બરવાળાની સંસ્કારભારતી તથા સરસ્વતી વિદ્યામંદીરનો વાર્ષિકોત્સવ યોજાયો તારીખ 30/03/26 ના રોજ આવિષ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ બરવાળા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર તથા સંસ્કારભારતી વિદ્યામંદિર નો વાર્ષિકોત્સવ યોજાયો હતો વાર્ષિકોત્સવ પ્રસંગે ગત વર્ષની પરીક્ષાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો આપી સન્માન કરવામાં આવ્યુ હતું તથા બન્ને શાળાના બાળકો દ્વારા ખુબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા ગુજરાતના વિવિધ લોકનૃત્યો, નાટક (બરવાળા સત્યાગ્રહ),મરાઠી લોકનૃત્ય અને ફિલ્મી નૃત્યો પ્રસ્તુત કરવમાં આવ્યા હતા, વાર્ષિકોત્સવ પ્રસંગે મહેમાન તરીકે શ્રી બ્રીજરાજસિંહ ઝાલા (ભાજપ પ્રભારી શ્રી સાબરકાંઠા જિલ્લો ), અલ્પાબા ચુડાસમા (જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ), અનિરુદ્ધસિંહ ગોહિલ (પ્રો. શ્રી ઘોઘા સરકારી કૉલેજ) , કલ્પેશભાઈ મોરી (બરવાળા તાલુકા શિક્ષણ અઘિકારી ) અર્જુનદેવસિંહ ઝાલા (જાણીતા ધારશાસ્ત્રી ) તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા ઉપસ્થિતિ રહ્યા હતા એને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
બરવાળાની સંસ્કારભારતી તથા સરસ્વતી વિદ્યામંદીરનો વાર્ષિકોત્સવ યોજાયો તારીખ 30/03/26 ના રોજ આવિષ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ બરવાળા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર તથા સંસ્કારભારતી વિદ્યામંદિર નો વાર્ષિકોત્સવ યોજાયો હતો વાર્ષિકોત્સવ પ્રસંગે ગત વર્ષની પરીક્ષાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો આપી સન્માન કરવામાં આવ્યુ હતું તથા બન્ને શાળાના બાળકો દ્વારા ખુબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા ગુજરાતના વિવિધ લોકનૃત્યો, નાટક (બરવાળા સત્યાગ્રહ),મરાઠી લોકનૃત્ય અને ફિલ્મી નૃત્યો પ્રસ્તુત કરવમાં આવ્યા હતા, વાર્ષિકોત્સવ પ્રસંગે મહેમાન તરીકે શ્રી બ્રીજરાજસિંહ ઝાલા (ભાજપ પ્રભારી શ્રી સાબરકાંઠા જિલ્લો ), અલ્પાબા ચુડાસમા (જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ), અનિરુદ્ધસિંહ ગોહિલ (પ્રો. શ્રી ઘોઘા સરકારી કૉલેજ) , કલ્પેશભાઈ મોરી (બરવાળા તાલુકા શિક્ષણ અઘિકારી ) અર્જુનદેવસિંહ ઝાલા (જાણીતા ધારશાસ્ત્રી ) તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા ઉપસ્થિતિ રહ્યા હતા એને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- તારીખ 30/03/26 ના રોજ આવિષ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ બરવાળા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર તથા સંસ્કારભારતી વિદ્યામંદિર નો વાર્ષિકોત્સવ યોજાયો હતો વાર્ષિકોત્સવ પ્રસંગે ગત વર્ષની પરીક્ષાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો આપી સન્માન કરવામાં આવ્યુ હતું તથા બન્ને શાળાના બાળકો દ્વારા ખુબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા ગુજરાતના વિવિધ લોકનૃત્યો, નાટક (બરવાળા સત્યાગ્રહ),મરાઠી લોકનૃત્ય અને ફિલ્મી નૃત્યો પ્રસ્તુત કરવમાં આવ્યા હતા, વાર્ષિકોત્સવ પ્રસંગે મહેમાન તરીકે શ્રી બ્રીજરાજસિંહ ઝાલા (ભાજપ પ્રભારી શ્રી સાબરકાંઠા જિલ્લો ), અલ્પાબા ચુડાસમા (જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ), અનિરુદ્ધસિંહ ગોહિલ (પ્રો. શ્રી ઘોઘા સરકારી કૉલેજ) , કલ્પેશભાઈ મોરી (બરવાળા તાલુકા શિક્ષણ અઘિકારી ) અર્જુનદેવસિંહ ઝાલા (જાણીતા ધારશાસ્ત્રી ) તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા ઉપસ્થિતિ રહ્યા હતા એને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- આજરોજ બોટાદ શહેરમાં જૈન લોકોનો મોટો તહેવાર એટલે મહાવીર જન્મ કલ્યાણક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાની રથયાત્રા કાઢવામાં આવી હતી જે રથયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી સહકાર નગર જૈન દેરાસર થી નીકળી ઝવેરી જીન પરાના જૈન દેરાસર ટાવર રોડ લીમડા ચોક અને અંબાજી ચોક આદિનાથ ભગવાન જૈન દેરાસર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આ રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં ઘણા બધા સ્કોટ હતા નાસિક બેન્ડ ભવ્ય જન્મ વાંચન કરવામાં આવ્યું હતું કાર્ટુન ભગવાનનો સિંહાસન તથા બાળકો દ્વારા સાયકલ અને સ્કેટિંગ પણ રાખવામાં આવ્યું હતું આ રથયાત્રામાં સાવ અને સાવિકાઓ ભાવપૂર્વક જોડાણા હતા અને લોકોએ ધન્યતા અનુભવી હતી અને રસ્તામાં શરબત અને પાણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. મહાવીર સ્વામી જૈન દેરાસર ખાતે લાભાર્થી પરિવાર દ્વારા ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા1
- *ધોલેરામાં એક્સપ્રેસ હાઇવેનું ઈ- લોકાર્પણ કરાયું.* ધોલેરા ખાતે 5800 કરોડ રૂપિયાના એક્સપ્રેસ હાઇવેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર ખાતે એકસપ્રેસ હાઇવેનું આજ રોજ મંગળવારના સાંજના 8 વાગ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ થરાદથી વર્ચ્યુંઅલી આ કાર્યક્રમ જોડાયા હતા. ધોલેરાના એબીસીડી બિલ્ડીંગ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો કાળુભાઇ ડાભી તથા કિરીટસિંહ ડાભી સહીત પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.1
- તાજાસમાચાર1
- અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો1
- Post by Mahesh Valmiki1
- • મહિલાઓને પ્રોત્સાહિત અને સ્વનિર્ભર બનાવવા માટે સંસ્થાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને હંમેશા અગ્રેસર રાખવા માટે પ્રયાસો હાથ ધરી અભિયાનો ચલાવે છે તેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દેશ અને વિદેશમાં મહિલા માટે કાર્યરત છે. જેમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની સાથે અનેક સેવાકીય કાર્યો હાથ ધરે છે ત્યારે મહિલા દિન અંતર્ગત ધ્રાંગધ્રાના હળવદ રોડ વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે "ગીવ ટુ ગેઇન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલાઓએ જુદા જુદા અભિનય થકી મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન રાવલ દ્વારા મહિલાઓ દ્વારા યોજવામાં આવતા આ પ્રકારના કાર્યક્રમો અને BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ, પ્રાર્થના સભા, બ્લડ ડોનેશન પ્રતિભા વિકાસ પર્વ સહજતા કાર્યક્રમોને સેવાકીય અને સમાજ ઉપયોગી ગણાવ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે અભિનય પાત્ર ભજવનાર 50થી વધુ મહિલાએ ભાગ લીધો હતો જ્યારે સંસ્થામાં 500થી વધુ કિશોરી, યુવતીઓ અને મહિલાઓ જોડાયેલા છે જેઓ દરેક સેવાકીય કાર્યોમાં સહભાગી બની સમાજ સેવા કર્યો હાથ ધરે છે.1
- શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબ્રેશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા.01 થી 02 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલ છે ગુજરાતની સૌથી ભવ્ય શ્રીહનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન, 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમુહ આરતી, મહા અન્નકૂટ અને 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. ભક્તો માટે આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ઉત્સવમાં 29 માર્ચથી જ કીર્તન આરાધનાના સૂર રેલાઈ રહ્યા છે જ્યારે મુખ્ય બે દિવસના મહોત્સવમાં હાઈટેક લાઈટ એન્ડ સાઉન્ડ શો, આતશબાજી અને લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે, હનુમાન જયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર હનુમાનજી ખાતે આવશે. આ માટે મંદિર દ્વારા ભક્તોને કોઈ અગવડતા ના પડે એ માટે સુવિધા પૂરી પાડવા તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ ભક્તોને રહેવા જમવા માટે 2000થી વધુ રૂમની વ્યવસ્થા છે. તો મંદિર પરિસરની પાછળ અને શ્રી ગોપાળાનંદ યાત્રિક ભવન સિવાય અન્ય બે મોટા પ્લોટમાં 10 હજાર ફોરવ્હીલ અને 5 હજારથી વધુ ટુવ્હીલર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે “શ્રી હનુમાન જયંતી”એ દાદાને 8 કિલો સોનાના પ્યોર સ્ટોનના જડતરવાળા વાઘા પહેરાવાશે શ્રી હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજિત “શ્રી હનુમાન જયંતી મહામહોત્સવ 01-02 એપ્રિલ – 2026 અંતર્ગત કીર્તન આરાધના:- 29,30, 31 માર્ચ 2026, દરરોજ રાત્રે 7.30થી 9.00 યોજાય છે. જેમાં વિદ્વાન સંગીતના ઉપાસકો દ્વારા શ્રી હનુમાનજી મહારાજને ભાવપૂર્ણ શૈલીથી કીર્તન આરાધના કરી દાદાને પ્રસન્ન કરવામાં આવશે. ભક્તો પોતાની ઉપસ્થિતિ દર્શાવી કીર્તન આરાધનાનો લાભ લઈ શકે છે રાજોપચાર પૂજન:- 01/04/2026, બુધવા,સમય : સવારે 07:30 કલાકે, સાળંગપુરધામના રાજાનું ઐતિહાસિક પૂજન રાજોપચાર પૂજનની વિશેષતા:- ૧૦૦૮ કીલો પુષ્પોથી શ્રી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક પવિત્ર બ્રાહ્મણો દ્વારા એવં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભવ્ય એવં દિવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થશે કિંગ ઓફ સાળંગપુર સમુહ આરતી, Light & Sound Show, Fireworks Show, 01 એપ્રિલ 2026, બુધવાર સમય : રાત્રે 08:00 કલાકે, સમુહ આરતીની દિવ્યતા:- કિંગ ઓફ સાળંગપુર ખાતે ભવ્ય Light and Sound Show ઉજવાશે હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે. ઐતિહાસિક આતશબાજીથી કિંગ ઓફ સાળંગપુરનું સ્વાગત કરવામાં આવશે સત્સંગ લોકડાયરો:- LIVE IN SALANGPUR, 01 એપ્રિલ 2026, બુધવાર, સમય : રાત્રે 09:00 કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લોક ડાયરો શ્રી હનુમાન જયંતી :-02 એપ્રિલ 2026, ગુરુવાર મંગળા આરતી,સમય : સવારે 05:00 કલાકે,આતશબાજીથી શ્રી કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવશે શણગાર આરતી :સમય : સવારે 07:00 કલાકે,શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપશે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ:-શ્રી હનુમાન જયંતી, સમય : સવારે 07:30 કલાકે,1,00,000 બલુન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે 151 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડી.જેના તાલે ઝૂમી ઉઠશે વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ:-02/04/2026, ગુરુવાર,સમય : સવારે 07:00 કલાકે, યજ્ઞની ધુમ્રસેરમાં પવિત્રતા અને વૈદિક મંત્રોની ઉર્જાનો સંચાર થશે 1000થી વધારે ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે મહા અન્નકૂટ, 02 એપ્રિલ 2026, ગુરુવાર,સમય : બપોરે 11:00 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવશે મહા અન્નક્ષેત્ર:-,સમય : બપોરે 10:00 કલાકે,દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ મળશે મહા સંધ્યા આરતી:- 02 એપ્રિલ 2026, ગુરુવાર, સાંજે 07:00 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1