Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને ડ્રગ્સ અવેરનેસ કાયર્ક્રમ નું આયોજન કરવામાં આવ્યું.. મોડાસા રૂરલ પોલીસ ટીમ દ્વારા G.K. Bhatt હાઈસ્કૂલ, મેઢાસણ ખાતે ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સ તથા અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા જરૂરી તકેદારીઓ અંગે માર્ગદર્શન આપી, વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સમાચાર 31 ગુજરાત
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને ડ્રગ્સ અવેરનેસ કાયર્ક્રમ નું આયોજન કરવામાં આવ્યું.. મોડાસા રૂરલ પોલીસ ટીમ દ્વારા G.K. Bhatt હાઈસ્કૂલ, મેઢાસણ ખાતે ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સ તથા અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા જરૂરી તકેદારીઓ અંગે માર્ગદર્શન આપી, વ્યસનમુક્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- ઈદે મિલાદની ખુશીમાં ટીંટોઈ ગુંજી ઉઠ્યું, જુમ્મા મસ્જિદથી નીકળ્યું ભવ્ય જુલુસે મિલાદ 1501 સાલના ઈદે મિલાદ પર્વે ટીંટોઈમાં ભવ્ય જુલુસે મિલાદ: જુમ્મા મસ્જિદથી ગરીબ નવાઝ મસ્જિદ અને અલ્લાહ મસ્જિદ સુધી ઉમટ્યો જનસૈલાબ ઈદે મિલાદની ખુશીમાં ટીંટોઈ ગુંજી ઉઠ્યું, જુમ્મા મસ્જિદથી નીકળ્યું ભવ્ય જુલુસે મિલાદ1
- 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ4
- મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો1
- મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.4
- બાલાસિનોરમાં ડુપ્લિકેટ દૂધનો આક્ષેપ, જનતાના આરોગ્ય સાથે ચેડાંનો સવાલ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં જનતાના આરોગ્ય સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરમાં કથિત રીતે ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ લોકોમાં ચિંતા ફેલાવી છે. લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો એવા દૂધમાં જ જો ભેળસેળ કે નકલી દૂધ બનાવવામાં આવતું હોય તો તે ગંભીર બાબત બની શકે છે. સવાલ એ છે કે બાલાસિનોરમાં આ પ્રકારનું દૂધ કોણ બનાવી રહ્યું છે અને તેની પાછળ કોણ જવાબદાર છે? જો આક્ષેપોમાં તથ્ય હોય તો આવી પ્રવૃત્તિથી નાના બાળકો, વૃદ્ધો સહિત સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર તપાસ હાથ ધરે છે કે કેમ? કથિત ડુપ્લિકેટ દૂધના નમૂનાઓ લેવામાં આવશે કે કેમ અને જો નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે કેમ? સવાલ સીધો છે—જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે? આ હકીકત ની પુષ્ટિ કરતાં નથી આ વાયરલ વીડિયો છે... તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે.....1
- વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી. આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર1
- લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.1
- અંધશ્રદ્ધાની આડમાં માસૂમની હત્યા! ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો..! ઈડર તાલુકાના સમલાપુર ગામમાં બે દિવસથી ગુમ 8 વર્ષીય કેવલજી ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી છે. જમીન-પ્લોટના વિવાદ અને અંધશ્રદ્ધાની માન્યતાને પગલે બાળકીનું અપહરણ કરી કૂવામાં ફેંકી હત્યા કર્યાની કબૂલાત આરોપીએ કરી હોવાનું પોલીસનું કહેવું છે. વધુમાં, એક વર્ષ અગાઉ મૃત હાલતમાં મળેલા કેવલજીના મોટા ભાઈ અમિતજી ઠાકોરના મોત અંગે પણ પોલીસે ફરી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓના મોત પાછળ એક જ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.1