તરણેતરના ભાતીગળ મેળામાં રંગાયા ફ્રેંચ પ્રવાસી માર્ટિન: ગુજરાતી લોકસંસ્કૃતિના કર્યા મુક્તકંઠે વખાણ. તરણેતરના ભાતીગળ મેળામાં રંગાયા ફ્રેંચ પ્રવાસી માર્ટિન: ગુજરાતી લોકસંસ્કૃતિના કર્યા મુક્તકંઠે વખાણ* ૦૦૦ *"ગુજરાતી સમૃદ્ધ સંસ્કૃતિ માણવાની ઈચ્છા પૂરી થઈ": તરણેતરના મેળામાં પધારેલા ફ્રેંચ નાગરિક માર્ટિને વ્યક્ત કર્યો હર્ષ* ૦૦૦૦૦૦ *ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે લોક કળા, ગાયન-વાદન અને ભાતીગળ પહેરવેશથી મુલાકાતીઓ મંત્રમુગ્ધ થયા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્થિત ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે યોજાતા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળામાં પ્રવાસીઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતની અદ્ભુત લોકસંસ્કૃતિ, પરંપરાગત સંગીત અને રંગબેરંગી પહેરવેશને નજીકથી નિહાળવા માટે ફ્રાન્સના વતની અને હાલ રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાયી થયેલા ફ્રેંચ નાગરિક માર્ટિન ખાસ તરણેતરના મેળાની રોનક જોવા પહોંચ્યા હતા. ગુજરાતી સંસ્કૃતિને સાચા અર્થમાં અનુભવવાની પોતાની આતુરતા અને આનંદ વ્યક્ત કરતા માર્ટિને જણાવ્યું હતું કે, તરણેતરના ભાતીગળ મેળામાં આવવું અને સ્થાનિક સંસ્કૃતિને જીવંત માણવી એ લાંબા સમયથી તેમની 'બકેટ લિસ્ટ'નો એક મુખ્ય સ્વપ્ન-હિસ્સો હતો. અહીં આવીને ગ્રામીણ જીવનશૈલી અને પરંપરાગત વાતાવરણ વચ્ચે તેમણે અત્યંત હર્ષ અને આત્મસંતોષની લાગણી અનુભવી હતી. મેળામાં જોવા મળતી અનોખી લોકકળાઓ અને ગ્રામીણ રમતગમતના મુક્તકંઠે વખાણ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, અહીંના લોકોનો ઉત્સાહ અને પરંપરાગત કોસ્ચ્યુમ ખરેખર અદ્ભુત છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરનો મેળો તેના પરંપરાગત નૃત્ય,ગાયન-વાદન, રંગબેરંગી ભાતીગળ પહેરવેશ અને ગ્રામીણ રમતગમત માટે વિશ્વભરમાં વિખ્યાત છે. માર્ટિન જેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની ઉપસ્થિતિએ તરણેતરના મેળાની ગરિમા, રોનક અને ગુજરાત પ્રવાસન ક્ષેત્રની વૈશ્વિક ઓળખમાં અનેરો વધારો કર્યો છે.

- સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા ચડાવાઈ1
- વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.1
- સાંતલપુર ખીમેશ્વર ગૌશાળા ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન યોજાયું ગૌ રક્ષા માટે ત્રણ મુખ્ય માંગણીઓ બુલંદ — સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા ગૌભક્તોની માંગ સાંતલપુર, પાટણ: સાંતલપુર સ્થિત શ્રી ખીમેશ્વર ગૌશાળા ખાતે આજે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત ગૌ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌભક્તો, સંતો-મહંતો, ગૌ સેવકો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહી ગૌમાતાની રક્ષા અને સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં ગૌમાતાની રક્ષા, ગૌસેવા અને ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ગૌભક્તોની ત્રણ મુખ્ય માંગણીઓ 1. સમગ્ર ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે દેશના તમામ રાજ્યોમાં ગૌહત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવે તેમજ ગૌમાતાના રક્ષણ માટે અસરકારક કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે. 2. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’નું સન્માન આપવામાં આવે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને કૃષિ આધારિત જીવનવ્યવસ્થામાં ગૌમાતાનું વિશેષ સ્થાન હોવાનું જણાવી ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અથવા ‘રાષ્ટ્ર આરાધ્યા’ તરીકે સન્માન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. 3. કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરી કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે ગૌમાતાની સેવા, રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારના સ્તરે અલગ કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં એકસમાન કેન્દ્રીય કાયદો લાગુ કરવામાં આવે તેવી માંગ ગૌભક્તોએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ સેવકો અને ગૌભક્તોએ ગૌમાતાની સેવા અને રક્ષણ માટે જનજાગૃતિ વધારવા તેમજ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “ગૌહત્યા બંધ થાય, ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન મળે અને ગૌસેવા માટે કેન્દ્રીય વ્યવસ્થા ઊભી થાય” તેવી ત્રણ મુખ્ય માંગણીઓ સાથે સાંતલપુરથી ગૌ સન્માન આહ્વાનનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર — બલદેવ મકવાણા4
- *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર, શહેર તથા તાલુકામાં ઠંડક. *ધંધુકામાં ગત રાતથી વિરામ બાદ મેંઘમેહર.* ધંધુકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રોજ ધોધમાર વરસાદ આખો દિવસ વરસ્યા બાદ આજે પણ મેંઘમેહર ચાલુ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના1
- સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું: બસ સ્ટેન્ડ બહારના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.1
- કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું #કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers1
- સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, આશરે 50થી વધુ દબાણો દૂર કરાયા સમીમાં બસ સ્ટેન્ડ બહાર તંત્રનું બુલડોઝર ફર્યું, 50થી વધુ દબાણો દૂર કરાયા નોટિસ બાદ પણ દબાણો યથાવત રહેતાં પંચાયતની કડક કાર્યવાહી, ચા-હોટલથી પાનના ગલ્લા અને શેડ સુધીનો સફાયો સમી શહેરમાં જાહેર માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમી બસ સ્ટેન્ડની બહાર લાંબા સમયથી ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે પંચાયતની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બસ સ્ટેન્ડની દિવાલ પાસે તેમજ સામેના ભાગમાં આવેલા 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સમી બસ સ્ટેન્ડની આસપાસ ચાની હોટલો, પાન પાર્લર, પકોડી-નાસ્તાની લારીઓ ઉપરાંત લાકડા અને ટીનના શેડ બનાવીને અનેક ગલ્લાઓ ઊભા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ અને બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના દબાણોના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને બસોની અવરજવર દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાના તેમજ રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક તંત્ર સમક્ષ દબાણો દૂર કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા અગાઉ દબાણકારો અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્થળોએ દબાણો યથાવત રહેતા આખરે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી પંચાયત અને તંત્રની ટીમે જેસીબી તથા બુલડોઝરની મદદથી જાહેર માર્ગને અડચણરૂપ બનેલા દબાણો દૂર કર્યા હતા. ચાની હોટલો, પાનના ગલ્લા, પકોડીની લારીઓ તેમજ લાકડા અને ટીનના શેડ સહિતના દબાણો હટાવવામાં આવતા બસ સ્ટેન્ડ આસપાસનો રસ્તો ખુલ્લો થયો હતો. તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી દબાણ કરીને બેઠેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તંત્રના જણાવ્યા મુજબ બસ સ્ટેન્ડની દિવાલ પાસે તથા સામેના ભાગમાં કુલ 50થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાહેર માર્ગો અને મુસાફરોની અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારો તથા અન્ય જાહેર સ્થળો પર ફરીથી દબાણ ઊભું કરવામાં આવશે તો આગામી દિવસોમાં પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે બસ સ્ટેન્ડની આસપાસ ફરીથી દબાણો ઊભા ન થાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ અને કાયમી વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- લીંબડી કોર્ટ નજીક રીક્ષા પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો1