સાણંદ તાલુકાના બકરાણા ગામે રામાપીરનો પાઠ યોજાયો મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુએ આપી હાજરી સાણંદ તાલુકાના બકરાણા ગામે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વ. લાલાભાઈ ફુલાભાઈ ચૌહાણની તિથિ નિમિત્તે ભગવાન રામાપીરનો પાઠ અને વિશેષ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોના આશીર્વચન આ પ્રસંગે મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા સદાશિવ બાપુ અમરાપુરિધામ માટકોલ up કાર્યક્રમ દરમિયાન બાપુએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધર્મનો માર્ગ દીપાવવા પ્રેરણા આપી હતી. સંતોની પાવન ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તિમય આયોજન ચૌહાણ મહેશભાઈ લાલાભાઈ અને સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના ભાવિભક્તો એ સાંજે પાઠ તેમજ ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો બકરાણા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. ચૌહાણ પરિવારે પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
સાણંદ તાલુકાના બકરાણા ગામે રામાપીરનો પાઠ યોજાયો મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુએ આપી હાજરી સાણંદ તાલુકાના બકરાણા ગામે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વ. લાલાભાઈ ફુલાભાઈ ચૌહાણની તિથિ નિમિત્તે ભગવાન રામાપીરનો
પાઠ અને વિશેષ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોના આશીર્વચન આ પ્રસંગે મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા સદાશિવ બાપુ અમરાપુરિધામ માટકોલ up કાર્યક્રમ દરમિયાન બાપુએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધર્મનો માર્ગ
દીપાવવા પ્રેરણા આપી હતી. સંતોની પાવન ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તિમય આયોજન ચૌહાણ મહેશભાઈ લાલાભાઈ અને સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના ભાવિભક્તો એ સાંજે પાઠ તેમજ
ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો બકરાણા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. ચૌહાણ પરિવારે પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
- માંડલ તાલુકાના જાલીસણા ગામે વરરાજા જાન લઈને મતદાન મથકે પહોંચ્યા જાન પ્રસ્થાન થયા પહેલા વરરાજા સાથે વરઘોડિયાઓએ કરી લોકશાહી પર્વની ઉજવણી1
- મુંબઈના ૨.૬૬ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો મહારાષ્ટ્રના મુંબઈ ખાતે નોંધાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨,૬૬,૧૭,૨૮૦/- રૂપિયાના એમ.ડી. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલ આ આરોપી ઉનાવાની એક હોટલમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આશરે ૨.૬૪ કરોડની કિંમતનો સફેદ પાવડર (એમ.ડી. ડ્રગ્સ) સહિત કુલ ૨.૬૬ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ફરજમાં રહેલા ઉનાવા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી ઉનાવાની 'ડીસેન્ટ હોટલ' માં રોકાયેલ છે. જેવી ચોક્કસ હકીકત મળતા જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના માર્ગદર્શન હેઠળ ટીમે હોટલ પર દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. આરોપીની ઓળખ નામ: મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) હાલનું સરનામું: ઓમકાર બિલ્ડિંગ, શાંતિ ગાર્ડન પાસે, મીરા રોડ, મુંબઈ મૂળ રહેવાસી:** કેશવરાવ કદમ માર્ગ, મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્ર આગળની કાર્યવાહી ઉનાવા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫ ( ૧ ) ( જે ) મુજબ કાર્યવાહી કરી છે. આ ધરપકડ અંગે મહારાષ્ટ્રની નયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ઉનાવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. પઢારીયા, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઇ સોમાભાઇ, કોન્સ્ટેબલ રમેશભાઇ, ધવલકુમાર અને ડ્રાઈવર વિજયકુમાર સહિતના સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા1
- ધંધુકાના હડાળા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફેદરા ના વખતપરથી ગઈ કાલે EVM ગુમ થવાની ઘટના. સરકારી અધિકારી જ પોતાની પ્રાવેટ કારમાં EVM લઇ ગયાની માહિતી. ધંધુકા ના વખતપર પર થી evm ગુમ થતા ચકચાર.1
- Post by Alkesh bhai damor1
- Post by Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)1
- *મહેસાણા સ્થાનિક ચૂંટણી: સાંજે 6 વાગ્યા સુધી તાલુકા પંચાયતમાં 65.33% અને નગરપાલિકામાં 67.40% મતદાન, કડી તાલુકા પંચાયત 74.91% સાથે અવ્વલ* *મહેસાણા*: તા.26-04-2026ના રોજ મહેસાણા જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીના અંતિમ Tentative આંકડા મુજબ જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં કુલ 65.33% અને 6 નગરપાલિકાઓમાં 67.40% મતદાન નોંધાયું છે. *તાલુકા પંચાયત અપડેટ*: કુલ 11,30,277 મતદારોમાંથી 7,38,456 મતદારોએ મતાધિકાર વાપર્યો. કડી તાલુકા પંચાયતમાં સૌથી વધુ 74.91% મતદાન નોંધાયું. સતલાસણા 70.13%, જોટાણા 70.75%, બેચરાજી 66.76%, ઉના 62.14%, મહેસાણા 61.38%, વિસનગર 62.33%, વિજાપુર 61.78%, વડનગર 58.64% અને પિરાનુ 65.11% મતદાન થયું. પુરુષ મતદારોની ટકાવારી 67.76% જ્યારે મહિલા મતદારોની 62.68% રહી. *નગરપાલિકા અપડેટ*: કુલ 1,27,455 મતદારોમાંથી 85,903 મતદારોએ મતદાન કર્યું. બેચર-ખેરાલુ નગરપાલિકામાં સૌથી વધુ 81.03% મતદાન નોંધાયું. વડનગર નગરપાલિકા 74.25%, ઉના નગરપાલિકા 73.51%, વિજાપુર નગરપાલિકા 70.14%, કડી નગરપાલિકા 65.79% અને વિસનગર નગરપાલિકામાં 60.97% મતદાન થયું. પુરુષ મતદારો 69.52% અને મહિલા મતદારો 65.16% રહ્યા. દરમિયાન મહેસાણાના યુવા મતદાર યાના સેવંતીભાઈ પટેલે પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દરેક મતદારને મતદાન કરવા અપીલ કરી હતી. દેલા ગામે મહાનગરપાલિકામાં સમાવેશના વિરોધમાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. હવે મતગણતરીની તારીખે પરિણામ જાહેર થશે.1
- firefox charger 29t 15 day old4
- માંડલ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 તારીખે આવશે પરિણામ ન્યુઝ લખાણ: માંડલ તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને યુવાનો, મહિલાઓ, વૃદ્ધો તેમજ અપંગ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જળવાયો રહ્યો. ખાસ કરીને માંડલ તાલુકાના જાલીસણા ગામે લોકશાહી પ્રત્યેનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં એક વરરાજા જાન લઈને સીધા મતદાન મથકે પહોંચ્યા હતા અને જાન પ્રસ્થાન પહેલા વરરાજા સાથે વરઘોડિયાઓએ પણ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. આ દ્રશ્યે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનો સકારાત્મક સંદેશ આપ્યો હતો. હવે તમામની નજર 28 તારીખે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે, જ્યાં મતપેટીમાં કેદ થયેલ જનમતનો નિર્ણય બહાર આવશે. રિપોર્ટર જગદીશ રાવળ3
- Post by Alkesh bhai damor1