logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ડ્રોન ટેકનોલોજીથી સંખેડા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ, LCBની નવી પહેલ ગુજરાત સરકારની પોલીસ આધુનિકીકરણ યોજના 2025–26 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાને ડ્રોન ફાળવવામાં આવ્યા છે. તે અનુસંધાને હવે જિલ્લામાં પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તેમજ છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ રોકવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. તેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની ટીમ તેમજ સંખેડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બસ સ્ટેશન, રહેણાંક વિસ્તારો અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરી સુરક્ષા પર નજર રાખવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે હવે જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ક્રાઉડ કંટ્રોલ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓની તપાસ તેમજ કટોકટીના સમયમાં નજર રાખવા માટે કરવામાં આવશે. https://youtu.be/A2HUJDybD9Y

5 hrs ago
user_Reporter MIRZA IMRAN.973789415
Reporter MIRZA IMRAN.973789415
છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
5 hrs ago

ડ્રોન ટેકનોલોજીથી સંખેડા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ, LCBની નવી પહેલ ગુજરાત સરકારની પોલીસ આધુનિકીકરણ યોજના 2025–26 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાને ડ્રોન ફાળવવામાં આવ્યા છે. તે અનુસંધાને હવે જિલ્લામાં પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તેમજ છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ રોકવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. તેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની ટીમ તેમજ સંખેડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બસ સ્ટેશન, રહેણાંક વિસ્તારો અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરી સુરક્ષા પર નજર રાખવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે હવે જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ક્રાઉડ કંટ્રોલ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓની તપાસ તેમજ કટોકટીના સમયમાં નજર રાખવા માટે કરવામાં આવશે. https://youtu.be/A2HUJDybD9Y

More news from Chhotaudepur and nearby areas
  • ભાવેશભાઈ મહારાજ કોસીન્દ્રા
    1
    ભાવેશભાઈ મહારાજ કોસીન્દ્રા
    user_Chhota udepur view
    Chhota udepur view
    પત્રકાર Bodeli, Chhotaudepur•
    8 hrs ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    16 hrs ago
  • દાહોદના ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે Farmson CII Model Career Centre દ્વારા જોબ ડ્રાઇવનું આયોજન કરાયું આજે તારીખ 14/03/2026 શનિવારના રોજ સાંજે 5 કલાકે સુધીમાં આ જોબ ડ્રાઇવ દ્વારા વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને કારકિર્દી માટે નવી તક મળી. વી.ઓ.:- દાહોદ સ્થિત ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે Farmson CII Model Career Centre દ્વારા જોબ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને વિવિધ કંપનીઓ સાથે સીધી મુલાકાત કરવાની તક મળી. જોબ ડ્રાઇવ દરમિયાન યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વિવિધ રોજગાર તક વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોને રોજગાર સાથે જોડીને તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવાનો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા અને રોજગાર માટેની તકનો લાભ લીધો.
    1
    દાહોદના ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે Farmson CII Model Career Centre દ્વારા જોબ ડ્રાઇવનું આયોજન કરાયું 
આજે તારીખ 14/03/2026 શનિવારના રોજ સાંજે 5 કલાકે સુધીમાં આ જોબ ડ્રાઇવ દ્વારા વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને કારકિર્દી માટે નવી તક મળી.
વી.ઓ.:- દાહોદ સ્થિત ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે Farmson CII Model Career Centre દ્વારા જોબ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને વિવિધ કંપનીઓ સાથે સીધી મુલાકાત કરવાની તક મળી.
જોબ ડ્રાઇવ દરમિયાન યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વિવિધ રોજગાર તક વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોને રોજગાર સાથે જોડીને તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવાનો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા અને રોજગાર માટેની તકનો લાભ લીધો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    9 hrs ago
  • કાલોલ પોલીસે  પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12 ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT  7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા  મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે
    2
    કાલોલ પોલીસે  પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી
હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12 ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT  7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા  મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    11 hrs ago
  • દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની મામલતદાર કચેરીના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આવવાના છે. તે પ્રસંગે મંડેર ગામમાં 5 ડામર રસ્તા, સીંગવડ બસ સ્ટેશન, શૌચાલય તથા જી-રામજી યોજના હેઠળ જરૂરી કામો હજુ સુધી થયા નથી. આ મુદ્દાઓ અંગે રજૂઆત કરવા માટે મંડેર ગામના સરપંચને મુખ્યમંત્રીશ્રી તરફથી 15 તારીખે 10મિનિટનો સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. @cmogujarat @codahod @isudan_gadhvi @gopal_italia @aapkagopalrai @chaitarvasava.aap @aapgujarat
    1
    દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની મામલતદાર કચેરીના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આવવાના છે. તે પ્રસંગે મંડેર ગામમાં 5 ડામર રસ્તા, સીંગવડ બસ સ્ટેશન, શૌચાલય તથા જી-રામજી યોજના હેઠળ જરૂરી કામો હજુ સુધી થયા નથી.
આ મુદ્દાઓ અંગે રજૂઆત કરવા માટે મંડેર ગામના સરપંચને મુખ્યમંત્રીશ્રી તરફથી 15 તારીખે 10મિનિટનો સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. @cmogujarat @codahod @isudan_gadhvi  @gopal_italia @aapkagopalrai @chaitarvasava.aap @aapgujarat
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    15 hrs ago
  • જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી માનવતાને શરમાવે એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી .17 વર્ષની સગીરવયની દીકરીને ઘરેથી ભગાવી જઈને એક નરાધમે દુસ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ .મળતી માહિતી અનુસાર,આરોપી સચીન કુમાર ગીરીશકુમાર ઠાકોર તથા આરોપીને મદદ કરનાર જયેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોરની પણ કાવી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
    1
    જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી માનવતાને શરમાવે એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી .17 વર્ષની સગીરવયની દીકરીને ઘરેથી ભગાવી જઈને એક નરાધમે દુસ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ .મળતી માહિતી અનુસાર,આરોપી સચીન કુમાર ગીરીશકુમાર ઠાકોર તથા આરોપીને મદદ કરનાર જયેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોરની પણ કાવી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • મંત્રી રમેશ કટારા દ્વારા સિંગવડ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળની મુલાકાત કરાઈ આજે તારીખ 14/03/2026 શનિવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમનને ધ્યાનમાં રાખી કાર્યક્રમની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે આયોજનને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું. દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આયોજનની વ્યવસ્થાઓ સુચારૂ રીતે થાય તે માટે મંત્રી રમેશ કટારા દ્વારા કાર્યક્રમ સ્થળની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન સ્થળ પર ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન લોકો માટે બેસવાની વ્યવસ્થા, સુરક્ષા, વાહન વ્યવસ્થા સહિતની વિવિધ તૈયારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ દરમિયાન સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તે માટે જરૂરી આયોજન પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી.
    1
    મંત્રી રમેશ કટારા દ્વારા સિંગવડ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળની મુલાકાત કરાઈ 
આજે તારીખ 14/03/2026 શનિવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમનને ધ્યાનમાં રાખી કાર્યક્રમની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે આયોજનને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આયોજનની વ્યવસ્થાઓ સુચારૂ રીતે થાય તે માટે મંત્રી રમેશ કટારા દ્વારા કાર્યક્રમ સ્થળની મુલાકાત લેવામાં આવી.
મુલાકાત દરમિયાન સ્થળ પર ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન લોકો માટે બેસવાની વ્યવસ્થા, સુરક્ષા, વાહન વ્યવસ્થા સહિતની વિવિધ તૈયારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ દરમિયાન સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તે માટે જરૂરી આયોજન પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    9 hrs ago
  • તારીખ 8/10/25 ના રોજ પાદરા તાલુકા ના ડભાસા ગામ રોડ ખાતે લુણા ગામ નર્મદા કેનાલ ઉપર ગ્લેમર ડેકોટ કંપની દ્રારા પેવર બ્લોક નાખીને ગેરદેસનું દબાણ કરવામાં આવ્યું છે તો આ સમગ્ર ઘટનાની જાણ નર્મદા નીગમ ના અધિકારી દુષ્યંત સિગલીકર તથા પાદરા મામલતદાર કચેરીમાં અને વડોદરા શહેર કલેક્ટર શ્રી ને લેખીત રજુઆત કરવા છતાં અધીકારીઓ મોન કેમ???
    2
    તારીખ 8/10/25 ના રોજ પાદરા તાલુકા ના ડભાસા ગામ રોડ ખાતે લુણા ગામ નર્મદા કેનાલ ઉપર ગ્લેમર ડેકોટ કંપની દ્રારા પેવર બ્લોક નાખીને ગેરદેસનું દબાણ કરવામાં આવ્યું છે તો આ સમગ્ર ઘટનાની જાણ નર્મદા નીગમ ના અધિકારી દુષ્યંત સિગલીકર તથા પાદરા મામલતદાર કચેરીમાં અને વડોદરા શહેર કલેક્ટર શ્રી ને લેખીત રજુઆત કરવા છતાં અધીકારીઓ મોન કેમ???
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી બાઈક ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો ઉકેલ્યો વડોદરા: શહેરમાં વધતા વાહનચોરીના ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિંહ કોમાર અને સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના એક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ PI આર.જી. જાડેજા અને PI એચ.ડી. તુવરની ટીમ શહેરમાં વાહનચોરીના આરોપીઓની શોધમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે PSI વાય.ડી. ગામીતની ટીમે આરાધના સિનેમા પાસે શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ફરતા **દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર (ઉ.વ. 40)**ને ઝડપી પાડ્યો. આરોપી પાસે વાહનના કોઈ દસ્તાવેજો ન મળતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેણે લગભગ પાંચ દિવસ પહેલા અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરી હતી અને પછી નંબર પ્લેટ કાઢી આ બાઈકને રેપિડો (Rapido) માટે ઉપયોગમાં લેતો હતો. પોલીસે આરોપી પાસેથી મળેલી હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ. 25,000) કબજે કરી તપાસ કરતા જાણવા મળ્યું કે આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલ હતો. જેથી આ અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર, રહે. જયનારાયણ કુંજ સોસાયટી, છાણી ગામ, વડોદરા, મૂળ હરણી-વારસિયા રિંગ રોડ વિસ્તારનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે વાહનચોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં રીઢો છે. તેના સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 18 જેટલા વાહનચોરીના ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તેની સામે PASA હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના PI આર.જી. જાડેજા, PI એચ.ડી. તુવર, PSI વાય.ડી. ગામીત તથા ગોવિંદસિંહ, વિજયકુમાર, યોગેશભાઈ, નરેશભાઈ, અનિરુદ્ધસિંહ, રમેશભાઈ, હરેશકુમાર, કાનાભાઈ, અભીભાઈ અને કોમલબેન સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    1
    અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી બાઈક ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો ઉકેલ્યો
વડોદરા: શહેરમાં વધતા વાહનચોરીના ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિંહ કોમાર અને સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના એક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
ક્રાઇમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ PI આર.જી. જાડેજા અને PI એચ.ડી. તુવરની ટીમ શહેરમાં વાહનચોરીના આરોપીઓની શોધમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે PSI વાય.ડી. ગામીતની ટીમે આરાધના સિનેમા પાસે શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ફરતા **દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર (ઉ.વ. 40)**ને ઝડપી પાડ્યો. આરોપી પાસે વાહનના કોઈ દસ્તાવેજો ન મળતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેણે લગભગ પાંચ દિવસ પહેલા અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરી હતી અને પછી નંબર પ્લેટ કાઢી આ બાઈકને રેપિડો (Rapido) માટે ઉપયોગમાં લેતો હતો.
પોલીસે આરોપી પાસેથી મળેલી હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ. 25,000) કબજે કરી તપાસ કરતા જાણવા મળ્યું કે આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલ હતો. જેથી આ અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ આરોપી દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર, રહે. જયનારાયણ કુંજ સોસાયટી, છાણી ગામ, વડોદરા, મૂળ હરણી-વારસિયા રિંગ રોડ વિસ્તારનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે વાહનચોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં રીઢો છે. તેના સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 18 જેટલા વાહનચોરીના ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તેની સામે PASA હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે.
કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના PI આર.જી. જાડેજા, PI એચ.ડી. તુવર, PSI વાય.ડી. ગામીત તથા ગોવિંદસિંહ, વિજયકુમાર, યોગેશભાઈ, નરેશભાઈ, અનિરુદ્ધસિંહ, રમેશભાઈ, હરેશકુમાર, કાનાભાઈ, અભીભાઈ અને કોમલબેન સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    user_BARODA AAJTAK LIVE
    BARODA AAJTAK LIVE
    Newspaper advertising department વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.