સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન ખાંડના ભાવ વધારાના વિરોધમાં આપ ના કાર્યકરોએ નગરજનોને એક-એક ચમચી ખાંડ આપી નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાંડના ભાવમાં થયેલા વધારાને લઈને મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીઓ સામે પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા એક ચમચી ખાંડનું વિતરણ કરી સંતરામપુર નગરજનોને એક-એક ચમચી ખાંડ આપવામાં આવી હતી અને ખાંડના અસહ્ય ભાવ વધારા સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધતી મોંઘવારીને કારણે સામાન્ય પરિવારના દૈનિક જીવન પર પડતા આર્થિક બોજ અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઈટ... બાબુ ભાઈ ડામોર... આમ આદમી પાર્ટી આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના સંતરામપુર વિધાનસભા પ્રભારી બાબુભાઈ ડામોર, સંતરામપુર તાલુકા પ્રમુખ જયેશભાઈ કલાલ, સંતરામપુર તાલુકા સંગઠન મંત્રી ગિરવતભાઈ કટારા, કડાણા તાલુકા પ્રમુખ મહેશભાઈ વાલુ, સંતરામપુર શહેર પ્રમુખ તલ્હાભાઈ અરબ સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારીમાં રાહત આપવા અને સામાન્ય તથા ગરીબ વર્ગના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં રાહત મળે તેવી માંગ સાથે સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન ખાંડના ભાવ વધારાના વિરોધમાં આપ ના કાર્યકરોએ નગરજનોને એક-એક ચમચી ખાંડ આપી નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને
ખાંડના ભાવમાં થયેલા વધારાને લઈને મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીઓ સામે પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા એક ચમચી ખાંડનું વિતરણ કરી સંતરામપુર નગરજનોને એક-એક ચમચી ખાંડ આપવામાં આવી હતી અને ખાંડના અસહ્ય ભાવ વધારા સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધતી
મોંઘવારીને કારણે સામાન્ય પરિવારના દૈનિક જીવન પર પડતા આર્થિક બોજ અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઈટ... બાબુ ભાઈ ડામોર... આમ આદમી પાર્ટી આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના સંતરામપુર વિધાનસભા પ્રભારી બાબુભાઈ ડામોર, સંતરામપુર તાલુકા પ્રમુખ જયેશભાઈ કલાલ, સંતરામપુર તાલુકા સંગઠન મંત્રી ગિરવતભાઈ કટારા, કડાણા તાલુકા
પ્રમુખ મહેશભાઈ વાલુ, સંતરામપુર શહેર પ્રમુખ તલ્હાભાઈ અરબ સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારીમાં રાહત આપવા અને સામાન્ય તથા ગરીબ વર્ગના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં રાહત મળે તેવી માંગ સાથે સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
- મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.4
- આ રક્ષાબંધન Shopping કરો અને સાથે મેળવો ખાસ Gift! Hare Krishna Mall લઈને આવ્યું છે Raksha Bandhan Special Offer! ₹100થી વધુની ખરીદી પર Steel Product એકદમ FREE! ઘરની જરૂરિયાતનો સામાન હોય કે તહેવારની Shopping — મેળવો સારી Choice, સારો ભાવ અને સાથે ખાસ Festive Gift! Hare Krishna Mall, મહિસાગર, ગુજરાત Free Gift ઉપલબ્ધતા અને લાગુ પડતી Offerની શરતોને આધિન રહેશે. Hare Krishna Mall — Better Choice, Better Life. ❤️1
- લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આંતરસૂબા ગામના સરપંચ જશોદાબેન હઠીલા દ્વારા લીમખેડા ટીબી યુનિટ હેઠળના પાંચ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીની સારવાર દરમિયાન દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ સ્વસ્થ રહી શકે તે માટે નિક્ષય પોષણ કીટ મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે. કાર્યક્રમમાં પિરામલ સ્વાસ્થ્યના કોઓર્ડિનેટર, એસટીએસ, એસટીએલએસ, સીએચઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓની સમયસર ઓળખ, નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટીબી નાબૂદીના પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓની સહભાગિતાથી ટીબી મુક્ત ભારતના અભિયાનને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.1
- મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો1
- કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા. ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.2
- હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી1
- છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. #Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan1
- લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.1