Shuru
Apke Nagar Ki App…
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જુના શિહોરા ગામે એક ગેરકાયદેસર દારૂ કટીંગના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે રૂ. 29.03 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જેમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પણ સામેલ છે.
Rathod Sandip sinh
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જુના શિહોરા ગામે એક ગેરકાયદેસર દારૂ કટીંગના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે રૂ. 29.03 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જેમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પણ સામેલ છે.
More news from ગુજરાત and nearby areas
- ખેડા જિલ્લાના ઠાસરામાં SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, SMC ટીમે 81 પેટી દારૂ અને ત્રણ વાહનો જપ્ત કર્યા હતા. આ ઓપરેશનમાં બે આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.1
- હાલોલ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલા હઝરત બુખારીશાહ બાબાનો ઉર્ષ આજે મંગળવારના રોજ ધાર્મિક અને આનંદમય વાતાવરણમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી દરમિયાન, દરગાહ ખાતે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. ત્યાર પછી સલાતો સલામ અને નિયાઝની વહેચણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હાલોલ શહેર ખતિબ મૌલાના યાકુબ રઝવી, હાલોલ જુમ્મા મસ્જિદ ઈમામ સૈયદ ઈલ્યાસ બાપુ, મૌલાના મોઈનુલહક્ કાદરી, મૌલાના યાસીન, મૌલાના સાદિક સહિત મુસ્લિમ સમુદાયના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉર્ષનું આયોજન હાલોલ જુમ્મા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉર્ષમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા અને ઉર્ષનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.1
- ઇન્દોરના બહુચર્ચિત સોનમ રઘુવંશી કેસની ગૂંજ હજુ શમી નથી, ત્યાં મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના લોહગઢ કિલ્લા પરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શરૂઆતમાં 24 વર્ષીય કેતન અગ્રવાલના મોતને અકસ્માત માનવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે કે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કાવતરું રચીને કેતનને 350 ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. આવતા મહિને જ જેમના લગ્ન થવાના હતા, તે કેતન અગ્રવાલના મોતનો આ કેસ હવે હત્યાની તપાસમાં ફેરવાઈ ગયો છે.1
- વડોદરામાં દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર શ્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.1
- વડોદરા શહેરમાં રાજસ્થાની સમાજ દ્વારા મહેશ નવમીના શુભ અવસર પર એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવ્યા બાદ, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.1
- ગુજરાત રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે, પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી ધી એમજીએસ હાઈસ્કુલમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. એસ. જે. જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નવા પ્રવેશ મેળવનાર ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે ઉચ્ચ શિક્ષણ એ સફળતાની ચાવી છે, જેનાથી જીવનના દરેક પગલે ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. ડૉ. જોશીએ બાળકોને મોટા સપના જોવાની અને તેને સાકાર કરવા માટે સખત મહેનત કરવાની શીખ આપી, ખાસ કરીને ઉચ્ચ કારકિર્દી બનાવવાના લક્ષ્યાંક રાખવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ રમતગમત, સંગીત અને કલા જેવા ક્ષેત્રોમાં પણ પોતાની પ્રતિભા ખીલવવા અને શાળામાં નિયમિત હાજરી જાળવી રાખવા વિનંતી કરી. 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે, બાળકોને કચરો ન ફેલાવવા, વૃક્ષ વાવવા અને તેમને પાણી આપવા, વડીલો અને ગુરુજનોનું સન્માન કરવા, દેશના વિકાસમાં યોગદાન આપવા તેમજ નિયમિતપણે પુસ્તકો વાંચવા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા. આ અવસરે, શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુસ્તકો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. જોશીએ વાલીઓને દર રવિવારે બાળકોને એક કલાક માટે શાળાની લાઇબ્રેરીમાં પુસ્તક વાંચન માટે મોકલવા અને દીકરીઓની માતાઓને તેમની દીકરીઓના અભ્યાસમાં વિશેષ કાળજી લેવા તેમજ પ્રગતિ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં કાલોલ કેળવણી પ્રચારક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંત મહેતા, મંત્રી વીરેન્દ્ર મહેતા, સહ મંત્રી યોગેશ મહેતા, ખજાનચી મનોજભાઈ પરીખ, શાળાના આચાર્ય વી. એ. ચૌહાણ, સુપરવાઈઝર કે. એ. પુવાર, શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારી સુજીતભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.3
- આજ રોજ વડોદરાના સંજમા રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ ખાતે 'તેરા તુજકો અર્પણ' નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પોલીસ કમિશ્નરની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.1
- જેતપુર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સિદસર ઉમિયાધામ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત, સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. તેમણે સરકારને આ મામલે તાત્કાલિક મધ્યસ્થી કરવા અને ઝડપથી ઉકેલ લાવવા માટે યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી છે.1