આસ્થા, શ્રદ્ધા અને પર્યાવરણ સંરક્ષણ નો અનોખો સંદેશ ઇડર શહેરની નામાંકિત શુભસીટી સોસાયટી માં છેલ્લા દસેક વર્ષથી ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શરૂઆતમાં જુદા જુદા દાતાઓ દ્વારા બજારમાં પ્રચલિત પીઓપી ની મૂર્તિઓ લાવવામાં આવતી હતી. જેમાં દર વર્ષે ૨૦ થી ૨૫ હજાર જેટલો ખર્ચ થતો હતો. જ્યારે આ મૂર્તિઓનું જળાશયમાં વિસર્જન કરવામાં આવતું ત્યારે પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સર્જાતી હતી. આ બાબતને લઈને સોસાયટીની સમિતિએ ખૂબ જ પ્રેરણાદાયક નિર્ણય લઈ પંચધાતુની કલાત્મક મૂર્તિ વસાવી. જેની કિંમત આશરે 1,25,000 જેટલી છે. મહોત્સવમાં આ મૂર્તિની સાથે નાની માટીની મૂર્તિ પૂજા માટે મૂકવામાં આવે છે. જેનું વિસર્જન સોસાયટીમાં જ પાણી ભરેલ બેરલમાં કરવામાં આવે છે. અને પંચધાતુની મૂર્તિ મહોત્સવ પૂર્ણ થયા બાદ ગમે તે એક સોસાયટી પરિવારના સભ્ય ને ત્યાં વાર્ષિક પુજા માટે વાજતે ગાજતે આપવામાં આવે છે. આમ સોસાયટીની આ પહેલ સમાજ માટે ખૂબ જ પ્રેરણા દાયી સંદેશ પૂરો પાડે છે. સંકલન. દેવડા રાજેન્દ્રસિંહ એસ.
આસ્થા, શ્રદ્ધા અને પર્યાવરણ સંરક્ષણ નો અનોખો સંદેશ ઇડર શહેરની નામાંકિત શુભસીટી સોસાયટી માં છેલ્લા દસેક વર્ષથી ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શરૂઆતમાં જુદા જુદા દાતાઓ દ્વારા બજારમાં પ્રચલિત પીઓપી ની મૂર્તિઓ લાવવામાં આવતી હતી. જેમાં દર વર્ષે ૨૦ થી ૨૫ હજાર જેટલો ખર્ચ થતો હતો. જ્યારે આ મૂર્તિઓનું જળાશયમાં વિસર્જન કરવામાં આવતું ત્યારે પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સર્જાતી હતી. આ બાબતને લઈને સોસાયટીની સમિતિએ ખૂબ જ પ્રેરણાદાયક નિર્ણય લઈ
પંચધાતુની કલાત્મક મૂર્તિ વસાવી. જેની કિંમત આશરે 1,25,000 જેટલી છે. મહોત્સવમાં આ મૂર્તિની સાથે નાની માટીની મૂર્તિ પૂજા માટે મૂકવામાં આવે છે. જેનું વિસર્જન સોસાયટીમાં જ પાણી ભરેલ બેરલમાં કરવામાં આવે છે. અને પંચધાતુની મૂર્તિ મહોત્સવ પૂર્ણ થયા બાદ ગમે તે એક સોસાયટી પરિવારના સભ્ય ને ત્યાં વાર્ષિક પુજા માટે વાજતે ગાજતે આપવામાં આવે છે. આમ સોસાયટીની આ પહેલ સમાજ માટે ખૂબ જ પ્રેરણા દાયી સંદેશ પૂરો પાડે છે. સંકલન. દેવડા રાજેન્દ્રસિંહ એસ.
- ગ્રામજનો પૂછે છે સવાલ—25 વર્ષનું સુશાસન આખરે ક્યાં દેખાય છે? 25 વર્ષનું સુશાસન કે વિકાસના દાવાની પોલ? દેમતિ ગામની જમીન પરની હકીકત ચોંકાવનારી! “વિકાસના દાવા કાગળ પર નહીં, જમીન પર દેખાવા જોઈએ…” દેમતિ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીની પાઈપલાઈનની સામે આવેલી આ સ્થિતિ અનેક સવાલો ઉભા કરે છે. શું ખરેખર 25 વર્ષનું સુશાસન ગામડાના અંતિમ ઘર સુધી પહોંચ્યું છે? 👉 જવાબદાર તંત્ર આ બાબતે શું કહે છે? 👉 પાઈપલાઈનની યોગ્ય કામગીરી અને જાળવણી ક્યારે થશે?1
- 🚨 હિંમતનગરમાં રીક્ષા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો રીઢા રીક્ષા ચોરને બે ચોરીની રીક્ષાઓ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હિંમતનગર, તા. 13 સપ્ટેમ્બર 2026: હિંમતનગર બી ડિવિઝન પોલીસે રીક્ષા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી રીક્ષા ચોરી કરવાની ટેવ ધરાવતા રીઢા આરોપીને બે ચોરીની રીક્ષાઓ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીથી કુલ અંદાજે રૂ.3.10 લાખની કિંમતની બે રીક્ષાઓ રિકવર કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચોરીનો ગુનો નોંધાયા બાદ પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોરીમાં ગયેલી GJ-09-AX-8910 નંબરની રીક્ષા મળી આવી હતી. આ રીક્ષા સાથે **સુરેશભાઈ ઉર્ફે પ્રહલાદજી વેલાજી ઠાકોર (ઉં.વ.35, રહે. જીલીયા, તા. ચાણસ્મા, જી. પાટણ)**ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે થલતેજ વિસ્તારમાંથી બીજી રીક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરતાં GJ-27-TE-3494 નંબરની બીજી રીક્ષા પણ રિકવર કરવામાં આવી હતી. આ રીક્ષા અંગે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસમાં સેટેલાઇટ, ઇન્ફોસિટી, સોલા હાઇકોર્ટ, અડાલજ, ગાંધીનગર સેક્ટર-7, સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કુલ 19 જેટલા ચોરી સંબંધિત ગુનાઓનો ઉલ્લેખ છે. આ સમગ્ર કામગીરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવાના માર્ગદર્શન હેઠળ PSI એ.પી. માળી તથા પોલીસ કર્મચારીઓની ટીમે હાથ ધરી હતી. રિકવર થયેલ મુદ્દામાલ: બજાજ કંપનીની CNG રીક્ષા નં. GJ-09-AX-8910 – કિંમત રૂ.1.50 લાખ રીક્ષા નં. GJ-27-TE-3494 – કિંમત રૂ.1.60 લાખ કુલ મુદ્દામાલ: રૂ.3.10 લાખ1
- મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ1
- મહેસાણા મહેસાણા વાણી આઈ વી એફ સેન્ટરમાં મહિલાનું મોત 10 દિવસ પૂર્વે આઈ વી એફ પ્રોસેસ દરમિયાન મહિલા કોમામાં સરી પડ્યા હતા કડી તાલુકાના મેડા આદરજ ગામના મહિલા રમીલાબેન દીપકભાઈ ચાવડાનું કોમામાં સરી પડ્યા બાદ આજે મોત આઈ વી એફમાં બેદરકારીનો આરોપ ડોકટર કામિની પટેલ સામે બેદરકારીનો આરોપ લગાવી પરિવારે મચાવ્યો હોબાળો બાઈટ કૌશિક પરમાર અગ્રણી મહેસાણા મહેસાણા વાણી આઈ વી એફ સેન્ટરમાં મહિલાનું મોત 10 દિવસ પૂર્વે આઈ વી એફ પ્રોસેસ દરમિયાન મહિલા કોમામાં સરી પડ્યા હતા કડી તાલુકાના મેડા આદરજ ગામના મહિલા રમીલાબેન દીપકભાઈ ચાવડાનું કોમામાં સરી પડ્યા બાદ આજે મોત આઈ વી એફમાં બેદરકારીનો આરોપ ડોકટર કામિની પટેલ સામે બેદરકારીનો આરોપ લગાવી પરિવારે મચાવ્યો હોબાળો બાઈટ કૌશિક પરમાર અગ્રણી4
- મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી.. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી. પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા. વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું. આશિષ પટેલ મહેસાણા1
- વિજાપુરની બેંક ઓફ બરોડાના ATMમાં ગાયોનો અડિંગો, ગ્રાહકોમાં ભયનો માહોલ1
- 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad 🚗 क्या आपको अपनी कार के लिए Driver चाहिए? 👨✈️ अब चिंता नहीं! Ahmedabad Sarthi Driver Service पर आज ही Driver Booking करें। 🚗 ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal Driver ✅ Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🚗 आपकी कार • हमारा Driver • आरामदायक सफर #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #OutstationDriverAhmedabad #DriverOnCallAhmedabad #DriverServiceThaltej #AhmedabadDriver #Ahmedabad #thaltejcrossroad1
- એફ એ આશિયા ફાઉન્ડેશન (પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગઢવી) અને સાત્વિક ફાઉન્ડેશન (પ્રેસિડેન્ટ પારુલબેન મોદી)દ્વારા આયોજિત વિઘ્નહર્તા મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું તથા અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૧ બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું અને આ નવરાત્રીમાં સાત્વિક ફાઉંડેશન અને એફ એ આશિયા ફાઉંડેશન દ્વારા મહેસાણાની સૌથી બિગેસ્ટ અને પ્રીમિયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે જે ક્રિસ્ટલ ગ્રીન પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે રાખવામાં આવશે જેમાં ગુજરાતની પ્રાચીન લોક સંસ્કૃતિનો અનુભવ મહેસાણા વાસીઓને માણવા મળશે. આ બંને ફાઉંડેશન ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે જેમાં શિક્ષણ ના કાર્યો, અબોલા પ્રાણી અને પક્ષીઓ ની સેવા, પર્યાવરણ નું જતન અને રક્ષણ તેમજ પ્રદૂષણ મુક્ત દેશ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે. એફ એ આશિયા ફાઉન્ડેશન (પ્રેસિડન્ટ કુલદિપસિંહ ગઢવી) અને સાત્વિક ફાઉન્ડેશન (પ્રેસિડેન્ટ પારુલબેન મોદી)દ્વારા આયોજિત વિઘ્નહર્તા મહોત્સવ દરમિયાન ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું તથા અવસર પાર્ટી પ્લોટ મહેસાણા ખાતે આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૦૧ બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું અને આ નવરાત્રીમાં સાત્વિક ફાઉંડેશન અને એફ એ આશિયા ફાઉંડેશન દ્વારા મહેસાણાની સૌથી બિગેસ્ટ અને પ્રીમિયમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે જે ક્રિસ્ટલ ગ્રીન પાર્ટી પ્લોટ મોઢેરા રોડ ખાતે રાખવામાં આવશે જેમાં ગુજરાતની પ્રાચીન લોક સંસ્કૃતિનો અનુભવ મહેસાણા વાસીઓને માણવા મળશે. આ બંને ફાઉંડેશન ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે જેમાં શિક્ષણ ના કાર્યો, અબોલા પ્રાણી અને પક્ષીઓ ની સેવા, પર્યાવરણ નું જતન અને રક્ષણ તેમજ પ્રદૂષણ મુક્ત દેશ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે.4