કાલોલ મા પરીક્ષા કેન્દ્રો પાસે મોટા અવાજે ડીજે વગાડનાર બે આઇસર સામે કાર્યવાહી કરી.... જાણો શુ બન્યુ કાલોલ પોલીસે પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12 ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT 7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે
કાલોલ મા પરીક્ષા કેન્દ્રો પાસે મોટા અવાજે ડીજે વગાડનાર બે આઇસર સામે કાર્યવાહી કરી.... જાણો શુ બન્યુ કાલોલ પોલીસે પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12
ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT 7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે
- તારીખ 8/10/25 ના રોજ પાદરા તાલુકા ના ડભાસા ગામ રોડ ખાતે લુણા ગામ નર્મદા કેનાલ ઉપર ગ્લેમર ડેકોટ કંપની દ્રારા પેવર બ્લોક નાખીને ગેરદેસનું દબાણ કરવામાં આવ્યું છે તો આ સમગ્ર ઘટનાની જાણ નર્મદા નીગમ ના અધિકારી દુષ્યંત સિગલીકર તથા પાદરા મામલતદાર કચેરીમાં અને વડોદરા શહેર કલેક્ટર શ્રી ને લેખીત રજુઆત કરવા છતાં અધીકારીઓ મોન કેમ???2
- ભાવેશભાઈ મહારાજ કોસીન્દ્રા1
- ગુજસીટોક અને ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો આરોપી ઝડપાયો, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ દિવસમાં બે ગુનાઓ ઉકેલ્યા વડોદરા: શહેરમાં મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અને ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિંહ કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા અને એચ.ડી. તુવરની ટીમ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશ્વામિત્રી બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ફરતા **જશપાલસિંહ ઉર્ફે બચ્ચુસિંહ મનજીતસિંહ દુધાણી (શિકલીગર) (ઉ.વ. 24)**ને ઝડપી પાડ્યો. આરોપી પાસે રહેલી શાઇન મોટરસાયકલ, ચાંદીનું એક બિસ્કીટ, એક ચાંદીનો સિક્કો, રોકડા રૂ. 23,500 અને વિવો મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે પોતાના સાગરીત સાથે મળીને ફતેપુરા કોયલી ફળીયા અને ગોત્રી ગોકુલ પાર્ટી પ્લોટ નજીક આવેલા બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી મળેલ ચાંદીના બિસ્કીટ, સિક્કો અને રોકડ રકમ આ ચોરીમાંથી મેળવેલ હોવાની જાણકારી પણ બહાર આવી હતી. તપાસમાં વધુમાં સામે આવ્યું કે આરોપી મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક (GCTOC)ના ગુના ઉપરાંત અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચાર ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલ છે અને તે તમામ કેસોમાંથી ફરાર હતો. આરોપીએ છેલ્લા પાંચ દિવસમાં વડોદરા શહેરમાં કરેલી ઘરફોડ ચોરીના બે ગુનાઓ ગોત્રી પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ બંને ગુનાઓ ઉકેલી સંબંધિત પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપ્યા છે. કબજે કરાયેલ મુદ્દામાલ પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1,07,100ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ચાંદીનું બિસ્કીટ અને સિક્કો – રૂ. 28,600 રોકડા રૂપિયા – રૂ. 23,500 વિવો મોબાઇલ ફોન – રૂ. 5,000 શાઇન મોટરસાયકલ – રૂ. 50,000 આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી જશપાલસિંહ ઉર્ફે બચ્ચુસિંહ મિલ્કત સંબંધિત ગુનાઓમાં રીઢો ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 16 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. અગાઉ તેની સામે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના અનેક કેસ નોંધાયેલા છે તેમજ એક વખત તેને પાસા (PASA) હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હતો. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના PI આર.જી. જાડેજા, PI એચ.ડી. તુવર, PSI સી.ડી. યાદવ, PSI એ.જે. રાઠવા તેમજ પંકજકુમાર, જયદીપસિંહ, શક્તિસિંહ, જશવંતકુમાર, વિક્રમસિંહ, અબ્દુલભાઈ, જામસિંહ, મુન્નાભાઈ, હરીશભાઈ, દેવેન્દ્રકુમાર, વનરાજસિંહ અને ઇબ્રાહિમભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.1
- કઠલાલ ખાતે ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદના હસ્તે કરાયુ કઠલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ખેડા જિલ્લા દ્વારા ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧ કરોડ ૪૨ લાખના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી મામલતદાર સંગ્રામસિંહ બારીયા, ટીડીઓ જે.એલ. પટણી, સીઓ ઉર્મિલાબેન સુમેસરા, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી, ક્લાસીસ અને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે કઠલાલ, મહેમદાવાદ અને માતર ખાતે ટ્રેનિંગ સેન્ટરો બનાવવામાં આવશે. જેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. તે ઉપરાંત કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ તેમજ કઠલાલથી તાતરિયા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. નવા પંચાયત મકાનના નિર્માણથી સ્થાનિકોને વધુ સગવડો મળશે, જ્યારે તાતરિયા રોડ બનતા પરિવહન સુવિધા સુધરશે. આ વિકાસકાર્યોને લઈને સ્થાનિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- Post by શમાતશહપરમાર1
- ડ્રોન ટેકનોલોજીથી સંખેડા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ, LCBની નવી પહેલ ગુજરાત સરકારની પોલીસ આધુનિકીકરણ યોજના 2025–26 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાને ડ્રોન ફાળવવામાં આવ્યા છે. તે અનુસંધાને હવે જિલ્લામાં પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તેમજ છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ રોકવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. તેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની ટીમ તેમજ સંખેડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બસ સ્ટેશન, રહેણાંક વિસ્તારો અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરી સુરક્ષા પર નજર રાખવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે હવે જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ક્રાઉડ કંટ્રોલ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓની તપાસ તેમજ કટોકટીના સમયમાં નજર રાખવા માટે કરવામાં આવશે. https://youtu.be/A2HUJDybD9Y1
- બાજવા ગામ ના સરપંચ શ્રી રોમલ પટેલ દ્વારા પત્રકારો ને લાંચ રૂશ્વત આપતા વિડિયો વાઇરલ1
- Post by BARODA AAJTAK LIVE1
- કઠલાલ ખાતે રામનવમી અને રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આવનારા રામનવમી અને રમજાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગેલોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠકમાં કઠલાલ નગરના સર્વ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં, ભાઈચારા અને એકતાથી ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવારો દરમિયાન સૌહાર્દ જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવારો ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.કઠલાલમાં આ બેઠક દ્વારા આવનારા તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4