં ડ્રાઇવિંગ થયું હોય, તો રસ્તા પર દોડતું આ વાહન કેટલા લોકો માટે જોખમી બની શકે? પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તેના પર સૌની નજર! ઉધના પોલીસે અકસ્માત સાથે દારૂના મુદ્દે પણ કડક તપાસ કરવી જરૂરી છે.1
- સુરતના ઊન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરથી એક અત્યંત રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. મદ્રાસાના ધાબે રમતી વખતે ૧૦ વર્ષના બાળકનો પગ લપસતા નીચે પડેલા લોખંડનો અઢી ફૂટ જેટલો સળિયો કમરથી મોં સુધી આરપાર નીકળી ગયો છે. બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડૉક્ટરોની ખાસ ટીમ દ્વારા જટિલ ઓપરેશન કરીને તેની જિંદગી બચાવવા પ્રયાસો થઈ રહ્યા છે. આ માસુમ બાળક ઝડપથી સાજો થઈ જાય તે માટે કમેન્ટમાં 🙏 (Pray) જરૂર કરજો. . . #SuratNews #GujaratNews #SuratCity #UnPatiya #BreakingNewsGujarat1