Shuru
Apke Nagar Ki App…
अहमदाबाद: फर्जी दस्तावेजों से दूसरा पासपोर्ट बनवाने का आरोप, ATS ने दर्ज किया केस अहमदाबाद: फर्जी दस्तावेजों से दूसरा पासपोर्ट बनवाने का आरोप, ATS ने दर्ज किया केस अहमदाबाद (गुजरात): गुजरात ATS ने पासपोर्ट एक्ट और फर्जीवाड़े के आरोपों में मामला दर्ज किया है। ATS SP सिद्धार्थ के मुताबिक आरोपी की पहचान हरिकेश प्रणव कुमार पटेल के रूप में हुई है। ATS के अनुसार, पुलिस इंस्पेक्टर जस्मिन रोजिया को मुखबिर से सूचना मिली थी कि हरिकेश पटेल का मूल पासपोर्ट ED से जुड़े एक मामले में पटियाला कोर्ट द्वारा जब्त किया गया था। आरोप है कि इसके बाद उसने कथित तौर पर फर्जी दस्तावेजों के आधार पर गाजियाबाद RPO से दूसरा पासपोर्ट हासिल किया, जबकि वह अहमदाबाद का निवासी है। मामले में ATS ने आगे की जांच शुरू कर दी है।
ARUN KUMAR VERMA
अहमदाबाद: फर्जी दस्तावेजों से दूसरा पासपोर्ट बनवाने का आरोप, ATS ने दर्ज किया केस अहमदाबाद: फर्जी दस्तावेजों से दूसरा पासपोर्ट बनवाने का आरोप, ATS ने दर्ज किया केस अहमदाबाद (गुजरात): गुजरात ATS ने पासपोर्ट एक्ट और फर्जीवाड़े के आरोपों में मामला दर्ज किया है। ATS SP सिद्धार्थ के मुताबिक आरोपी की पहचान हरिकेश प्रणव कुमार पटेल के रूप में हुई है। ATS के अनुसार, पुलिस इंस्पेक्टर जस्मिन रोजिया को मुखबिर से सूचना मिली थी कि हरिकेश पटेल का मूल पासपोर्ट ED से जुड़े एक मामले में पटियाला कोर्ट द्वारा जब्त किया गया था। आरोप है कि इसके बाद उसने कथित तौर पर फर्जी दस्तावेजों के आधार पर गाजियाबाद RPO से दूसरा पासपोर्ट हासिल किया, जबकि वह अहमदाबाद का निवासी है। मामले में ATS ने आगे की जांच शुरू कर दी है।
More news from ગુજરાત and nearby areas
- તારાપુરમાં 15 વર્ષના બાળકે બનાવી 5 ફૂટ ઊંચી માટીની ગણેશજીની મૂર્તિ ચાર મહિનાની મહેનત બાદ ગણેશ ચતુર્થીએ સ્વહસ્તે બનાવેલી મૂર્તિની કરાઈ સ્થાપના તારાપુરમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે એક 15 વર્ષના બાળકે પોતાની કળા અને સર્જનાત્મકતાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તારાપુરના દેવજી ફળિયા ખાતે રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા વિવેકકુમાર ગોવિંદભાઈ સોલંકી (ભાણો) એ અભ્યાસની સાથે માટીમાંથી ગણેશજીની અંદાજે 5 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરી છે. વિવેકકુમારે આશરે ચાર મહિના અગાઉ માટીની ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતું. સતત મહેનત અને લગનથી તેમણે ગણેશ ચતુર્થીના પાવન દિવસે મૂર્તિને સંપૂર્ણ તૈયાર કરી હતી. દેવજી ફળિયા ખાતે રાજા રજવાડી બાળ યુવક મંડળ દ્વારા વિવેકકુમારના હાથે તૈયાર કરાયેલી માટીની ગણેશજીની મૂર્તિની હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના બાદ ભક્તો માટે દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. નાની ઉંમરે ગણેશજીની વિશાળ માટીની મૂર્તિ બનાવી વિવેકકુમારે પોતાની કળા, મહેનત અને પ્રતિભાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે સતત પાંચમા વર્ષે વિસામો નું આયોજન કરાયું અરવલ્લી જિલ્લામાં અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામા શરૂ થયા છે. શામળાજી રોડ પર અરવલ્લી જિલ્લા ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા સતત પાંચમા વર્ષે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનું ઉદ્ઘાટન મંત્રી પી. સી. બરંડાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી પી. સી. બરંડાએ કેમ્પ ખાતે પહોંચેલા પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે પદયાત્રીઓને ખીચડી પીરસી સેવા કાર્યમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મીડિયા એસોસિએશન ના પ્રમુખ શૈલેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિસામા ખાતે પદયાત્રીઓ માટે ખીચડી, બટાકા પૌઆ, ચા અને શરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ સેવા, મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ તેમજ થાકેલા પદયાત્રીઓ માટે આરામ કરવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અંબાજી જતા પદયાત્રીઓ માટે માર્ગમાં આરામ અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી આયોજિત આ સેવા કેમ્પમાં મીડિયા એસોસિએશનના સભ્યો દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમારે પણ ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા આયોજિત વિસામાની મુલાકાત લીધી હતી. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર પણ સેવા કેમ્પની મુલાકાતે પહોંચ્યા હતા. સતત પાંચમા વર્ષે આયોજિત આ વિસામા થકી અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓને રસ્તામાં આરામની સાથે ભોજન, પીણું અને આરોગ્યલક્ષી સેવા મળી રહી છે.4
- અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન1
- અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશ. ધંધુકા તાલુકાના અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે અમદાવાદ જિલ્લાના ધંધુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા આગામી તા. 22-09-2026, મંગવારના રોજ અડવાળ મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ અડવાળ ક્લસ્ટરમાં આવતા અડવાળ, બાજરડા, જાળીયા, ખડોળ, ખસ્તા, મોટાત્રાડીયા, નાનાત્રાડીયા, રાયકા, સરવાળ તથા ઝાંઝરકા ગામના નાગરિકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને આધાર કાર્ડની કામગીરી, રેશનકાર્ડને લગતી કામગીરી, વિવિધ દાખલાઓ, આયુષ્માન કાર્ડ, વીજ જોડાણ, પશુ સારવાર, બેન્કિંગ સેવાઓ, ગ્રામ પંચાયતની સેવાઓ, મહેસૂલી સેવાઓ તેમજ એસ.ટી.ને લગતી સેવાઓ સહિતની વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવશે.1
- તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તરણેતર મેળા દરમિયાન ફરી એક વખત બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક લોકો સામસામે બાખડતા અને ધક્કામુક્કી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, વાયરલ થયેલા આ વીડિયોની ગુજરાત નેશનલ ટીવી નેટવર્ક દ્વારા હાલ કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવતી નથી. વીડિયો ક્યારેનો છે, ક્યાંનો છે અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.1
- હાલોલમાં શ્રી હિમજા માતાજીની ઉજાણી યોજાઈ, ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હાલોલમાં શ્રી હિમજા માતાજીની ઉજાણી યોજાઈ, ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હાલોલ: શહેરમાં આવેલ શ્રી હિમજા માતાજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝારોલા વણિક સમાજની કુળદેવી તરીકે પૂજાતા શ્રી હિમજા માતાજીના દર્શન અને પૂજન માટે સ્થાનિક ભક્તો તેમજ સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉજાણીના પાવન પ્રસંગે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન, પૂજન અને આરતીમાં જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજાણી પ્રસંગે સમાજના લોકો એકત્રિત થયા હતા અને માતાજીના આશીર્વાદ મેળવી પરિવાર તથા સમાજની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગ સ્થાનિક ભક્તો માટે માત્ર ધાર્મિક આસ્થા પૂરતો સીમિત ન રહેતા સામાજિક એકતા અને પરસ્પર મળાપનો પણ અવસર બની રહ્યો હતો. આ પ્રસંગે દર વર્ષની જેમ સવારે માતાજીનું હવન કરવામાં આવે છે અને ત્યાર બાદ સાંજ પડે શ્રીફળ હોમવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. શ્રી હિમજા માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા સમાજના આગેવાનો તથા મંદિર સાથે સંકળાયેલા સેવાભાવી કાર્યકરો દ્વારા ઉજાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ઉજાણીના આ ધાર્મિક પ્રસંગે **"જય શ્રી હિમજા માતાજી"**ના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું1
- મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુલેટ પર સવાર થઈ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયા1
- અરવલ્લી: શાહીકોટની શાળામાં સમાજ પરિવર્તનની પાઠશાળા! 45 વિદ્યાર્થીઓ બન્યા ‘લિટલ સોશિયલ રિફોર્મર્સ’ અરવલ્લી: શાહીકોટની શાળામાં સમાજ પરિવર્તનની પાઠશાળા! 45 વિદ્યાર્થીઓ બન્યા ‘લિટલ સોશિયલ રિફોર્મર્સ’ સરકારી યોજનાઓથી લઈને સામાજિક સમરસતા અને માનવસેવા સુધીનું વ્યવહારુ શિક્ષણ; બાળકોને અપાઈ પ્રેક્ટિકલ તાલીમ1
- લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે લીંબડી પોલીસ દ્વારા બસ સ્ટેશન રોડ પર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા રસ્તા પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા તેમજ ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા વાહનચાલકો સામે ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ટ્રાફિક ડ્રાઈવને પગલે બસ સ્ટેશન રોડ સહિત આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસની કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને વાહનચાલકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.1