Shuru
Apke Nagar Ki App…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સુરત શહેરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં 'સેફ્ટી ફર્સ્ટ'ના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતને પૂર્વવત્ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પાણી, સ્વચ્છતા અને સ્વાસ્થ્યને મુખ્ય ફોકસ એરિયા જાહેર કરી એક વિશેષ ઝુંબેશ આદરવામાં આવી છે. આ મહા અભિયાન અંતર્ગત સુરત મહાનગર પાલિકાના આશરે 4500 જેટલા સમર્પિત સ્વચ્છતા દૂતો અને સફાઈકર્મીઓ મેદાને ઉતર્યા છે. શહેરના આશરે 58 જેટલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે વિવિધ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. પૂર બાદ શહેરમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે પ્રભાવિત વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની સાથે જ દવા વિતરણની કામગીરી પણ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે.
Vijay Rathod

More news from ગુજરાત and nearby areas
- ૨૧મી સદીનું ભારત આજે વિકસિત થવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કામ કરી રહ્યું છે. આ પ્રક્રિયા અંગે વાત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે એક સ્વપ્ન પૂરું થાય છે, ત્યારે એક નવા સ્વપ્નનો જન્મ થાય છે.1
- Hindi naat naya naat Hindi shayari Hindi naat naya naat Hindi video naya video achcha lagta hai to like karo comment karo jyada Se jyada share karo1
- ઉચ્છલ કમલાપુર બસ સ્ટોપથી પશ્ચિમના ડુંગર સુધીના રસ્તાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં સમાવવાની માંગ કરવામાં આવી છે.1
- ડુમસમાં વીજળી પડવાની દુર્ઘટનાનો ભોગ બનેલા ૨૬ વર્ષીય તરુણ મારૂનું સારવાર દરમિયાન નિધન થયું હતું. ડોક્ટરો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા બાદ, પુત્રને ગુમાવનાર માતા-પિતાએ અસહ્ય દુઃખની સ્થિતિમાં પણ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારની સંમતિ મળ્યા બાદ ડોનેટ લાઈફ સંસ્થાના સંકલનથી અંગદાનની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઉમદા નિર્ણયને કારણે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન શક્ય બન્યું, જેનાથી કુલ પાંચ લોકોને નવજીવન અને નવી દ્રષ્ટિ મળશે. દાનમાં મળેલી બંને કિડની અને લિવરને અમદાવાદની IKDRC હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવા માટે સુરત પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.1
- સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર-૫ સ્થિત પ્લોટ નંબર 546/2 પર કાર્યરત રાનીસતી ક્રિએશન નામની કંપની દ્વારા જાહેર નાળામાં કથિત રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે આ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને નાળામાં વહી રહેલા શંકાસ્પદ રાસાયણિક પાણીનું નિરીક્ષણ કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે સ્થળ પરથી પાણીના લાઈવ સેમ્પલ લીધા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે અને કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સેવવામાં આવેલા મૌન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ઉગ્ર સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સરકારી અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો પછી આ ગંભીર ગુનામાં કોઈ ચમરબંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.1
- વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ૧૨૫મા જન્મજયંતિ વર્ષ અને સ્મૃતિ પખવાડિયાના ઉપલક્ષમાં યોજાઈ રહ્યો છે. આ શિબિર ઉમરગામના ગોકુળધામ ગેટ પાસે આવેલી હરિશ કંપનીની સામે અયપ્પા મંદિરમાં યોજાશે. આયોજકોના જણાવ્યા અનુસાર, શિબિર આગામી તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે.1
- સુરત શહેરમાં એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં ૬ વર્ષની નાબાલીક બાળકી સાથે દુષ્કર્મ આચરનારા ૮૨ વર્ષના વૃદ્ધ આરોપીને સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મુસા મોહમદ મંસુરી (ઉંમર ૮૨ વર્ષ) તરીકે થઈ છે. સલાબતપુરા પોલીસ ટીમ દ્વારા આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાલ સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલી ઉમરવાડાની બેઠી કોલોનીમાં રહેતો હતો, જ્યારે તેનું મૂળ વતન ભરૂચ જિલ્લાનું સંખવાડ છે. આ કમકમાટીભરી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કડક તપાસ ચલાવવામાં આવી રહી છે અને આરોપી સામે કડક કાયદેસરના પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી છે.1