શામળાજી 108 એમ્બ્યુલન્સની ટીમ બની દેવદૂત, ચાલતી એમ્બ્યુલન્સમાં કરાવી સફળ પ્રસૂતિ શામળાજી 108 એમ્બ્યુલન્સની ટીમ બની દેવદૂત, ચાલતી એમ્બ્યુલન્સમાં કરાવી સફળ પ્રસૂતિ શામળાજી 108 એમ્બ્યુલન્સની ટીમે મધરાતે સમયસૂચકતા અને સૂઝબૂઝ દાખવી એક પ્રસૂતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મળતી માહિતી મુજબ, તા. 26 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે આશરે 1:00 વાગ્યે 108 એમ્બ્યુલન્સને પ્રસૂતિની પીડા વધી હોવાનો કેસ મળ્યો હતો. માહિતી મળતાં જ શામળાજી 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચતા 30 વર્ષીય મહિલાને જોખમી પ્રસૂતિની સ્થિતિ હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાને પ્રસૂતિની તીવ્ર પીડા સાથે બ્લડિંગ પણ શરૂ થઈ ગયું હતું. મહિલાને તાત્કાલિક ભિલોડા કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. દરમિયાન એમ્બ્યુલન્સમાં તપાસ કરતાં મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી માર્ગદર્શન મુજબ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.108 એમ્બ્યુલન્સમાં ફરજ પરના ઈએમટી સંજય પટેલે પોતાની સૂઝબૂઝ, નિર્ણયક્ષમતા અને તબીબી માર્ગદર્શનના આધારે સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી હતી. આ સમગ્ર કામગીરીમાં એમ્બ્યુલન્સના પાયલોટ રાકેશભાઈ ભગોરાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટીમની સમયસૂચકતા, સંકલન અને તબીબી કામગીરીના કારણે પ્રસૂતિની પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ પ્રસૂતા મહિલા અને નવજાત બાળકને વધુ સારવાર તથા તબીબી દેખરેખ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે પ્રસૂતાના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સના ઈએમટી સંજય પટેલ અને પાયલોટ રાકેશભાઈ ભગોરાનો આભાર વ્યક્ત કર્યો હતો. મધરાતના સમયે સમયસર પહોંચીને મુશ્કેલ પરિસ્થિતિમાં કરાયેલી આ કામગીરી બદલ 108ની ટીમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
શામળાજી 108 એમ્બ્યુલન્સની ટીમ બની દેવદૂત, ચાલતી એમ્બ્યુલન્સમાં કરાવી સફળ પ્રસૂતિ શામળાજી 108 એમ્બ્યુલન્સની ટીમ બની દેવદૂત, ચાલતી એમ્બ્યુલન્સમાં કરાવી સફળ પ્રસૂતિ શામળાજી 108 એમ્બ્યુલન્સની ટીમે મધરાતે સમયસૂચકતા અને સૂઝબૂઝ દાખવી એક પ્રસૂતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મળતી માહિતી મુજબ, તા. 26 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે આશરે 1:00 વાગ્યે 108 એમ્બ્યુલન્સને પ્રસૂતિની પીડા વધી હોવાનો કેસ મળ્યો હતો. માહિતી મળતાં જ શામળાજી 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચતા 30 વર્ષીય મહિલાને જોખમી પ્રસૂતિની સ્થિતિ હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાને પ્રસૂતિની તીવ્ર પીડા સાથે બ્લડિંગ પણ શરૂ થઈ ગયું હતું. મહિલાને તાત્કાલિક ભિલોડા કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. દરમિયાન એમ્બ્યુલન્સમાં તપાસ કરતાં મહિલાની સ્થિતિને
ધ્યાનમાં રાખીને તબીબી માર્ગદર્શન મુજબ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.108 એમ્બ્યુલન્સમાં ફરજ પરના ઈએમટી સંજય પટેલે પોતાની સૂઝબૂઝ, નિર્ણયક્ષમતા અને તબીબી માર્ગદર્શનના આધારે સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી હતી. આ સમગ્ર કામગીરીમાં એમ્બ્યુલન્સના પાયલોટ રાકેશભાઈ ભગોરાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટીમની સમયસૂચકતા, સંકલન અને તબીબી કામગીરીના કારણે પ્રસૂતિની પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ પ્રસૂતા મહિલા અને નવજાત બાળકને વધુ સારવાર તથા તબીબી દેખરેખ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે પ્રસૂતાના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સના ઈએમટી સંજય પટેલ અને પાયલોટ રાકેશભાઈ ભગોરાનો આભાર વ્યક્ત કર્યો હતો. મધરાતના સમયે સમયસર પહોંચીને મુશ્કેલ પરિસ્થિતિમાં કરાયેલી આ કામગીરી બદલ 108ની ટીમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
- અરવલ્લીના મોડાસા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રામાં ૮૦૦થી વધારે લોકો જોડાયા.. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત આયોજન હેઠળ આજે મોડાસામાં “સંસ્કૃત ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોડાસાની વિવિધ સંસ્થાઓ તથા શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો સહિત આશરે ૮૦૦થી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગૌરવ યાત્રાનું પ્રસ્થાન મેઘરાજ રોડ સ્થિત ઉમિયા મંદિરથી થયું હતું અને તે સી.જી. બુટાલા હાઈસ્કૂલ સુધી પહોંચી હતી. આ યાત્રામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડૉ. એ. કે. પ્રજાપતિ, જિલ્લા પંચાયત અરવલ્લી શિક્ષણ સમિતિના ચેરમેન નીલાબેન મડિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ઉષાબેન ગામીત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે તથા અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગાયત્રી પરિવાર મોડાસા, ઉમિયા મંદિર, સર્વોદય હાઈસ્કૂલ, ન્યુ લીપ હાઈસ્કૂલ, સત્યમ હાઈસ્કૂલ અને અન્ય શાળાઓ તથા વિવિધ સંસ્થાઓએ પણ સક્રિય ભાગીદારી નોંધાવી હતી..રેલીના પ્રસ્થાન સમયે ઉમિયા મંદિરના મહંત પૂજ્ય વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીજીએ સંસ્કૃત ભાષાના મહત્વ અંગે વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વૈદિક ભાષા એ ભારતીય ભાષા છે અને સંસ્કૃત ભાષા સંસ્કાર ભાષા છે, જેનું આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તેમણે ભારતનું આભૂષણ સંસ્કૃત ભાષા છે તેવી સમજણ આપી હતી. રેલી દરમિયાન તથા ગંતવ્ય સ્થાને પહોંચ્યા બાદ તમામ સહભાગીઓ સંસ્કૃત ગરબામાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે શિક્ષણ નિરીક્ષકશ્રી દશરથ નિનામા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.આ યાત્રા દ્વારા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારવાનો તથા યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાનો હેતુ સિદ્ધ થયો હતો.1
- વિરપુર અર્બન સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ,અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો યથાવત્ મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ અને બેંકના ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળની સુશિક્ષિત પેનલનો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ પરિણામ સામે અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો ત્રણ દાયકા બાદ પણ યથાવત્ જોવા મળ્યો છે. વિરપુર અર્બન સહકારી બેંક લીની ઓગસ્ટ - ૨૦૨૬ ની વ્યવસ્થાપક-કમિટીની ચૂંટણીમાં મોટો સહકારી સુમેળ જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન મુકેશભાઈ શુકલ તથા બેંકના ચેરમેન અને વિરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્રભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ એક સુશિક્ષિત પેનલ સર્વાનુમતે નક્કી કરવામાં આવી હતી. આ નક્કી કરાયેલી આખી પેનલ સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી સદર પેનલ બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવી છે. બિનહરીફ વરણી થતાં જ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને બેંકના સભાસદોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.સહકારી ક્ષેત્રે અગ્રેસર એવી વિરપુર અર્બન સહકારી બેંક લી.ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બેંકના હિત અને સુચારુ વહીવટ માટે મહીસાગર જિલ્લાના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ તથા બેંક ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળ ૧૨ સભ્યોની મજબૂત અને સુશિક્ષિત ઉમેદવારોની પેનલ જાહેર કરાઈ હતી. આ ઉમેદવારો સામે અન્ય કોઈ સભાસદોએ ઉમેદવારી ન નોંધાવતા સમગ્ર પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે. આ નવનિયુક્ત કમિટીમાં જનરલ કેટેગરીની ૯ બેઠકો, મહિલા અનામતની ૨ બેઠકો તેમજ નાના અને સીમાંત ખેડૂત કેટેગરીની ૧ બેઠકનો સમાવેશ થાય છે, જે તમામ પર વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે... બિનહરીફ વિજેતા ઉમેદવારો (બોક્સ) ભૂપેન્દ્રકુમાર રમણલાલ મહેતા, માર્ગેશકુમાર ચંદ્રકાંતભાઈ શુકલ, સ્મિતાબેન ભૂપેન્દ્રકુમાર જયંતિલાલ મહેતા, દેવ્યાનીબહેન દિલીપકુમાર શુકલ, રાજેશકુમાર મોહનલાલ જયસ્વાલ, ડો. આશિષકુમાર રતિલાલ પટેલ, પ્રજ્ઞેશકુમાર રોહિતભાઈ શુકલ, અશ્વિનકુમાર ઓચ્છવલાલ શેઠ, અશોકકુમાર મણિલાલ દેસાઈ, હરીશકુમાર ચંપકલાલ જીનગર, ડાહીબેન ચીમનલાલ પટેલ, અબ્દુલકૈયમ રસુલભાઈ શેખ.2
- લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.1
- વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી. આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર1
- ખેડબ્રહ્માની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો ખેડબ્રહ્માની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો ડી.ડી. ઠાકર આર્ટસ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા ખાતે તારીખ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ 'પોલીસ અધિક્ષકની કચેરી - સાબરકાંઠા', 'નવોદય મિશન ટ્રસ્ટ - ગાંધીનગર' અને કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રા. ડૉ. એમ.બી. પરમારે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહજી ગોહિલ અને અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહજી ગોહિલ તથા ખેડબ્રહ્મા ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી કુલદીપકુમારે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને લક્ષ્યપ્રાપ્તિ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડયું હતું.આ સમારોહમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી એન.ડી. પટેલ, નવોદય મિશન ટ્રસ્ટના શ્રી દાનીભાઈ. શ્રી જયેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી જયેશભાઈ. એન.સી.સી. ઓફિસર પ્રા. ડૉ. કેતનભાઈ ભોઈ સહિત કોલેજ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ તેમજ એન.સી.સી. કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડૉ. હરપાલસિંહ ચૌહાણે કર્યું હતું. જ્યારે અંતમાં આભાર વિધિ એન.સી.સી. ઓફિસર પ્રા. ડૉ. જમનાબેન ગામેતી દ્વારા કરવામાં આવી હતી.2
- સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન ખાંડના ભાવ વધારાના વિરોધમાં આપ ના કાર્યકરોએ નગરજનોને એક-એક ચમચી ખાંડ આપી નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાંડના ભાવમાં થયેલા વધારાને લઈને મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીઓ સામે પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા એક ચમચી ખાંડનું વિતરણ કરી સંતરામપુર નગરજનોને એક-એક ચમચી ખાંડ આપવામાં આવી હતી અને ખાંડના અસહ્ય ભાવ વધારા સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધતી મોંઘવારીને કારણે સામાન્ય પરિવારના દૈનિક જીવન પર પડતા આર્થિક બોજ અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઈટ... બાબુ ભાઈ ડામોર... આમ આદમી પાર્ટી આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના સંતરામપુર વિધાનસભા પ્રભારી બાબુભાઈ ડામોર, સંતરામપુર તાલુકા પ્રમુખ જયેશભાઈ કલાલ, સંતરામપુર તાલુકા સંગઠન મંત્રી ગિરવતભાઈ કટારા, કડાણા તાલુકા પ્રમુખ મહેશભાઈ વાલુ, સંતરામપુર શહેર પ્રમુખ તલ્હાભાઈ અરબ સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારીમાં રાહત આપવા અને સામાન્ય તથા ગરીબ વર્ગના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં રાહત મળે તેવી માંગ સાથે સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર4
- આ રક્ષાબંધન Shopping કરો અને સાથે મેળવો ખાસ Gift! Hare Krishna Mall લઈને આવ્યું છે Raksha Bandhan Special Offer! ₹100થી વધુની ખરીદી પર Steel Product એકદમ FREE! ઘરની જરૂરિયાતનો સામાન હોય કે તહેવારની Shopping — મેળવો સારી Choice, સારો ભાવ અને સાથે ખાસ Festive Gift! Hare Krishna Mall, મહિસાગર, ગુજરાત Free Gift ઉપલબ્ધતા અને લાગુ પડતી Offerની શરતોને આધિન રહેશે. Hare Krishna Mall — Better Choice, Better Life. ❤️1
- અંધશ્રદ્ધાની આડમાં માસૂમની હત્યા! ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો..! ઈડર તાલુકાના સમલાપુર ગામમાં બે દિવસથી ગુમ 8 વર્ષીય કેવલજી ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી છે. જમીન-પ્લોટના વિવાદ અને અંધશ્રદ્ધાની માન્યતાને પગલે બાળકીનું અપહરણ કરી કૂવામાં ફેંકી હત્યા કર્યાની કબૂલાત આરોપીએ કરી હોવાનું પોલીસનું કહેવું છે. વધુમાં, એક વર્ષ અગાઉ મૃત હાલતમાં મળેલા કેવલજીના મોટા ભાઈ અમિતજી ઠાકોરના મોત અંગે પણ પોલીસે ફરી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓના મોત પાછળ એક જ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.1