મહંત શ્રી ડાયાભા હરદાસભા ગઢવી ના પવિત્ર માર્ગદર્શન હેઠળ ચોટીલા તાલુકાના આંકડિયા મુકામે, પંચાલ ધરતી પર ભવ્ય નવચંડી યજ્ઞ અને ધજારોહણનો પાવન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે ભગવતી નાગબાઈ મા ના ઢોલિયાની પધરામણી તેમજ રવેચી માં ની ફળાની પધરામણીનો શુભ અવસર પણ ઉજવાશે. આ પવિત્ર સ્થળ આઈ શ્રી નાગબાઈ માં ના વડ નજીક, ગુંદા ગામની બાજુમાં આવેલું છે, જે ચોટીલા તાલુકો, જિલ્લા સુરેન્દ્રનગરમાં આવેલ છે. આ પવિત્ર યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમ તારીખ 20/04/2026ના રોજ યોજાશે, જેમાં દિવસે તેમજ રાત્રે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી તમામ ભક્તજનો પ્રસાદનો લાભ લઈ શકે. નવચંડી યજ્ઞના આ પવિત્ર પ્રસંગે ભક્તિમય વાતાવરણ વચ્ચે રાત્રે 9:30 કલાકે ભવ્ય લોકડાયરો પણ યોજાશે, જેમાં જાણીતા કલાકારો જેમ કે રાજભા ગઢવી, અમરભા ગઢવી, રામસિંહ ચારણ અને ભીમભાઈ ગઢવી પોતાની કલાત્મક રજૂઆતથી સૌને મંત્રમુગ્ધ કરશે. આ પવિત્ર અને આધ્યાત્મિક પ્રસંગે તમામ ધર્મપ્રેમી ભક્તોને નાગલ નેશ ભોયરા ગાળો તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહેશે, જ્યાં દરેક ભક્તને મા ભગવતીના આશીર્વાદ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે.
મહંત શ્રી ડાયાભા હરદાસભા ગઢવી ના પવિત્ર માર્ગદર્શન હેઠળ ચોટીલા તાલુકાના આંકડિયા મુકામે, પંચાલ ધરતી પર ભવ્ય નવચંડી યજ્ઞ અને ધજારોહણનો પાવન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે ભગવતી નાગબાઈ મા ના ઢોલિયાની પધરામણી તેમજ રવેચી માં ની ફળાની પધરામણીનો શુભ અવસર પણ ઉજવાશે. આ પવિત્ર સ્થળ આઈ શ્રી નાગબાઈ માં ના વડ નજીક, ગુંદા ગામની બાજુમાં આવેલું છે, જે ચોટીલા તાલુકો, જિલ્લા સુરેન્દ્રનગરમાં આવેલ છે. આ પવિત્ર યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમ તારીખ 20/04/2026ના રોજ યોજાશે, જેમાં દિવસે તેમજ રાત્રે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી તમામ ભક્તજનો પ્રસાદનો લાભ લઈ શકે. નવચંડી યજ્ઞના આ પવિત્ર પ્રસંગે ભક્તિમય વાતાવરણ વચ્ચે રાત્રે 9:30 કલાકે ભવ્ય લોકડાયરો પણ યોજાશે, જેમાં જાણીતા કલાકારો જેમ કે રાજભા ગઢવી, અમરભા ગઢવી, રામસિંહ ચારણ અને ભીમભાઈ ગઢવી પોતાની કલાત્મક રજૂઆતથી સૌને મંત્રમુગ્ધ કરશે. આ પવિત્ર અને આધ્યાત્મિક પ્રસંગે તમામ ધર્મપ્રેમી ભક્તોને નાગલ નેશ ભોયરા ગાળો તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહેશે, જ્યાં દરેક ભક્તને મા ભગવતીના આશીર્વાદ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે.
- 64 ધાંગધ્રા હળવદ મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના મતનો અધિકાર એટલે મતદાન કર્યું હતું પોતાના મતવિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી1
- *ધંધુકા-ધોલેરા પંચાયતની ચૂંટણી મતદાન* બે તાલુકા પંચાયતની શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 મી એ પરિણામ. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. જેમાં બે તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. સવારથી શરૂ થતા મતદાન પ્રક્રિયામાં સરેરાસ મતદાન યોજાયું. જેની મત ગણતરી 28 એપ્રિલે યોજશે. પોલીસ દ્વારા વૃદ્ધ અને જરૂરિયાતમંદને મતદારોને મતદાન મથક સુધી પહોચાડી માનવીય લોકશાહીનૉ ઉત્સવ અભિગમ દાખવવામાં આવ્યો હતો.1
- લગ્નનો દિવસ જીવનનો સૌથી ખાસ અને યાદગાર દિવસ હોય છે. પરંતુ બોટાદ જિલ્લામાં દુલ્હન શ્રી ભૂમિકાબેન પંચાળાએ પોતાના આ ખાસ દિવસે એક અનોખું ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે તેમણે વ્યક્તિગત ખુશી કરતા લોકશાહીના કર્તવ્યને પ્રાથમિકતા આપી છે લગ્ન માટે જાન તેમના આંગણે પધારી ચૂકી છે, ઘર પરિવાર અને સગા-સંબંધીઓ ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે ભૂમિકાબેને સૌપ્રથમ મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશ માટેની પોતાની ફરજ નિભાવી. “પહેલા મતદાન પછી લગ્ન”ના સંકલ્પ સાથે તેમણે લોકશાહીના પર્વને સાચા અર્થમાં ઉજવ્યો ભૂમિકાબેન જણાવે છે કે, મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ આ ફરજને પ્રાથમિકતા આપવી એ જ સાચી લોકશાહી પ્રત્યેની જવાબદારી છે તેમનું આ પ્રેરણાદાયી પગલું માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ સમાજ માટે સંદેશ છે કે કોઈપણ પરિસ્થિતિમાં મતદાન કરવાનું ટાળવું નહીં. ખાસ કરીને યુવાનો અને પ્રથમવાર મતદાન કરનારાઓ માટે આ ઘટના પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Ramesh thakor Halvad Morbi1
- માંડલ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 તારીખે આવશે પરિણામ ન્યુઝ લખાણ: માંડલ તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને યુવાનો, મહિલાઓ, વૃદ્ધો તેમજ અપંગ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જળવાયો રહ્યો. ખાસ કરીને માંડલ તાલુકાના જાલીસણા ગામે લોકશાહી પ્રત્યેનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં એક વરરાજા જાન લઈને સીધા મતદાન મથકે પહોંચ્યા હતા અને જાન પ્રસ્થાન પહેલા વરરાજા સાથે વરઘોડિયાઓએ પણ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. આ દ્રશ્યે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનો સકારાત્મક સંદેશ આપ્યો હતો. હવે તમામની નજર 28 તારીખે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે, જ્યાં મતપેટીમાં કેદ થયેલ જનમતનો નિર્ણય બહાર આવશે. રિપોર્ટર જગદીશ રાવળ3
- સાણંદ તાલુકાના બકરાણા ગામે રામાપીરનો પાઠ યોજાયો મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુએ આપી હાજરી સાણંદ તાલુકાના બકરાણા ગામે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વ. લાલાભાઈ ફુલાભાઈ ચૌહાણની તિથિ નિમિત્તે ભગવાન રામાપીરનો પાઠ અને વિશેષ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોના આશીર્વચન આ પ્રસંગે મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા સદાશિવ બાપુ અમરાપુરિધામ માટકોલ up કાર્યક્રમ દરમિયાન બાપુએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધર્મનો માર્ગ દીપાવવા પ્રેરણા આપી હતી. સંતોની પાવન ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તિમય આયોજન ચૌહાણ મહેશભાઈ લાલાભાઈ અને સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના ભાવિભક્તો એ સાંજે પાઠ તેમજ ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો બકરાણા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. ચૌહાણ પરિવારે પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની બેઠકો માટે મતદારો કરશે મતદાન મતદાન પર્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સાથે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ લોકશાહીના મહાપર્વમાં મતદાન કરતા બોટાદના પ્રાંત અધિકારીઆરતીબેન ગોસ્વામી બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે રવિવારના રોજ જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ થયો છે. બોટાદ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ માટે મતદારોએ સવારથી જ મતદાન મથકો પર ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ કર્યો છે. જેમાં બોટાદના પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામીએ મતદાન કરવાની ફરજ અદા કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ .જીન્સી રોયની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી રહી છે. મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકશાહીના આ મહાપર્વમાં બોટાદ જિલ્લાના તમામ મતદારો નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા સાંજના ૦૬:૦૦ કલાક સુધી ચાલશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- આલણસાગર તળાવમાં નહાવા પડેલા 4 બાળકના ડૂબી જતાં મોત માતા-પિતાને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, ચાર કુળદીપકનાં મોતથી વીછિયા રોડ વિસ્તારમાં માતમ જસદણથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામનું આલણસાગર તળાવ આજે ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. રવિવારની રજા હોવાથી બેન જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર કિશોરો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડ્યા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી હતી. આ કરુણ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 14 વર્ષીય રામુ ભાયાભાઈ રાઠોડ, 10 વર્ષીય કાળુ ભરતભાઈ રાઠોડ, 15 વર્ષીય રાજવીર સામતભાઈ રાઠોડ અને 15 વર્ષીય કિશન મનસુખભાઈ રાઠોડના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. એકસાથે ચાર આશાસ્પદ બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ્યારે આ માસૂમોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે વાલીઓના હૈયાફાટ રુદનથી હોસ્પિટલની દીવાલો પણ ધ્રૂજી ઉઠી હતી. જે બાળકો સવારે હસતા-રમતા ઘરેથી નીકળ્યા હતા. તેમના મૃતદેહ જોઈને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ક્યારેય ન ભુલાય તેવો શોકનો માહોલ સર્જી દીધો હતો.4
- હડાળામા કન્યાદાન પૂર્વ મતદાન નવવધૂ નિધિબેન ભાલોડિયાએ માંડવે થી મતદાન મથકે પહોંચી લોકશાહી પર્વની ફરજ નિભાવી1