Shuru
Apke Nagar Ki App…
બજેટને લઇ સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલું બજેટ પ્રજા લક્ષી અને ગુજરાતના સર્વાગી વિકાસને ગતિ આપનારું હોવાનું સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના ૧૮ તાલુકાના ૫૧,૪૮૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની ફાળવણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.
Janshe Gujarat
બજેટને લઇ સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલું બજેટ પ્રજા લક્ષી અને ગુજરાતના સર્વાગી વિકાસને ગતિ આપનારું હોવાનું સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના ૧૮ તાલુકાના ૫૧,૪૮૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની ફાળવણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.
More news from Chhotaudepur and nearby areas
- Post by Janshe Gujarat1
- Post by Dabhoi_Attractions1
- Post by Jasmin B Shah1
- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.4
- લીમખેડા તાલુકા ના મોટીબાંડીબાર ગામે અચાનક આગ લાગતા 4 મકાનો બળી ને રાખ થઇ ગયા અંદાજે 4.5 લાખ જેટલા રોકડ રકમ અને સોના, ચાંદી પણ બળી ને રાખ થઇ ગઇ1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી. આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું. આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.1
- ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલું બજેટ પ્રજા લક્ષી અને ગુજરાતના સર્વાગી વિકાસને ગતિ આપનારું હોવાનું સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના ૧૮ તાલુકાના ૫૧,૪૮૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની ફાળવણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.1