જુનાગઢ કૃષિ યુનિવર્સીટી માં મધમાખી પાલન તાલીમ પુર્ણ, ૬૮ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત. મધમાખી પાલન ક્ષેત્રે રોજગાર અને સ્વરોજગારની તકો અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન; કુલપતિ ડો. વી.પી. ચોવટીયાના અધ્યક્ષસ્થાને પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો જૂનાગઢ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી તથા કિટકશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘મધમાખી પાલન’ વિષય પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. મધમાખી પાલન અંગેની વ્યવહારુ જાણકારી, વૈજ્ઞાનિક પદ્ધતિઓ તેમજ આ ક્ષેત્રમાં રહેલી રોજગાર અને સ્વરોજગારની તકો અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુરુવારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તાલીમાર્થીઓ માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ માન. કુલપતિ ડો. વી.પી. ચોવટીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કુલ ૬૮ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી. જાદવ, સંશોધન નિયામક ડો. વી.ડી. તારપરા, કુલસચિવ ડો. વાય.એચ. ઘેલાણી, કિટકશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. ડી.એમ. જેઠવા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.સી. છોડવડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીના શ્રી મનોજ અગ્રવાલ, શ્રી હિરેન ભિમાણી, શ્રી આયુષ મકવાણા તેમજ વિવિધ કચેરીઓનો સ્ટાફ પણ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો ધોરાજી સ્થિત સરકારી હોસ્પિટલ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે 'મહા રક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર, સરકારી હોસ્પિટલ અને સ્થાનિક રક્તદાતાઓના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ યોજાયો હતો. દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ધોરાજી ખાતે પણ સેવા પખવાડિયાના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.1
- બીકે પી ન્યુઝ આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી. સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જાહેર કરનાર: બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.1
- દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા1
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- મહુવામાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યક્રમ: 620થી વધુ વયોવૃદ્ધોને રૂ.59 લાખની સાધન સહાય1
- ५० साल तक कैद में रहे राजु हाथी की मुक्ती ।1
- ધોરાજીની કડવી વાસ્તવિકતા! જરાક અમથો વરસાદ શું પડ્યો, ધોરાજીના પોકળ વિકાસની પોલ છતી થઈ ગઈ ધોરાજી નર્ક પાલીકા છે કે શું! ધોરાજીની કડવી વાસ્તવિકતા! જરાક અમથો વરસાદ શું પડ્યો, ધોરાજીના પોકળ વિકાસની પોલ છતી થઈ ગઈ ધોરાજી નર્ક પાલીકા છે કે શું!સ્ટેશન રોડ, જેતપુર રોડ, જમનાવડ રોડ, મેઈન બજાર, ચકલા ચોક અને શાકભાજી માર્કેટ... શહેરનો એવો એકપણ માર્ગ બાકી નથી જ્યાં મોત સમાન મસમોટા ખાડાઓ ન હોય! રાહદારીઓ અને વાહનચાલકો દરરોજ નાના-મોટા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે એક બાજુ મોંઘવારીનો માર અને બીજી બાજુ તંત્રનું પાપ! તહેવારોની સિઝનમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા છે. રસ્તા પરના કાદવ અને ખાડાઓને લીધે ગ્રાહકો બજારમાં પગ મૂકવા તૈયાર નથી. વેપારીઓ પૂછી રહ્યા છે કે—આ આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? અધૂરું બ્રિજનું કામ અને ખોદાયેલા માર્ગો જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની કાચબા ગતિએ ચાલતી કામગીરીને કારણે ડાયવર્ઝન રસ્તાઓ પણ જીવલેણ બની ગયા છે. સ્ટેશન રોડ પર સારા ભલા રસ્તાને ખોદીને આર.સી.સી. રોડની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને હવે વકીલ મંડળે લાલ આંખ કરી છે. વકીલ મંડળે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આ રસ્તાના નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી, તો તમામને કાયદાના સકંજામાં ખેંચી લવાશે! અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ! નવી પાઇપલાઇનના નામે પ્રજા પાસેથી નાણાં તો ખંખેરી લીધા, પણ નળમાં પાણીનું ટીપુંય નથી આવતું! તેના પર ઘા પર મીઠું ભભરાવતો તુગલકી નિર્ણય—મિલકત વેરામાં જનતા પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલાય છે! પ્રજા પાસેથી ટેક્સ પડાવાય છે, પણ સામે અપાય છે માત્ર નર્કાગાર! આખરે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે?1
- ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો... ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...1