logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટના શાપર વેરાવળ ચોકડી પર એક સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરે રોડ પર જ નિંદર માણતાં તેનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે અનેક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના શાપર વેરાવળથી રાજકોટ જતી અને શાપર વેરાવળથી ગોંડલ થઈને શાપર વેરાવળ આવતી 80 નંબરની સીટી બસ (GJ 03 BZ 4559) સાથે બની હતી. આ વીડિયો વાયરલ થયા બાદ ભરત ભરડવા અને રોહિત ભોજાણી દ્વારા મુસાફરોની આ પરેશાનીને ઉજાગર કરવામાં આવી છે.

5 hrs ago
user_India24News
India24News
Gandhinagar, Gujarat•
5 hrs ago

રાજકોટના શાપર વેરાવળ ચોકડી પર એક સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરે રોડ પર જ નિંદર માણતાં તેનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે અનેક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના શાપર વેરાવળથી રાજકોટ જતી અને શાપર વેરાવળથી ગોંડલ થઈને શાપર વેરાવળ આવતી 80 નંબરની સીટી બસ (GJ 03 BZ 4559) સાથે બની હતી. આ વીડિયો વાયરલ થયા બાદ ભરત ભરડવા અને રોહિત ભોજાણી દ્વારા મુસાફરોની આ પરેશાનીને ઉજાગર કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • કડી પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.એક મોટી ઉંમરની યુવતીએ ધોરણ 11 માં અભ્યાસ કરતા એક સગીર વયના વિદ્યાર્થીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી મોંઘા સ્માર્ટફોનની લાલચ આપીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ બાવલું પોલીસ મથકે નોંધાવા પામી છે.યુવતીએ સગીરને બ્લેકમેલ કરી હોટલોમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.પોલીસ ફરિયાદ મુજબ કડી પંથકમાં રહેતો અને ધોરણ 11 માં અભ્યાસ કરતો સગીર વિદ્યાર્થી થોડા મહિના પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો.યુવતીએ સામેથી મેસેજ મોકલીને સગીર સાથે વાતચીત શરૂ કરી હતી.ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત વધતા તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો પ્રથમ મુલાકાત દરમિયાન યુવતીએ સગીરને પોતે તેના પ્રેમમાં હોવાની વાતો કરી પોતાના તરફ આકર્ષિત કરી લીધો હતો.સગીર વિધાર્થી કશું સમજે તે પહેલા તેને પોતાના જાળમાં મજબૂત રીતે ફસાવવા માટે તેને મોંઘો દાટ iphone 15 મોબાઇલ ભેટ આપ્યો હતો. કીમતી વસ્તુઓની લાલચ આપીને યુવતીએ સગીરને પૂરી રીતે પોતાના કાબુ માં લઈ લીધો હતો.એક દિવસ યુવતી સગીર વિદ્યાર્થીની સ્કૂલ પાસે પહોંચી હતી અને તેને પોતાની એકટીવા પાછળ બેસાડી કડી નાં છત્રાલ રોડ ઉપર આવેલ એક હોટલમાં લઈ જઈ સગીરની મરજી ન હોવા છતાં યુવતિએ તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી તેનું શોષણ કર્યું હતું અવારનવાર કડી ની હેવન તેમજ ક્રિષ્ના હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધવા મજબૂત કરીતી હતી. હોટલના રૂમમાં સગીર સાથેના કેટલાક અંગત અને આપત્તિ જનક ફોટો મોબાઇલમાં પાડી લીધા હતા. આ ફોટાઓનો ઉપયોગ કરી યુવતીએ સગીરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર ધમકીઓ આપતી હતી.સમય જતાં સગીર વિદ્યાર્થીને ભાન થયું કે આ ખોટા અને અનૈતિક સંબંધના કારણે તેઓ અભ્યાસ સંપૂર્ણ બગડી રહ્યો છે.યુવતીએ તેના કરતાં ઉંમરમાં ઘણી મોટી હોવાથી તેને આ સંબંધમાંથી મુક્ત થવા યુવતી થી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો હતો.સગીરે યુવતી સાથે વાતચીત અને મળવાનું ઓછું કરી દેતા યુવતી ભારે ઉશ્કેરાઈ ગઈ હતી. યુવતી ફોન પર ધમકાવાનું શરૂ કર્યું હતું અને જો તે મળવા નહીં આવે અને મારી સાથે લગ્ન નહીં કરે તો તે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેશે અને સુસાઇડ નોટમાં તેનું નામ લખી દેશે આટલું જ નહીં સગીરને માનસિક રીતે તોડી પાડવા માટે instagram પર વીડિયો કોલ કરી નર્મદા કેનાલ બતાવીને જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો. આમ સતત મળતી ધમકીઓ અને બ્લેકમેલથી સગીર ગભરાઈ ગયો હતો અને સતત તળાવમાં રહેવા લાગ્યો હતો એક રાત્રે અચાનક તેને છાતીમાંથી દુખાવો અને ગભરામણ થતાં પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા અને તેને દાખલ કરવો પડ્યો હતો.18 માં જન્મદિવસે સગીર ની યુવતી સાથે ની આપતી જનક ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી. યુવતી અગાઉ હોટલમાં પાડેલા બંનેના અંગત ફોટાઓનો ઉપયોગ કરી એક રીલ બનાવી instagram પર વાયરલ કરી દીધી હતી.પરિવાર ને ઘટનાની જાણ થતા તેમને મોબાઇલ પોતાના કબજામાં લીધો હતો અને પોતાના સગીર પુત્રને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક અને માનસિક રીતે શોષણ કરનારી યુવતી સામે પિતા પુત્ર બાવલું પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભોગ બનનાર સગીરની ફરિયાદના આધારે યુવતી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી કડક કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કિસ્સો માતા પિતા ને પોતાના બાળકો instagram facebook ઉપર કોના સંપર્કમાં છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.હાલના આ ચોકાવનારી ઘટનાથી વાલીઓની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે
    1
    કડી પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.એક મોટી ઉંમરની યુવતીએ ધોરણ 11 માં અભ્યાસ કરતા એક  સગીર વયના વિદ્યાર્થીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી મોંઘા સ્માર્ટફોનની લાલચ આપીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ બાવલું પોલીસ મથકે નોંધાવા પામી છે.યુવતીએ સગીરને બ્લેકમેલ કરી હોટલોમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.પોલીસ ફરિયાદ મુજબ કડી પંથકમાં રહેતો અને ધોરણ 11 માં અભ્યાસ કરતો સગીર વિદ્યાર્થી થોડા મહિના પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો.યુવતીએ સામેથી મેસેજ મોકલીને સગીર સાથે વાતચીત શરૂ કરી હતી.ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત વધતા તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો પ્રથમ મુલાકાત દરમિયાન યુવતીએ સગીરને પોતે તેના પ્રેમમાં હોવાની વાતો કરી પોતાના તરફ આકર્ષિત કરી લીધો હતો.સગીર વિધાર્થી કશું સમજે તે પહેલા તેને પોતાના જાળમાં મજબૂત રીતે ફસાવવા માટે તેને મોંઘો દાટ iphone 15 મોબાઇલ ભેટ આપ્યો હતો. કીમતી વસ્તુઓની લાલચ આપીને યુવતીએ સગીરને પૂરી રીતે પોતાના કાબુ માં લઈ લીધો હતો.એક દિવસ યુવતી સગીર વિદ્યાર્થીની સ્કૂલ પાસે પહોંચી હતી અને તેને પોતાની એકટીવા પાછળ બેસાડી કડી નાં છત્રાલ રોડ ઉપર આવેલ એક હોટલમાં લઈ જઈ સગીરની મરજી ન હોવા છતાં યુવતિએ તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી તેનું શોષણ કર્યું હતું અવારનવાર કડી ની હેવન તેમજ ક્રિષ્ના હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધવા મજબૂત કરીતી હતી. હોટલના રૂમમાં સગીર સાથેના કેટલાક અંગત અને આપત્તિ જનક ફોટો મોબાઇલમાં પાડી લીધા હતા. આ ફોટાઓનો ઉપયોગ કરી યુવતીએ સગીરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર ધમકીઓ આપતી હતી.સમય જતાં સગીર વિદ્યાર્થીને ભાન થયું કે આ ખોટા અને અનૈતિક સંબંધના કારણે તેઓ અભ્યાસ સંપૂર્ણ બગડી રહ્યો છે.યુવતીએ તેના કરતાં ઉંમરમાં ઘણી મોટી હોવાથી તેને આ સંબંધમાંથી મુક્ત થવા યુવતી થી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો હતો.સગીરે યુવતી સાથે વાતચીત અને મળવાનું ઓછું કરી દેતા યુવતી ભારે ઉશ્કેરાઈ ગઈ હતી. યુવતી ફોન પર ધમકાવાનું શરૂ કર્યું હતું અને જો તે મળવા નહીં આવે અને મારી સાથે લગ્ન નહીં કરે તો તે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેશે અને સુસાઇડ નોટમાં તેનું નામ લખી દેશે આટલું જ નહીં સગીરને માનસિક રીતે તોડી પાડવા માટે instagram પર વીડિયો કોલ કરી નર્મદા કેનાલ બતાવીને જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો. આમ સતત મળતી ધમકીઓ અને બ્લેકમેલથી સગીર ગભરાઈ ગયો હતો અને સતત તળાવમાં રહેવા લાગ્યો હતો એક રાત્રે અચાનક તેને છાતીમાંથી દુખાવો અને ગભરામણ થતાં પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા અને તેને દાખલ કરવો પડ્યો હતો.18 માં જન્મદિવસે સગીર ની યુવતી સાથે ની આપતી જનક ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી. યુવતી અગાઉ હોટલમાં પાડેલા બંનેના અંગત ફોટાઓનો ઉપયોગ કરી એક રીલ બનાવી instagram પર વાયરલ કરી દીધી હતી.પરિવાર ને ઘટનાની જાણ થતા તેમને મોબાઇલ પોતાના કબજામાં લીધો હતો અને પોતાના સગીર પુત્રને પ્રેમ  જાળમાં ફસાવી શારીરિક અને માનસિક રીતે શોષણ કરનારી યુવતી સામે પિતા પુત્ર બાવલું પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભોગ બનનાર સગીરની ફરિયાદના આધારે યુવતી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી  કડક કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કિસ્સો માતા પિતા ને પોતાના બાળકો instagram facebook ઉપર કોના સંપર્કમાં છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.હાલના આ ચોકાવનારી ઘટનાથી વાલીઓની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • અમેરિકામાં પ્રવાસી ગુજરાતીઓ સુરક્ષિત ન હોવાની ચિંતાજનક ઘટનાઓ વચ્ચે વધુ એક કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. મેઘના પટેલ પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. કોઈ અજાણ્યા શખ્સે ગોળી મારીને તેમની હત્યા કરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે કયા કારણોસર ગોળીબાર કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. આ કરૂણ ઘટનાના સમાચાર વતન જંત્રાલ ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાને પગલે વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.
    1
    અમેરિકામાં પ્રવાસી ગુજરાતીઓ સુરક્ષિત ન હોવાની ચિંતાજનક ઘટનાઓ વચ્ચે વધુ એક કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. મેઘના પટેલ પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા.

કોઈ અજાણ્યા શખ્સે ગોળી મારીને તેમની હત્યા કરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે કયા કારણોસર ગોળીબાર કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. આ કરૂણ ઘટનાના સમાચાર વતન જંત્રાલ ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટનાને પગલે વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.
    user_Radhika bhavsar
    Radhika bhavsar
    Digital Marketing Specialist Mahesana, Gujarat•
    8 hrs ago
  • સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અદાપુરમાં આજે બળીયાદેવ બાપાના વધામણાનો પવિત્ર પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે.
    1
    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અદાપુરમાં આજે બળીયાદેવ બાપાના વધામણાનો પવિત્ર પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે.
    user_Somsinh Chauhan
    Somsinh Chauhan
    Voice of people હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા આદિવાસી સંસ્કૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી રાખવામાં આવ્યું હતું.
    1
    દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા આદિવાસી સંસ્કૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી રાખવામાં આવ્યું હતું.
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    6 hrs ago
  • ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ કંપાના દેવકીબેન પટેલના અવસાન બાદ તેમના પરિવારે દુઃખની આ ઘડીમાં પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારજનોએ પરસ્પર સંમતિથી દેવકીબેનના પાર્થિવ દેહનું હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે દેહદાન તેમજ ચક્ષુદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. તેમના સુપુત્રો નરસિંહભાઈ, હરિભાઈ, નરોત્તમભાઈ અને પુત્રી અમૃતબેન સહિત પરિવારજનોએ સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તબીબી પ્રોટોકોલ મુજબ દેહદાન અને ચક્ષુદાનની કાર્યવાહી કરવામાં આવી હતી. મેડિકલ કોલેજના તબીબોએ પરિવારના આ નિર્ણયને બિરદાવ્યો હતો અને સમાજના અન્ય નાગરિકોને પણ દેહદાન અને ચક્ષુદાન માટે પ્રેરણા લેવા અપીલ કરી હતી, જેથી તબીબી અભ્યાસમાં મદદ મળે અને જરૂરિયાતમંદોને નવી દ્રષ્ટિ મળી શકે.
    1
    ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ કંપાના દેવકીબેન પટેલના અવસાન બાદ તેમના પરિવારે દુઃખની આ ઘડીમાં પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારજનોએ પરસ્પર સંમતિથી દેવકીબેનના પાર્થિવ દેહનું હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે દેહદાન તેમજ ચક્ષુદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. તેમના સુપુત્રો નરસિંહભાઈ, હરિભાઈ, નરોત્તમભાઈ અને પુત્રી અમૃતબેન સહિત પરિવારજનોએ સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

તબીબી પ્રોટોકોલ મુજબ દેહદાન અને ચક્ષુદાનની કાર્યવાહી કરવામાં આવી હતી. મેડિકલ કોલેજના તબીબોએ પરિવારના આ નિર્ણયને બિરદાવ્યો હતો અને સમાજના અન્ય નાગરિકોને પણ દેહદાન અને ચક્ષુદાન માટે પ્રેરણા લેવા અપીલ કરી હતી, જેથી તબીબી અભ્યાસમાં મદદ મળે અને જરૂરિયાતમંદોને નવી દ્રષ્ટિ મળી શકે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • ખેડબ્રહ્મા પોલીસે ટ્રેક્ટર ચોરીના એક ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ₹2.05 લાખની કિંમતનું ચોરાયેલું મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર રિકવર કરી લીધું છે અને આ મામલે સરદારભાઈ હગરાભાઈ પારઘી (ઉંમર ૨૦ વર્ષ, રહેવાસી ડેરી, પારઘી ફળો, તા. કોટડા છાવણી, જિ. ઉદયપુર, રાજસ્થાન) નામના એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ સફેદ શર્ટ અને વાદળી પેન્ટ પહેરીને લાલ રંગનું લીલા હુડવાળું મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર લઈને ખેડબ્રહ્મા તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું ટ્રેક્ટર આવતા તેને રોકવામાં આવ્યું અને ચાલક સરદારભાઈ પારઘીની પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ટ્રેક્ટર પર કોઈ રજીસ્ટ્રેશન નંબર ન હોવાથી પોલીસે તેના ચેસીસ નંબર અને એન્જિન નંબર ઈ-ગુજકોપમાં સર્ચ કર્યા હતા, જેમાં ટ્રેક્ટરના માલિક અલગ હોવાનું જણાઈ આવ્યું હતું. શંકાસ્પદ જણાતા સરદારભાઈને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે ટ્રેક્ટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરાયેલું ₹2,05,000 કિંમતનું મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર કબ્જે કર્યું છે અને ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    ખેડબ્રહ્મા પોલીસે ટ્રેક્ટર ચોરીના એક ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ₹2.05 લાખની કિંમતનું ચોરાયેલું મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર રિકવર કરી લીધું છે અને આ મામલે સરદારભાઈ હગરાભાઈ પારઘી (ઉંમર ૨૦ વર્ષ, રહેવાસી ડેરી, પારઘી ફળો, તા. કોટડા છાવણી, જિ. ઉદયપુર, રાજસ્થાન) નામના એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસને ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ સફેદ શર્ટ અને વાદળી પેન્ટ પહેરીને લાલ રંગનું લીલા હુડવાળું મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર લઈને ખેડબ્રહ્મા તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું ટ્રેક્ટર આવતા તેને રોકવામાં આવ્યું અને ચાલક સરદારભાઈ પારઘીની પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ટ્રેક્ટર પર કોઈ રજીસ્ટ્રેશન નંબર ન હોવાથી પોલીસે તેના ચેસીસ નંબર અને એન્જિન નંબર ઈ-ગુજકોપમાં સર્ચ કર્યા હતા, જેમાં ટ્રેક્ટરના માલિક અલગ હોવાનું જણાઈ આવ્યું હતું.

શંકાસ્પદ જણાતા સરદારભાઈને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે ટ્રેક્ટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરાયેલું ₹2,05,000 કિંમતનું મહિન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર કબ્જે કર્યું છે અને ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે પર ભલગામડા તરફ જવાના રસ્તા પાસે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યાં બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાવહ અકસ્માતમાં બંને કાર ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બંને ગાડીઓની એરબેગ પણ ખુલી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા બંને કાર ચાલકોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત ગંભીર હોવાથી ફરજ પરના તબીબો દ્વારા તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના સાથે, લીંબડી-અમદાવાદ, લીંબડી-રાજકોટ, લીંબડી-સુરેન્દ્રનગર અને લીંબડી-ધંધુકા હાઇવે જાણે અકસ્માતનું ઝોન બની ગયા હોય તેવું અનુભવાઈ રહ્યું છે.
    2
    સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે પર ભલગામડા તરફ જવાના રસ્તા પાસે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યાં બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાવહ અકસ્માતમાં બંને કાર ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બંને ગાડીઓની એરબેગ પણ ખુલી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા બંને કાર ચાલકોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત ગંભીર હોવાથી ફરજ પરના તબીબો દ્વારા તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના સાથે, લીંબડી-અમદાવાદ, લીંબડી-રાજકોટ, લીંબડી-સુરેન્દ્રનગર અને લીંબડી-ધંધુકા હાઇવે જાણે અકસ્માતનું ઝોન બની ગયા હોય તેવું અનુભવાઈ રહ્યું છે.
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    5 hrs ago
  • સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડાને ગાંધીનગર એસીબીએ રૂ. 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ લાંચ વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બિલ પાસ કરવા માટે માંગવામાં આવી હતી. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી કાર્યવાહી કરી હતી. આરોપી રાજદીપસિંહ ચાવડાની ગાંધીનગરના કર્મયોગી ભવન નજીકથી ધરપકડ કરવામાં આવી છે અને એસીબી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    1
    સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડાને ગાંધીનગર એસીબીએ રૂ. 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ લાંચ વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બિલ પાસ કરવા માટે માંગવામાં આવી હતી.

એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી કાર્યવાહી કરી હતી. આરોપી રાજદીપસિંહ ચાવડાની ગાંધીનગરના કર્મયોગી ભવન નજીકથી ધરપકડ કરવામાં આવી છે અને એસીબી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના જોશ અને ઉમંગને લઈને ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે.
    1
    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના જોશ અને ઉમંગને લઈને ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે.
    user_Swatantra media
    Swatantra media
    Media company પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.