હળવદના માનગઢ ગામે જમીનમાંથી શંકાસ્પદ ગેસ જેવી ગરમ હવા નીકળતા ભયનો માહોલ હળવદ: હળવદ તાલુકાના રણકાંઠાના માનગઢ ગામે બુધવારે સવારથી જમીનમાંથી શંકાસ્પદ ગેસ જેવી ગરમ હવા નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. માનગઢ ગામની શેરીમાં આવેલા ઇલેક્ટ્રિક થાંભલા નજીકથી અચાનક ગરમ હવા નીકળતી હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. ગરમ હવાના કારણે આસપાસની જમીન પણ ગરમ થતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ગામના તલાટી મંત્રીએ મામલતદારને જાણ કરી હતી. ત્યારબાદ મામલતદાર સહિત જમીન-ખનીજ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર તપાસ હાથ ધરી હતી. જમીનમાંથી નીકળતી શંકાસ્પદ હવાનું સેમ્પલ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, જે પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યું છે. મામલતદાર નીધીબેન રાઠોડે જણાવ્યું હતું કે, જમીનમાંથી નીકળતી આ હવા કયા પ્રકારના ગેસ અથવા ગરમીના કારણે નીકળી રહી છે તે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ‘તંત્રએ સલામત સ્થળે જવાનું કહ્યું, અમારે અત્યારે ક્યાં જવું?’ માનગઢ ગામના જલ્પેશભાઈ પટેલ અને સંતોષભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અમારી શેરીમાં રોડ ઉપર જ આ ઘટના બની છે. તંત્ર દ્વારા સલામત સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ અમારે અત્યારે ક્યાં જવું? તંત્ર આ ઘટનાનું સત્વરે નિરાકરણ લાવે અને ગ્રામજનોમાં રહેલો ભય દૂર કરે.” હાલ સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે અને સેમ્પલના રિપોર્ટ બાદ જ હકીકતમાં જમીનમાંથી નીકળતી ગરમ હવાનું કારણ સ્પષ્ટ થશે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
હળવદના માનગઢ ગામે જમીનમાંથી શંકાસ્પદ ગેસ જેવી ગરમ હવા નીકળતા ભયનો માહોલ હળવદ: હળવદ તાલુકાના રણકાંઠાના માનગઢ ગામે બુધવારે સવારથી જમીનમાંથી શંકાસ્પદ ગેસ જેવી ગરમ હવા નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. માનગઢ ગામની શેરીમાં આવેલા ઇલેક્ટ્રિક થાંભલા નજીકથી અચાનક ગરમ હવા નીકળતી હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. ગરમ હવાના કારણે આસપાસની જમીન પણ ગરમ થતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં ગામના તલાટી મંત્રીએ મામલતદારને જાણ કરી હતી. ત્યારબાદ મામલતદાર સહિત જમીન-ખનીજ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર તપાસ હાથ ધરી હતી. જમીનમાંથી નીકળતી શંકાસ્પદ હવાનું સેમ્પલ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, જે પૃથક્કરણ માટે મોકલવામાં
આવ્યું છે. મામલતદાર નીધીબેન રાઠોડે જણાવ્યું હતું કે, જમીનમાંથી નીકળતી આ હવા કયા પ્રકારના ગેસ અથવા ગરમીના કારણે નીકળી રહી છે તે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ‘તંત્રએ સલામત સ્થળે જવાનું કહ્યું, અમારે અત્યારે ક્યાં જવું?’ માનગઢ ગામના જલ્પેશભાઈ પટેલ અને સંતોષભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અમારી શેરીમાં રોડ ઉપર જ આ ઘટના બની છે. તંત્ર દ્વારા સલામત સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ અમારે અત્યારે ક્યાં જવું? તંત્ર આ ઘટનાનું સત્વરે નિરાકરણ લાવે અને ગ્રામજનોમાં રહેલો ભય દૂર કરે.” હાલ સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે અને સેમ્પલના રિપોર્ટ બાદ જ હકીકતમાં જમીનમાંથી નીકળતી ગરમ હવાનું કારણ સ્પષ્ટ થશે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
- સુરેન્દ્રનગરમાં SMC ટીમના દરોડા સ્થાનિક પોલીસ ઊંઘતી રહી1
- તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તરણેતર મેળા દરમિયાન ફરી એક વખત બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક લોકો સામસામે બાખડતા અને ધક્કામુક્કી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, વાયરલ થયેલા આ વીડિયોની ગુજરાત નેશનલ ટીવી નેટવર્ક દ્વારા હાલ કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવતી નથી. વીડિયો ક્યારેનો છે, ક્યાંનો છે અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.1
- દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા1
- *સમી આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો* પાટણ જિલ્લાના સમી તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'સેવા મેરા યોગદાન'ના અનુસંધાને એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા અને લોકકલ્યાણના આ ઉમદા કાર્યમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના અનેક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં મુખ્યત્વે: દિલીપજી ઠાકોર ચેરમેન પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ, અનિલભાઈ હેરમા પ્રમુખ સમી તાલુકા પંચાયત, દિનેશભાઈ દેસાઈ પક્ષ પ્રમુખ સમી તાલુકા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યો સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.3
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.1
- પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.1
- સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યું1