Shuru
Apke Nagar Ki App…
લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.
Hasmukh Bhoi
લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.
More news from Gujarat and nearby areas
- ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના ગ્રામજનોએ ગ્રામ પંચાયતને ત્રણ ભાગમાં વિભાજિત કરવાના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ગ્રામસભાનું સ્થળ બદલવાની સાથે પોલીસ બંદોબસ્ત ફાળવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતનું ભવન ખૂબ જ નાનું અને સાંકડું હોવાથી મોટી સંખ્યામાં લોકો માટે ગ્રામસભા યોજવી મુશ્કેલ છે. તેથી ગ્રામસભા માટે PHC સેન્ટર ખાતે યોગ્ય સ્થળ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિભાજનનો મુદ્દો સંવેદનશીલ હોવાથી ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને ગ્રામસભા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે જ ગ્રામ પંચાયતના વિભાજનની સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે થાય તે માટે તાલુકા પંચાયત તરફથી જવાબદાર અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભાની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપતી વખતે ઝરીબુઝર્ગ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કાર્યવાહી પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.1
- સોશિયલ મીડિયા પર પાટણ અને કપડવંજનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો લાંબો હોવાથી બે ભાગમાં એડિટ કરેલો છે, ઉપરનો ભાગ કપડવંજનો અને નીચેનો ભાગ પાટણનો છે. આ વિડીયોમાં ગલી મહોલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને સેવન થતું જોવા મળે છે. ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે, પણ આ દ્રશ્યો કંઈક બીજું જ બતાવે છે. સવાલ એ થાય છે કે પોલીસ શું કરે છે? શું બુટલેગરોને પોલીસનું જ રક્ષણ મળી રહ્યું છે? દારૂબંધી ફક્ત કાગળ પર જ રહી ગઈ છે, ગ્રાઉન્ડ પર તો દારૂની હાટડી ખુલ્લી છે.1
- સયાજીગંજ પોલીસ દ્વારા ઈદ તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ વડોદરા શહેરમાં આવનારા ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ફતેગંજ અને કમાટીપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી, શાંતિ જાળવવી અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો હતો. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત જાળવી રાખવામાં આવશે.1
- ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર ની લાલ આખ . વડોદરા શહેર પી સી બી ને મડી મોટી સફળતા. હાલોલ જવા ના રસ્તા પર ગોલ્ડન ચોકડી પાસે એક આઇસર ગાડી ઝડપી પાડતા . વિદેશી દારૂ ભરેલી જથ્થો પી સી બી દ્વારા જપ્ત1
- જંબુસર ટાઉનમાં વર્ષ 2021માં થયેલી ઘરફોડ ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે...! ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વડોદરાથી એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.1
- વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરાના અકોટા વિસ્તારમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કથિત બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. ધોરણ-10 સુધી અભ્યાસ કરેલા બિશ્વજીત હાલદાર દ્વારા ‘પ્રોમિલા ક્લિનિક’ ચલાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ZONE-2 ટીમે ક્લિનિકમાં તપાસ કરતાં દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિત અંદાજે ₹1.19 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, બિશ્વજીત હાલદાર છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વિના લોકોની સારવાર કરતો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.2
- ઝાલોદના શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આયુર્વેદ નિદાન અને ચિકિત્સા કેમ્પ યોજાયો ઝાલોદના શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આયુર્વેદ નિદાન અને ચિકિત્સા કેમ્પ યોજાયો ઝાલોદના શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આયુર્વેદ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયામક આયુષ, ગાંધીનગરની કચેરી તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીરભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન કુલ 75 લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ જરૂરિયાત મુજબ આયુર્વેદિક દવાઓ, સારવાર અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત લોકોને ઋતુસંધિ અને વર્ષાઋતુચર્યા અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી. વરસાદી ઋતુ દરમિયાન સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય આહાર-વિહાર, દૈનિક જીવનશૈલી તેમજ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં લોકોને જિલ્લામાં ઉપલબ્ધ વિવિધ આયુષ સેવાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેનો લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય જાગૃતિના ભાગરૂપે 100 લાભાર્થીઓને અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સરકારી આયુર્વેદિક દવાખાના, છાસીયા, તાલુકો ઝાલોદના મે. ઓ. વૈદ્ય અલકાબેન બી. બારીયા દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.1
- વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ દ્વારા આગામી તહેવારો ને લય ને તપાસ હાથ ધરવામાં આવી1
- મીત્રો નમસ્કાર આ પોસ્ટ ને જનજાગૃતિ માટે છે લોકો સુધી આ વીડિયો ને શેરકરશો જય હિન્દ1