“શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી અન્વયે ૧૦૦થી વધુ બહેનો મેળવે છે રોજગારી”- ચેરમેન અલ્પાબા ચુડાસમા સશક્ત સમાજ રચનાની દિશામાં શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી; સો બહેનો એટલે કે સો પરિવારનું આર્થિક સશક્તિકરણ બોટાદમાં ટૂંક સમય પહેલા સારંગપુર મંદિર ખાતે ડીસ્ટ્રીક રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી હેઠળ મિશન લાઈફ દ્વારા સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક નાગરિક નાની શરૂઆત કરીને મોટી અસર ઊભી કરી શકે છે જેમાં સખી મંડળની બહેનો દ્વારા નિર્મિત અવનવી ચીજ વસ્તુઓને પ્રદર્શન સાથે વેચાણ અર્થે મૂકી ત્યારે લોકોમાં આ હસ્તકલાએ અદકેરું આકર્ષણ જમાવ્યું હતું. જેમાં બહેનો દ્વારા સાલ, ગાયના ગોબરમાંથી બનેલી ચીજ વસ્તુઓ, હિંચકો, શો પીસ સહિતની અનેકવિધ ચીજ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ૧૦૦ બહેનોથી સંચાલિત એવી “શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી”ના ચેરમેનશ્રી શ્રી અલ્પાબા ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેઓ બહેનોને રેઝીંગ આર્ટ, ખાદી અને કેનવાસ ઉપર પેઇન્ટિંગ બનાવવા સહિતની અનેકવિધ વસ્તુઓ બનવવાની તાલીમ અને રોજગારી પૂરું પાડે છે. તેઓની બનાવેલી અનેકવિધ ચીજ વસ્તુઓનું દેશ વિદેશમાં વેચાણ કરવામાં આવે છે અને બહેનોને આર્થિકરીતે પગભર કરવામાં આવે છે. જેનાથી આ ૧૦૦ જેટલી બહેનો પોતાના પરિવારને આર્થિકરીતે મદદરૂપ બને છે. મિશન લાઈફ અન્વયે આ વેચાણ અને પ્રદર્શન મેળામાં બહેનો માટે સ્ટોલ, રહેવા અને જમવાની વ્યવસ્થા બદલ સરકારના આભારી છીએ. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888

- બોટાદ જીલ્લાના બરવાળા ખાતેથી મેફેડ્રોન અને મેથાએમ્ફેટામાઇન મળી 98 ગ્રામ 700 મીલીગ્રામ કિંમત રૂપિયા 3,36,210 ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ બોટાદ ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તાનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થો નો વધતો વ્યાપ રોકવા સારૂ જરૂરી સુચના આપવામાં આવેલ તથા નશાકારક પદાર્થથનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને ગુન્હેગારો ગુન્હો આચરતા પુર્વે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા હોય જેથી આવી બદી અટકાવવા સારૂ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા NO DRUGS IN BOTAD અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોનુ સેવન તેમજ વેચાણ કરનારા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.બોટાદની સાથે એલ.સી.બી.સ્ટાફ સરકારી બોલેરોમાં બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અગરસંગભાઇ ડોડીયાને બાતમી હકિકત મળેલ કે, પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા રહે. દિવાંદી ગામ, તા.રોહિત જિલ્લો. પાલી રાજસ્થાન રાજય વાળો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે આપવા માટે બરવાળા ખાતે બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપર પેસેન્જર વાહનો ઉભા રહે છે તે જગ્યાએ આવનાર છે જે બાતમી આધારે રેડ, વોચમાં રહી આરોપી પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા ઉંમર વર્ષ 23 ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દિવાંદી ગામ, તા.રોહિત જી.પાલી રાજસ્થાન રાજય વાળાને મેફેડ્રોન નેટ વજન 97ગ્રામ કિંમત રૂપિયા 2,93,910 તથા મેથાએમ્ફેટામાઇન નેટ વજન 0.730 મિલીગ્રામની કિંમત રૂપિયા 7300 મળી કુલ વજન 98 ગ્રામ 700 મીલીગ્રામ રૂપિયા 3,01,210 તથા 1 મોબાઇલ ફોન કિંમત 36000 મળી કુલ રૂપિયા 3,36,210ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી એન.ડી.પી.એસ.એકટ કલમ.8(સી), 21(સી) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348881
- પોલીસે કુલ રૂ. 3,36,210 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારમાં, સતવારા સોસાયટી ખાતે આવેલ પવિત્ર તપોભૂમિ સંત વાલજીરામ બાપુના આશીર્વાદ સ્થાન“ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ” આજ સવારથી ભક્તોની લાઈન લાગી હતી. આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ સંતો અને મહંતો પધાર્યાં હતા. સવારથી જ લોકો વાલજીરામ બાપુના આર્શીવાદ સ્થાનના દર્શન લઇ બપોરે સંતો, મહંતોના સામૈયા લીધા હતા. ત્યાર બાદ આવતા મહેમાનો તથા ધંધુકા તેમજ આજુબાજુના ગામના તમામ લોકોએ પ્રસાદ લીધો હતો. પ્રસાદ ભાદ ભવ્ય સંત વાણી, બિરાજમાન સંતો અને મહંતોના આર્શીવાદ લીધા હતા. આ પવિત્ર પ્રસંગે ખુબ જ મોટા પ્રમાણમાં સંતો મહંતો તેમજ ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડીયા પણ ઉપસ્થિત રહી આર્શીવાદ સ્થળની શોભા વધારી છે.1
- સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો1
- *ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી* *દુધરેજ ધામના વિકાસ માટે વધુ ૨ કરોડની ફાળવણી, યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ* *:-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* ************ *શ્રી કનીરામ બાપુ અને લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા* નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત 'હોળી મહોત્સવ'માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગૌ-હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે. દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ ૬.૫૦ કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ. આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.1
- આજે તારીખ 2જી માર્ચના રોજ બપોરના 2 કલાકના અરસામાં ભાવનગરના બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.1
- જય અખંડ ધણી1
- સ્વામિનારાયણ ભગવાન સંતો, મહંતોની સાથે રંગો થી રમ્યા હતા ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધુળેટી પર્વની ભવ્યઉજવણી કરવામાં આવે છે. - હરીજીવનદાસજી સ્વામી ચેરમેન ગઢડા ગોપીનાથજી મંદિર1