અંબાજી મંદિર ને લોકશ્રદ્ધા અને સેવાકીય કાર્ય બદલ માંગલ ધામ તીર્થ ધામ ખાતે યોજાયેલ માંગલ્ય શક્તિ એવોર્ડ અંતર્ગત ભવ્ય સમારોહમાં વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યું અંબાજી મંદિર ને લોકશ્રદ્ધા અને સેવાકીય કાર્ય બદલ માંગલ ધામ તીર્થ ધામ ખાતે યોજાયેલ માંગલ્ય શક્તિ એવોર્ડ અંતર્ગત ભવ્ય સમારોહમાં વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યું.* પૂજય શ્રી મોરારી બાપુની આધ્યાત્મિક પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી માયાભાઈ આહીર અને સંયોજકો દ્વારા માંગલ મા તીર્થધામ ધામ ભગુડાના આંગણે ૩૦ મો પરમ ઉત્સવ એવમ માંગલ શક્તિ એવોર્ડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજા દ્વારા એવોર્ડ અને પુરસ્કાર રકમ રૂ ૨૫,૦૦૦ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીને એનાયત કરવામાં આવ્યા. ભારતના અગ્રણી શક્તિપીઠોમાં સ્થાન ધરાવતા અંબાજી મંદિરને ભક્તિ, સેવા, વ્યવસ્થાપન અને સામાજિક યોગદાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યું છે. ભગુડા સ્થિત શ્રી માંગલ ધામ તીર્થ ધામ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારોહમાં આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, આગેવાનો તથા આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રસંગને ગૌરવમય બનાવ્યો હતો. આ અવસરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજા દ્વારા અંબાજી મંદિરના વહીવટદાર તથા બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર કૌશિક મોદીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી સુવિધાઓ, યાત્રાધામના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટો, સ્વચ્છતા અભિયાન, આધુનિક વ્યવસ્થાપન અને ધાર્મિક આયોજનમાં કરવામાં આવતા સુચારૂ આયોજનની પ્રશંસા કરવામાં આવી હતી. મંદિર દ્વારા ભક્તજનો માટે સુરક્ષા, સુવિધા અને આધ્યાત્મિક અનુભૂતિને વધુ સુગમ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેનાથી મંદિર દેશ-વિદેશના યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત મંદિરને રૂ. ૨૫,૦૦૦ ની પ્રોત્સાહક રકમ પણ અર્પણ કરવામાં આવી હતી. વહીવટદારશ્રીએ આ રકમ મંદિરના વિકાસ અને ભક્તસેવા માટે મંદિરના ખાતામાં જમા કરાવી હોવાનું જણાવ્યું હતું. વહીવટદારશ્રીએ આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ સન્માન માત્ર મંદિર પ્રશાસન માટે જ નહીં, પરંતુ સમગ્ર અંબાજી મંદિર પરિવાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને મા અંબાના ભક્તજનો માટે ગૌરવની બાબત છે. આ માન્યતા અમને વધુ જવાબદારીપૂર્વક અને સમર્પણભાવથી સેવા આપવાની પ્રેરણા આપે છે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં પણ અંબાજી મંદિર દ્વારા યાત્રાધામના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વધુ ગતિશીલ બનાવવામાં આવશે. સમારોહ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ પણ અંબાજી મંદિરના વિકાસકાર્યોની પ્રશંસા કરી અને મંદિર ટ્રસ્ટને આવનારા સમયમાં વધુ સફળતાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. " જય અંબે "

- ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: #firefighting #hero #community #safetyfirst #environment #cleanland #khedbrahma #gujarat #emergency #response1
- ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ કારચાલકના ઘરે મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાતા સમગ્ર નાકા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે.1
- વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત, અમરેલી જેલમાં ખસેડાયો આજે સવારે 8 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને પાસા એક્ટ હેઠળ ઝડપી લીધો છે. હિંમતનગરના હડીયોલ પુલ છાપરિયામાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઇકબાલખાન પઠાણ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતા પીએસઆઈ આર.એલ. દેસાઈ અને સર્વેલન્સ સ્ટાફે આરોપીને ઝડપી પાડી અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.1
- બનાસકાંઠા: દાંતા પોલીસ સ્ટેશન સામે ગમખ્વાર અકસ્માત એક નુ મોત અન્ય છ ઘાયલ બનાસકાંઠા જિલ્લાના દાંતા ગામમાં દાંતા પોલીસ સ્ટેશન આગળ ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા કિનારે આવેલા ગલ્લામાં ઘુસી ગઈ હતી. અકસ્માત સમયે અંતર શાહ દરગાહ ખાતે ઉરસનો મેળો હોવાથી લોકો દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માતમાં ગલ્લા આગળ બેઠેલા 2 લોકોને સામાન્ય ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગલ્લા ચાલકને ગંભીર હાલતમાં પાલનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.;- રિપોર્ટર વિષ્ણુ ઠાકોર1
- સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.1
- મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.3
- વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા *વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા* વિજાપુર: વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા ખરોડના શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે રવિવાર તા. 10/05/2026 ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમિતિના પ્રમુખ મહેશજી ગાંડાજી ઠાકોરની આગેવાની અને કનુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોરે કર્યું હતું. કનુભાઈ ચૌધરી ભોજનના દાતા રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ સી. પટેલ, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ઓ.બી.સી. વર્ગીકરણ ગુજરાતના પ્રદેશ કન્વીનર તારક ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. હસ્ત મેળાપ બાદ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ મહેશભાઈ ઠાકોર, સમિતિના સદસ્યો અને સમાજના આગેવાનોની સખત મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખોટા ખર્ચા ટાળીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સન્માનભેર યોજવાના હેતુથી આયોજિત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.1
- ખેડબ્રહ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વેપારીને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ ₹2,58,200 નો દંડ ચૂકવવાનો આદેશ કર્યો. આ કેસ આગીયા ગામના ખેડૂત દ્વારા કપાસ વેચાણના ચેક બાઉન્સ થવા અંગે દાખલ કરાયો હતો.1