logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંબાજી મંદિર ખાતે દારૂ અને નોનવેજ ની ઘટનામાં સામેલ ૬ શખ્સો સામે એફઆઇઆર થશે : જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ...... અંબાજી મંદિરમાં દાનપેટીની આવક સાથે ચેડા કરી નાણાકીય ગેરરીતિ આચરનાર ૫ પાંચ શખ્સો સામે પણ પોલીસ ફરિયાદ થશે ...... અનઅધિકૃત રીતે મંદિરમાં રાત્રી રોકાણ કરી દારૂ -નોનવેજ(મટન)ના સેવન કરનાર ૬ શખ્સો અને દાનપેટીની આવક સાથે ચેડા કરી નાણાકીય ગેરરીતિ આચરનાર ૫ શખ્સો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે : કુલ ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદના આદેશ ...... પ્રાંત અધિકારી જૂનાગઢ દ્વારા સમગ્ર ઘટનાનો તલસ્પર્શી તપાસ અહેવાલ સુપ્રત કરાતા કલેક્ટરશ્રી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી ......... રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઇ તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા .......... જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી જાણકારી જૂનાગઢ તા.૧૭ ગિરનાર પર્વત પર સ્થિત સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિર પરિસરમાં દારૂ અને નોનવેજનું સેવન કરનાર ૬ શખ્સો અને અંબાજી મંદિરમાં દાનપેટીની આવક સાથે ચેડા કરી નાણાકીય ગેરરીતિ આચરનાર ૫ પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આ ઘટના સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી કે, અંબાજી મંદિર ખાતેની ઘટનાને રાજ્ય સરકારે પણ ગંભીરતાથી લીધી હતી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. અંબાજી મંદિરની ઘટના અંગેના જે સમાચાર માધ્યમો દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા ત્યારબાદ તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારીશ્રીને તપાસ અધિકારી તરીકે નિમણૂક કરીને ઘટનાની જરૂરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન આ સમગ્ર ઘટના તા.૨૨- ૧૦- ૨૦૨૫ની હોવાનું સામે આવ્યું છે, જેમાં મુખ્યત્વે ૬ લોકો સામેલ છે. જે પૈકી ૨ સગીર છે. આ ઘટનાના મુખ્ય વ્યક્તિ મંદિરના મુખ્ય પૂજારી કિશોરસિંહ ચૌહાણના પુત્ર અભિષેક કિશોરસિંહ ચૌહાણ છે. એ લગભગ આ ઘટના પૂર્વે એક અઠવાડિયા પહેલા ત્યાં જ હતા. અન્ય જે લોકો છે તે તેમના મિત્ર તરીકેની ઓળખાણ આપી રહ્યા છે. જેમાં છગનભાઈ ડાભી જે નોનવેજ અને દારૂ શહેર વિસ્તારમાંથી મંદિર સુધી લઈ જવામાં તેમનો મુખ્ય રોલ હતો. ઘટનામાં અન્ય લોકો છે એ સીડીના મારફતે મંદિરે પહોંચ્યા હતા. જે મંદિરની ગોખ છે એના આગળના ભાગમાં એ લોકોએ ત્યાં રાત્રિ દરમિયાન દારૂનું સેવન કર્યું હતું અને ત્યારબાદ અભિષેક ચૌહાણ તેમને મંદિરના ભંડાર ખાતે જમવા માટે લઈ ગયેલો હતો ત્યાં તેમણે મટનનું સેવન કરેલું હતું. આ સમગ્ર ઘટનામાં વહીવટદારશ્રી તરફથી આ લોકોને કોઈપણ પ્રકારની મંદિરમાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની, પૂજા પાઠ કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ ન હતી. તેમ છતાં આ તમામ લોકોએ અનઅધિકૃત રીતે ત્યાં પ્રવેશ કર્યો હતો અને અનઅધિકૃત રીતે ત્યાં રાત્રી રોકાણ પણ કર્યું હતું. આમ, કરોડો લોકોનું આસ્થા કેન્દ્ર છે તેવા અંબાજી મંદિરમાં ગેરકાયદેસર કૃત્યો કરી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. એટલે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ વહીવટદારશ્રીને તમામ લોકો સામે એફઆઇઆર દાખલ કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેકટરશ્રીએ અંબાજી મંદિરમાં જ બનેલ અને વિવિધ સમાચાર માધ્યમો દ્વારા પ્રસારિત બીજી ઘટના સંદર્ભે જણાવ્યું કે, મંદિરમાં પૂજારીઓ દ્વારા દાનપેટીની આવક સાથે ચેડા કરી નાણાકીય ગેરરીતિ આચરતા હોવાના વિડિયો પુરાવા પરથી ફલિત થઈ રહ્યું છે. કેટલાક પૂજારીઓ દાનપેટી પર કપડું કે અન્ય વાસણ રાખી દાનના નાણાં ભેટ પૂજા તરીકે સ્વીકારી અને તેને દાનપેટીમાં કે મંદિરમાં ડિપોઝિટ ન કરાવી નાણાકીય અનિયમિતતા આચરેલ હતી. આ નાણાકીય અનિયમિતતાઓ આચરતા શખ્સો પૈકી માત્ર એક જ મંદિરનો અધીકૃત નિમાયેલો પૂજારી હતો બાકીના તમામ અનધિકૃત વ્યક્તિઓ હતા. જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, મહિનામાં એકવાર વહીવટદારશ્રી તરફથી દાન પેટી કર્મચારીઓ અને મંદિરના પૂજારીઓની હાજરીમાં ખોલવામાં આવતી હોય છે અને જે પણ દાનની રકમ એકત્ર થઈ હોય તેને બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જ મંદિરના રખરખાવ માટે અને અલગ અલગ પૂજારીઓના પગાર પેટે ખર્ચ કરવામાં આવતો હોય છે. આ નાણાકીય અનિયમિતતા ધ્યાને લઈ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી, ભરતનાથ એમ ૫ વ્યક્તિઓ સામે પણ વહીવટદારશ્રીને એફઆઇઆર દાખલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેકટરશ્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, આ ઘટનાની ગંભીરતા લઈને મંદિરના ચાર્જમાં રહેલા વહીવટદારશ્રીને પણ નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવશે અને તપાસ દરમિયાન વહીવટદારશ્રીની બેદરકારી સામે આવશે, તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે. આમ, પ્રથમ ઘટનામાં ૬ વ્યક્તિઓ અને બીજી ઘટનામાં ૫ એમ કુલ ૧૧ વ્યક્તિઓ સામે એફઆઇઆર કરવામાં આવશે. જિલ્લા કલેકટરશ્રીએ એમ પણ કહ્યું કે, અંબાજી મંદિર ખાતે તા.૨૯-૧૧- ૨૦૨૪થી દિવસથી વહીવટદારનું શાસન શરૂ થયું છે, જેમાં મંદિરના વહીવટ માટે ૧૨ વ્યક્તિઓને અધિકૃત રીતે નિમણૂક કર્યા હતા. જે પૈકી ૯ પુજારી, ૧ પી.આર.ઓ.,૧ રસોઈયો અને ૧ સફાઈ કામદાર છે. આ બધા કર્મચારીઓ પણ જુદા જુદા નિવેદનમાં સ્વીકાર કરે છે, જે જે ઘટના ઘટી છે અથવા આવી પ્રવૃત્તિ ન થાય એના માટે વહીવટદારશ્રીને જે સહયોગ આપવો જોઈએ, તેમાં ઉણા ઉતરવાની સાથે નિષ્ફળ નીવડ્યા છે. એટલે તેમની પણ મંદિર ખાતે પ્રવેશબંધી કરવામાં આવી છે. આ માટે પણ જરૂરી તપાસ અને કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. વધુમાં જિલ્લા કલેકટરશ્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, અંબાજી મંદિર ખાતે મહંતની જે નિમણૂકની પ્રક્રિયા ચાલે છે તે હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને આ બાબતે હાલની ઘટનાના સંદર્ભમાં નવેસરથી નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઘટના ફરી વખત ન બને તે માટે નવેસરથી મંદિરમાં અનુશાસન વાળી વ્યવસ્થા ગોઠવાઈ તે માટે મંદિરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા, મંદિરમાં ફરજ બજાવતા કર્મચારીઓનું રજીસ્ટર રાખવા, પરવાનગી વગર રાતે રોકાણ ન કરવા, વહીવટદાર દ્વારા દર અઠવાડિયે મંદિરની નિયમિત મુલાકાત લેવા, રાઉન્ડ ધી ક્લોક સિક્યુરિટી ગોઠવવા માટે વહીવટદારશ્રી અને મામલતદારશ્રી જૂનાગઢ શહેરને સુચના આપવામાં આવેલ છે અને તેનો સત્વરે અમલ કરવા આદેશ કરેલ છે. આ સાથે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું છે કે, જૂનાગઢ ખાતે આવેલા ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર ક્ષેત્રના તમામ ધર્મસ્થાનો સાથે કોઈપણ પ્રકારની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે અથવા મંદિરની ગરિમાને નુકસાન પહોંચે તે પ્રકારનું કોઈ પણ કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં અને આવું કશું પણ ધ્યાને આવશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

2 hrs ago
user_પત્રકાર
પત્રકાર
Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
  • જૂનાગઢ: પરંપરાગત અને પોષક તત્વોથી સભર બાજરો, જુવાર અને રાગી જેવા જાડા ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવા જૂનાગઢમાં આગામી ૨૧ અને ૨૨ માર્ચના રોજ 'મિલેટ એક્ષ્પો' યોજાશે. મનપા કમિશનર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ આયોજનને આખરી ઓપ અપાયો હતો. સરદાર બાગ પાસે હવેલી વાડીના ગ્રાઉન્ડમાં યોજાનારા આ મેળામાં ૫૦ જેટલા સ્ટોલ્સ દ્વારા મિલેટ બેઇઝ્ડ વાનગીઓ, રેડી ટુ ઇટ ફૂડ અને સખી મંડળની હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. આ એક્ષ્પોનો મુખ્ય હેતુ લોકોને આધુનિક આહાર શૈલી છોડી ફરી પ્રકૃતિ અને સ્વાસ્થ્યપ્રદ મિલેટ્સ તરફ વાળવાનો છે, જેમાં કૃષિ યુનિવર્સિટી અને આયુર્વેદ વિભાગના વિશેષ સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
    1
    જૂનાગઢ: પરંપરાગત અને પોષક તત્વોથી સભર બાજરો, જુવાર અને રાગી જેવા જાડા ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવા જૂનાગઢમાં આગામી ૨૧ અને ૨૨ માર્ચના રોજ 'મિલેટ એક્ષ્પો' યોજાશે. મનપા કમિશનર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ આયોજનને આખરી ઓપ અપાયો હતો. સરદાર બાગ પાસે હવેલી વાડીના ગ્રાઉન્ડમાં યોજાનારા આ મેળામાં ૫૦ જેટલા સ્ટોલ્સ દ્વારા મિલેટ બેઇઝ્ડ વાનગીઓ, રેડી ટુ ઇટ ફૂડ અને સખી મંડળની હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. આ એક્ષ્પોનો મુખ્ય હેતુ લોકોને આધુનિક આહાર શૈલી છોડી ફરી પ્રકૃતિ અને સ્વાસ્થ્યપ્રદ મિલેટ્સ તરફ વાળવાનો છે, જેમાં કૃષિ યુનિવર્સિટી અને આયુર્વેદ વિભાગના વિશેષ સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
  • જૂનાગઢ માંગનાથ રોડ પર સિલ્વર શોપિંગ સેન્ટર ખાતે, અચાનક ગાડીનું લીવર વધારે દેવાઈ જતા મહિલા સંતુલન ગુમાવી સીડી પરથી લપસીને અન્ડરગ્રાઉન્ડ માં પછડાઈ.
    1
    જૂનાગઢ માંગનાથ રોડ પર સિલ્વર શોપિંગ સેન્ટર ખાતે, અચાનક ગાડીનું લીવર વધારે દેવાઈ જતા મહિલા સંતુલન ગુમાવી સીડી પરથી લપસીને અન્ડરગ્રાઉન્ડ માં પછડાઈ.
    user_Harsh Jadav
    Harsh Jadav
    Local News Reporter માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    15 hrs ago
  • ગીર સોમનાથ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આજોઠા ગામથી નીકળેલો એક પરિવાર રસ્તામાં અકસ્માતનો ભોગ બન્યો છે. ભંડુરી નજીક ઓટો રીક્ષા પલ્ટી જતા પાંચ વર્ષના બાળકે ઘટના સ્થળ પર જ પ્રાણ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ ગીર સોમનાથના આજોઠા ગામથી એક પરિવાર ઓટો રીક્ષા દ્વારા કેશોદ તાલુકાના રાણેકપરા ગામે દીકરીને મુકવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ભંડુરી નજીક ઓટો રીક્ષા અચાનક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વર્ષનો પવન કૌશિકભાઈ ગોંડલિયા ઘટનાસ્થળ પર જ કાળનો કોળિયો બન્યો હતો. જ્યારે રીક્ષા ચાલક * શામળદાસ વલ્લભદાસ ગોંડલિયા (ઉ.વ. ૫૧) અને * પાયલબેન ભીખારામ ગોંડલિયા (ઉ.વ. ૨૨) સહિતના લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગરસ્તો ને સારવાર આપી અને મૃત બાળક ને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલી હતી ભંડુરી નજીક બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવાર દીકરીને મુકવા નીકળ્યો અને વચ્ચે જ આ દુઃખદ બનાવ બનતા ખુશીના પ્રસંગે શોક છવાઈ ગયો છે. અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષા નંબર GJ-32-U-2071 હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. 📍 રિપોર્ટ: જગદીશ યાદવ, જૂનાગઢ
    5
    ગીર સોમનાથ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આજોઠા ગામથી નીકળેલો એક પરિવાર રસ્તામાં અકસ્માતનો ભોગ બન્યો છે. ભંડુરી નજીક ઓટો રીક્ષા પલ્ટી જતા પાંચ વર્ષના બાળકે ઘટના સ્થળ પર જ પ્રાણ ગુમાવ્યા છે.
મળતી માહિતી મુજબ ગીર સોમનાથના આજોઠા ગામથી એક પરિવાર ઓટો રીક્ષા દ્વારા કેશોદ તાલુકાના રાણેકપરા ગામે દીકરીને મુકવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ભંડુરી નજીક ઓટો રીક્ષા અચાનક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં પાંચ વર્ષનો પવન કૌશિકભાઈ ગોંડલિયા ઘટનાસ્થળ પર જ કાળનો કોળિયો બન્યો હતો. જ્યારે રીક્ષા ચાલક 
* શામળદાસ વલ્લભદાસ ગોંડલિયા (ઉ.વ. ૫૧) અને 
* પાયલબેન ભીખારામ ગોંડલિયા (ઉ.વ. ૨૨) સહિતના લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગરસ્તો ને સારવાર આપી અને મૃત બાળક ને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલી હતી 
ભંડુરી નજીક બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવાર દીકરીને મુકવા નીકળ્યો અને વચ્ચે જ આ દુઃખદ બનાવ બનતા ખુશીના પ્રસંગે શોક છવાઈ ગયો છે.
અકસ્માતગ્રસ્ત ઓટો રીક્ષા નંબર GJ-32-U-2071 હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.
📍 રિપોર્ટ: જગદીશ યાદવ, જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    2 hrs ago
  • ૧૪,૧૫ તારીખે આખા દેશમાં પ્રથમ વખત Nt/Dnt ના સમાજ નુ વિચાર મંથન થયું હતું એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરીયાણા, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી, રાજ્ય માંથી પોત પોતાના રાજ્ય ના પ્રતિનિધિ ઓ હાજર થયા હતા બે દિવસ સુધી ચાલે અધિવેશન માં પોત પોતાના રાજ્ય માં જીવન પરિસ્થિતિ નુ અવલોકન કર્યું હતું આ સમુદાય ના લોકો અત્યંત ગરીબ અને દયનીય સ્થિતિ માં જીવન જીવી રહ્યા છે આ સમુદાય ના લોકો પર વર્ષ ૧૮૫૭ અંગ્રેજ સરકાર દ્વારા કિરર્મિનલ એકટ લાગું કરવામાં આવ્યો હતો ત્યારથી આ સમુદાય ના લોકો ના પારંપરિક વ્યવસાય થી અલગ થતા ભટકતું જીવન ગુજાર પર મજબૂર થયા હતા ૧૯૪૭ ભારત દેશ તો આઝાદ થયો પણ આ લોકો આઝાદી ના પાંચ વર્ષ પછી૧૯૫૨, ૩૧ ઓગસ્ટ દિને આઝાદ કરવામાં આવ્યા હતા
    1
    ૧૪,૧૫ તારીખે
આખા દેશમાં પ્રથમ વખત Nt/Dnt ના સમાજ નુ વિચાર મંથન થયું હતું 
એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન,
હરીયાણા, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ,
તમિલનાડુ, પંજાબ, દિલ્હી, રાજ્ય માંથી પોત પોતાના રાજ્ય ના પ્રતિનિધિ ઓ હાજર થયા હતા 
બે દિવસ સુધી ચાલે અધિવેશન માં 
પોત પોતાના રાજ્ય માં જીવન પરિસ્થિતિ નુ અવલોકન કર્યું હતું 
આ સમુદાય ના લોકો અત્યંત ગરીબ અને દયનીય સ્થિતિ માં જીવન જીવી રહ્યા છે 
આ સમુદાય ના લોકો પર વર્ષ ૧૮૫૭ અંગ્રેજ સરકાર દ્વારા 
કિરર્મિનલ  એકટ લાગું કરવામાં આવ્યો હતો ત્યારથી આ સમુદાય ના લોકો ના પારંપરિક વ્યવસાય થી અલગ થતા 
ભટકતું જીવન ગુજાર પર મજબૂર થયા હતા ૧૯૪૭ ભારત દેશ તો આઝાદ થયો પણ આ લોકો આઝાદી ના પાંચ વર્ષ પછી૧૯૫૨, ૩૧ ઓગસ્ટ દિને આઝાદ કરવામાં આવ્યા હતા
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    1 hr ago
  • 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું તંત્ર ની ઘોર બેદરકારી જોવા મળી ધોરાજી ઘણા સમય થી જુનાગઢ રોડ પર આવેલ ભુગર્ભ ગટર ની કુંડી ભરાઇ ગયેલ જોવા મળે છે પણ યોગ્ય ફોલ્ટ નગરપાલિકા તંત્ર શોધી નથી શકતી કે આ કુંડી કેમ છલકાઈ રહી છે તેથી તે વિસ્તારના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવા નાં પાણી પણ દુષિત પાણી ભળી જાય છે આજે નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર ની કુંડી માં એક પશુ પડી ગયું હતું અને પશું પ્રેમી એ આજુબાજુના લોકો ને સાથે રાખી નેં આ પશું નેં ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ સદનસીબે આ પશું તો બચી ગયું પણ જ્યારે કોઈ મનુષ્ય આ કુંડી માં પડશે ત્યારે શું થાસે એતો ભગવાન જ જાણે
    2
    🅱️ reaking News Dhoraji 
રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું તંત્ર ની ઘોર બેદરકારી જોવા મળી 
ધોરાજી ઘણા સમય થી જુનાગઢ રોડ પર આવેલ ભુગર્ભ ગટર ની કુંડી ભરાઇ ગયેલ જોવા મળે છે પણ યોગ્ય ફોલ્ટ નગરપાલિકા તંત્ર શોધી નથી શકતી કે આ કુંડી કેમ છલકાઈ રહી છે 
તેથી તે વિસ્તારના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવા નાં પાણી પણ દુષિત પાણી ભળી જાય છે 
આજે નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર ની કુંડી માં એક પશુ પડી ગયું હતું અને પશું પ્રેમી એ આજુબાજુના લોકો ને સાથે રાખી નેં આ પશું નેં ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ 
સદનસીબે આ પશું તો બચી ગયું પણ જ્યારે કોઈ મનુષ્ય આ કુંડી માં પડશે ત્યારે શું થાસે એતો ભગવાન જ જાણે
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    7 hrs ago
  • અમરેલી ની એક પ્રખ્યાત હોટેલ માંથી લીધેલ પાર્સલ માંથી જીવાત નીકળ્યા નો આક્ષેપ
    1
    અમરેલી ની એક પ્રખ્યાત હોટેલ માંથી લીધેલ પાર્સલ માંથી જીવાત નીકળ્યા નો આક્ષેપ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    2 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.