Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગરમાં SMC ટીમના દરોડા સ્થાનિક પોલીસ ઊંઘતી રહી
સાહરુખ સિપાઈ
સુરેન્દ્રનગરમાં SMC ટીમના દરોડા સ્થાનિક પોલીસ ઊંઘતી રહી
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગરમાં SMC ટીમના દરોડા સ્થાનિક પોલીસ ઊંઘતી રહી1
- તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તરણેતર મેળા દરમિયાન ફરી એક વખત બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક લોકો સામસામે બાખડતા અને ધક્કામુક્કી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, વાયરલ થયેલા આ વીડિયોની ગુજરાત નેશનલ ટીવી નેટવર્ક દ્વારા હાલ કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવતી નથી. વીડિયો ક્યારેનો છે, ક્યાંનો છે અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.1
- અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશ. ધંધુકા તાલુકાના અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે અમદાવાદ જિલ્લાના ધંધુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા આગામી તા. 22-09-2026, મંગવારના રોજ અડવાળ મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ અડવાળ ક્લસ્ટરમાં આવતા અડવાળ, બાજરડા, જાળીયા, ખડોળ, ખસ્તા, મોટાત્રાડીયા, નાનાત્રાડીયા, રાયકા, સરવાળ તથા ઝાંઝરકા ગામના નાગરિકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને આધાર કાર્ડની કામગીરી, રેશનકાર્ડને લગતી કામગીરી, વિવિધ દાખલાઓ, આયુષ્માન કાર્ડ, વીજ જોડાણ, પશુ સારવાર, બેન્કિંગ સેવાઓ, ગ્રામ પંચાયતની સેવાઓ, મહેસૂલી સેવાઓ તેમજ એસ.ટી.ને લગતી સેવાઓ સહિતની વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવશે.1
- *સમી આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો* પાટણ જિલ્લાના સમી તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'સેવા મેરા યોગદાન'ના અનુસંધાને એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા અને લોકકલ્યાણના આ ઉમદા કાર્યમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના અનેક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં મુખ્યત્વે: દિલીપજી ઠાકોર ચેરમેન પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ, અનિલભાઈ હેરમા પ્રમુખ સમી તાલુકા પંચાયત, દિનેશભાઈ દેસાઈ પક્ષ પ્રમુખ સમી તાલુકા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યો સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.3
- ભાભર અને સુઈગામ ના કોમેડીયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ નું અકસ્માત માં કરૂણ મોત નીપજ્યું,અચાનક મોત નાં સમચાર સાંભળી ચાહકોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી જવા પામી હતી.. ભાભર અને સુઈગામ ના કોમેડીયન ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુ નું અકસ્માત માં કરૂણ મોત નીપજ્યું,અચાનક મોત નાં સમચાર સાંભળી ચાહકોમાં ઘેરા શોક ની લાગણી વ્યાપી.. #gujjuloveguru #accident #comedyking #gujrat #infulancer #RIP #nonfollowers1
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.1
- પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણ :- પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણના ઐતિહાસિક ખાન સરોવર ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. ખાલકપુરા વિસ્તારનો એક યુવાન ખાન સરોવરમાં ઝંપલાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાન સરોવર નજીકથી યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવતા ઘટનાને લઈને ચકચાર મચી છે. હાલ ફાયર ફાઈટર ટીમ દ્વારા સરોવરમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પાટણ શહેરના વોર્ડ નંબર-૧૦ હેઠળ આવતા ખાલકપુરા વિસ્તારના યુવાનને લઈને ખાન સરોવર ખાતે ગંભીર ઘટના સામે આવી છે.ખાન સરોવર નજીક આવેલી છત્રી પાસે એક યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. યુવાનનો કોઈ પત્તો ન મળતા તેણે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ખાન સરોવર ખાતે પહોંચી હતી અને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી છે. ફાયર ટીમ દ્વારા સરોવરના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જોકે, હજુ સુધી યુવાનનું સરોવરમાં ઝંપલાવવું કે તેનું મોત થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ફાયર ટીમની શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ4
- લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે લીંબડી પોલીસ દ્વારા બસ સ્ટેશન રોડ પર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા રસ્તા પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા તેમજ ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા વાહનચાલકો સામે ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ટ્રાફિક ડ્રાઈવને પગલે બસ સ્ટેશન રોડ સહિત આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસની કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને વાહનચાલકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.1