logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમેરિકા ઇઝર ઈરાન ના ચાલતા યુદ્ધમાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં કમી હોવાના કારણે લોકો બહુ પરેશાન હાલતમાં દેખાય છે ત્યાં સુધી આ કમી ચાલશે લોકોની ઘણી તકલીફ પડી રહી છે

17 hrs ago
user_Riyaj Ghachi
Riyaj Ghachi
માલપુર, અરવલ્લી, ગુજરાત•
17 hrs ago

અમેરિકા ઇઝર ઈરાન ના ચાલતા યુદ્ધમાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં કમી હોવાના કારણે લોકો બહુ પરેશાન હાલતમાં દેખાય છે ત્યાં સુધી આ કમી ચાલશે લોકોની ઘણી તકલીફ પડી રહી છે

More news from Gujarat and nearby areas
  • પોશીના તાલુકાના ગુણભાખરી ગામે આવેલ પ્રાચીન મંદિર એવા ચિત્ર વિચિત્રવર મંદિર ખાતે પોશીના ભાજપ મંડળ ની મીટીંગ ની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નવનિયુક્ત જિલ્લા પ્રભારી બ્રિજેશ રાજસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ રમીલાબેન દ્વારા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભાજપ ઉપપ્રમુખ લુકેશભાઈ સોલંકી પોશીના તાલુકા મંડળના પ્રભારી રાજેશભાઈ પરમાર તાલુકા મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહામંત્રી ચીમનભાઈ ગમાર તેમજ તાલુકા સદસ્યોની સાથે જિલ્લા સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ
    1
    પોશીના તાલુકાના ગુણભાખરી ગામે આવેલ પ્રાચીન  મંદિર એવા ચિત્ર વિચિત્રવર મંદિર ખાતે પોશીના ભાજપ મંડળ ની મીટીંગ ની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નવનિયુક્ત જિલ્લા પ્રભારી બ્રિજેશ રાજસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ રમીલાબેન દ્વારા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભાજપ ઉપપ્રમુખ લુકેશભાઈ સોલંકી પોશીના તાલુકા મંડળના પ્રભારી રાજેશભાઈ પરમાર તાલુકા મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહામંત્રી ચીમનભાઈ ગમાર તેમજ તાલુકા સદસ્યોની સાથે જિલ્લા સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    12 hrs ago
  • કઠલાલ ખાતે ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદના હસ્તે કરાયુ કઠલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ખેડા જિલ્લા દ્વારા ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧ કરોડ ૪૨ લાખના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી મામલતદાર સંગ્રામસિંહ બારીયા, ટીડીઓ જે.એલ. પટણી, સીઓ ઉર્મિલાબેન સુમેસરા, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી, ક્લાસીસ અને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે કઠલાલ, મહેમદાવાદ અને માતર ખાતે ટ્રેનિંગ સેન્ટરો બનાવવામાં આવશે. જેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. તે ઉપરાંત કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ તેમજ કઠલાલથી તાતરિયા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. નવા પંચાયત મકાનના નિર્માણથી સ્થાનિકોને વધુ સગવડો મળશે, જ્યારે તાતરિયા રોડ બનતા પરિવહન સુવિધા સુધરશે. આ વિકાસકાર્યોને લઈને સ્થાનિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    કઠલાલ ખાતે ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદના હસ્તે કરાયુ
કઠલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ખેડા જિલ્લા દ્વારા ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧ કરોડ ૪૨ લાખના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી મામલતદાર સંગ્રામસિંહ બારીયા, ટીડીઓ જે.એલ. પટણી, સીઓ ઉર્મિલાબેન સુમેસરા, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી, ક્લાસીસ અને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે કઠલાલ, મહેમદાવાદ અને માતર ખાતે ટ્રેનિંગ સેન્ટરો બનાવવામાં આવશે. જેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.
તે ઉપરાંત કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ તેમજ કઠલાલથી તાતરિયા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. નવા પંચાયત મકાનના નિર્માણથી સ્થાનિકોને વધુ સગવડો મળશે, જ્યારે તાતરિયા રોડ બનતા પરિવહન સુવિધા સુધરશે. આ વિકાસકાર્યોને લઈને સ્થાનિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    14 hrs ago
  • દહેગામ તાલુકાના રખિયાલ ગામનો વતની પરમાર હર્ષદ મૂળજીભાઈ નામે પોતાનું bike નબર GJ01MS 6206 પાસે ચપ્પલ મૂકીને ને રાયપુર કેનાલ ઉપર કોઈ અગમ્ય કારણસર મોતને વ્હાલું કરી લીધું છે.
    1
    દહેગામ તાલુકાના રખિયાલ ગામનો વતની પરમાર હર્ષદ મૂળજીભાઈ નામે પોતાનું bike નબર GJ01MS 6206 પાસે ચપ્પલ મૂકીને ને રાયપુર કેનાલ ઉપર કોઈ અગમ્ય કારણસર મોતને વ્હાલું કરી લીધું છે.
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    15 hrs ago
  • ઈડર તાલુકાના બડોલી ગામે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નારિયેળના રેશામાંથી વિવિધ આર્ટિકલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા તા. 9 માર્ચ 2026 થી 24 માર્ચ 2026 સુધી આ તાલીમ યોજાઈ રહી છે. આ તાલીમમાં હાલમાં આશરે 25 મહિલાઓ ભાગ લઈ રહી છે અને નારિયેળના રેશાથી ઉપયોગી તથા હસ્તકલાત્મક વસ્તુઓ બનાવવાની કળા શીખી રહી છે. ગામના જ ઇન્દુસિંહ રાઠોડ દ્વારા મહિલાઓને પ્રાયોગિક માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ શિબિરની બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલે મુલાકાત લઈ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ તથા સૂચનો સાંભળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામની વધુમાં વધુ બહેનો આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાય અને આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નો કરવામાં આવશે. મહિલાઓને આગળ વધવા માટે જ્યાં જ્યાં પંચાયતની જરૂર પડશે ત્યાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. આ તાલીમ શિબિર મહિલાઓ માટે રોજગારના નવા અવસર ઉભા કરવા તેમજ ગ્રામ્ય સ્તરે સ્વરોજગારને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે.
    1
    ઈડર તાલુકાના બડોલી ગામે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નારિયેળના રેશામાંથી વિવિધ આર્ટિકલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા તા. 9 માર્ચ 2026 થી 24 માર્ચ 2026 સુધી આ તાલીમ યોજાઈ રહી છે.
આ તાલીમમાં હાલમાં આશરે 25 મહિલાઓ ભાગ લઈ રહી છે અને નારિયેળના રેશાથી ઉપયોગી તથા હસ્તકલાત્મક વસ્તુઓ બનાવવાની કળા શીખી રહી છે. ગામના જ ઇન્દુસિંહ રાઠોડ દ્વારા મહિલાઓને પ્રાયોગિક માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમ શિબિરની બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલે મુલાકાત લઈ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ તથા સૂચનો સાંભળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામની વધુમાં વધુ બહેનો આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાય અને આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નો કરવામાં આવશે. મહિલાઓને આગળ વધવા માટે જ્યાં જ્યાં પંચાયતની જરૂર પડશે ત્યાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે.
આ તાલીમ શિબિર મહિલાઓ માટે રોજગારના નવા અવસર ઉભા કરવા તેમજ ગ્રામ્ય સ્તરે સ્વરોજગારને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    18 hrs ago
  • લાડોલ હિટ એન્ડ રન ની ઘટના ગુટકા લેવા ગયેલા પરપ્રાંતીય યુવક ને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત, ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઇવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે ૨૫ વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના તા. ૧૩ માર્ચ ૨૦૨૬ના સાંજના આશરે ૭:૩૦ વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટકા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી. માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો છે. મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી (ઉંમર ૩૦ વર્ષ, જાતિ ભીલ)એ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજીભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખેડીમાં દિવસના મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર સંતાનો છે – ત્રણ દીકરી અને એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે. પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશપૂર્વક માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપી ધરપકડ કરી તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કેરાજીભાઈએ કહ્યું, “આ માર્ગે અગાઉ પણ કેટલીક વખત આવી ઘટનાઓ બની છે, પણ કોઈની પરવા થતી નથી. અમારા જેવા ગરીબ મજૂરોના જીવનની કિંમત કોઈને નથી. પોલીસ સાહેબો અમને ન્યાય આપે.” લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બી.એન.એસ.એસ.ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધીને પી આઈ રબારી એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી અંગે ચર્ચા તેજ કરી રહી છે. પરિવારની આ માંગને લઈને તંત્રે ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.
    1
    લાડોલ હિટ એન્ડ રન ની ઘટના ગુટકા લેવા ગયેલા પરપ્રાંતીય યુવક ને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત, ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ
વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઇવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે ૨૫ વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે.
લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના તા. ૧૩ માર્ચ ૨૦૨૬ના સાંજના આશરે ૭:૩૦ વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટકા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી. માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો છે.
મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી (ઉંમર ૩૦ વર્ષ, જાતિ ભીલ)એ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજીભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખેડીમાં દિવસના મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર સંતાનો છે – ત્રણ દીકરી અને એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે.
પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશપૂર્વક માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપી ધરપકડ કરી તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કેરાજીભાઈએ કહ્યું, “આ માર્ગે અગાઉ પણ કેટલીક વખત આવી ઘટનાઓ બની છે, પણ કોઈની પરવા થતી નથી. અમારા જેવા ગરીબ મજૂરોના જીવનની કિંમત કોઈને નથી. પોલીસ સાહેબો અમને ન્યાય આપે.”
લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બી.એન.એસ.એસ.ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધીને પી આઈ રબારી એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી અંગે ચર્ચા તેજ કરી રહી છે. પરિવારની આ માંગને લઈને તંત્રે ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    18 hrs ago
  • કાલોલ પોલીસે  પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12 ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT  7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા  મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે
    2
    કાલોલ પોલીસે  પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી
હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12 ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT  7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા  મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    11 hrs ago
  • કઠલાલ ખાતે રામનવમી અને રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આવનારા રામનવમી અને રમજાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગેલોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠકમાં કઠલાલ નગરના સર્વ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં, ભાઈચારા અને એકતાથી ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવારો દરમિયાન સૌહાર્દ જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવારો ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.કઠલાલમાં આ બેઠક દ્વારા આવનારા તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    કઠલાલ ખાતે રામનવમી અને રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આવનારા રામનવમી અને રમજાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગેલોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠકમાં કઠલાલ નગરના સર્વ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં, ભાઈચારા અને એકતાથી ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવારો દરમિયાન સૌહાર્દ જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવારો ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.કઠલાલમાં આ બેઠક દ્વારા આવનારા તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    16 hrs ago
  • સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરમાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં 12 કલાકની જહેમત બાદ 27000 લીટર પાણીનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ડુંગર ઉપર કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ જાણવા મળી રહ્યું છે
    1
    સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરમાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં 12 કલાકની જહેમત બાદ 27000 લીટર પાણીનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ડુંગર ઉપર કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ જાણવા મળી રહ્યું છે
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    18 hrs ago
  • Post by Santani Arun
    1
    Post by Santani Arun
    user_Santani Arun
    Santani Arun
    વટવા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.