logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

6 hrs ago
user_Govind अहीवर
Govind अहीवर
દમણ, દમણ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ•
6 hrs ago

More news from દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ and nearby areas
  • Post by Govind अहीवर
    2
    Post by Govind अहीवर
    user_Govind अहीवर
    Govind अहीवर
    દમણ, દમણ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ•
    6 hrs ago
  • એન્કર/વોઇસ ઓવર: ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણીને લઈને વાપી અને સંજાણ વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા છે. હાથમાં ઝંડાઓ લઈને લોકો રેલીમાં જોડાયા છે, જ્યારે નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું છે. મોહમ્મદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે લોકો એકબીજાને મુબારકબાદ પાઠવી રહ્યા છે અને પયગંબર સાહેબ ﷺ પ્રત્યે પોતાની મોહબ્બત અને આસ્થા વ્યક્ત કરી રહ્યા છે. પયગંબર હઝરત મુહમ્મદ ﷺની મોહબ્બત અંગે સહિહ અલ-બુખારીની હદીસ નંબર 15માં હઝરત અનસ રદિયલ્લાહુ અન્હુથી રિવાયત છે: “તમારામાંથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી સંપૂર્ણ ઈમાનવાળો નથી બની શકતો, જ્યાં સુધી હું તેને તેના પિતા, તેની સંતાન અને તમામ લોકો કરતાં વધુ પ્રિય ન હોઉં.” આ જ મોહબ્બત અને આસ્થાની લાગણી સાથે વાપી અને સંજાણ વિસ્તારમાં ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી રહી છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અને ઉત્સાહભર્યું વાતાવરણ આ ઉજવણીની ભવ્યતાને દર્શાવી રહ્યું છે. ઈદ-એ-મિલાદુન્નબીની તમામ દેશવાસીઓને દિલથી મુબારકબાદ.
    1
    એન્કર/વોઇસ ઓવર:

ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણીને લઈને વાપી અને સંજાણ વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા છે. હાથમાં ઝંડાઓ લઈને લોકો રેલીમાં જોડાયા છે, જ્યારે નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું છે.

મોહમ્મદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે લોકો એકબીજાને મુબારકબાદ પાઠવી રહ્યા છે અને પયગંબર સાહેબ ﷺ પ્રત્યે પોતાની મોહબ્બત અને આસ્થા વ્યક્ત કરી રહ્યા છે.

પયગંબર હઝરત મુહમ્મદ ﷺની મોહબ્બત અંગે સહિહ અલ-બુખારીની હદીસ નંબર 15માં હઝરત અનસ રદિયલ્લાહુ અન્હુથી રિવાયત છે:

“તમારામાંથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી સંપૂર્ણ ઈમાનવાળો નથી બની શકતો, જ્યાં સુધી હું તેને તેના પિતા, તેની સંતાન અને તમામ લોકો કરતાં વધુ પ્રિય ન હોઉં.”

આ જ મોહબ્બત અને આસ્થાની લાગણી સાથે વાપી અને સંજાણ વિસ્તારમાં ઈદ-એ-મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી રહી છે.

રેલીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અને ઉત્સાહભર્યું વાતાવરણ આ ઉજવણીની ભવ્યતાને દર્શાવી રહ્યું છે.

ઈદ-એ-મિલાદુન્નબીની તમામ દેશવાસીઓને દિલથી મુબારકબાદ.
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    1 hr ago
  • *તાળીઓના ગડગડાટ વચ્ચે માહ્યાવંશી સમાજના બે રત્નોનું ગૌરવપૂર્ણ સન્માન* ગુજરાત પ્રતિનિધિ વિની પટેલ *તાળીઓના ગડગડાટ વચ્ચે માહ્યાવંશી સમાજના બે રત્નોનું ગૌરવપૂર્ણ સન્માન* ગુજરાત પ્રતિનિધિ વિની પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં માહ્યાવંશી સમાજના સંતાનોએ સિદ્ધિ મેળવી સમાજને ગૌરવ અપાવ્યું છે. ૧) ડૉ. સુરભી અમૃતલાલ પરમાર ગામ : પંચલાઈ, વલસાડ,(શ્રી સંકેત ડાહ્યાભાઈ પટેલ દેવસર - બીલીમોરા ના ધર્મપત્ની) ને તેમના શોધ-નિબંધ બદલ Ph.D. ની પદવી તાળીઓના ગડગડાટ વચ્ચે એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. ૨) શ્રી ક્રિશ કમલેશભાઈ મિસ્ત્રી ગામ : ડુંગરી, વલસાડ સમગ્ર યુનિવર્સિટીમાંથી યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માનિત કરવામાં આવ્યા. બંને તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કોલેજમાં આસિ. લેક્ચરર તરીકે ફરજ પણ બજાવે છે, જે ખૂબ જ પ્રેરણાદાયી છે. માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ અને MECT પરિવાર તરફથી બંનેને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐
    2
    *તાળીઓના ગડગડાટ વચ્ચે માહ્યાવંશી સમાજના બે રત્નોનું ગૌરવપૂર્ણ સન્માન*


ગુજરાત પ્રતિનિધિ વિની પટેલ

*તાળીઓના ગડગડાટ વચ્ચે માહ્યાવંશી સમાજના બે રત્નોનું ગૌરવપૂર્ણ સન્માન*
ગુજરાત પ્રતિનિધિ વિની પટેલ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં માહ્યાવંશી સમાજના સંતાનોએ સિદ્ધિ મેળવી સમાજને ગૌરવ અપાવ્યું છે.
૧) ડૉ. સુરભી અમૃતલાલ પરમાર
ગામ : પંચલાઈ, વલસાડ,(શ્રી સંકેત ડાહ્યાભાઈ પટેલ દેવસર - બીલીમોરા ના  ધર્મપત્ની) ને 
તેમના શોધ-નિબંધ બદલ Ph.D. ની પદવી તાળીઓના ગડગડાટ વચ્ચે એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.
૨) શ્રી ક્રિશ કમલેશભાઈ મિસ્ત્રી
ગામ : ડુંગરી, વલસાડ
સમગ્ર યુનિવર્સિટીમાંથી યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે તાળીઓના ગડગડાટ વચ્ચે સન્માનિત કરવામાં આવ્યા.
બંને તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કોલેજમાં આસિ. લેક્ચરર તરીકે ફરજ પણ બજાવે છે, જે ખૂબ જ પ્રેરણાદાયી છે.
માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ અને MECT પરિવાર તરફથી બંનેને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐
    user_7
    7
    Art museum વલસાડ, વલસાડ, ગુજરાત•
    2 hrs ago
  • बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews
    1
    बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews
बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    26 min ago
  • Breaking News :સુરત: VNSGUનો ૫૯મો દીક્ષાંત સમારોહ સંપન્ન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) નો ૫૯મો ભવ્ય પદવીદાન સમારોહ સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સંપન્ન થયો હતો. ગુજરાતના માનનીય રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.🎓 ૧૨ વિદ્યાશાખાના ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવીસુરતના આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક ઉત્સવમાં ૧૨ વિદ્યાશાખાઓના કુલ ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ, વિવિધ વિષયોમાં સર્વોચ્ચ પ્રદર્શન કરનારા ૮૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કુલ ૯૩ સંશોધકોને Ph.D. ની પદવી આપવામાં આવી હતી. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપતા યુનિવર્સિટી પ્રશાસને સમારોહ પૂર્ણ થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી ઓનલાઇન ડિજીલોકર (DigiLocker) પોર્ટલ પર લાઈવ કરી દીધી હતી.🗣️ "યુવાનો જ આત્મનિર્ભર ભારતનો પાયો છે" : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતદીક્ષિત વિદ્યાર્થીઓને સંબોધિત કરતા માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, "વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ દેશના યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને સામર્થ્ય પર નિર્ભર છે". યુગદ્રષ્ટા કવિ નર્મદની ૧૯૩મી જન્મજયંતિના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ઉમેર્યું કે, જેમ કવિ નર્મદે સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા અને અન્યાય સામે પોતાની કલમથી લડત આપી હતી, તેમ આજના શિક્ષિત યુવાનોએ પણ દેશના ઉજ્જવળ ભવિષ્ય અને સામાજિક કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ યોગદાન આપવું જોઈએ.
    1
    Breaking News :સુરત: VNSGUનો ૫૯મો દીક્ષાંત સમારોહ સંપન્ન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) નો ૫૯મો ભવ્ય પદવીદાન સમારોહ સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સંપન્ન થયો હતો. ગુજરાતના માનનીય રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.🎓 ૧૨ વિદ્યાશાખાના ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવીસુરતના આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક ઉત્સવમાં ૧૨ વિદ્યાશાખાઓના કુલ ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ, વિવિધ વિષયોમાં સર્વોચ્ચ પ્રદર્શન કરનારા ૮૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કુલ ૯૩ સંશોધકોને Ph.D. ની પદવી આપવામાં આવી હતી. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપતા યુનિવર્સિટી પ્રશાસને સમારોહ પૂર્ણ થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી ઓનલાઇન ડિજીલોકર (DigiLocker) પોર્ટલ પર લાઈવ કરી દીધી હતી.🗣️ "યુવાનો જ આત્મનિર્ભર ભારતનો પાયો છે" : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતદીક્ષિત વિદ્યાર્થીઓને સંબોધિત કરતા માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, "વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ દેશના યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને સામર્થ્ય પર નિર્ભર છે". યુગદ્રષ્ટા કવિ નર્મદની ૧૯૩મી જન્મજયંતિના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ઉમેર્યું કે, જેમ કવિ નર્મદે સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા અને અન્યાય સામે પોતાની કલમથી લડત આપી હતી, તેમ આજના શિક્ષિત યુવાનોએ પણ દેશના ઉજ્જવળ ભવિષ્ય અને સામાજિક કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ યોગદાન આપવું જોઈએ.
    user_Sumit shukla
    Sumit shukla
    Media house ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • 🚨 *‘तेरा तुझको अर्पण’* 🚨 सुरत शहर जोन-3 पुलिस की सराहनीय कामगिरी! DCP राघव जैन साहब के नेतृत्व में *₹ 2 करोड़ से ज्यादा* की कीमत के सोने-चांदी के दागीने, रोकड़ रकम, मोबाइल, हीरा और वाहन असली मालिकों को वापस सौंपे गए। चोरी और खोई हुई मिलकत वापस मिलते ही लाभार्थियों के चेहरे पर खुशी देखने लायक थी। सूरत पुलिस को दिल से सलाम! 🙏 #SuratPolice #SuratTodayNews #TeraTujhkoArpan #Zone3Police #DCP_RaghavJain #SuratNews
    1
    🚨 *‘तेरा तुझको अर्पण’* 🚨

सुरत शहर जोन-3 पुलिस की सराहनीय कामगिरी!

DCP राघव जैन साहब के नेतृत्व में *₹ 2 करोड़ से ज्यादा* की कीमत के सोने-चांदी के दागीने, रोकड़ रकम, मोबाइल, हीरा और वाहन असली मालिकों को वापस सौंपे गए।

चोरी और खोई हुई मिलकत वापस मिलते ही लाभार्थियों के चेहरे पर खुशी देखने लायक थी।

सूरत पुलिस को दिल से सलाम! 🙏

#SuratPolice #SuratTodayNews #TeraTujhkoArpan #Zone3Police #DCP_RaghavJain #SuratNews
    user_Suresh Yadav
    Suresh Yadav
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આરોપીઓએ વ્યારા નજીક આવેલા પ્લોટોના દસ્તાવેજ કરાવી લીધા બાદ પેમેન્ટના ચેક ચૂકવ્યા ન હોવાનો આરોપ છે. વધુમાં, બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરીને કાનપુરા વિસ્તારના 12 પ્લોટ હડપ કરી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
    1
    સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ
સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
સુરતમાં કરોડોની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ
સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં ઝોન-4 LCBની ટીમે હિતેશ ઉર્ફે હનુમાનની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
આરોપીઓએ વ્યારા નજીક આવેલા પ્લોટોના દસ્તાવેજ કરાવી લીધા બાદ પેમેન્ટના ચેક ચૂકવ્યા ન હોવાનો આરોપ છે. વધુમાં, બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરીને કાનપુરા વિસ્તારના 12 પ્લોટ હડપ કરી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે.
સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • ધરમપુરમાં ઓટોરિક્ષા ચાલકોની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. હાથીખાના પાસે કાયમી રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં ઓટોરિક્ષા ચાલકો દ્વારા ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરવામાં આવી. તા. 25 ઓગસ્ટ, 2026ના રોજ ઓટોરિક્ષા ચાલકો બાબાસાહેબને હાર-તોરા અર્પણ કરી પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ધરમપુર તાલુકાના હાથીખાના વિસ્તારમાં વર્ષોથી અનેક રિક્ષા ચાલકો મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તાલુકાના અલગ-અલગ ગામોમાંથી આવતા આ રિક્ષા ચાલકો પેસેન્જર, શાકભાજી તેમજ નાના-મોટા ભાડાં કરીને દિવસભરની કમાણીમાંથી પોતાના પરિવારનું પેટ ભરે છે. પરંતુ રિક્ષા સ્ટેન્ડ માટે કાયમી જગ્યા ન હોવાના કારણે વારંવાર મુશ્કેલી ઊભી થાય છે. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે તેઓ જ્યારે પેસેન્જરનું ભાડું કરીને પોતાની ઓટોરિક્ષા સાઈડમાં ઉભી કરે છે, ત્યારે કેટલાક લોકો તંત્રને ફોન કરીને ફરિયાદ કરે છે કે ઓટોરિક્ષાના કારણે ટ્રાફિક થાય છે અથવા દબાણ ઊભું થાય છે. અને ત્યારબાદ ફરિયાદના આધારે રિક્ષા ચાલકોને મેમો કે ચલાન આપવામાં આવે છે. રિક્ષા ચાલકોનો સવાલ છે—શું માત્ર અમારી ઓટોરિક્ષાથી જ ધરમપુર શહેરમાં ટ્રાફિક અને દબાણ થાય છે? શું શહેરમાં અન્ય કોઈ દબાણ નથી? શું ધરમપુરમાં માત્ર રિક્ષા ચાલકો જ ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે? રિક્ષા ચાલકોનું કહેવું છે કે આવી ફરિયાદો અને વારંવારના મેમો-ચલાનના કારણે તેમની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે. દિવસભર મહેનત કર્યા પછી જો બસો-અઢીસો કે ત્રણસો રૂપિયાનું ભાડું મળે, તો એમાંથી રિક્ષાનો ખર્ચ, ઘરનું ભાડું, બાળકોની ફી, ઘરનું રાશન અને દવા-દવાખાનાનો ખર્ચ કાઢવાનો હોય છે. પરંતુ જો એ જ દિવસની કમાણીમાંથી પાંચસો રૂપિયાનો મેમો કે ચલાન ભરવો પડે, તો રિક્ષા ચાલક પોતાના પરિવારને શું ખવડાવશે? આ લોકોનો સવાલ માત્ર પૈસાનો નથી... આ સવાલ તેમના પરિવારના ભવિષ્યનો છે. એક રિક્ષા ચાલક સવારથી સાંજ સુધી તડકામાં મહેનત કરે છે. કોઈના ઘરે જવાનું હોય, કોઈને હોસ્પિટલ પહોંચાડવાનું હોય, કોઈને બજાર જવાનું હોય—આ રિક્ષા ચાલક લોકોની જરૂરિયાત પૂરી કરે છે. પરંતુ જ્યારે એ જ રિક્ષા ચાલક પોતાની રોજીરોટી માટે રસ્તા પર ઊભો રહે છે, ત્યારે તેને દબાણ અને ટ્રાફિકના નામે મેમો આપવામાં આવે છે. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે તેમના રોજિંદા જીવનને અસ્તવ્યસ્ત કરવા માટે જાણે સતત પ્રયાસો થઈ રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. તેમનો સવાલ છે—“અમે મહેનત કરીને પરિવારનું પેટ ભરવું કે વારંવારના મેમો અને ચલાન ભરતા રહેવું? ઘરનું ભાડું ક્યાંથી ભરીએ? બાળકોની ફી ક્યાંથી ભરીએ? રાશન અને દવાના પૈસા ક્યાંથી લાવીએ?” આ જ કારણોસર આજે મોટી સંખ્યામાં ઓટોરિક્ષા ચાલકો એકઠા થઈને હાથીખાના પાસે કાયમી રિક્ષા સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રિક્ષા ચાલકોનું કહેવું છે કે જો તેમને નિયમસર કાયમી રિક્ષા સ્ટેન્ડ માટે જગ્યા ફાળવી આપવામાં આવે, તો ટ્રાફિક અને દબાણનો પ્રશ્ન પણ ઘટાડી શકાય અને રિક્ષા ચાલકોને પણ કાયદેસર રીતે રોજીરોટી ચલાવવાનો માર્ગ મળી શકે. રજૂઆત દરમિયાન નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું કે આવનારી નગરપાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દે ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે સવાલ એ છે કે વર્ષોથી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ ઓટોરિક્ષા ચાલકોને કાયમી રિક્ષા સ્ટેન્ડ ક્યારે મળશે? કારણ કે આ માત્ર રિક્ષા સ્ટેન્ડની માંગ નથી... આ એક સામાન્ય મહેનતકશ પરિવારની રોજીરોટી બચાવવાની લડાઈ છે.
    1
    ધરમપુરમાં ઓટોરિક્ષા ચાલકોની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. હાથીખાના પાસે કાયમી રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં ઓટોરિક્ષા ચાલકો દ્વારા ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરવામાં આવી.

તા. 25 ઓગસ્ટ, 2026ના રોજ ઓટોરિક્ષા ચાલકો બાબાસાહેબને હાર-તોરા અર્પણ કરી પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ધરમપુર તાલુકાના હાથીખાના વિસ્તારમાં વર્ષોથી અનેક રિક્ષા ચાલકો મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તાલુકાના અલગ-અલગ ગામોમાંથી આવતા આ રિક્ષા ચાલકો પેસેન્જર, શાકભાજી તેમજ નાના-મોટા ભાડાં કરીને દિવસભરની કમાણીમાંથી પોતાના પરિવારનું પેટ ભરે છે.

પરંતુ રિક્ષા સ્ટેન્ડ માટે કાયમી જગ્યા ન હોવાના કારણે વારંવાર મુશ્કેલી ઊભી થાય છે.

રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે તેઓ જ્યારે પેસેન્જરનું ભાડું કરીને પોતાની ઓટોરિક્ષા સાઈડમાં ઉભી કરે છે, ત્યારે કેટલાક લોકો તંત્રને ફોન કરીને ફરિયાદ કરે છે કે ઓટોરિક્ષાના કારણે ટ્રાફિક થાય છે અથવા દબાણ ઊભું થાય છે.

અને ત્યારબાદ ફરિયાદના આધારે રિક્ષા ચાલકોને મેમો કે ચલાન આપવામાં આવે છે.

રિક્ષા ચાલકોનો સવાલ છે—શું માત્ર અમારી ઓટોરિક્ષાથી જ ધરમપુર શહેરમાં ટ્રાફિક અને દબાણ થાય છે? શું શહેરમાં અન્ય કોઈ દબાણ નથી? શું ધરમપુરમાં માત્ર રિક્ષા ચાલકો જ ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે?

રિક્ષા ચાલકોનું કહેવું છે કે આવી ફરિયાદો અને વારંવારના મેમો-ચલાનના કારણે તેમની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે.

દિવસભર મહેનત કર્યા પછી જો બસો-અઢીસો કે ત્રણસો રૂપિયાનું ભાડું મળે, તો એમાંથી રિક્ષાનો ખર્ચ, ઘરનું ભાડું, બાળકોની ફી, ઘરનું રાશન અને દવા-દવાખાનાનો ખર્ચ કાઢવાનો હોય છે.

પરંતુ જો એ જ દિવસની કમાણીમાંથી પાંચસો રૂપિયાનો મેમો કે ચલાન ભરવો પડે, તો રિક્ષા ચાલક પોતાના પરિવારને શું ખવડાવશે?

આ લોકોનો સવાલ માત્ર પૈસાનો નથી... આ સવાલ તેમના પરિવારના ભવિષ્યનો છે.

એક રિક્ષા ચાલક સવારથી સાંજ સુધી તડકામાં મહેનત કરે છે. કોઈના ઘરે જવાનું હોય, કોઈને હોસ્પિટલ પહોંચાડવાનું હોય, કોઈને બજાર જવાનું હોય—આ રિક્ષા ચાલક લોકોની જરૂરિયાત પૂરી કરે છે.

પરંતુ જ્યારે એ જ રિક્ષા ચાલક પોતાની રોજીરોટી માટે રસ્તા પર ઊભો રહે છે, ત્યારે તેને દબાણ અને ટ્રાફિકના નામે મેમો આપવામાં આવે છે.

રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે તેમના રોજિંદા જીવનને અસ્તવ્યસ્ત કરવા માટે જાણે સતત પ્રયાસો થઈ રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

તેમનો સવાલ છે—“અમે મહેનત કરીને પરિવારનું પેટ ભરવું કે વારંવારના મેમો અને ચલાન ભરતા રહેવું? ઘરનું ભાડું ક્યાંથી ભરીએ? બાળકોની ફી ક્યાંથી ભરીએ? રાશન અને દવાના પૈસા ક્યાંથી લાવીએ?”

આ જ કારણોસર આજે મોટી સંખ્યામાં ઓટોરિક્ષા ચાલકો એકઠા થઈને હાથીખાના પાસે કાયમી રિક્ષા સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

રિક્ષા ચાલકોનું કહેવું છે કે જો તેમને નિયમસર કાયમી રિક્ષા સ્ટેન્ડ માટે જગ્યા ફાળવી આપવામાં આવે, તો ટ્રાફિક અને દબાણનો પ્રશ્ન પણ ઘટાડી શકાય અને રિક્ષા ચાલકોને પણ કાયદેસર રીતે રોજીરોટી ચલાવવાનો માર્ગ મળી શકે.

રજૂઆત દરમિયાન નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું કે આવનારી નગરપાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દે ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

હવે સવાલ એ છે કે વર્ષોથી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ ઓટોરિક્ષા ચાલકોને કાયમી રિક્ષા સ્ટેન્ડ ક્યારે મળશે?

કારણ કે આ માત્ર રિક્ષા સ્ટેન્ડની માંગ નથી...

આ એક સામાન્ય મહેનતકશ પરિવારની રોજીરોટી બચાવવાની લડાઈ છે.
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.