સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની શાળામાંથી હિન્દુ શિક્ષિકા ની બદલી થતાં આખું ગામ હીબકે ચડતાં શિક્ષિકા ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડ્યાં. ભૂજથી ૯૦ કિ.મી.ના અંતરે અંતરિયાળ રણ વિસ્તાર વઝીરાવાંઢ (તા.નખત્રાણા) માં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે ધ્રૂસ્કે ધ્રૂસકે રડી પડયા હતા. સો ટકા જત-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરાવાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડયા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબહેને કહ્યું કે, જયારે આ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪ માં આવી ત્યારે મને લાગતું હતુ કે અહીં કેવી રીતે દિવસો વિતશે. પરંતુ અહીંયાના ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તમે બધા મને મારા પરિવાર જનો ભાસી રહ્યા છો. બહેનનો ભાવુક અંદાજ જોઈ ગામના વડીલો રડી પડયા હતા અને દીકરીને વિદાય અપાઈ તેમ તેઓ શિક્ષિકાના માથા પર હાથ ફેરવી તેણીને વિદાય આપી હતી. આ કાર્યક્રમમાં જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- ajna samy ma jai kam am ntai na kri skya8 tai ajna chorai kari btvyou1
- જુનાગઢમાં વરસાદી વાતાવરણ વચ્ચે ફરજ બજાવતા TRB જવાનોને રેનકોટ વિતરણનો સરાહનીય કાર્યક્રમ યોજાયો ... જુનાગઢ શહેરમાં હાલ ચોમાસાની ઋતુ અને વરસાદી વાતાવરણ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે TRB (ટ્રાફિક બ્રિગેડ) ના જવાનો અવિરતપણે શહેરના મુખ્ય ચોક અને રસ્તાઓ પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા કઠિન વાતાવરણમાં સેવા આપતા જવાનોની ચિંતા કરીને જુનાગઢના જાગૃત નાગરિક શ્રી વિજયભાઈ ચાવડા દ્વારા એક પ્રેરણાદાયી અને સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. TRB જવાનો વરસાદમાં પણ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકે તે માટે ૧૦૦ જેટલા જવાનોને રેનકોટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો . આ સન્માન અને પ્રોત્સાહન કાર્યક્રમમાંધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા(SP સાહેબ), સ્થાનિક, ડીવાયએસપી સાહેબ હિતેશ ધાંધલીયા(DySP), ટ્રાફિક PSI શ્રી જાડેજા સાહેબ જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 11ના તમામ કોર્પોરેટર ની હાજરીમાં ૧૦૦ જેટલા TRB જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા .1
- ખેડુતો માટે ફાયદા ની વાત. માર્કેટ મા શાકભાજી ના ભાવ ન મળે ત્યારે.....1
- ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો1
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ; NDRF અને SDRF ની ટીમો તૈનાત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ મોડ પર: નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરશ્રીની અપીલ જૂનાગઢ,તા. ૩૧ જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ આજ રોજ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યારે જિલ્લામાં વાતાવરણ સામાન્ય છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રિથી અને આવતીકાલ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેના કારણે ભાવનગર, અમરેલી અને રાજકોટની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રીએ તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે,આજે સાંજથી લઈને આવતીકાલ સાંજ સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ડેમની નીચેના ભાગમાં વસતા રહેવાસીઓને સાવધ રહેવા જણાવાયું છે. તેમજ નદી કે ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી નદી-નાળાની આસપાસ ન જવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. વહીવટી તંત્રની સજ્જતા અંગે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા તંત્રની તમામ ટીમો અત્યારે ફિલ્ડમાં એક્ટિવ છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે NDRF તેમજ SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. નાગરિકોને કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી કે સહાયની જરૂર હોય તો તેઓ પોતાના ગામમાં મુકાયેલા સરકારી કર્મચારીઓ અથવા જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.1
- આટકોટ રોડ નજીક વાડી માર્ગ પાણીમાં ગરકાવ: જસદણ પોલીસ ખેડૂતોની સુરક્ષામાં સજાગ આટકોટ રોડ નજીક વાડી માર્ગ પાણીમાં ગરકાવ: જસદણ પોલીસ ખેડૂતોની સુરક્ષામાં સજાગ આટકોટ રોડ પાસે વાડી માર્ગ પાણીમાં ગરકાવ, જસદણ પોલીસ ખેડૂતોની સુરક્ષામાં આગળ વાડી માર્ગ પર પાણી ભરાતા જોખમ: જસદણ પોલીસે ખેડૂતોને સુરક્ષિત રાખ્યા પાણીથી બંધ વાડી માર્ગ: જસદણ પોલીસની સજાગ કામગીરી, ખેડૂતોને પરત વાળ્યા3