Shuru
Apke Nagar Ki App…
તાજાસમાચાર
રજની ભાઈ પરીખ
તાજાસમાચાર
More news from ગુજરાત and nearby areas
- તાજાસમાચાર1
- Post by Mahesh Valmiki1
- Post by સંજય ભરતભાઈ રાઠોડ1
- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી ૧ એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે લોકાર્પણ પ્રસંગે પધારવાના છે. મુખ્યમંત્રીની સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાના છે. આ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનથી રાતોરાત રોડના ખાડાઓ પુરવામાં આવ્યા છે. ડુંગર ગામ નજીક ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયાં ત્યાં સમારકામ 'યુદ્ધના ધોરણે' શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મહત્વની વાત એ કે જનતાની હાલાકી ન દેખાઈ પણ 'સાહેબ' માટે રોડ ચકાચક’ બનાવી દીધા છે. ડુંગર ચોકડી થી દેવકા સુધીના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતાં. અને વારંવારની રજૂઆતો કરાઇ છતાંપણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતાં. પરંતુ જેવી મુખ્યમંત્રીના આગમનની સત્તાવાર જાહેરાત થતાં તુરંત જ તંત્ર દ્વારા તાબડતોબ ખાડાઓ નું પુરાણ અને મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું...... તંત્રની આ કામગીરીથી જનતામાં રોષ સાથે ચર્ચા જાગી છે. શું અત્યાર સુધી તંત્રને આ મસમોટા ખાડાઓ દેખાતા ન હતા?શું પ્રજાની સુખાકારી કરતા નેતાઓને રાજી રાખવાએ તંત્રની પ્રાથમિકતા છે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં તંત્રને કેમ રસ નથી કે શું સહિત અનેક સવાલો ઉઠ્યા છે. આ ચર્ચાઇ જોર પકડ્યું છે કે જો રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી દર મહિને મુલાકાતે પધારતા રહે તો કદાચ અહીંના રોડ-રસ્તાઓ હંમેશા નવા અને સારા રહે અને પ્રજાની મુશ્કેલીઓનો કાયમી અંત આવે! મુખ્યમંત્રીના પ્રવાસને પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ 'તાત્કાલિક સેવા' પ્રજા માટે આશ્ચર્ય અને આક્રોશનો વિષય બની છે. કોંગ્રેસના પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય જે.ડી.કાછડ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઇ હડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડની બિસ્માર હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને હાલ તંત્ર દ્વારા રાજુલા થી ખાંભલીયા ગામ સુધીના રોડની મરામત કરવામાં આવી છે. પરંતુ લાંબા સમયથી રોડ અહીં આ રોડ બિસ્માર રોડથી લોકો ત્રસ્ત થયાં છે. અને રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડનું નવીનીકરણ માટે વર્ષ- ૨૦૨૪ ૩૨ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. જો દેવકા વિધાપીઠ ખાતે મુખ્યમંત્રી અને તેમની સાથે મંત્રીઓ પણ પધારવાના છે. પરંતુ જ્યાં રોડ પર મુખ્યમંત્રી પસાર થવાના છે તે રોડ પર તંત્ર દ્વારા તાબડતોબ રીતે ખાડાઓની મરામત કરવામાં આવી છે. આ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ સાથે નવા રોડ બનાવવાની પણ માંગ કરી છે.....1
- રાજુલા તાલુકાના દીપડિયા ગામે ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી દ્વારા શાળા ના નવા બિલ્ડિંગ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ આ પ્રસંગે દીપડીયા ગામ તેમજ ગામના બાળકોને એક અનમોલ ભેટ પ્રાપ્ત થઈ છે. આ કાર્યક્રમમાં બર્બટાણા ગામના સરપંચ અને એડવોકેટ કે.બી. કામળીયા, સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વલકુભાઈ, વાવેરા તાલુકા પંચાયત સભ્ય કનુભાઈ ધાખડા, વાવેરાના સરપંચ અશોકભાઈ, દીપડીયા ના સરપંચ પ્રેમજીભાઈ, કમલેશભાઈ મકવાણા, તાલુકા ભાજપ મંત્રી અશોકભાઈ, બર્બટાણા પૂર્વ સરપંચ ભુપતભાઈ, ઉપસરપંચ મનસુખભાઈ તેમજ દીપડીયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ નવું શાળા બિલ્ડિંગ ગામના બાળકોના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપશે.4
- અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો1
- તારીખ 30/03/26 ના રોજ આવિષ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ બરવાળા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર તથા સંસ્કારભારતી વિદ્યામંદિર નો વાર્ષિકોત્સવ યોજાયો હતો વાર્ષિકોત્સવ પ્રસંગે ગત વર્ષની પરીક્ષાઓના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો આપી સન્માન કરવામાં આવ્યુ હતું તથા બન્ને શાળાના બાળકો દ્વારા ખુબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા ગુજરાતના વિવિધ લોકનૃત્યો, નાટક (બરવાળા સત્યાગ્રહ),મરાઠી લોકનૃત્ય અને ફિલ્મી નૃત્યો પ્રસ્તુત કરવમાં આવ્યા હતા, વાર્ષિકોત્સવ પ્રસંગે મહેમાન તરીકે શ્રી બ્રીજરાજસિંહ ઝાલા (ભાજપ પ્રભારી શ્રી સાબરકાંઠા જિલ્લો ), અલ્પાબા ચુડાસમા (જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ), અનિરુદ્ધસિંહ ગોહિલ (પ્રો. શ્રી ઘોઘા સરકારી કૉલેજ) , કલ્પેશભાઈ મોરી (બરવાળા તાલુકા શિક્ષણ અઘિકારી ) અર્જુનદેવસિંહ ઝાલા (જાણીતા ધારશાસ્ત્રી ) તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા ઉપસ્થિતિ રહ્યા હતા એને વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- महाविर जयंती पर एकता संदेश।1