ભારતીય જનતા પાર્ટી ધંધુકા તાલુકા દ્વારા ધોલેરા ધામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન - ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઅભિયાનમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા શહેરમાંથી કાર્યકરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ધોલેરાના સ્વામિનારાયણ મંદિરે યોજાયો હતો, જ્યાં સરકારની વિવિધ યોજનાઓ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધંધુકા તાલુકા પ્રમુખ યુવરાજસિંહ ગોહિલ, બંને મહામંત્રી સંદીપભાઈ ચૌહાણ અને જયેન્દ્રસિંહ ચુડાસમાં, તેમજ ધંધુકા તાલુકા યુવા મોરચાના પ્રમુખ ધર્મરાજસિંહ ઝાલા અને તેમની ટીમ – જયરાજસિંહ ગોહિલ, ધ્રુવરાજસિંહ ગોહિલ, મિતરાજસિંહ ચુડાસમા – સહિતે સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી. આ પ્રશિક્ષણ વર્ગમાં ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી ધંધુકા તાલુકા દ્વારા ધોલેરા ધામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન - ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઅભિયાનમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા શહેરમાંથી કાર્યકરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ધોલેરાના સ્વામિનારાયણ મંદિરે યોજાયો હતો, જ્યાં સરકારની વિવિધ યોજનાઓ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધંધુકા તાલુકા પ્રમુખ યુવરાજસિંહ ગોહિલ, બંને મહામંત્રી સંદીપભાઈ ચૌહાણ અને જયેન્દ્રસિંહ ચુડાસમાં, તેમજ ધંધુકા તાલુકા યુવા મોરચાના પ્રમુખ ધર્મરાજસિંહ ઝાલા અને તેમની ટીમ – જયરાજસિંહ ગોહિલ, ધ્રુવરાજસિંહ ગોહિલ, મિતરાજસિંહ ચુડાસમા – સહિતે સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી. આ પ્રશિક્ષણ વર્ગમાં ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
- અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોહરમની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. રાત્રિના 12:30 વાગ્યા સુધી આ ઉજવણી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહી હતી. આ પ્રસંગે વિવિધ સ્થળોએ તાજીયા અને જુલુસ કાઢવામાં આવ્યા હતા. શહેરભરમાં ઠેર ઠેર નમાઝ અદા કરવામાં આવી હતી અને સરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.1
- આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્ર બજરંગ દળ દ્વારા માનવસેવાને સર્વોચ્ચ ધર્મ માનીને એક ભવ્ય રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં રક્તની અછતને પહોંચી વળવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર જીવનદાયી રક્ત મળી રહે તેવા ઉદ્દેશ્યથી આ સેવા યજ્ઞ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ભારત માતાના ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. આ સેવા યજ્ઞમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, યુવાનો, ડોક્ટરો, સામાજિક આગેવાનો, મહાનુભાવો તેમજ સાધુ-સંતોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. ઉપસ્થિત સાધુ-સંતોએ માનવસેવાને ઈશ્વરની સાચી ઉપાસના ગણાવી રક્તદાન જેવા મહાદાનમાં જોડાયેલા તમામ રક્તદાતાઓને આશીર્વાદ પાઠવ્યા હતા, અને જણાવ્યું હતું કે રક્તદાનથી અનેક પરિવારોમાં જીવનનો નવો પ્રકાશ ફેલાય છે તથા સમાજમાં માનવતાની ભાવના મજબૂત બને છે. આ પ્રસંગે બ્લડ બેન્કના નિષ્ણાત ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા તમામ રક્તદાતાઓનું આરોગ્ય પરીક્ષણ કરી સંપૂર્ણ તબીબી માર્ગદર્શન હેઠળ સુરક્ષિત રીતે રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે આરોગ્ય વિભાગના નિયમો અનુસાર પૂર્ણ થયું હતું. રક્તદાન કરનાર દરેક દાતાનું પ્રમાણપત્ર, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યુવાનોમાં રક્તદાન માટે અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પ્રથમ વખત રક્તદાન કરનાર યુવાનોએ પણ ભાગ લઈ સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. મહિલા કાર્યકર્તાઓની પણ નોંધપાત્ર ભાગીદારી રહી, જેનાથી સમગ્ર કાર્યક્રમ સેવા, સમર્પણ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્ર બજરંગ દળના આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે તેમનું સંગઠન માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ પૂરતું મર્યાદિત નથી, પરંતુ રક્તદાન, વૃક્ષારોપણ, ગૌસેવા, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સહાય, આરોગ્ય કેમ્પ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાન કરનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે એક યુનિટ રક્ત ત્રણ જેટલા દર્દીઓના જીવનને બચાવી શકે છે, તેથી દરેક સ્વસ્થ નાગરિકે નિયમિત રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવી જોઈએ. ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ ભવિષ્યમાં પણ વધુ મોટા પાયે રક્તદાન કેમ્પો યોજી વધુમાં વધુ લોકોને જોડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ બ્લડ બેન્કની ટીમ, ડોક્ટરો, સ્વયંસેવકો, દાતાશ્રીઓ અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે, સૌએ માનવસેવા, રાષ્ટ્રસેવા અને સમાજકલ્યાણ માટે સતત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી, જેનાથી આ ભવ્ય રક્તદાન કેમ્પ સેવા, સમર્પણ અને માનવતાનો જીવંત ઉત્સવ બની રહ્યો, અને તેણે સમાજને એકતા, કરુણા તથા માનવતાનો સશક્ત સંદેશ આપ્યો.4
- સોશિયલ મીડિયા પર આંગણવાડીમાં એક બાળકનો અત્યંત ક્યૂટ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાળક રડવાથી લઈને હસવા સુધીની ક્ષણો દર્શાવવામાં આવી છે, જે લાખો લોકોના દિલ જીતી રહ્યો છે.1
- અમદાવાદના ધોળકા શહેરમાં મોહરમ પર્વની ઉજવણી કોમી એકતાના અનોખા માહોલમાં કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે ભવ્ય તાજીયા જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.1
- આણંદ જિલ્લાના તારાપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમ પર્વની ભારે આસ્થા અને ગમગીન માહોલમાં ઉજવણી કરવામાં આવી. હક્ક અને ઇન્સાફ માટે કરબલાના મેદાનમાં શહીદ થયેલા વીરોની યાદમાં તારાપુરના કસ્બા વિસ્તારમાંથી કલાત્મક તાજીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. ઇસ્લામ ધર્મના સિદ્ધાંતોની રક્ષા કાજે અને માનવતાના મૂલ્યો માટે હઝરત મોહંમદ પયગંબરના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓએ કરબલાના મેદાનમાં શહાદત વહોરી હતી. આ મહાન શહીદોની યાદમાં જ મહોરમનું આ પર્વ મનાવવામાં આવે છે. તારાપુરના કસ્બા વિસ્તારમાં મહોરમ કમિટીના સભ્યો દ્વારા પરંપરાગત રીતે ખૂબ જ સુંદર અને કલાત્મક તાજીયા તૈયાર કરી મુકવામાં આવ્યા હતા. બપોરે બરાબર ૩ વાગ્યે કસ્બા વિસ્તારમાંથી આ ભવ્ય જુલુસની શરૂઆત થઈ હતી. આ જુલુસ કસ્બા વિસ્તારમાંથી નીકળી, નગરપાલિકા કચેરી થઈને મોટા તળાવ ખાતે પહોંચ્યું હતું, જ્યાં ધાર્મિક રીત-રિવાજો સાથે તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કસ્બા વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. મહોરમ પર્વ દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તારાપુર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.1
- ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમને નશાના કારોબાર પર પ્રહાર કરવામાં મોટી સફળતા મળી છે. પોલીસે મોરૈયા ગામની સીમમાંથી પ્રતિબંધિત નશાકારક કેમિકલ ડ્રગ્સ મેફેડ્રોન અને મેથામ્ફેટામાઇનના જથ્થા સાથે એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દ્વારા ચાંગોદર પોલીસે કરોડોના નશાના કારોબાર પર પ્રહાર કર્યો હોવાનું જણાય છે, અને ઝડપાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.2
- સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- ભારતીય જનતા પાર્ટી ધંધુકા તાલુકા દ્વારા ધોલેરા ધામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન - ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઅભિયાનમાં ધંધુકા શહેર, ધંધુકા તાલુકા તેમજ ધોલેરા શહેરમાંથી કાર્યકરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ધોલેરાના સ્વામિનારાયણ મંદિરે યોજાયો હતો, જ્યાં સરકારની વિવિધ યોજનાઓ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધંધુકા તાલુકા પ્રમુખ યુવરાજસિંહ ગોહિલ, બંને મહામંત્રી સંદીપભાઈ ચૌહાણ અને જયેન્દ્રસિંહ ચુડાસમાં, તેમજ ધંધુકા તાલુકા યુવા મોરચાના પ્રમુખ ધર્મરાજસિંહ ઝાલા અને તેમની ટીમ – જયરાજસિંહ ગોહિલ, ધ્રુવરાજસિંહ ગોહિલ, મિતરાજસિંહ ચુડાસમા – સહિતે સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી. આ પ્રશિક્ષણ વર્ગમાં ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.1