Shuru
Apke Nagar Ki App…
રાષ્ટ્રરક્ષક બહેનો સાથે સુરક્ષાના પર્વની સુંદર ઉજવણી... આજે આપણા બનાસકાંઠાના દાંતીવાડા ખાતે ૨૧ બટાલિયન, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની મહિલા બટાલિયન દ્વારા આયોજિત 'રક્ષાબંધન મહોત્સવ - ૨૦૨૬' માં સંગઠનના હોદ્દેદારો સાથે સહભાગી થઈને આ પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી. સરહદ પર અડીખમ રહીને માતૃભૂમિની રક્ષા કરતી BSF ની આ શૂરવીર બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવાનો અવસર અત્યંત ગૌરવપૂર્ણ રહ્યો. પરિવારથી દૂર રહીને દેશસેવા કરતી આ વીરાંગનાઓ સાથે સ્નેહ અને આત્મીયતાના પ્રતીક સમો આ તહેવાર ઉજવીને મન અત્યંત ભાવવિભોર બની ગયું. પોતાના અદમ્ય સાહસ અને શૌર્યથી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરતી તમામ BSF બહેનો (માતૃશક્તિ) ને મારા કોટિ કોટિ વંદન. આપ સૌને રક્ષાબંધનના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ.
Jagdish soni

More news from ગુજરાત and nearby areas
- બનાસ ડેરી દ્વારા સર્વોચ્ચ ભાવવધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ, પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવવધારાની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવવધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે. રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી.1
- બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા1
- રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.4
- ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો1
- મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ1
- Post by Ramesh Chaudhary1