Shuru
Apke Nagar Ki App…
જૂનાગઢ ગીર બોર્ડર નજીક સિંહનો વીડિયો વાયરલ: શિકાર છોડીને બાળકી પાછળ દોડ્યો જોવો એટલી વાર લાગે🫵🫣
Black Dada
જૂનાગઢ ગીર બોર્ડર નજીક સિંહનો વીડિયો વાયરલ: શિકાર છોડીને બાળકી પાછળ દોડ્યો જોવો એટલી વાર લાગે🫵🫣
More news from Gujarat and nearby areas
- અમરેલી જિલ્લા ની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બાબત ની વિગત વાર માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્રી ભારદ્વાજ1
- *અમરેલી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૬ (શનિવાર) -* રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ ૧૧ તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને દામનગર નગરપાલિકા એમ કુલ ૦૬ નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા વ્યાપકપણે ઈ.વી.એમ નિદર્શન દ્વારા લોકજાગૃતિના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને અપીલ કરું છું.1
- नेपाल ताजाखबर।1
- 👉 *રામાણી સર્જીકલ હોસ્પિટલનો માનવતાભર્યો સરાહનીય સેવાયજ્ઞ..* *રામાણી સર્જીકલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો, દીપક રામાણી, ડો, આશિષ સરધારા, ડો, જૈનિશ પટેલ, ડો. સચિન ભિમાણી, ડો. ઢોલરીયા ના માનવતાભર્યા આયોજન હેઠળ આજરોજ રામાણી સર્જીકલ હોસ્પિટલ જસદણ ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમા વિવિધ પ્રકારના રોગોથી પીડાતા ૪૬૦ થી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવતા અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે દર્દીઓ વધુ સંખ્યામાં કેમ્પનો લાભ લઈ શકે તે માટે આવતીકાલે રવિવારે પણ કેમ્પ શરૂ રહેશે તેમ કેમ્પના મુખ્ય સંચાલક લાલાભાઈ ઠુંમરે જણાવ્યું હતું.*4
- ખાતે ટેન્ટેટિવ-૨૩ ટીમ માટે સિલેક્શન કેમ્પ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિષ્ણાત સિલેક્ટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે ખેલાડીઓની પ્રતિભા, ટેકનિક અને રમતિયાળ વલણનું નિષ્પક્ષ અને વ્યાવસાયિક મૂલ્યાંકન કર્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રક્રિયામાં બોટાદ જિલ્લાના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મીત ગજ્જરે પોતાની ઉત્તમ રમત, અવિરત મહેનત અને અડગ લગનના બળ પર ટ્વેન્ટી-૨૩ ટીમમાં સ્થાન મેળવી જિલ્લામાં ગૌરવની લાગણી પાથરી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્ર માટે ગર્વનો વિષય બની છે. આ પ્રસંગે બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેબલીયા, હેડ કોચ કિરણ સોલંકી તેમજ ગજ્જર સમાજના આગેવાનો અને અમદાવાદ સ્થિત SPIS (Sardar Patel Institute of Sports) ના ચીફ કોચ, રણજી ટ્રોફી પ્લેયર અને BCCI લેવલ-૨ સર્ટિફાઇડ કોચ કલ્પેશભાઈ પાટડીવાળાએ મીત ગજ્જરને હાર્દિક અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે મીત ગજ્જર ભવિષ્યમાં પણ સતત પ્રગતિ કરતા રહી વધુ ઊંચાઈઓ સર કરશે અને ક્રિકેટ ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપશે. મીત ગજ્જરની આ ઉપલબ્ધિ અનેક યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનું સંચાર કરશે. 🏏✨ “મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો સફળતા ચોક્કસ મળે” – મીત ગજ્જર તેની જીવંત સાબિતી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- . બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આવતીકાલે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં આજે પોલિંગ ટીમોને ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.1
- इजराइल ताजाखबर।1
- *181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ફરી એકવાર માનવતા અને કર્તવ્યનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે* 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં તાજેતરમાં જ એક ઘટના ધ્યાન પર આવેલ હતી જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવેલ કે તેણીનો પતિ ત્રણ માસના બાળકને હાથમાંથી બળજબરી પૂર્વક ખેંચીને ગામમાં ભાગે છે, મદદની જરૂર છે. આ પ્રકારની માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા પોલીસ કોન્સ્ટેબલ બારૈયા ભાવનાબેન તેમજ પાયલોટ સોલંકી હિતેશભાઈ ઘટના સ્થળ પર 112 જનરક્ષક ટીમ સાથે મહિલાની મદદ માટે પહોંચેલ હતા, મહિલાના પતિ જે દિશા તરફ ગયા હતા તેની વિગતો ગ્રામજનો પાસેથી મેળવીને તે દિશા તરફ આગળ વધી મહિલાના પતિ સુધી પહોચવામાં સફળતા મેળવેલ હતી. ત્રણ માસનું બાળકના આરોગ્યને ધ્યાનમાં રાખી પતિ પાસેથી બાળક છોડાવી હેમખેમ તેની માતાના ખોળામાં સોંપ્યું હતું. 181 અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા ફરિયાદની વિગતોમાં જણાવેલ કે તેમને લગ્નને 15 વર્ષ જેટલો સમયગાળો થયેલ છે, સંતાનમાં ત્રણ બાળકો છે તેના પતિ સાત વર્ષથી અવાર-નવાર ચારિત્ર્ય પર કુશંકા કરી, ઘરમાં સી.સી.ટી.વી કેમેરા લગાવેલ હતા જેથી પત્નીની રોજ-બરોજની દિનચર્યાની માહિતી મળે ઉપરાંત સતત ધ્યાન નજર સમક્ષ રાખીને નાની નાની બાબતોમાં ટોકીને માનસિક પજવણી કરતા હતા. મહિલા પર શંકાનું પ્રમાણ એટલું વધી ગયું કે પડોશીઓ સાથે પણ કોઈપણ પ્રકારના વ્યવહારની મનાઈ ફરમાવવામાં આવેલ હતી. મહિલાના આત્મસન્માનને હાની પહોચતા અને પતિના આ વર્તનથી ખૂબ જ ત્રસ્ત થઈને તેના પિયરમાં જવાનો નિર્ણય લીધેલ હતો અને આ વાતની જાણ પતિને થતા બાળકને કાળઝાળ ગરમીમાં લઈને ગામમાં દોડધામ કરવા લાગેલ હતા.181 ટીમ અને 112 ટીમે મહિલાના પતિને સમજાવેલ ખોટી શંકાના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અને બાળકના ભવિષ્ય અંગેની બાબતો વિષે સમજ કરેલ પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને જીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કરી ભવિષ્યમાં ફરિવાર ઝઘડા ન થાય તે માટે ગઢડા PBSC સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને સમગ્ર કેસ PBSC ગઢડા ખાતે મોકલી આપેલ હતો. આ ઘટનામાં PBSC ના કાઉન્સેલર બધેકા ક્રિષ્નાબેન એ આગળની કાઉન્સીલિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ જીના નેતૃત્વમાં ગુજરાતની ડબલ એન્જિન સરકાર વિકાસના નવા આયામો સર કરી રહી છે. છેવાડાના નાગરિક સુધી સુવિધાઓ પહોંચાડી, આવો આપણે સૌ સાથે મળીને 'વિકસિત ભારત'ના નિર્માણમાં સહભાગી બનીએ.1