logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અરવલ્લીના સાઠંબા-બાયડ હાઈવે પર એક શ્રમિક મહિલાની માર્ગ પર જ પ્રસુતિ થઈ ગઈ હતી. જોકે, ૧૦૮ની સમયસર મળેલી સેવાના કારણે માતા અને દીકરી બંને સુરક્ષિત છે.

1 hr ago
user_Arvalli city news
Arvalli city news
Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
1 hr ago

અરવલ્લીના સાઠંબા-બાયડ હાઈવે પર એક શ્રમિક મહિલાની માર્ગ પર જ પ્રસુતિ થઈ ગઈ હતી. જોકે, ૧૦૮ની સમયસર મળેલી સેવાના કારણે માતા અને દીકરી બંને સુરક્ષિત છે.

More news from ગુજરાત and nearby areas
  • અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે લોકશાહીના મહાપર્વ સમાન શાળા પંચાયતની બાળ સાંસદ ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં શાળા મંત્રી, વર્ગમંત્રી, શિસ્ત મંત્રી, રમતગમત મંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી અને પ્રવાસ મંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાથી લઈને પ્રચાર, મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અનોખી પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, જવાબદારી અને નિર્ણય લેવાની આવડત વધુ મજબૂત બની છે. આ રીતે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ દ્વારા "આજનો મતદાર, આવતીકાલનો જવાબદાર નાગરિક" ના સૂત્રને સાકાર કર્યું છે. એક કદમ રાષ્ટ્ર નિર્માણ તરફના ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય સેજલબેન ઠેકડી તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે પણ આ ચૂંટણીમાં મતદાન કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ અને પ્રશંસનીય આયોજન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કલરવ સ્કૂલ દ્વારા નાના બાળકોમાં બાળપણથી જ લોકશાહીના મૂલ્યોને આત્મસાત કરાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    3
    અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખાતે લોકશાહીના મહાપર્વ સમાન શાળા પંચાયતની બાળ સાંસદ ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ વિશેષ પહેલ કરવામાં આવી હતી.

આ ચૂંટણીમાં શાળા મંત્રી, વર્ગમંત્રી, શિસ્ત મંત્રી, રમતગમત મંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી અને પ્રવાસ મંત્રી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાથી લઈને પ્રચાર, મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અનોખી પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, શિસ્ત, જવાબદારી અને નિર્ણય લેવાની આવડત વધુ મજબૂત બની છે. આ રીતે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ દ્વારા "આજનો મતદાર, આવતીકાલનો જવાબદાર નાગરિક" ના સૂત્રને સાકાર કર્યું છે.

એક કદમ રાષ્ટ્ર નિર્માણ તરફના ઉદ્દેશ્ય સાથે શાળાના આચાર્ય સેજલબેન ઠેકડી તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે પણ આ ચૂંટણીમાં મતદાન કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ અને પ્રશંસનીય આયોજન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોએ આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કલરવ સ્કૂલ દ્વારા નાના બાળકોમાં બાળપણથી જ લોકશાહીના મૂલ્યોને આત્મસાત કરાવવાનો આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    9 hrs ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુથાર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરનાર નોમાન સરફરાજભાઈ ગેણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
    1
    અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુથાર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરનાર નોમાન સરફરાજભાઈ ગેણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    20 hrs ago
  • અમદાવાદમાં ફરી એકવાર દારૂ પીધેલી હાલતમાં પોલીસ જોવા મળી છે. એસ જી રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ માર્કેટ પાસે દારૂ પીધેલી હાલતમાં રહેલા આ પોલીસને લોકોએ ઘેરી લીધો હતો.
    1
    અમદાવાદમાં ફરી એકવાર દારૂ પીધેલી હાલતમાં પોલીસ જોવા મળી છે. એસ જી રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ માર્કેટ પાસે દારૂ પીધેલી હાલતમાં રહેલા આ પોલીસને લોકોએ ઘેરી લીધો હતો.
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • અમદાવાદમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (SP Cyber Centre of Excellence) ની ટીમે એક મોટા સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કરીને સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ એક કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા, જ્યાં તેઓ આયુર્વેદિક દવાઓનું જાતીય ક્ષમતા વધારતી દવાઓ તરીકે પ્રચાર કરીને વેચાણ કરતા હતા. દવા વેચ્યા પછી આ ટોળકી ગ્રાહકોને નિશાન બનાવતી હતી. આરોપીઓ નકલી પોલીસ અધિકારી અને ડોક્ટર બની અલગ-અલગ ખોટી ઓળખ આપીને ગ્રાહકોને ડરાવી-ધમકાવીને નાણાં પડાવતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સંગઠિત રીતે આ સાયબર છેતરપિંડી આચરતા હતા. ફરિયાદોના આધારે કાર્યવાહી કરીને પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ ટોળકી સાથે જોડાયેલા અન્ય લોકો, નાણાકીય વ્યવહારો તેમજ નેટવર્કની પણ સઘન તપાસ ચાલી રહી છે.
    1
    અમદાવાદમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (SP Cyber Centre of Excellence) ની ટીમે એક મોટા સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કરીને સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ એક કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા, જ્યાં તેઓ આયુર્વેદિક દવાઓનું જાતીય ક્ષમતા વધારતી દવાઓ તરીકે પ્રચાર કરીને વેચાણ કરતા હતા.

દવા વેચ્યા પછી આ ટોળકી ગ્રાહકોને નિશાન બનાવતી હતી. આરોપીઓ નકલી પોલીસ અધિકારી અને ડોક્ટર બની અલગ-અલગ ખોટી ઓળખ આપીને ગ્રાહકોને ડરાવી-ધમકાવીને નાણાં પડાવતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સંગઠિત રીતે આ સાયબર છેતરપિંડી આચરતા હતા. ફરિયાદોના આધારે કાર્યવાહી કરીને પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ ટોળકી સાથે જોડાયેલા અન્ય લોકો, નાણાકીય વ્યવહારો તેમજ નેટવર્કની પણ સઘન તપાસ ચાલી રહી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    13 hrs ago
  • અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાના ખેડૂતો સાથે થયેલા આશરે દોઢ કરોડ રૂપિયાના ટ્રેક્ટર કૌભાંડ મામલે કાર્યવાહી તેજ કરવાની માંગ ઉઠી છે. સામાજિક એકતા જાગૃતિ મિશનના સહપ્રભારી કિર્તીરાજ પંડ્યાએ ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરી ખેડૂતોને તાત્કાલિક ન્યાય અપાવવાની માંગ કરી છે. આક્ષેપ મુજબ, ખેડૂતો પાસેથી ત્રણ માસના ભાડા કરારના બહાને ટ્રેક્ટરો લેવામાં આવ્યા હતા, પરંતુ કરાર પૂર્ણ થયા બાદ ન તો ભાડું ચૂકવાયું કે ન તો ટ્રેક્ટરો પરત આપવામાં આવ્યા. આ કૌભાંડમાં મેઘરજના બે તથા માલપુરના અંદાજે 20 જેટલા ટ્રેક્ટરો મળીને આશરે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જણાવાયું છે. પોતાના ટ્રેક્ટર પરત માંગતા ખેડૂતોને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. આ સમગ્ર મામલે બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામના રહેવાસી પરમાર સુનિલ અને પરમાર વિજય રાધાભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું જણાવાયું છે. કિર્તીરાજ પંડ્યાએ આ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
    1
    અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાના ખેડૂતો સાથે થયેલા આશરે દોઢ કરોડ રૂપિયાના ટ્રેક્ટર કૌભાંડ મામલે કાર્યવાહી તેજ કરવાની માંગ ઉઠી છે. સામાજિક એકતા જાગૃતિ મિશનના સહપ્રભારી કિર્તીરાજ પંડ્યાએ ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરી ખેડૂતોને તાત્કાલિક ન્યાય અપાવવાની માંગ કરી છે. આક્ષેપ મુજબ, ખેડૂતો પાસેથી ત્રણ માસના ભાડા કરારના બહાને ટ્રેક્ટરો લેવામાં આવ્યા હતા, પરંતુ કરાર પૂર્ણ થયા બાદ ન તો ભાડું ચૂકવાયું કે ન તો ટ્રેક્ટરો પરત આપવામાં આવ્યા. આ કૌભાંડમાં મેઘરજના બે તથા માલપુરના અંદાજે 20 જેટલા ટ્રેક્ટરો મળીને આશરે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જણાવાયું છે. પોતાના ટ્રેક્ટર પરત માંગતા ખેડૂતોને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે.

આ સમગ્ર મામલે બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામના રહેવાસી પરમાર સુનિલ અને પરમાર વિજય રાધાભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું જણાવાયું છે. કિર્તીરાજ પંડ્યાએ આ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    Photographer મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • અરવલ્લીના બાયડ વિસ્તારના ડેમાઈ પંથકમાં અમૂલ દ્વારા અચાનક દૂધની ખરીદી બંધ કરી દેવામાં આવતા સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમૂલના આ નિર્ણયથી આક્રોશિત બનેલા પશુપાલકો હવે સાબરડેરીમાં સારા ભાવે દૂધ લેવામાં આવે તેવી જોરદાર માંગ કરી રહ્યા છે.
    1
    અરવલ્લીના બાયડ વિસ્તારના ડેમાઈ પંથકમાં અમૂલ દ્વારા અચાનક દૂધની ખરીદી બંધ કરી દેવામાં આવતા સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમૂલના આ નિર્ણયથી આક્રોશિત બનેલા પશુપાલકો હવે સાબરડેરીમાં સારા ભાવે દૂધ લેવામાં આવે તેવી જોરદાર માંગ કરી રહ્યા છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    20 hrs ago
  • અમદાવાદમાં પોલીસના રિપોર્ટને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ રિપોર્ટ પર નજર કરીએ તો જોવા મળે છે કે આ કેસનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે, જે કોઈ ઈત્તેફાક છે કે પછી માત્ર એક સંજોગ તે મોટો પ્રશ્ન છે. આ દરમિયાન તહેવારોમાં પોલીસના વ્યવહાર પર આકરો કટાક્ષ કરતા કહેવામાં આવ્યું છે કે તહેવારમાં વ્યવહાર કોઈ પોલીસ પાસેથી શીખે. આ મામલામાં તીખો સવાલ પૂછવામાં આવ્યો છે કે આમાં મોટી માછલી ક્યાં ગાયબ છે અને માત્ર ઝીંગા જેવા નાના લોકોને પકડીને પોલીસ શું સાબિત કરવા માંગે છે?
    1
    અમદાવાદમાં પોલીસના રિપોર્ટને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ રિપોર્ટ પર નજર કરીએ તો જોવા મળે છે કે આ કેસનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે, જે કોઈ ઈત્તેફાક છે કે પછી માત્ર એક સંજોગ તે મોટો પ્રશ્ન છે. આ દરમિયાન તહેવારોમાં પોલીસના વ્યવહાર પર આકરો કટાક્ષ કરતા કહેવામાં આવ્યું છે કે તહેવારમાં વ્યવહાર કોઈ પોલીસ પાસેથી શીખે. આ મામલામાં તીખો સવાલ પૂછવામાં આવ્યો છે કે આમાં મોટી માછલી ક્યાં ગાયબ છે અને માત્ર ઝીંગા જેવા નાના લોકોને પકડીને પોલીસ શું સાબિત કરવા માંગે છે?
    user_@allindiavoice23
    @allindiavoice23
    DJ Supply Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામ નજીક ગજાનન હોટલ પાસે સર્જાયેલા હિટ એન્ડ રનના ગંભીર અકસ્માતમાં એક માનસિક અસ્થિર મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ ભિલોડા પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા હાઇવા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ભિલોડા તાલુકાના કિશનગઢ (હનુમાન ફળી, ચિંતામણી) ગામના લાલજીભાઈ કકવાજી સમદરભાઈ મેણાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમની બહેન રમીલાબેન છેલ્લા આશરે દસ વર્ષથી માનસિક અસ્થિર હતા અને અવારનવાર કોઈને જણાવ્યા વગર ઘરેથી નીકળી જતા હતા. તા. 10 જુલાઈ 2026ના રોજ બપોરે લાલજીભાઈને તેમના કુટુંબી દિનેશભાઈએ ફોન કરીને જણાવ્યું કે મલાસા ગામની સીમમાં એક હાઇવા ટ્રકે રમીલાબેનને ટક્કર મારી દીધી છે. આ ગંભીર અકસ્માતમાં રમીલાબેનને માથા, બંને પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સાંજે આશરે 6 વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સ્થળે રોડની બાજુમાં RJ-27-GB-3189 નંબરનો એક હાઇવા ટ્રક પલ્ટી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. આરોપ છે કે ટ્રક ચાલક બેદરકારીપૂર્વક વાહન હંકારી ટક્કર મારીને પોલીસ કે હોસ્પિટલને જાણ કર્યા વગર વાહન સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હતો.
    3
    અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામ નજીક ગજાનન હોટલ પાસે સર્જાયેલા હિટ એન્ડ રનના ગંભીર અકસ્માતમાં એક માનસિક અસ્થિર મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ ભિલોડા પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા હાઇવા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે ભિલોડા તાલુકાના કિશનગઢ (હનુમાન ફળી, ચિંતામણી) ગામના લાલજીભાઈ કકવાજી સમદરભાઈ મેણાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમની બહેન રમીલાબેન છેલ્લા આશરે દસ વર્ષથી માનસિક અસ્થિર હતા અને અવારનવાર કોઈને જણાવ્યા વગર ઘરેથી નીકળી જતા હતા. તા. 10 જુલાઈ 2026ના રોજ બપોરે લાલજીભાઈને તેમના કુટુંબી દિનેશભાઈએ ફોન કરીને જણાવ્યું કે મલાસા ગામની સીમમાં એક હાઇવા ટ્રકે રમીલાબેનને ટક્કર મારી દીધી છે.

આ ગંભીર અકસ્માતમાં રમીલાબેનને માથા, બંને પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સાંજે આશરે 6 વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સ્થળે રોડની બાજુમાં RJ-27-GB-3189 નંબરનો એક હાઇવા ટ્રક પલ્ટી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. આરોપ છે કે ટ્રક ચાલક બેદરકારીપૂર્વક વાહન હંકારી ટક્કર મારીને પોલીસ કે હોસ્પિટલને જાણ કર્યા વગર વાહન સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હતો.
    user_Hitendra patel
    Hitendra patel
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.