Shuru
Apke Nagar Ki App…
*અમદાવાદ* 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા https://youtube.com/watch?v=g5r8ZmEC76I&si=-8rsM8e0Tqyqfc7t https://dhunt.in/13dh4k વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
Ahmedabad Mitra News
*અમદાવાદ* 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા https://youtube.com/watch?v=g5r8ZmEC76I&si=-8rsM8e0Tqyqfc7t https://dhunt.in/13dh4k વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
More news from ગુજરાત and nearby areas
- રાજકોટ : નકલી પોલીસ બની લૂંટ ચલાવતો આરોપી ઝડપાયો રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની પરપ્રાંતીયોને ડરાવી લૂંટ ચલાવનાર એક શખ્સને Rajkot A ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાને પોલીસ કર્મચારી તરીકે ઓળખાવી “હું પોલીસ છું, મારી સાથે ચાલો” કહી લોકોને ભયભીત બનાવતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી રોકડ રકમ પડાવી લેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખાસ કરીને પરપ્રાંતીય મજૂરો અને બહારથી આવેલા લોકોને નિશાન બનાવતો હતો. પોલીસ યુનિફોર્મ જેવી વેશભૂષા અને પોલીસ જેવી ભાષા વાપરીને વિશ્વાસમાં લઈ, તપાસના બહાને તેમને એકાંત સ્થળે લઈ જઈ લૂંટ કરતો હતો. A ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મહત્વપૂર્ણ પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીની મોડસ ઓપરેન્ડી જાહેર કરી છે અને વધુ લોકો તેની ઠગાઈનો ભોગ બન્યા છે કે નહીં તે અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોલીસ હોવાનું કહી અટકાવવામાં આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતની જાણ પોલીસને કરે.1
- SMCની ટીમે રાજકોટ મા નામચીન આંગડિયા પેઢીમાં દરોડો પાડી કરોડોના ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે શેરબજારમાં ગેરકાયદેસર રીતે ચાલતા 'ડબ્બા ટ્રેડિંગ'ના મોટા નેટવર્કને તોડી પાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન શેરબજારના ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા નામચીન રાકેશ પોપટ,મુકેશ વિરડિયા અને મહેશ પરમારની અટકાયત કરી અન્ય આરોપી ની તપાસ ચાલુ છે,1
- Post by रवि भाई खेर गम वीडियो सारे1
- Post by Kamlesh Bhai4
- વિજાપુરના વંદના સિનેમામાં "તું દુનિયા છે મારી" ગુજરાતી ફિલ્મનું પ્રમોશન કાર્યક્રમ યોજાયો વિજાપુર, તા. : સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આગામી ગુજરાતી ફિલ્મ "તું દુનિયા છે મારી"નું પ્રમોશન વંદના સિનેમા ખાતે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો અને ટીમના સભ્યોનું ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિનેમાના માલિક સાગરભાઈ ઓઝાએ આખી ટીમને આવકાર આપ્યો હતો. વિઠાકોર સેના પ્રમુખ જનકભાઈ ઠાકોર, સચિનભાઈ પટેલ, કિરીટભાઈ પ્રજાપતિ તેમજ બ્રિજેશભાઈએ વિક્રમભાઈ ઠાકોરનું ફૂલો અને શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ફિલ્મની હિરોઈન રિયા જયસ્વાલનું પણ હેતલબેન ઝાલા અને સુરજબેન દ્વારા ખાસ વધામણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ફિલ્મના પ્રમોશન માટે આયોજિત હતો, જેમાં દર્શકો અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મના ડાયરેક્ટર કે. કે. મકવાણા આ પ્રસંગે હાજર ન હતા. આ દરમિયાન વિક્રમ ઠાકોર અને રિયા જયસ્વાલે ચાહકો સાથે વાતચીત કરી અને ફિલ્મ વિશે રસપ્રદ માહિતી આપી હતી. "તું દુનિયા છે મારી" એક ભાવનાત્મક પ્રેમકથા આધારિત ફિલ્મ છે, જેમાં પ્રેમ, લાગણી અને પરિવારની કહાનીને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું ટાઈટલ સોંગ અને ટ્રેલર પહેલેથી જ ચાહકોમાં ધમાલ મચાવી રહ્યા છે. આ પ્રમોશન કાર્યક્રમથી સ્થાનિક સ્તરે ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધુ વધી છે અને ચાહકો હવે થિયેટરમાં તેની રાહ જોઈ રહ્યા છે.1
- હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬' ના આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં જળ સંચયના કામોને વેગ આપવા અને ચોમાસા પૂર્વે તળાવો ઊંડા કરવા, ચેકડેમોની સફાઈ તેમજ જળ સંગ્રહ શક્તિ વધારવા માટેના વિવિધ કામોનું સમયબદ્ધ આયોજન કરવા સૂચન કર્યા હતા. તેમણે જળ અભિયાનમાં લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પાણીના દરેક ટીપાનો સંગ્રહ થાય તે દિશામાં વહીવટી તંત્ર અને નાગરિકોએ સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે. આ બેઠકમાં વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- અમદાવાદમાં મોતની મુસાફરી : છત પર મજૂરો, તંત્રની આંખ આડા કાન નફાની લાલચમાં માનવજીવન જોખમે : અમદાવાદની ખાનગી ટ્રાવેલ્સનો ખતરનાક ખેલ છત પર બેઠા મજૂરો, બસમાં ભીડ : અમદાવાદમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ વાયરલ વીડિયોએ ઉઘાડી આંખો : અમદાવાદમાં જીવલેણ બસ મુસાફરી તહેવારની મજબૂરી અને ટ્રાવેલ્સનો ખેલ : અમદાવાદમાં મોતની સફર #newsforgujarat #sharifghanchi #Ahmedabad#BreakingNews #MautNiMusafari#PrivateTravels #BusOverloading#LabourSafety #PublicSafety#RTOFailure #TrafficPolice#ViralVideo #GujaratNews#HumanLife #TravelScam1
- સુરત : શહેર પોલીસ દ્વારા પ્રતીકાત્મક હોલિકા દહન, નશા અને સાયબર ક્રાઈમ સામે સંકલ્પ સુરત શહેર પોલીસ દ્વારા હોલી પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશા રૂપિ અને સાયબર ક્રાઈમ રૂપિ રાક્ષસનું પ્રતીકાત્મક હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ફેલાતી બુરાઈઓ સામે જાગૃતિ ફેલાવવાનો હતો. હોલિકા દહન દ્વારા અસત્ય પર સત્યની જીત અને બુરાઈ પર અચ્છાઈની જીતનો સંદેશ આપવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તહેવારો માત્ર ઉજવણી માટે નથી, પરંતુ સમાજને સકારાત્મક સંદેશ આપવા માટે પણ એક ઉત્તમ માધ્યમ છે. આજ રીતે હોલી પર્વના અવસરે સુરત શહેરને વધુ સુરક્ષિત, નશામુક્ત અને ગુનામુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો. કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.1
- હિંમતનગર શહેરના ટાવર પાસે ચાલતા જઈ રહેલ વ્યક્તિનું અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હતી જે બાદ બી ડિવિઝન પોલીસે ભોગ બનનાર ની ફરિયાદ આધારે સીસીટીવી ફૂટેજના સહારે આરોપી સુધી પહોંચવામાં પોલીસને મળી છે સફળતા1