Shuru
Apke Nagar Ki App…
ગરમીનો કહેર યથાવત 🚨 📅 તા. 11/05/2026 🔥 સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાન 43°C થી ઉપર નોંધાયું છે. અમદાવાદ અને અમરેલી રાજ્યના સૌથી વધુ ગરમ શહેરો રહ્યા જ્યાં તાપમાન 44.3°C સુધી પહોંચ્યું. ⚠️ આગાહી મુજબ 15 અને 16 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. 🌦️ 16 અને 17 મે બાદ રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળવાની સંભાવના છે. ☀️ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો 💧 વધુમાં વધુ પાણી પીતા રહો 👒 બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખો
Bhavesh chaudhary
ગરમીનો કહેર યથાવત 🚨 📅 તા. 11/05/2026 🔥 સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાન 43°C થી ઉપર નોંધાયું છે. અમદાવાદ અને અમરેલી રાજ્યના સૌથી વધુ ગરમ શહેરો રહ્યા જ્યાં તાપમાન 44.3°C સુધી પહોંચ્યું. ⚠️ આગાહી મુજબ 15 અને 16 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. 🌦️ 16 અને 17 મે બાદ રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળવાની સંભાવના છે. ☀️ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો 💧 વધુમાં વધુ પાણી પીતા રહો 👒 બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખો
More news from ગુજરાત and nearby areas
- કાંકરેજના રાનેર ચારિયા સીમમાં મધરાતે રીંછ દેખાતા ગ્રામજનોમાં દહેશત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ચારિયા સીમ વિસ્તારમાં રાત્રિના સમયે રીંછ દેખાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ મધરાત દરમિયાન રીંછ ખેતરોમાં ફરી રહ્યું હતું અને અચાનક લોકોની નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ રીંછ થોડો સમય સુધી ખેતરોમાં આંટાફેરા મારતું રહ્યું હતું. કેટલાક ગ્રામજનોએ દૂરથી તેનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. રાત્રિના અંધકાર વચ્ચે રીંછ અચાનક ખેતરો તરફ દોડી ગયું હતું અને ત્યારબાદ ગાયબ થઈ ગયું હતું. ઘટનાને લઈને ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. રાત્રિના સમયે ખેતરોમાં જતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુધી આ મામલે વન વિભાગને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી તેવી માહિતી સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.2
- રાધનપુરમાં ચૌધરી સમાજનો 25મો સમૂહ લગ્નોત્સવ: 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત1
- સરહદી સુઈગામ તાલુકાના ભરડવા ગામે તળાવમાં અસંખ્ય મચ્છલા મોતને ભેટ્યા,રોગચાળો ફેલાવાની દહેશત... વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના ભરડવા ગામની અંદર આવેલા તળાવની અંદર આજે એકાએક લાખોની સંખ્યામાં માછલાઓના મોતને લઈને ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી જોકે કેટલાક ગ્રામજનોએ આ તળાવ ની અંદર મરેલા માછલાઓના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે જો કાર્યવાહી નહીં થાય તો ગામની અંદર ભયંકર રોગચાળો ફાટી નીકળે તેની દેહસતા વ્યક્ત કરવામાં આવી હતી3
- થરાદ પોલીસે વાહનોની બેલ્ક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો પોલીસ ની કાર્યવાહીને લઈ વાહન ચાલકો ફફડાટ1
- થરાદના ઘેસડા ગામે આવેલા ગોદડપુરી બાપજીના મંદિરે દર સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. શ્રદ્ધાળુઓ માને છે કે અહીં દર્શન અને માનતા કરવાથી ગુમડાં-ગાંઠ જેવા રોગો મટે છે અને મનોકામનાઓ પૂરી થાય છે. માનતા પૂરી થતાં પ્રસાદ રૂપે ગોળ ચઢાવી ભક્તો પોતાની આસ્થા વ્યક્ત કરે છે.1
- બનાસકાંઠાના ભાભર તાલુકાની વડપગ તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારે મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે પોતાની જીતનો શ્રેય સ્થાનિક જનતાને આપ્યો અને તેમના માટે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી.1
- ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના વાવ થરાદમાં ગાય સર્કલ પાસે ધોળા દિવસે પણ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેને લઈને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળ્યો.1
- ઉનાળાની આકરી ગરમી તળાવો માં પાણી સૂકાતા હજારો માછલીઓ મોત ને ભેટી રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વાવ થરાદ જિલ્લા માંથી એક ચોંકાવનાર વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે જ્યાં સુઈગામ તાલુકાના ભરડવા ગામે ગામના મુખ્ય તળાવમાં સતત ઘટતા જળસ્તર ના કારણે મોટા પ્રમાણે માછલીઓ ના મોત નીપજ્યા છે તળાવમાં સડી રહેલી માછલીઓની ગામમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા સમસ્ત ભરડવા ના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સડી ગયેલ માછલીઓ ની દુર્ગંધ ફેલાતા અને રખડતા શ્વાનો દ્વારા માછલીઓ ને રહેણાંક વિસ્તારો સુધી ખેંચી લાવતા રોગચાળો ફેલાવવાનો મોટો ભય ઊભો થયો છે ગ્રામજનોએ તાત્કાલિક તંત્ર પાસે મદદ માગી છે અને જરૂરીયાત વિસ્તારમાં દવાનો છંટકાવ કરી તળાવ માં સફાઈ ની કામગીરી કરવા પણ માંગ કરી છે સુઈગામ વિસ્તાર રણ વિસ્તાર હોવાથી સતત ગરમી નું પ્રમાણ વધ્યું છે જેના કારણે તળાવો માં પાણી સૂકાતા આવી ઘટના સર્જાઈ છે હવે તંત્ર દ્વારા સફાઈ ની કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..2