Shuru
Apke Nagar Ki App…
ઓસા ગામના પાદરમાં અવેડામાં ચાલતા જુગારધામ પર શીલ પોલીસનો દરોડો: ૪ શખ્સો ઝડપાયા શીલ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતા માંગરોળ તાલુકાના ઓસા ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. ઓસા ગામના પાદરમાં આવેલ પાણીના ખાલી અવેડામાં જાહેરમાં ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમાતો હોવાની વિગત મળતા પોલીસે રેઇડ કરી હતી. આ કામગીરી દરમિયાન નિલેશ હરદાશભાઈ માલમ, ભાણજી ગોવિંદભાઈ ભુવા, અરજણ નારણભાઈ મોકરીયા અને હાજા હમીરભાઈ આજકીયા નામના શખ્સો પકડાઈ ગયા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડા રૂ. ૧૧,૭૨૦/- અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Junagadh local news
ઓસા ગામના પાદરમાં અવેડામાં ચાલતા જુગારધામ પર શીલ પોલીસનો દરોડો: ૪ શખ્સો ઝડપાયા શીલ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતા માંગરોળ તાલુકાના ઓસા ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. ઓસા ગામના પાદરમાં આવેલ પાણીના ખાલી અવેડામાં જાહેરમાં ગંજીપત્તા વડે હાર-જીતનો જુગાર રમાતો હોવાની વિગત મળતા પોલીસે રેઇડ કરી હતી. આ કામગીરી દરમિયાન નિલેશ હરદાશભાઈ માલમ, ભાણજી ગોવિંદભાઈ ભુવા, અરજણ નારણભાઈ મોકરીયા અને હાજા હમીરભાઈ આજકીયા નામના શખ્સો પકડાઈ ગયા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડા રૂ. ૧૧,૭૨૦/- અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- જૂનાગઢ: પરંપરાગત અને પોષક તત્વોથી સભર બાજરો, જુવાર અને રાગી જેવા જાડા ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવા જૂનાગઢમાં આગામી ૨૧ અને ૨૨ માર્ચના રોજ 'મિલેટ એક્ષ્પો' યોજાશે. મનપા કમિશનર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ આયોજનને આખરી ઓપ અપાયો હતો. સરદાર બાગ પાસે હવેલી વાડીના ગ્રાઉન્ડમાં યોજાનારા આ મેળામાં ૫૦ જેટલા સ્ટોલ્સ દ્વારા મિલેટ બેઇઝ્ડ વાનગીઓ, રેડી ટુ ઇટ ફૂડ અને સખી મંડળની હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. આ એક્ષ્પોનો મુખ્ય હેતુ લોકોને આધુનિક આહાર શૈલી છોડી ફરી પ્રકૃતિ અને સ્વાસ્થ્યપ્રદ મિલેટ્સ તરફ વાળવાનો છે, જેમાં કૃષિ યુનિવર્સિટી અને આયુર્વેદ વિભાગના વિશેષ સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.1
- જૂનાગઢ માંગનાથ રોડ પર સિલ્વર શોપિંગ સેન્ટર ખાતે, અચાનક ગાડીનું લીવર વધારે દેવાઈ જતા મહિલા સંતુલન ગુમાવી સીડી પરથી લપસીને અન્ડરગ્રાઉન્ડ માં પછડાઈ.1
- Post by પત્રકાર1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું તંત્ર ની ઘોર બેદરકારી જોવા મળી ધોરાજી ઘણા સમય થી જુનાગઢ રોડ પર આવેલ ભુગર્ભ ગટર ની કુંડી ભરાઇ ગયેલ જોવા મળે છે પણ યોગ્ય ફોલ્ટ નગરપાલિકા તંત્ર શોધી નથી શકતી કે આ કુંડી કેમ છલકાઈ રહી છે તેથી તે વિસ્તારના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવા નાં પાણી પણ દુષિત પાણી ભળી જાય છે આજે નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર ની કુંડી માં એક પશુ પડી ગયું હતું અને પશું પ્રેમી એ આજુબાજુના લોકો ને સાથે રાખી નેં આ પશું નેં ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ સદનસીબે આ પશું તો બચી ગયું પણ જ્યારે કોઈ મનુષ્ય આ કુંડી માં પડશે ત્યારે શું થાસે એતો ભગવાન જ જાણે2
- ગીર સોમનાથ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આજોઠા ગામથી નીકળેલો એક પરિવાર રસ્તામાં અકસ્માતનો ભોગ બન્યો છે. ભંડુરી નજીક ઓટો રીક્ષા પલ્ટી જતા પાંચ વર્ષના બાળકે ઘટના સ્થળ પર જ પ્રાણ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ ગીર સોમનાથના આજોઠા ગામથી એક પરિવાર ઓટો રીક્ષા દ્વારા કેશોદ તાલુકાના રાણેકપરા ગામે દીકરીને મુકવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ભંડુરી નજીક ઓટો રીક્ષા અચાનક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વર્ષનો પવન કૌશિકભાઈ ગોંડલિયા ઘટનાસ્થળ પર જ કાળનો કોળિયો બન્યો હતો. જ્યારે રીક્ષા ચાલક * શામળદાસ વલ્લભદાસ ગોંડલિયા (ઉ.વ. ૫૧) અને * પાયલબેન ભીખારામ ગોંડલિયા (ઉ.વ. ૨૨) સહિતના લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગરસ્તો ને સારવાર આપી અને મૃત બાળક ને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલી હતી ભંડુરી નજીક બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવાર દીકરીને મુકવા નીકળ્યો અને વચ્ચે જ આ દુઃખદ બનાવ બનતા ખુશીના પ્રસંગે શોક છવાઈ ગયો છે. અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષા નંબર GJ-32-U-2071 હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. 📍 રિપોર્ટ: જગદીશ યાદવ, જૂનાગઢ5
- અમરેલી ની એક પ્રખ્યાત હોટેલ માંથી લીધેલ પાર્સલ માંથી જીવાત નીકળ્યા નો આક્ષેપ1
- જસદણ તાલુકાના આટકોટ માં દસ ગામનાં લોકો માટે સેવા સેતુ નું આયોજન કરવામાં આવ્યું જસદણ તાલુકાના આટકોટ વિરબાઈ માં કન્યા શાળામાં માં રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ વિના મૂલ્ય તે જે દિવસે સ્થળ પર જ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ દસ ગામના લોકો ને લાભ મળે જેમાં આટકોટ જંગવડ વીરનગર જસાપર ખારચીયા નાનીલાખવડ ચીતલીયા ગુંદાળા પાંચ વડા બળધોઈ ગામના લોકો ને આ સેવા સેતુ કાર્યક્રમ માં લાભ મળશે જેમાં કુપન ની કામગીરી આધારકાર્ડ આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ સહિતના જસદણ નાં વિવિધ વિભાગો નાં કર્મચારીઓ હાજરી આપી હતી જેમાં જસદણ નાં મામલતદાર ટીડીઓ સહિત ઉપસ્થિત વિવિધ આટકોટ જંગવડ ગુંદાળા પાંચવડા વીરનગર સહિત નાં ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા લોકો આધારકાર્ડ કુપન સહિત લાઈનો લાગી હતી નાનાં બાળકોને આધારકાર્ડ સહિત કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- જૂનાગઢ: ઉનાળાની શરૂઆતે જ જૂનાગઢમાં તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી જતાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન્યજીવોને રક્ષણ આપવા તંત્ર સજ્જ બન્યું છે. સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિંહ, વાઘ, દીપડા અને વરુ જેવા માંસાહારી પ્રાણીઓના પાંજરામાં વોટર સ્પ્રિંકલર અને ફુવારા શરૂ કરવામાં આવ્યા છે. વન્યપ્રાણીઓને ડિહાઈડ્રેશનથી બચાવવા પીવાના પાણીમાં ORS અને ગ્લુકોઝ ઉમેરવામાં આવે છે, જ્યારે રીંછ જેવા પ્રાણીઓને ફળોની 'આઈસ કેન્ડી' આપી ઠંડક પહોંચાડાઈ રહી છે. ખોરાકમાં તરબૂચ અને ટેટી જેવા જળયુક્ત ફળોનો વધારો કરાયો છે અને પક્ષીઓ માટે આર્ટિફિશિયલ નેસ્ટ તેમજ સરીસૃપો માટે ખાસ છાંયડાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. સમગ્ર પ્રાણી સંગ્રહાલયમાં ગ્રીન નેટ લગાવી સીસીટીવી દ્વારા વન્યજીવોના સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.1