Shuru
Apke Nagar Ki App…
Kamlesh Bhai
More news from ગુજરાત and nearby areas
- રાજકોટ : નકલી પોલીસ બની લૂંટ ચલાવતો આરોપી ઝડપાયો રાજકોટ શહેરમાં નકલી પોલીસ બની પરપ્રાંતીયોને ડરાવી લૂંટ ચલાવનાર એક શખ્સને Rajkot A ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાને પોલીસ કર્મચારી તરીકે ઓળખાવી “હું પોલીસ છું, મારી સાથે ચાલો” કહી લોકોને ભયભીત બનાવતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી રોકડ રકમ પડાવી લેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખાસ કરીને પરપ્રાંતીય મજૂરો અને બહારથી આવેલા લોકોને નિશાન બનાવતો હતો. પોલીસ યુનિફોર્મ જેવી વેશભૂષા અને પોલીસ જેવી ભાષા વાપરીને વિશ્વાસમાં લઈ, તપાસના બહાને તેમને એકાંત સ્થળે લઈ જઈ લૂંટ કરતો હતો. A ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મહત્વપૂર્ણ પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીની મોડસ ઓપરેન્ડી જાહેર કરી છે અને વધુ લોકો તેની ઠગાઈનો ભોગ બન્યા છે કે નહીં તે અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોલીસ હોવાનું કહી અટકાવવામાં આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતની જાણ પોલીસને કરે.1
- SMCની ટીમે રાજકોટ મા નામચીન આંગડિયા પેઢીમાં દરોડો પાડી કરોડોના ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે શેરબજારમાં ગેરકાયદેસર રીતે ચાલતા 'ડબ્બા ટ્રેડિંગ'ના મોટા નેટવર્કને તોડી પાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન શેરબજારના ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા નામચીન રાકેશ પોપટ,મુકેશ વિરડિયા અને મહેશ પરમારની અટકાયત કરી અન્ય આરોપી ની તપાસ ચાલુ છે,1
- Post by Crime News M.98248716661
- Post by रवि भाई खेर गम वीडियो सारे1
- મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોની લેખિત અરજીઓ અરજદારો દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૦/૦૩/૨૦૨૬ દરમ્યાન મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો સંબંધિત જવાબદાર અધિકારીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જરૂરી છે. અરજદાર પોતાના પ્રશ્ન સાથે જરૂરી આધાર પુરાવા રૂબરૂ રજૂ કરશે. આધાર વિના અરજી માન્ય ગણાશે નહીં. એ તાલુકા સ્તરે પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોને સમયસર અરજી કરી લાભ લેવા અનુરોધ કરાયો છે.1
- આ સંદર્ભે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ બાબતની જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ ભોગ બનનાર યુવકે ત્યાં સુધીમાં એક કરોડ રૂપિયા ખંડણી પેટે મહિલા સહિત છ જેટલા લોકોને આપી દીધા હતા. ત્યારે આ સમગ્ર ઘટના બાદ અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં તોસીફ ઉર્ફે લાલો મલેક રહે અખીયાણા સાહિલખાન સરદાર ખાન ઉર્ફે બારદાન ખાન મલેક રહે માલવણ આસિફ ખાન મોહમ્મદ ખાન મલ્લે કર રહે અખીયાણા અને એક મહિલાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઝડપાયેલા જ મહિલા સહિત ચાર લોકો પાસેથી 72 લાખ જેટલી રકમનો મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર ઘટનાના માસ્ટરમાઈન્ડ અને મુખ્ય ઘટનાને અંજામ આપનાર અરબાઝ ખાન હયાત ખાન મલેક રહે અખીયાણા તેમજ અમન ખાન મહેબૂબખાન મલેક રહે ઈંગરોડી આ બંને આરોપીઓ નાસી ગયા હતા અને પોલીસ પકડથી દૂર હતા ત્યારે અંતે એના બંને આરોપીઓને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનીકલ સોર્સ તથા વુમન સોર્સ લગાડી અને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને પાસેથી રોકડ રકમ 23.75 લાખ તેમજ મોબાઇલ ફોન નંગ 2 જેની કિંમત 40,000 અને બ્રેઝા ગાડી જેની કિંમત પાંચ લાખ એમ મળી સમગ્ર ગુનામાં 95,50,000નો મુદ્દામાલ આ કેસમાં અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યો છે હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે આ મુદ્દે રૂપિયા રિકવર કરવાની પણ શરૂ કરવામાં આવી છે.ભોગ બનનાર યુવકની માથે તમંચો રાખવામાં આવ્યો હતો અને એક કરોડ રૂપિયા રોકડ રકમ પડાવી લેવામાં આવી હતી. અપહરણ હનીટ્રેપ ખંડણી સહિતની કલમો લગાવી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો દાખલ કરાવ્યો હતો અને અંતે 95 લાખથી વધુને રોકડ રકમ રિકવર કરી અને ભોગ બનનાર યુવકને પરત આપવા અંગેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. કોઈપણ લોકો હનીટ્રેપ કે અન્ય ઘટનાનો ભોગ બને તો પોલીસને જાણ કરો સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે હનીટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે યુવક સૌ પ્રથમ ફરિયાદ કરવા માટે તૈયાર ન હતો પરંતુ પોલીસે તેને સમજાવ્યો અને ત્યારબાદ જે ભોગ બન્યો છે . તે સમગ્ર બાબતે ગુપ્તતા જાળવવામાં આવશે તે અંગેની ખાતરી આપવામાં આવી હતી અને તેની આબરૂ ન જાય કે વિશ્ર્વાસમાં લઈ અને ત્યારબાદ આ ગુનો દાખલ કરી અને આ ભોગ બનનાર યુવકને ન્યાય અપાવવામાં આવ્યો છે હનીટ્રેપ તેમજ અન્ય ગંભીર ગુના નો ભોગ બનનાર હોય તો અંગત રીતે પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવે ભોગ બનનાર લોકોની ગુપ્તતા જાળવવામાં આવશે અને તેને ન્યાય મળે તે દિશામાં તપાસ કરવાની ખાતરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવી છે.1
- અમદાવાદમાં મોતની મુસાફરી : છત પર મજૂરો, તંત્રની આંખ આડા કાન નફાની લાલચમાં માનવજીવન જોખમે : અમદાવાદની ખાનગી ટ્રાવેલ્સનો ખતરનાક ખેલ છત પર બેઠા મજૂરો, બસમાં ભીડ : અમદાવાદમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ વાયરલ વીડિયોએ ઉઘાડી આંખો : અમદાવાદમાં જીવલેણ બસ મુસાફરી તહેવારની મજબૂરી અને ટ્રાવેલ્સનો ખેલ : અમદાવાદમાં મોતની સફર #newsforgujarat #sharifghanchi #Ahmedabad#BreakingNews #MautNiMusafari#PrivateTravels #BusOverloading#LabourSafety #PublicSafety#RTOFailure #TrafficPolice#ViralVideo #GujaratNews#HumanLife #TravelScam1
- સુરત : શહેર પોલીસ દ્વારા પ્રતીકાત્મક હોલિકા દહન, નશા અને સાયબર ક્રાઈમ સામે સંકલ્પ સુરત શહેર પોલીસ દ્વારા હોલી પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશા રૂપિ અને સાયબર ક્રાઈમ રૂપિ રાક્ષસનું પ્રતીકાત્મક હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ફેલાતી બુરાઈઓ સામે જાગૃતિ ફેલાવવાનો હતો. હોલિકા દહન દ્વારા અસત્ય પર સત્યની જીત અને બુરાઈ પર અચ્છાઈની જીતનો સંદેશ આપવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તહેવારો માત્ર ઉજવણી માટે નથી, પરંતુ સમાજને સકારાત્મક સંદેશ આપવા માટે પણ એક ઉત્તમ માધ્યમ છે. આજ રીતે હોલી પર્વના અવસરે સુરત શહેરને વધુ સુરક્ષિત, નશામુક્ત અને ગુનામુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો. કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.1
- *ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી* *દુધરેજ ધામના વિકાસ માટે વધુ ૨ કરોડની ફાળવણી, યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ* *:-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* ************ *શ્રી કનીરામ બાપુ અને લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા* નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત 'હોળી મહોત્સવ'માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગૌ-હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે. દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ ૬.૫૦ કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ. આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.1