હનીટ્રેપના 2 મુખ્ય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા, 23.75 લાખ રોકડ જપ્ત કરાઈ આ સંદર્ભે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ બાબતની જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ ભોગ બનનાર યુવકે ત્યાં સુધીમાં એક કરોડ રૂપિયા ખંડણી પેટે મહિલા સહિત છ જેટલા લોકોને આપી દીધા હતા. ત્યારે આ સમગ્ર ઘટના બાદ અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં તોસીફ ઉર્ફે લાલો મલેક રહે અખીયાણા સાહિલખાન સરદાર ખાન ઉર્ફે બારદાન ખાન મલેક રહે માલવણ આસિફ ખાન મોહમ્મદ ખાન મલ્લે કર રહે અખીયાણા અને એક મહિલાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઝડપાયેલા જ મહિલા સહિત ચાર લોકો પાસેથી 72 લાખ જેટલી રકમનો મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર ઘટનાના માસ્ટરમાઈન્ડ અને મુખ્ય ઘટનાને અંજામ આપનાર અરબાઝ ખાન હયાત ખાન મલેક રહે અખીયાણા તેમજ અમન ખાન મહેબૂબખાન મલેક રહે ઈંગરોડી આ બંને આરોપીઓ નાસી ગયા હતા અને પોલીસ પકડથી દૂર હતા ત્યારે અંતે એના બંને આરોપીઓને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનીકલ સોર્સ તથા વુમન સોર્સ લગાડી અને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને પાસેથી રોકડ રકમ 23.75 લાખ તેમજ મોબાઇલ ફોન નંગ 2 જેની કિંમત 40,000 અને બ્રેઝા ગાડી જેની કિંમત પાંચ લાખ એમ મળી સમગ્ર ગુનામાં 95,50,000નો મુદ્દામાલ આ કેસમાં અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યો છે હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે આ મુદ્દે રૂપિયા રિકવર કરવાની પણ શરૂ કરવામાં આવી છે.ભોગ બનનાર યુવકની માથે તમંચો રાખવામાં આવ્યો હતો અને એક કરોડ રૂપિયા રોકડ રકમ પડાવી લેવામાં આવી હતી. અપહરણ હનીટ્રેપ ખંડણી સહિતની કલમો લગાવી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો દાખલ કરાવ્યો હતો અને અંતે 95 લાખથી વધુને રોકડ રકમ રિકવર કરી અને ભોગ બનનાર યુવકને પરત આપવા અંગેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. કોઈપણ લોકો હનીટ્રેપ કે અન્ય ઘટનાનો ભોગ બને તો પોલીસને જાણ કરો સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે હનીટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે યુવક સૌ પ્રથમ ફરિયાદ કરવા માટે તૈયાર ન હતો પરંતુ પોલીસે તેને સમજાવ્યો અને ત્યારબાદ જે ભોગ બન્યો છે . તે સમગ્ર બાબતે ગુપ્તતા જાળવવામાં આવશે તે અંગેની ખાતરી આપવામાં આવી હતી અને તેની આબરૂ ન જાય કે વિશ્ર્વાસમાં લઈ અને ત્યારબાદ આ ગુનો દાખલ કરી અને આ ભોગ બનનાર યુવકને ન્યાય અપાવવામાં આવ્યો છે હનીટ્રેપ તેમજ અન્ય ગંભીર ગુના નો ભોગ બનનાર હોય તો અંગત રીતે પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવે ભોગ બનનાર લોકોની ગુપ્તતા જાળવવામાં આવશે અને તેને ન્યાય મળે તે દિશામાં તપાસ કરવાની ખાતરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવી છે.

- ફરજ પર અડગ, પરંતુ દિલથી રંગીલાં – બોટાદ પોલીસ પરિવારની અનોખી ધુળેટી. બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધુળેટી પર્વની રંગબેરંગ1
- શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ યોજવામાં આવી. આ તાલીમમાં તમામ બાળકો, એસએમસી સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં શાળાના શિક્ષક મહેશભાઈ કાલિયાએ આગના પ્રકારો, આગની ઘટનાઓ અને તેના બચવાના ઉપાયો વિશે માહિતી આપી. શૈલેષભાઈ ભૂંગાણીએ કુદરતી કે માનવસર્જિત ઘટનાઓ અને તેમાંથી બચવાના ઉપાયોઅને ભૂકંપ મોકડ્રિલ વગેરે વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ ફાયર ડેમોસ્ટ્રેશન અને ફાયર બોટલ ઉપયોગ વિશે તાલીમ આપી અને આગ સમયે ફાયર બોટલના ઉપયોગ વિશે લાઈવ ડેમો કર્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- અમદાવાદમાં 65 વર્ષના આધેડ ભરત પરમાર એ બાળકી સાથે.. શારીરિક અડપલા કર્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- ખોટા બિલ ખોટા GST નંબરથી દિલ્હી-મુંબઈથી મંગાવવામાં આવતી બીયર સપ્લાય ચેઇનનો ક્રાઈમ બ્રાંચ દ્વારા પર્દાફાશ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી ખોટા બિલ બનાવી, બિલમાં ખોટા GST નંબર દર્શાવી તથા બિલ્ટીમાં ખોટી વિગત દર્શાવી દિલ્હી તથા મુંબઈથી ગેરકાયદેસર રીતે બીયર મંગાવવાના સુનિયોજિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમ્યાન કુલ 1008 બીયર ટીન કબજે કરવામાં આવ્યા છે, જેની કુલ અંદાજીત કિંમત રૂ. 1,81,440/- થાય છે.1
- रंगों की बरसात में डूब जाएँ हम सब, दिलों के रंग मिलकर बनाएँ एक नया रंग-रूप। होली की मस्ती में भूल जाएँ सारी पुरानी बातें, प्यार और मुस्कान से सज जाएँ हर एक चेहरा आज। रंग बरसे रे, मन भरे रे, होली की खुशी से दिल झूमे रे। गुलाल लगाकर मिलें हम सब, प्यार की मिठास में डूबें रे।2
- *ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી* *દુધરેજ ધામના વિકાસ માટે વધુ ૨ કરોડની ફાળવણી, યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ* *:-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* ************ *શ્રી કનીરામ બાપુ અને લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા* નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત 'હોળી મહોત્સવ'માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગૌ-હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે. દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ ૬.૫૦ કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ. આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.1
- પોલીસે કુલ રૂ. 3,36,210 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- સશક્ત સમાજ રચનાની દિશામાં શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી; સો બહેનો એટલે કે સો પરિવારનું આર્થિક સશક્તિકરણ બોટાદમાં ટૂંક સમય પહેલા સારંગપુર મંદિર ખાતે ડીસ્ટ્રીક રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી હેઠળ મિશન લાઈફ દ્વારા સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક નાગરિક નાની શરૂઆત કરીને મોટી અસર ઊભી કરી શકે છે જેમાં સખી મંડળની બહેનો દ્વારા નિર્મિત અવનવી ચીજ વસ્તુઓને પ્રદર્શન સાથે વેચાણ અર્થે મૂકી ત્યારે લોકોમાં આ હસ્તકલાએ અદકેરું આકર્ષણ જમાવ્યું હતું. જેમાં બહેનો દ્વારા સાલ, ગાયના ગોબરમાંથી બનેલી ચીજ વસ્તુઓ, હિંચકો, શો પીસ સહિતની અનેકવિધ ચીજ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ૧૦૦ બહેનોથી સંચાલિત એવી “શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી”ના ચેરમેનશ્રી શ્રી અલ્પાબા ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેઓ બહેનોને રેઝીંગ આર્ટ, ખાદી અને કેનવાસ ઉપર પેઇન્ટિંગ બનાવવા સહિતની અનેકવિધ વસ્તુઓ બનવવાની તાલીમ અને રોજગારી પૂરું પાડે છે. તેઓની બનાવેલી અનેકવિધ ચીજ વસ્તુઓનું દેશ વિદેશમાં વેચાણ કરવામાં આવે છે અને બહેનોને આર્થિકરીતે પગભર કરવામાં આવે છે. જેનાથી આ ૧૦૦ જેટલી બહેનો પોતાના પરિવારને આર્થિકરીતે મદદરૂપ બને છે. મિશન લાઈફ અન્વયે આ વેચાણ અને પ્રદર્શન મેળામાં બહેનો માટે સ્ટોલ, રહેવા અને જમવાની વ્યવસ્થા બદલ સરકારના આભારી છીએ. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881