Shuru
Apke Nagar Ki App…
પાટડીના અખિયાણા-પીપળી રોડ પર બેકાબુ ટ્રેલરની અડફેટે યુવાનનું કમકમાટીભર્યું મોત: બજાણા પોલીસે ગુનો નોંધ્યો પાટડી તાલુકાના પીપળી ચોકડી પાસે હાઈવે ક્રોસ કરી રહેલા ભયરામ વાઘજીભાઈ ગોહેલ નામના યુવાનને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલરે અડફેટે લેતાં, ટ્રેલરનું ટાયર તેમના પર ફરી વળવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પિતા વાઘજીભાઈ ગોહેલની ફરિયાદના આધારે બજાણા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો તેમજ પોલીસ તપાસનીશ જે.એમ. વઢેરે સમગ્ર કેસ અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Shailesh-SNR
પાટડીના અખિયાણા-પીપળી રોડ પર બેકાબુ ટ્રેલરની અડફેટે યુવાનનું કમકમાટીભર્યું મોત: બજાણા પોલીસે ગુનો નોંધ્યો પાટડી તાલુકાના પીપળી ચોકડી પાસે હાઈવે ક્રોસ કરી રહેલા ભયરામ વાઘજીભાઈ ગોહેલ નામના યુવાનને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલરે અડફેટે લેતાં, ટ્રેલરનું ટાયર તેમના પર ફરી વળવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પિતા વાઘજીભાઈ ગોહેલની ફરિયાદના આધારે બજાણા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો તેમજ પોલીસ તપાસનીશ જે.એમ. વઢેરે સમગ્ર કેસ અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
More news from ગુજરાત and nearby areas
- ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો1
- લીંબડી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પાણી નહીં આવતા યુવાને રોષ ઠાલવ્યો1
- બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા1
- બનાસ ડેરી દ્વારા સર્વોચ્ચ ભાવવધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ, પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવવધારાની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવવધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે. રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી.1
- બનાસ ડેરી સભામાં જતા ખેડૂત આગેવાનની અટકાયત: દિયોદર પોલીસે કાર્યવાહી કરી, સભા પૂરી ન થઈ ત્યાં સુધી રોક્યા બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) આજે દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીની 58મી સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં હાજરી આપવા જઈ રહેલા દિયોદર વિધાનસભા વિસ્તારના જસરા ગામના ખેડૂત આગેવાન અને પશુપાલક ભેમાભાઈ ચૌધરીની દિયોદર પોલીસે અટકાયત કરી હતી.પોલીસે ભેમાભાઈ ચૌધરીને રસ્તા વચ્ચેથી અટકાવ્યા હતા. તેમને દિયોદર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.સાધારણ સભા પૂરી ન થઈ ત્યાં સુધી તેમની અટકાયત કરવામાં આવી હતી. ભેમાભાઈ ચૌધરી પોતાનો ગ્રાહક નંબર સાથે સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા.1
- વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ પ]| જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે. વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે.4
- સણાદરમાં બનાસ ડેરીની 58મી સભામાં 18.4% ભાવવધારો મંજૂર કરાયો: બનાસ ડેરીએ પશુપાલકોને 2946.77 કરોડનો ભાવફેર ચૂકવવાની કરી જાહેરાત બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) | બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે 18.4 ટકા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. દિયોદર તાલુકાના સણાદર ખાતે યોજાયેલી ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભામાં આ નિર્ણય લેવાયો હતો. આ ભાવ વધારાના કારણે પશુપાલકોને કુલ ₹2946.77 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે.ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025-26માં સંઘનો ભાવફેર ₹2239.27 કરોડ અને મંડળીનો ભાવફેર 707.50 કરોડ ચૂકવવામાં આવશે. આ રકમ બનાસના લાખો પશુપાલક પરિવારોના વિશ્વાસ અને પરિશ્રમનું પરિણામ છે.1
- રાધનપુરમાં લઠ્ઠાકાંડને લઈને જાગૃત નાગરિકોની જનતા રેડ રાધનપુર: રાધનપુર વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના જયાબેન ઠાકોરે સાહસપૂર્વક આગળ આવી પોલીસને સાથે રાખીને દારૂના વેચાણ અંગેની ફરિયાદો ધરાવતા વિવિધ સ્થળોએ તપાસ માટે પહોંચ્યા હતા. જયાબેન ઠાકોર તથા જાગૃત નાગરિકોએ પોલીસની હાજરીમાં જ્યાં દારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી તેવા સ્થળોએ જઈને કાર્યવાહી માટે પોલીસનું ધ્યાન દોર્યું હતું. આ પ્રયાસનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અવાજ ઉઠાવવાનો અને યુવાનોને નશાથી દૂર રાખવાનો હોવાનું જણાવાયું હતું. આ ઘટનાને લઈને જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “યુવાનોનું ભવિષ્ય બરબાદ ન થાય અને કોઈ પરિવાર લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે.” જાગૃત નાગરિકોનું કહેવું છે કે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે માત્ર પોલીસ જ નહીં પરંતુ સમાજના દરેક જવાબદાર નાગરિકે કાયદેસરની રીતે અવાજ ઉઠાવવો જરૂરી છે. રાધનપુરમાં નારી શક્તિ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની ચર્ચા જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાનોને નશાથી દૂર રહેવા અને અન્યાય સામે સત્યની સાથે ઊભા રહેવાની પ્રેરણા મળે તેવો સંદેશ આ અભિયાનથી આપવામાં આવ્યો છે. નોંધ: દારૂના વેચાણ અંગેના આક્ષેપો/માહિતીની કાયદેસર ચકાસણી અને કાર્યવાહી સંબંધિત અંતિમ નિર્ણય પોલીસ તથા સંબંધિત સત્તાવાળાઓનો રહેશે.4