logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ખાતે આવેલ શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત પશુપાલન પોલિટેકનિક કેમ્પસમાં સર્વોત્તમ ડેરી દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ દરમિયાન પશુપાલન પોલિટેકનિક ખડસલીના ૧૨ વિદ્યાર્થીઓની સર્વોત્તમ ડેરી ખાતે લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સફળતાને પગલે પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. આ વિશેષ સફળતાને પશુપાલન પોલિટેકનિક ખડસલી માટે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાવવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ શ્રી હિંમતભાઈ ગોડા, ટ્રસ્ટી શ્રી હરેશભાઈ પંડ્યા, મંત્રી શ્રી ડોક્ટર રાજેન્દ્રભાઈ ખીમાણી તેમજ પશુપાલન પોલિટેકનિકના પ્રિન્સિપલ ડોક્ટર કુણાલ એમ. બદાણીએ આ તકને સંસ્થા માટે ગર્વ સમાન ગણાવીને બિરદાવી છે.

1 hr ago
user_Aniruddh Trivedi
Aniruddh Trivedi
સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
1 hr ago
e9670879-f4f2-48ff-ba25-907d99d68626

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ખાતે આવેલ શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત પશુપાલન પોલિટેકનિક કેમ્પસમાં સર્વોત્તમ ડેરી દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્લેસમેન્ટ દરમિયાન પશુપાલન પોલિટેકનિક ખડસલીના ૧૨ વિદ્યાર્થીઓની સર્વોત્તમ ડેરી ખાતે લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સફળતાને પગલે પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. આ વિશેષ સફળતાને પશુપાલન પોલિટેકનિક ખડસલી માટે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાવવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ શ્રી હિંમતભાઈ ગોડા, ટ્રસ્ટી શ્રી હરેશભાઈ પંડ્યા, મંત્રી શ્રી ડોક્ટર રાજેન્દ્રભાઈ ખીમાણી તેમજ પશુપાલન પોલિટેકનિકના પ્રિન્સિપલ ડોક્ટર કુણાલ એમ. બદાણીએ આ તકને સંસ્થા માટે ગર્વ સમાન ગણાવીને બિરદાવી છે.

More news from ગુજરાત and nearby areas
  • અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.
    4
    અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે.

સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.
    user_Author Kundala
    Author Kundala
    સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
  • અમરેલીમાં અસામાજિક તત્વો વિરુદ્ધ અમરેલી પોલીસે એક ગર્જનાત્મક પગલું ભર્યું છે. પોલીસે આવા અસામાજિક તત્વોને ભારે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. અમરેલી પોલીસ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
    1
    અમરેલીમાં અસામાજિક તત્વો વિરુદ્ધ અમરેલી પોલીસે એક ગર્જનાત્મક પગલું ભર્યું છે. પોલીસે આવા અસામાજિક તત્વોને ભારે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. અમરેલી પોલીસ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • ભાવનગર જિલ્લાના પાલીતાણામાં મોદી સરકારની વાતોનું વિશ્લેષણ અજય શુક્લાની જુબાનીથી સાંભળવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં અજય શુક્લા દ્વારા મોદી સરકારની વાતોનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે.
    1
    ભાવનગર જિલ્લાના પાલીતાણામાં મોદી સરકારની વાતોનું વિશ્લેષણ અજય શુક્લાની જુબાનીથી સાંભળવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં અજય શુક્લા દ્વારા મોદી સરકારની વાતોનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 min ago
  • ગીરના જંગલમાં સિંહની પજવણી કરવાના અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગીર (પૂર્વ) વન વિભાગે ગંભીર નોંધ લીધી છે. વન વિભાગ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાંથી કુલ ૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વન વિભાગની વિશેષ ટીમ દ્વારા છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વેરાવળ પોલીસના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ ઓપરેશન ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીનમહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પર વિવિધ આઈડી દ્વારા સિંહની પજવણી કરતા વિડિયો અપલોડ કરતા હતા અને વન વિભાગે આ તમામ સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં જસાધાર રેન્જના વનપાલ સર્વશ્રી એમ.એચ. સોંદરવા, એચ.પી. માડમ, આર.બી. વાળા તથા વનરક્ષક સર્વશ્રી જી.વી. પાથર, એસ.કે. કસોટિયા અને ડી.એન. વાઢેળે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના બાદ વન વિભાગે સામાન્ય જનતાને અપીલ કરી છે કે વન્યપ્રાણીઓને હેરાન કરતા અથવા પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કે શેર કરવા નહીં તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું નહીં. જો વન્યજીવોની સતામણીના આવા કોઈ દ્રશ્યો લોકોના ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વન વિભાગે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
    1
    ગીરના જંગલમાં સિંહની પજવણી કરવાના અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગીર (પૂર્વ) વન વિભાગે ગંભીર નોંધ લીધી છે. વન વિભાગ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાંથી કુલ ૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વન વિભાગની વિશેષ ટીમ દ્વારા છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વેરાવળ પોલીસના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ ઓપરેશન ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીનમહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પર વિવિધ આઈડી દ્વારા સિંહની પજવણી કરતા વિડિયો અપલોડ કરતા હતા અને વન વિભાગે આ તમામ સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં જસાધાર રેન્જના વનપાલ સર્વશ્રી એમ.એચ. સોંદરવા, એચ.પી. માડમ, આર.બી. વાળા તથા વનરક્ષક સર્વશ્રી જી.વી. પાથર, એસ.કે. કસોટિયા અને ડી.એન. વાઢેળે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ ઘટના બાદ વન વિભાગે સામાન્ય જનતાને અપીલ કરી છે કે વન્યપ્રાણીઓને હેરાન કરતા અથવા પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કે શેર કરવા નહીં તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું નહીં. જો વન્યજીવોની સતામણીના આવા કોઈ દ્રશ્યો લોકોના ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વન વિભાગે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
    user_ABDUL PATHNA
    ABDUL PATHNA
    Local News Reporter ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    18 hrs ago
  • ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી મોત સામે ઝઝૂમી રહેલા એક શિયાળને એનિમલ લવર્સની ટીમે જીવના જોખમે હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું છે. ત્રણ દિવસથી કૂવામાં ફસાયેલું આ શિયાળ ભૂખ, તરસ અને મરણતોલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું, જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કૂવામાં પડેલા શિયાળને બહાર કાઢવાના વાડી માલિકના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં, પોતાના જાનનું જોખમ ખેડીને ટીમના સભ્યો કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ ભારે બિરદાવી હતી.
    4
    ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી મોત સામે ઝઝૂમી રહેલા એક શિયાળને એનિમલ લવર્સની ટીમે જીવના જોખમે હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું છે. ત્રણ દિવસથી કૂવામાં ફસાયેલું આ શિયાળ ભૂખ, તરસ અને મરણતોલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું, જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું છે.

આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કૂવામાં પડેલા શિયાળને બહાર કાઢવાના વાડી માલિકના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં, પોતાના જાનનું જોખમ ખેડીને ટીમના સભ્યો કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ ભારે બિરદાવી હતી.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અષાઢી બીજ પહેલા સારો વરસાદ પડતાં જગતના તાત તરીકે ઓળખાતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરાજી પંથકમાં વાવણીનો સમય થોડા વર્ષોથી ૧૮ થી ૨૩ જૂન સુધીનો રહેતો હતો, જોકે આ વખતે વાવણી થોડી મોડી થઈ છે. તેમ છતાં, સારો વરસાદ થવાના કારણે નદી, નાળા અને ચેક ડેમ પાણીથી ભરાઈ ગયા છે, જેથી ધરતીપુત્રો આ વિલંબને મોડો ગણતા નથી અને ખેતરોમાં ઉત્સાહભેર વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. આ પંથકમાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને અલનિનોના કારણે વાતાવરણ બગડ્યું હોવા છતાં, ધોરાજી પંથકમાં ભગવાનની કૃપાથી સારો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા જિલ્લાના વિસ્તારોમાં હજુ વરસાદ ન પડ્યો હોવાથી, ત્યાં પણ ભગવાન દયા કરે અને યોગ્ય વરસાદ વરસે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. ખેડૂતોએ વાવણીલાયક વરસાદ બાદ વાવણીની પ્રક્રિયા તો શરૂ કરી દીધી છે, પરંતુ હવે બધો જ આધાર કુદરત પર નિર્ભર છે. ખેડૂતો આશા સેવી રહ્યા છે કે ભવિષ્યમાં પણ સમયસર વરસાદ વરસે, જેથી તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે. આ અંગે મોટી પરબડી ગામના ખેડૂત રાજુભાઈ ડાંગર તેમજ તોરણીયા ગામના મહિલા ખેડૂત સંગીતા બેન અને ખેડૂત વિનુભાઈએ પણ ખુશી વ્યક્ત કરી છે.
    1
    રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અષાઢી બીજ પહેલા સારો વરસાદ પડતાં જગતના તાત તરીકે ઓળખાતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરાજી પંથકમાં વાવણીનો સમય થોડા વર્ષોથી ૧૮ થી ૨૩ જૂન સુધીનો રહેતો હતો, જોકે આ વખતે વાવણી થોડી મોડી થઈ છે. તેમ છતાં, સારો વરસાદ થવાના કારણે નદી, નાળા અને ચેક ડેમ પાણીથી ભરાઈ ગયા છે, જેથી ધરતીપુત્રો આ વિલંબને મોડો ગણતા નથી અને ખેતરોમાં ઉત્સાહભેર વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે.

આ પંથકમાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને અલનિનોના કારણે વાતાવરણ બગડ્યું હોવા છતાં, ધોરાજી પંથકમાં ભગવાનની કૃપાથી સારો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા જિલ્લાના વિસ્તારોમાં હજુ વરસાદ ન પડ્યો હોવાથી, ત્યાં પણ ભગવાન દયા કરે અને યોગ્ય વરસાદ વરસે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

ખેડૂતોએ વાવણીલાયક વરસાદ બાદ વાવણીની પ્રક્રિયા તો શરૂ કરી દીધી છે, પરંતુ હવે બધો જ આધાર કુદરત પર નિર્ભર છે. ખેડૂતો આશા સેવી રહ્યા છે કે ભવિષ્યમાં પણ સમયસર વરસાદ વરસે, જેથી તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે. આ અંગે મોટી પરબડી ગામના ખેડૂત રાજુભાઈ ડાંગર તેમજ તોરણીયા ગામના મહિલા ખેડૂત સંગીતા બેન અને ખેડૂત વિનુભાઈએ પણ ખુશી વ્યક્ત કરી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    6 hrs ago
  • બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કોમ્બીંગ નાઇટ દરમિયાન સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સઘન ચેકીંગ દરમિયાન પોલીસે બે ઇસમોને ચોરી અથવા છળકપટથી મેળવેલ એક મોટર સાઇકલ તથા ચાર મોબાઇલ ફોન સાથે પકડી પાડ્યા છે.
    1
    બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કોમ્બીંગ નાઇટ દરમિયાન સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સઘન ચેકીંગ દરમિયાન પોલીસે બે ઇસમોને ચોરી અથવા છળકપટથી મેળવેલ એક મોટર સાઇકલ તથા ચાર મોબાઇલ ફોન સાથે પકડી પાડ્યા છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    37 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.