Shuru
Apke Nagar Ki App…
બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા
Babubhai chaudhary
બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા
More news from ગુજરાત and nearby areas
- બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા1
- બનાસ ડેરી દ્વારા સર્વોચ્ચ ભાવવધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ, પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવવધારાની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવવધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે. રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી.1
- બનાસ ડેરી સભામાં જતા ખેડૂત આગેવાનની અટકાયત: દિયોદર પોલીસે કાર્યવાહી કરી, સભા પૂરી ન થઈ ત્યાં સુધી રોક્યા બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) આજે દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીની 58મી સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં હાજરી આપવા જઈ રહેલા દિયોદર વિધાનસભા વિસ્તારના જસરા ગામના ખેડૂત આગેવાન અને પશુપાલક ભેમાભાઈ ચૌધરીની દિયોદર પોલીસે અટકાયત કરી હતી.પોલીસે ભેમાભાઈ ચૌધરીને રસ્તા વચ્ચેથી અટકાવ્યા હતા. તેમને દિયોદર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.સાધારણ સભા પૂરી ન થઈ ત્યાં સુધી તેમની અટકાયત કરવામાં આવી હતી. ભેમાભાઈ ચૌધરી પોતાનો ગ્રાહક નંબર સાથે સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા.1
- લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકાના સરપંચોએ મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસ કામોનું આયોજન અને કામગીરી પંચાયત હસ્તક રાખવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આયોજનમાં છ લાખથી વધુની રકમના કામો અંગે જે જોગવાઈ અને આયોજનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી રહી છે, તેવી જ જોગવાઈ ગ્રામ પંચાયતના 16મા નાણાપંચના આયોજનમાં પણ લાગુ કરવાની વિચારણા ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ જોગવાઈ ગ્રામ પંચાયતો માટે લાગુ ન કરવામાં આવે અને 15મા નાણાપંચની જેમ જ સરપંચ તથા ગ્રામ પંચાયતને વિકાસના કામોના આયોજન અને અમલીકરણ કામ કરવાની સત્તા યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિસ્તારમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અનેક ગામોમાં વિવિધ સમાજના મહોલ્લા તથા વિસ્તારોમાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના નાના-મોટા અત્યંત જરૂરી વિકાસ કામોની જરૂરિયાત રહે છે. જેમાં ગટર લાઇન, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ સહિતના કામોનો સમાવેશ થાય છે. સરપંચો અને ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, જો 16મા નાણાપંચમાં છ લાખથી વધુના કામોનું આયોજન કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતને મળતી મૂળ વિકાસ ગ્રાન્ટમાંથી એક ગામમાં માત્ર બે થી ત્રણ જેટલા કામો જ હાથ ધરી શકાશે. પરિણામે ગામના વિવિધ સમાજના મહોલ્લા અને વિસ્તારોમાં જરૂરી નાના વિકાસ કામો લાંબા સમય સુધી થઈ શકશે નહીં અને ગામના સર્વાંગી તથા સંતુલિત વિકાસને અસર થવાની શક્યતા છે. સરપંચોના જણાવ્યા મુજબ, “16મા નાણાપંચમાં 15મા નાણાપંચ મુજબ જ ગ્રામ પંચાયત અને સરપંચ ને વિકાસ કામોના આયોજન તથા કામગીરીની સત્તા યથાવત રાખવામાં આવે.અને છ લાખથી વધુના કામોની જોગવાઈ ગ્રામ પંચાયતો પર લાદવામાં ન આવે. આ માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે તો સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.4
- મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ1
- ધરણીધર ઢીમા મંદિરમાં સોનાની ચેઈન ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, વાવ પોલીસે ચોરને ઝડપી લીધો.... ભીડનો લાભ લઈ દર્શનાર્થીના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઈન ચોરનાર આરોપી ભરતકુમાર ગોરજી ઝડપાયો....1
- સણાદરમાં બનાસ ડેરીની 58મી સભામાં 18.4% ભાવવધારો મંજૂર કરાયો: બનાસ ડેરીએ પશુપાલકોને 2946.77 કરોડનો ભાવફેર ચૂકવવાની કરી જાહેરાત બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) | બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે 18.4 ટકા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. દિયોદર તાલુકાના સણાદર ખાતે યોજાયેલી ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભામાં આ નિર્ણય લેવાયો હતો. આ ભાવ વધારાના કારણે પશુપાલકોને કુલ ₹2946.77 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે.ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025-26માં સંઘનો ભાવફેર ₹2239.27 કરોડ અને મંડળીનો ભાવફેર 707.50 કરોડ ચૂકવવામાં આવશે. આ રકમ બનાસના લાખો પશુપાલક પરિવારોના વિશ્વાસ અને પરિશ્રમનું પરિણામ છે.1
- મહિલાના વેશમાં ફરતા પુરુષનો વીડિયો વાયરલ, ચકચાર થરાદ શહેરમાં ધોળા દિવસે મહિલાના વેશમાં ફરતા શખ્સને સ્થાનિકોએ રોક્યો હોવાનો વીડિયો વાયરલ; ઓળખ અને હેતુ અંગે પોલીસ તપાસની માંગ1