છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો. તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પ્રોહિબિશનના ગુનામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હિંમતનગર: પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને હિંમતનગર એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS)ના માર્ગદર્શન હેઠળ તેમજ હિંમતનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન એ-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબ પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી કમલેશભાઈ બરીભાઈ મીણા (ઉં.વ. 35), રહે. સાગવાડા, પટેલા ફળા, તા. ખેરવાડા, જી. ઉદયપુર (રાજસ્થાન) હિંમતનગરના સહકારી જીન ચાર રસ્તા નજીક હાજર હોવાનું જાણવા મળતાં પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તેને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી અટકાયત કરી હતી. આ આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ) અને 81 મુજબ ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો. તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. કે.એલ. જાડેજા, એએસઆઈ મો. સલીમ ઇકબાલહુસેન તથા સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

- સ્વ. અમરસિંહ ચૌધરીના જન્મદિને ખેડબ્રહ્મામાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન! 🩸 સ્વ. અમરસિંહ ચૌધરીના જન્મદિને ખેડબ્રહ્મામાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન! 🩸 આદિવાસી સમાજના ઉત્કર્ષ અને લોકસેવા માટે હંમેશા સમર્પિત રહેલા સ્વ. અમરસિંહ ચૌધરી સાહેબના જન્મદિન નિમિત્તે ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આ કાર્યક્રમમાં ડૉ. તુષારભાઈ ચૌધરી અને શ્રી શૈલેષભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું! આવો, આપણે પણ આ સેવાકાર્યને બિરદાવીએ.1
- આજ રોજ મહોર જુથ પંચાયત ના તમામ યુવા મિત્રો ધરોઇ કોલોની સાબરમતી જલ ભવન ખાતે રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નોકરી ધંધા રોજગાર ની રજુવાત કરવામાં આવી.. સંરપચ શ્રી પ્રવિણ સિંહ પરમાર1
- ભારે વરસાદ ની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાત માં બાકાઝિકી બોલાવી1
- અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર મોડાસા: અરવલ્લી જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રિથી શનિવાર વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં અંદાજે 4 ઇંચ નોંધાયો છે. સાઠંબામાં 2.5 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, મોડાસામાં 2 ઇંચ અને બાયડમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ભિલોડામાં 20 મીમી અને માલપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળા, કોલેજ, આંગણવાડી કેન્દ્રો અને ITIમાં આજે રજા જાહેર કરી છે. સાથે જ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.4
- અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ.. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ..શહેરના ચાર રસ્તા, આઇકોનિક માલપુર રોડ અને મેઘરજ રોડ પર પાણી ભરાયા.દ્વારકાપુરી નજીક મેઘરાજ રોડ પાણીથી ભરાઈ ગયો..રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને વાહનચાલકોને અગવડતા.આજે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.4
- ગુજરાત માં 30 વર્ષ થી સેવા આપતી આરાધના સહકારી મંડળી.. કલી કુંડ ધોરકા બ્રાન્ચ. ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી સેવા આપી રહી છે આરાધના સહકારી મંડળી લિમિટેડ.. ઉંચા વ્યાજ દર નાં પ્રમાણ માં પેસા રોકાણ કરો.. હર ઘર આરાધના મંડળી બચત યોજના..1
- અરવલ્લીમાં દિવ્યાંગ પર જીવલેણ હુમલાનો કરુણ અંત, અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત અરવલ્લીમાં દિવ્યાંગ પર જીવલેણ હુમલાનો કરુણ અંત, અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત1