16 જૂનના રોજ, સ્વપન શર્મા અને જસનદીપ ગુરુગ્રામ પહોંચ્યા હતા અને ક્રાઉન પ્લાઝા હોટલમાં ફોરેન્સિક લેબના માલિકો સાથે મુલાકાત કરીને આમ આદમી પાર્ટીનું કાળું ધન લેબ માલિકોને આપીને ડીલ પાકી કરી હતી. જોકે, આ સમગ્ર બેઠક ક્રાઉન પ્લાઝાના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ ગુરુગ્રામ પોલીસે FIR નોંધી બંને લેબ માલિકોની ધરપકડ કરી છે. આ મામલો સિખોના પવિત્ર સ્વરૂપના અપમાન અને ફરજી રિપોર્ટ બનાવીને અકાલ તખ્તના આદેશને પડકારવા સાથે સંબંધિત છે. 15 જૂનના રોજ શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા આદેશ જારી કર્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ લુધિયાણાના પોલીસ કમિશનર સ્વપન શર્મા અને એસપી જસનદીપ સાથે મળીને ફરજી ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરાવી હતી. સત્ય ગમે તેટલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવે, તે હંમેશા બહાર આવે છે. હવે એક પછી એક ભગવંત માનના કાળા કારનામા અને આમ આદમી પાર્ટીનો સિખ વિરોધી ચહેરો બેનકાબ થઈ રહ્યો છે.
16 જૂનના રોજ, સ્વપન શર્મા અને જસનદીપ ગુરુગ્રામ પહોંચ્યા હતા અને ક્રાઉન પ્લાઝા હોટલમાં ફોરેન્સિક લેબના માલિકો સાથે મુલાકાત કરીને આમ આદમી પાર્ટીનું કાળું ધન લેબ માલિકોને આપીને ડીલ પાકી કરી હતી. જોકે, આ સમગ્ર બેઠક ક્રાઉન પ્લાઝાના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ ગુરુગ્રામ પોલીસે FIR નોંધી બંને લેબ માલિકોની ધરપકડ કરી છે. આ મામલો સિખોના પવિત્ર સ્વરૂપના અપમાન અને ફરજી રિપોર્ટ બનાવીને અકાલ તખ્તના આદેશને પડકારવા સાથે સંબંધિત છે. 15 જૂનના રોજ શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા આદેશ જારી કર્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ લુધિયાણાના પોલીસ કમિશનર સ્વપન શર્મા અને એસપી જસનદીપ સાથે મળીને ફરજી ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરાવી હતી. સત્ય ગમે તેટલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવે, તે હંમેશા બહાર આવે છે. હવે એક પછી એક ભગવંત માનના કાળા કારનામા અને આમ આદમી પાર્ટીનો સિખ વિરોધી ચહેરો બેનકાબ થઈ રહ્યો છે.
- સુરત પોલીસે "NO DRUGS IN SURAT CITY" અભિયાન હેઠળ નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. આ અંતર્ગત સચિન વિસ્તારના પારડી-કણદે સ્થિત અંબિકા નગરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડવામાં આવતા આરોપીઓના કબજામાંથી 42.02 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹21,01,000 આંકવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ કૃપાસિંધુ લડ્ડુ કિશોર બરાડ (29), સુકાંતિ રામા નાહક (54) અને આરતી કૃપાસિંધુ બરાડ (40) તરીકે થઈ છે. આ ત્રણેય મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી છે અને હાલમાં સચિનના અંબિકા નગર વિસ્તારમાં વસવાટ કરતા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા શહેરને નશામુક્ત બનાવવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત આ કાર્યવાહીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.1
- સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા મોહરમ-તાજિયા તહેવારને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે જાહેર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ સૂચનાઓમાં તાજિયા જુલુસ દરમિયાન પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મંજૂર કરાયેલા રૂટ અને સમયપત્રકનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે જુલુસ દરમિયાન કોઈપણ પ્રકારના શસ્ત્રો, ઘાતક હથિયારો અથવા જોખમી વસ્તુઓ સાથે રાખવાની મંજૂરી રહેશે નહીં. આ ઉપરાંત, ઉશ્કેરણીજનક ભાષણો, સૂત્રોચ્ચારો, ગીતો અથવા ધાર્મિક લાગણી દુભાય તેવા કૃત્યો કરવાથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને અવરોધ ન થાય તે માટે પોલીસની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે, અને લાઉડસ્પીકર તેમજ ડી.જે.નો ઉપયોગ સરકારના નિયમો તથા નિર્ધારિત સમયમર્યાદા મુજબ જ કરવાનો રહેશે. પોલીસે સોશિયલ મીડિયા પર અફવા, ભ્રામક માહિતી અથવા વાંધાજનક પોસ્ટ અને વિડિયો શેર ન કરવાની ચેતવણી આપી છે. દારૂ, નશીલા પદાર્થો અથવા અન્ય કેફી દ્રવ્યોના સેવનથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આવા કૃત્યો કાયદેસર ગુનો ગણાશે. કોઈપણ શંકાસ્પદ ઘટના અથવા કાયદો-વ્યવસ્થાને લગતી માહિતી માટે તાત્કાલિક રાંદેર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. ઇમરજન્સી સ્થિતિમાં 112 હેલ્પલાઇન પર સંપર્ક કરી શકાય છે.1
- સુરતના સચિન વિસ્તારમાંથી પોલીસે ₹૨૧ લાખની કિંમતનો ગેરકાયદેસર ગાંજો જપ્ત કરીને ત્રણ મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સચિન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી. સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. વાઘેલા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી. દામોર અને કનકપુર પોલીસ પોસ્ટના ઇન્ચાર્જ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. સિંહના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસ ટીમે સચિન વિસ્તારના અંબિકાનગર, પારડી-કાનાડેમાં આવેલા મકાન નંબર-૨૪૦માંથી આ ત્રણ મહિલા આરોપીઓને ઝડપી પાડી હતી.1
- સુરતમાં આગામી મોહરમના તહેવાર પૂર્વે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત દરેક ધર્મના સામાજિક અગ્રણીઓ અને અન્ય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.1
- સુરતના અડાજણ વિસ્તારમાં સ્માર્ટ મીટર બદલવા મુદ્દે ભારે હોબાળો થયો છે, જેમાં મહિલાઓ સાથે ઝપાઝપી થયાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ડીજીવીસીએલની કામગીરી સામે સ્થાનિકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે અને આ વિવાદ અડાજણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે, ડીજીવીસીએલના કર્મચારીઓએ તેમની મંજૂરી વિના મીટરના સીલ તોડ્યા અને બળજબરીથી સ્માર્ટ મીટર બદલ્યા છે, જેને લઈને રહીશોએ સવાલો ઉઠાવ્યા છે. આ તંગદિલીભર્યા માહોલ વચ્ચે, સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમ સામે ગાળાગાળી અને મારપીટના પણ આરોપો કરવામાં આવ્યા છે. અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં આ સ્માર્ટ મીટર મુદ્દે તંગદિલીનો માહોલ છે. આ ઘટનામાં એક મહિલાને ઇજા પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્માર્ટ મીટરનો આ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ મામલે ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે, જેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. અડાજણમાં સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલા આ વિવાદને જોતા, આગામી દિવસોમાં વધુ ઘર્ષણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.1
- સુરતમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જ્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હોસ્પિટલના 500 મીટરના દાયરામાં જ મોટા પાયે ગંદકી ફેલાયેલી છે. આ દયનીય સ્થિતિ સુરતના વોર્ડ નંબર 13માં D.K.M. હોસ્પિટલની સામે સ્પષ્ટપણે દેખાઈ રહી છે.1
- સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માંડવી ખાતે એક ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૧૦ પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને ફરજિયાત કરવામાં આવેલી અન્યાયી ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર માંડવી ટાઉન સ્થિત શિક્ષક સહકારી ભવન ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ધરણાં કાર્યક્રમ બાદ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા માંડવી પ્રાંત કચેરી ખાતે જઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ ધરણાં કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલ, જિલ્લા સંઘના મહામંત્રી અરવિંદ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મંત્રીઓ અને હોદ્દેદારો જોડાયા હતા. આ પ્રસંગે કિરીટભાઈ પટેલે ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક દ્વારા આયોજિત થનારા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી, એમ જિલ્લાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.1
- સુમુલ ડેરીની ચૂંટણી માટે ચોરાસી બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમના આ નામાંકનને કારણે કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.1
- સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હિરાબાગ ચાર રસ્તા પર ક્લાસીસમાં આવતી વિદ્યાર્થિનીઓને હેરાન કરતા બે રોમિયોને સ્થાનિકોએ પકડી પાડીને મેથીપાક ચખાડ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ લુખ્ખા તત્વો ઘણા સમયથી ટ્યુશન ક્લાસીસમાં આવતી દીકરીઓને હેરાન કરી રહ્યા હતા. આ મુદ્દે વરાછા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ વરાછા પોલીસે ધ્યાન ન આપ્યું હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ બંને ઈસમોને જ્યારે સ્થાનિકો દ્વારા મેથીપાક ચખાડવામાં આવી રહ્યો હતો, ત્યારે બાજુમાં આવેલી અશ્વિનીકુમાર પોલીસ ચોકીમાંથી પી.એ.સાઈ. અલ્પેશભાઈ પંડ્યાનું ધ્યાન ગયું હતું. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ, વિસ્તાર વરાછાનો હોવાથી તેમણે આ બંને ઈસમો સાથે લોકોને વરાછા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપ્યા હતા.1