અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી બાઈક ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી બાઈક ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો ઉકેલ્યો વડોદરા: શહેરમાં વધતા વાહનચોરીના ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિંહ કોમાર અને સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરીના એક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ PI આર.જી. જાડેજા અને PI એચ.ડી. તુવરની ટીમ શહેરમાં વાહનચોરીના આરોપીઓની શોધમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે PSI વાય.ડી. ગામીતની ટીમે આરાધના સિનેમા પાસે શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ફરતા **દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર (ઉ.વ. 40)**ને ઝડપી પાડ્યો. આરોપી પાસે વાહનના કોઈ દસ્તાવેજો ન મળતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેણે લગભગ પાંચ દિવસ પહેલા અમિતનગર બ્રિજ નીચે પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી કરી હતી અને પછી નંબર પ્લેટ કાઢી આ બાઈકને રેપિડો (Rapido) માટે ઉપયોગમાં લેતો હતો. પોલીસે આરોપી પાસેથી મળેલી હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂ. 25,000) કબજે કરી તપાસ કરતા જાણવા મળ્યું કે આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલ હતો. જેથી આ અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી દુર્ગેશ ગીરીશકુમાર ઠાકોર, રહે. જયનારાયણ કુંજ સોસાયટી, છાણી ગામ, વડોદરા, મૂળ હરણી-વારસિયા રિંગ રોડ વિસ્તારનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે વાહનચોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં રીઢો છે. તેના સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 18 જેટલા વાહનચોરીના ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તેની સામે PASA હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના PI આર.જી. જાડેજા, PI એચ.ડી. તુવર, PSI વાય.ડી. ગામીત તથા ગોવિંદસિંહ, વિજયકુમાર, યોગેશભાઈ, નરેશભાઈ, અનિરુદ્ધસિંહ, રમેશભાઈ, હરેશકુમાર, કાનાભાઈ, અભીભાઈ અને કોમલબેન સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

- ગુજસીટોક અને ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો આરોપી ઝડપાયો, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ દિવસમાં બે ગુનાઓ ઉકેલ્યા વડોદરા: શહેરમાં મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અને ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિંહ કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા અને એચ.ડી. તુવરની ટીમ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશ્વામિત્રી બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ફરતા **જશપાલસિંહ ઉર્ફે બચ્ચુસિંહ મનજીતસિંહ દુધાણી (શિકલીગર) (ઉ.વ. 24)**ને ઝડપી પાડ્યો. આરોપી પાસે રહેલી શાઇન મોટરસાયકલ, ચાંદીનું એક બિસ્કીટ, એક ચાંદીનો સિક્કો, રોકડા રૂ. 23,500 અને વિવો મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે પોતાના સાગરીત સાથે મળીને ફતેપુરા કોયલી ફળીયા અને ગોત્રી ગોકુલ પાર્ટી પ્લોટ નજીક આવેલા બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી મળેલ ચાંદીના બિસ્કીટ, સિક્કો અને રોકડ રકમ આ ચોરીમાંથી મેળવેલ હોવાની જાણકારી પણ બહાર આવી હતી. તપાસમાં વધુમાં સામે આવ્યું કે આરોપી મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક (GCTOC)ના ગુના ઉપરાંત અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચાર ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલ છે અને તે તમામ કેસોમાંથી ફરાર હતો. આરોપીએ છેલ્લા પાંચ દિવસમાં વડોદરા શહેરમાં કરેલી ઘરફોડ ચોરીના બે ગુનાઓ ગોત્રી પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ બંને ગુનાઓ ઉકેલી સંબંધિત પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપ્યા છે. કબજે કરાયેલ મુદ્દામાલ પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1,07,100ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ચાંદીનું બિસ્કીટ અને સિક્કો – રૂ. 28,600 રોકડા રૂપિયા – રૂ. 23,500 વિવો મોબાઇલ ફોન – રૂ. 5,000 શાઇન મોટરસાયકલ – રૂ. 50,000 આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી જશપાલસિંહ ઉર્ફે બચ્ચુસિંહ મિલ્કત સંબંધિત ગુનાઓમાં રીઢો ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 16 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. અગાઉ તેની સામે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના અનેક કેસ નોંધાયેલા છે તેમજ એક વખત તેને પાસા (PASA) હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હતો. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના PI આર.જી. જાડેજા, PI એચ.ડી. તુવર, PSI સી.ડી. યાદવ, PSI એ.જે. રાઠવા તેમજ પંકજકુમાર, જયદીપસિંહ, શક્તિસિંહ, જશવંતકુમાર, વિક્રમસિંહ, અબ્દુલભાઈ, જામસિંહ, મુન્નાભાઈ, હરીશભાઈ, દેવેન્દ્રકુમાર, વનરાજસિંહ અને ઇબ્રાહિમભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.1
- Post by Jasmin B Shah1
- પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત1
- ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. વી.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ મરીન પોલીસ મથકના વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને રાજસ્થાનના રુડકલી ખાતે રહેતો પરસારામ ઉર્ફે ફરસારામ જેવતારામ બીશ્નોઈને ઝડપી પાડ્યો હતો.1
- કઠલાલ ખાતે ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદના હસ્તે કરાયુ કઠલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ખેડા જિલ્લા દ્વારા ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧ કરોડ ૪૨ લાખના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી મામલતદાર સંગ્રામસિંહ બારીયા, ટીડીઓ જે.એલ. પટણી, સીઓ ઉર્મિલાબેન સુમેસરા, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી, ક્લાસીસ અને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે કઠલાલ, મહેમદાવાદ અને માતર ખાતે ટ્રેનિંગ સેન્ટરો બનાવવામાં આવશે. જેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. તે ઉપરાંત કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ તેમજ કઠલાલથી તાતરિયા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. નવા પંચાયત મકાનના નિર્માણથી સ્થાનિકોને વધુ સગવડો મળશે, જ્યારે તાતરિયા રોડ બનતા પરિવહન સુવિધા સુધરશે. આ વિકાસકાર્યોને લઈને સ્થાનિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- ભુપેન્દ્ર પટેલના હસ્તે 1350 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ1
- બાજવા ગામ ના સરપંચ શ્રી રોમલ પટેલ દ્વારા પત્રકારો ને લાંચ રૂશ્વત આપતા વિડિયો વાઇરલ1
- Post by BARODA AAJTAK LIVE1
- ભાવેશભાઈ મહારાજ કોસીન્દ્રા1