તરણેતર બન્ની ભેંસ બની "ચેમ્પિયન ઓફ ધ શો", મળ્યું રૂ. ૧ લાખનું ઈનામ તરણેતર બન્ની ભેંસ બની "ચેમ્પિયન ઓફ ધ શો", મળ્યું રૂ. ૧ લાખનું ઈનામ દેશી ઓલાદની પશુ જાતોના સંવર્ધન અને પ્રોત્સાહન માટેનો અનોખો પ્રયાસ ગીર, કાંકરેજ, જાફરાબાદી અને બન્ની ભેંસના ઉત્કૃષ્ટ ઉછેરને પ્રોત્સાહન આપવા ૨૧૩ પશુઓ વચ્ચે યોજાઈ હરીફાઈ વિજેતાઓને મળ્યા લાખો રૂપિયાના ઈનામો અને ભાગ લેનાર પ્રત્યેક પશુપાલકને આશ્વાસન ઈનામ, પરિવહન તથા નિભાવ સહાય ગુજરાતની પ્રગતિમાં પાયારૂપ એવા પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના વિશ્વપ્રસિદ્ધ તરણેતર ખાતે શુદ્ધ દેશી ઓલાદના ઉચ્ચ લક્ષણો ધરાવતા પશુઓ જેવાં કે ગીર અને કાંકરેજ ગાય તેમજ જાફરાબાદી અને બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહિત કરવા પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૧૪ સપ્ટેમ્બર (ભાદરવા સુદ ત્રીજ) થી ૧૬ સપ્ટેમ્બર (ભાદરવા સુદ પાંચમ) દરમિયાન આ ભવ્ય પશુ પ્રદર્શન હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાએ ગૌ-પૂજન કરીને પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રંજનબેન ભૂસડીયા, સર્વે ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પી. કે. પરમાર, કલેક્ટરશ્રી જી. એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ. યાજ્ઞિક તથા પશુપાલન નિયામકશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે યોજાયેલી હરીફાઈમાં કુલ ૨૧૩ પશુઓની નોંધણી થઈ હતી, જેમાં ૮૧ ગીર ગાય, ૪૭ કાંકરેજ ગાય, ૪૪ જાફરાબાદી ભેંસ અને ૪૧ બન્ની ભેંસ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. વર્ષ ૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ પ્રથા વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ નિરંતર આગળ વધી રહી છે. આ હરીફાઈમાં ગાય અને ભેંસ એમ બંને વર્ગની ઓલાદો માટે ત્રણ-ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી; જેમાં ગાય વર્ગમાં વોડકી, ગાય અને સાંઢ તથા ભેંસ વર્ગમાં ભેંસ, જોટું (ખડેલી) અને પાડોનો સમાવેશ થાય છે. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પશુઓને આકર્ષક ઈનામો આપવામાં આવે છે. દરેક વર્ગની કેટેગરીમાં પ્રથમ વિજેતાને રૂ. ૫૦ હજાર તથા દ્વિતીય વિજેતાને રૂ. ૪૦ હજારનું ઈનામ ચૂકવવામાં આવે છે. આ રીતે કુલ ૨૫ ઈનામો માટે રૂ. ૧૧.૮૦ લાખની રકમ ચૂકવવામાં આવે છે. ઉપરાંત હરીફાઈમાં ભાગ લેનાર પ્રત્યેક પશુ માટે રૂ. ૪ હજારનું આશ્વાસન ઈનામ આપવામાં આવે છે. પશુપાલકો પર આર્થિક બોજ ન પડે તે માટે પશુપાલન નિયામકની કચેરી દ્વારા વિવિધ તાલુકાઓ અને જિલ્લાઓ મુજબ રૂ. ૧,૪૦૦ થી રૂ. ૮,૦૦૦ સુધીની પશુ પરિવહન સહાય અને પ્રતિ પશુ દૈનિક રૂ. ૧,૦૦૦ લેખે ૩ દિવસનો નિભાવ ખર્ચ પણ ચૂકવવામાં આવે છે. પશુપાલન નિયામક શ્રી ડૉ. ફાલ્ગુની ઠાકરના જણાવ્યા મુજબ, દેશી ઓલાદોને પ્રોત્સાહિત કરવામાં આ હરીફાઈ પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, કારણ કે તેમના માટે ઈનામ કરતાં પશુઓની ઓલાદનું સન્માન વધુ મહત્ત્વનું છે. ચાલુ વર્ષની હરીફાઈમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઢોરી ગામના પશુપાલક શ્રી મહેન્દ્રભાઈ હરિભાઈ ગાગલની 'ધાલી' બન્ની ભેંસ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને "ચેમ્પિયન ઓફ ધ શો" બની હતી. મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે વિજેતા બન્ની ભેંસના પશુપાલકને "ચેમ્પિયન ઓફ ધ શો" ની ટ્રોફી અને રૂ. ૧ લાખનું રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું. તે સાથે જ અન્ય તમામ કેટેગરીના વિજેતા પશુપાલકોને પણ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, ભાતીગળ સંસ્કૃતિ માટે જાણીતો તરણેતરનો મેળો રાજ્યમાં દેશી પશુધનની જાળવણી અને સંવર્ધનનો અનન્ય પ્રતીક બની રહ્યો છે.
તરણેતર બન્ની ભેંસ બની "ચેમ્પિયન ઓફ ધ શો", મળ્યું રૂ. ૧ લાખનું ઈનામ તરણેતર બન્ની ભેંસ બની "ચેમ્પિયન ઓફ ધ શો", મળ્યું રૂ. ૧ લાખનું ઈનામ દેશી ઓલાદની પશુ જાતોના સંવર્ધન અને પ્રોત્સાહન માટેનો અનોખો પ્રયાસ ગીર, કાંકરેજ, જાફરાબાદી અને બન્ની ભેંસના ઉત્કૃષ્ટ ઉછેરને પ્રોત્સાહન આપવા ૨૧૩ પશુઓ વચ્ચે યોજાઈ હરીફાઈ વિજેતાઓને મળ્યા લાખો રૂપિયાના ઈનામો અને ભાગ લેનાર પ્રત્યેક પશુપાલકને આશ્વાસન ઈનામ, પરિવહન તથા નિભાવ સહાય ગુજરાતની પ્રગતિમાં પાયારૂપ એવા પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના વિશ્વપ્રસિદ્ધ તરણેતર ખાતે શુદ્ધ દેશી ઓલાદના ઉચ્ચ લક્ષણો ધરાવતા પશુઓ જેવાં કે ગીર અને કાંકરેજ ગાય તેમજ જાફરાબાદી અને બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહિત કરવા પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૧૪ સપ્ટેમ્બર (ભાદરવા સુદ ત્રીજ) થી ૧૬ સપ્ટેમ્બર (ભાદરવા સુદ પાંચમ) દરમિયાન આ ભવ્ય પશુ પ્રદર્શન હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાએ ગૌ-પૂજન કરીને પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રંજનબેન ભૂસડીયા, સર્વે ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પી. કે. પરમાર, કલેક્ટરશ્રી જી. એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ. યાજ્ઞિક તથા પશુપાલન નિયામકશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે યોજાયેલી હરીફાઈમાં કુલ ૨૧૩ પશુઓની નોંધણી થઈ હતી, જેમાં ૮૧ ગીર ગાય, ૪૭ કાંકરેજ ગાય, ૪૪ જાફરાબાદી ભેંસ અને ૪૧ બન્ની ભેંસ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. વર્ષ ૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ પ્રથા વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ નિરંતર આગળ
વધી રહી છે. આ હરીફાઈમાં ગાય અને ભેંસ એમ બંને વર્ગની ઓલાદો માટે ત્રણ-ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી; જેમાં ગાય વર્ગમાં વોડકી, ગાય અને સાંઢ તથા ભેંસ વર્ગમાં ભેંસ, જોટું (ખડેલી) અને પાડોનો સમાવેશ થાય છે. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પશુઓને આકર્ષક ઈનામો આપવામાં આવે છે. દરેક વર્ગની કેટેગરીમાં પ્રથમ વિજેતાને રૂ. ૫૦ હજાર તથા દ્વિતીય વિજેતાને રૂ. ૪૦ હજારનું ઈનામ ચૂકવવામાં આવે છે. આ રીતે કુલ ૨૫ ઈનામો માટે રૂ. ૧૧.૮૦ લાખની રકમ ચૂકવવામાં આવે છે. ઉપરાંત હરીફાઈમાં ભાગ લેનાર પ્રત્યેક પશુ માટે રૂ. ૪ હજારનું આશ્વાસન ઈનામ આપવામાં આવે છે. પશુપાલકો પર આર્થિક બોજ ન પડે તે માટે પશુપાલન નિયામકની કચેરી દ્વારા વિવિધ તાલુકાઓ અને જિલ્લાઓ મુજબ રૂ. ૧,૪૦૦ થી રૂ. ૮,૦૦૦ સુધીની પશુ પરિવહન સહાય અને પ્રતિ પશુ દૈનિક રૂ. ૧,૦૦૦ લેખે ૩ દિવસનો નિભાવ ખર્ચ પણ ચૂકવવામાં આવે છે. પશુપાલન નિયામક શ્રી ડૉ. ફાલ્ગુની ઠાકરના જણાવ્યા મુજબ, દેશી ઓલાદોને પ્રોત્સાહિત કરવામાં આ હરીફાઈ પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, કારણ કે તેમના માટે ઈનામ કરતાં પશુઓની ઓલાદનું સન્માન વધુ મહત્ત્વનું છે. ચાલુ વર્ષની હરીફાઈમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઢોરી ગામના પશુપાલક શ્રી મહેન્દ્રભાઈ હરિભાઈ ગાગલની 'ધાલી' બન્ની ભેંસ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને "ચેમ્પિયન ઓફ ધ શો" બની હતી. મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે વિજેતા બન્ની ભેંસના પશુપાલકને "ચેમ્પિયન ઓફ ધ શો" ની ટ્રોફી અને રૂ. ૧ લાખનું રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું. તે સાથે જ અન્ય તમામ કેટેગરીના વિજેતા પશુપાલકોને પણ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, ભાતીગળ સંસ્કૃતિ માટે જાણીતો તરણેતરનો મેળો રાજ્યમાં દેશી પશુધનની જાળવણી અને સંવર્ધનનો અનન્ય પ્રતીક બની રહ્યો છે.
- લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે લીંબડી પોલીસ દ્વારા બસ સ્ટેશન રોડ પર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા રસ્તા પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા તેમજ ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા વાહનચાલકો સામે ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ટ્રાફિક ડ્રાઈવને પગલે બસ સ્ટેશન રોડ સહિત આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસની કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને વાહનચાલકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.1
- ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.1
- પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ પાટણ - પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ મંદિરોમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરીનો ભેદ ઉકેલાયો 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, એક ઇક્કો કાર, એક CNG રિક્ષા અને 4 મોબાઈલ મળી કુલ ₹6,70,584 નો મુદ્દામાલ કબજે આરોપીઓ સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના હોવાનું સામે આવ્યું પાટણ LCB અને સ્થાનિક પોલીસની ટીમે કાર્યવાહી કરી 22 મંદિરોમાં થયેલી ચોરી અંગે વધુ તપાસ હાથ ધરાઈ પકડાયેલા આરોપીઓ: આનંદકુમાર અંબાલાલ, મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી, યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ અને જનકકુમાર ઉર્ફે ટીનુ કાંતિલાલ. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- પાટણ- સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા1
- દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા1
- આપના ધારાસભ્ય વડાપ્રધાનને કટાક્ષમાં જન્મ દિવસની શુભેચ્છા પાઠવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ1
- સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો: બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયા સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયા : CCTV, ટેસમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયાક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી LCB-સમી પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલ્યો પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાઠીવાડા ગામ પાસે આવેલી બંધ જીનિંગ મિલમાંથી 6થી 7 મહિનાની માસુમ બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં બે શખ્સોને ઝડપી પાડી સમગ્ર મામલે મહત્વનો ખુલાસો કર્યો છે. બનાવની જાણ થતાં પાટણ જિલ્લાની 112 જનરક્ષક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ તથા પાટણ જિલ્લા પોલીસ દ્વારા બાળકીની દેખરેખ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ, કાઠીવાડા બસ સ્ટેન્ડથી સમી તરફ આશરે 400 મીટર દૂર આવેલી ઈન્ડસ્ટ્રીઝ નામની બંધ જીનિંગ મિલના દરવાજાના અંદરના ભાગે બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીની સ્થિતિ અંગે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકીની ઓળખ તથા તેના વાલી-વારસની શોધખોળ માટે પાટણ LCB અને સમી પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. સાથે બાળકીની ઓળખ તથા તેને ત્યાં સુધી પહોંચાડનાર વ્યક્તિઓ અંગે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આગળ વધારવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બે શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે પરેશભાઈ લગધીરભાઈ શામજીજી ઠાકોર, રહે. નાથપુરા ઓગડ, તા. ઓગડ, જિ. બનાસકાંઠા તથા રેખાબેન ડો./ઓ. બાબુભાઈ છનાભાઈ વાલ્મિકી, રહે. દિયોદર, ઘાટાવાસ, તા. દિયોદર, જિ. વાવ-થરાદને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને શખ્સો વચ્ચે પ્રેમસંબંધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને બાળકી અંગે બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ જણાવાયું છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, કાઠીવાડા પાસે તા. 11/09/2025ના રોજ સાંજના આશરે સાત વાગ્યાના અરસામાં બાળકીને બિનવારસી અવસ્થામાં જીનિંગ મિલમાં મૂકીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, બાળકીને શા માટે ત્યજી દેવામાં આવી હતી, બનાવ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં બંનેની ભૂમિકા શું હતી તે અંગે સમી પોલીસના PSI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી એક મોબાઇલ ફોન, કિંમત રૂ.10,000, સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી માટે બંનેને સમી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. બાળકી હાલમાં બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસની ઝડપી તપાસને પગલે CCTV, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના સમયમાં બંને શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- બોટાદ ગઢડા તાલુકાના શીયાનગર ગામે તળાવનો પાળો તૂટ્યો. બે દિવસ પહેલાં તળાવનો પાળો તૂટ્યાના લાઈવ દૃશ્યો આવ્યા સામે. 14 સપ્ટેમ્બરે શીયાનગર ગામે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે તળાવનો પાળો તૂટ્યો હોવાની માહિતી. સ્થાનિકોએ તળાવનો પાળો તૂટવાના લાઈવ દૃશ્યો મોબાઈલમાં કર્યા કેદ. તળાવનો પાળો તૂટતા લાખો લીટર પાણી વેડફાયું. લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે . ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348883