મુંબઈના ૨.૬૬ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપ્યો મુંબઈના ૨.૬૬ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો મહારાષ્ટ્રના મુંબઈ ખાતે નોંધાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨,૬૬,૧૭,૨૮૦/- રૂપિયાના એમ.ડી. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલ આ આરોપી ઉનાવાની એક હોટલમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આશરે ૨.૬૪ કરોડની કિંમતનો સફેદ પાવડર (એમ.ડી. ડ્રગ્સ) સહિત કુલ ૨.૬૬ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ફરજમાં રહેલા ઉનાવા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી ઉનાવાની 'ડીસેન્ટ હોટલ' માં રોકાયેલ છે. જેવી ચોક્કસ હકીકત મળતા જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના માર્ગદર્શન હેઠળ ટીમે હોટલ પર દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. આરોપીની ઓળખ નામ: મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) હાલનું સરનામું: ઓમકાર બિલ્ડિંગ, શાંતિ ગાર્ડન પાસે, મીરા રોડ, મુંબઈ મૂળ રહેવાસી:** કેશવરાવ કદમ માર્ગ, મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્ર આગળની કાર્યવાહી ઉનાવા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫ ( ૧ ) ( જે ) મુજબ કાર્યવાહી કરી છે. આ ધરપકડ અંગે મહારાષ્ટ્રની નયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ઉનાવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. પઢારીયા, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઇ સોમાભાઇ, કોન્સ્ટેબલ રમેશભાઇ, ધવલકુમાર અને ડ્રાઈવર વિજયકુમાર સહિતના સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા

- મુંબઈના ૨.૬૬ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો મહારાષ્ટ્રના મુંબઈ ખાતે નોંધાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨,૬૬,૧૭,૨૮૦/- રૂપિયાના એમ.ડી. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલ આ આરોપી ઉનાવાની એક હોટલમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આશરે ૨.૬૪ કરોડની કિંમતનો સફેદ પાવડર (એમ.ડી. ડ્રગ્સ) સહિત કુલ ૨.૬૬ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ફરજમાં રહેલા ઉનાવા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી ઉનાવાની 'ડીસેન્ટ હોટલ' માં રોકાયેલ છે. જેવી ચોક્કસ હકીકત મળતા જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના માર્ગદર્શન હેઠળ ટીમે હોટલ પર દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. આરોપીની ઓળખ નામ: મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) હાલનું સરનામું: ઓમકાર બિલ્ડિંગ, શાંતિ ગાર્ડન પાસે, મીરા રોડ, મુંબઈ મૂળ રહેવાસી:** કેશવરાવ કદમ માર્ગ, મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્ર આગળની કાર્યવાહી ઉનાવા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫ ( ૧ ) ( જે ) મુજબ કાર્યવાહી કરી છે. આ ધરપકડ અંગે મહારાષ્ટ્રની નયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ઉનાવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. પઢારીયા, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઇ સોમાભાઇ, કોન્સ્ટેબલ રમેશભાઇ, ધવલકુમાર અને ડ્રાઈવર વિજયકુમાર સહિતના સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા1
- કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું.કડી તાલુકા પંચાયત અને કડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગઈ. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ કડી તાલુકાનું મતદાન નોંધાયું હતું.જો કે કાળઝાળ ગરમી વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સવારથી જ મતદાન મથક ઉપર લાંબી લાઈનો લાગી હતી.કડી તાલુકા પંચાયતની 29 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કુલ 237 બુથ ઉપર મતદાન થયું હતું. જ્યારે કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5 માં ફુલ 14 મતદાન બુથ ઉપર મતદાન થયું હતું.અહીં પણ સવારના સમયે મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ બપોરે ગરમીના કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. મતદાન પુરું થતાં 65 ટકા મતદાન નોંધાયુ હતું.કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું મતદાન પૂર્ણ થતા EVM મશીનો અને બુથ કર્મચારીઓને રૂટ મુજબ એસ.ટી બસ મારફતે કડી કરણનગર રોડ પર આવેલ સેવાસદન મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.1
- *વિજાપુરમાં લોકશાહીનું પર્વ: 6 જિલ્લા, 23 તાલુકા બેઠકો અને 7 વોર્ડમાં મતદાન સંપન્ન* *વિજાપુર*: તા.26-04-2026ના રોજ વિજાપુરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 6 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને નગરપાલિકાના 7 વોર્ડમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ચૂંટણી તંત્રના સાંજે 6 વાગ્યાના Tentative આંકડા મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાનનો અલગ અલગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વિજાપુર નગરપાલિકાના 7 વોર્ડની ચૂંટણીમાં કુલ 70.14 ટકા મતદાન નોંધાયું હતું. નગરપાલિકાના 25,988 મતદારોમાંથી 18,229 મતદારોએ મતાધિકાર વાપર્યો હતો. વોર્ડ નંબર-5 એ 80.10 ટકા મતદાન સાથે સમગ્ર શહેરમાં અવ્વલ રહ્યો હતો જ્યાં 4,030 મતદારોમાંથી 3,228 મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા. આ વોર્ડમાં પુરુષ મતદાન 82.10 ટકા અને સ્ત્રી મતદાન 77.95 ટકા નોંધાયું હતું. વોર્ડ નંબર-3 માં 76.46 ટકા, વોર્ડ-4 માં 75.33 ટકા, વોર્ડ-7 માં 68.43 ટકા, વોર્ડ-2 માં 67.62 ટકા, વોર્ડ-6 માં 60.99 ટકા જ્યારે વોર્ડ-1 માં સૌથી ઓછું 56.72 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તારમાં પુરુષ મતદારો 72.45 ટકા સાથે મહિલા મતદારોના 67.71 ટકા કરતાં આગળ રહ્યા હતા. વિજાપુર તાલુકા પંચાયતની 23 બેઠકોની ચૂંટણીમાં એકંદરે 61.78 ટકા મતદાન થયું હતું. તાલુકાના કુલ 1,57,438 મતદારોમાંથી 97,264 મતદારોએ મત આપ્યા હતા. જેમાં પુરુષ મતદારોની ટકાવારી 63.81 ટકા અને મહિલા મતદારોની ટકાવારી 59.55 ટકા રહી હતી. તાલુકાની 23 બેઠકો હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારના ગામોમાં મતદાનનો ઉત્સાહ શહેરી વિસ્તાર કરતાં સરેરાશ 8 ટકા ઓછો જોવા મળ્યો હતો. હાલ તંત્ર દ્વારા તાલુકા પંચાયતની દરેક 23 બેઠકોના બુથવાર અને ગામવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. મહેસાણા જિલ્લા પંચાયત હેઠળ આવતી વિજાપુર તાલુકાની 6 બેઠકો પૈકી વિજાપુર બેઠક પર 61.59 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠકના 30,826 મતદારોમાંથી 18,985 મતદારોએ મત આપ્યા હતા જેમાં પુરુષ મતદાન 64.09 ટકા અને સ્ત્રી મતદાન 59.05 ટકા રહ્યું હતું. વિજાપુર શહેર જિલ્લા પંચાયત બેઠક પર 57.55 ટકા મતદાન થયું હતું જ્યાં 30,846 મતદારોમાંથી 17,752 મતદારોએ મતાધિકાર વાપર્યો હતો. આ બેઠક પર પુરુષ મતદાન 60.04 ટકા અને સ્ત્રી મતદાન 55.05 ટકા નોંધાયું હતું. જિલ્લા પંચાયતની બાકીની 4 બેઠકોના આંકડા પણ જિલ્લાના કુલ 64.32 ટકા મતદાનમાં સામેલ છે પરંતુ બેઠકવાર નામ અને ગામવાર વિગતો હજુ સુધી તંત્ર દ્વારા જાહેર થઈ નથી. સમગ્ર વિજાપુરમાં દિવસભર કોઈ અનિચ્છનીય બનાવ ન બનતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો હેઠળ આવતા તમામ ગામોના બુથવાર આંકડા ફાઈનલ પરિણામ બાદ પ્રાંત કચેરી દ્વારા જાહેર કરવામાં આવશે. હાલ તમામ EVM અને મતપેટીઓ સીલ કરી સ્ટ્રોંગરૂમમાં ખસેડાઈ છે અને મતગણતરીની તારીખે 6 જિલ્લા બેઠક, 23 તાલુકા બેઠક અને 7 વોર્ડના પરિણામો એકસાથે જાહેર થશે.1
- અમદાવાદ બસટેજ1
- પાટણ: પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટેની મતદાન પ્રક્રિયા આજે અત્યંત શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં સંપન્ન થઈ છે. વહેલી સવારથી જ પ્રારંભ થયેલા આ મતદાનમાં નાગરિકોએ કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના લોકશાહીના પર્વમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી હતી અને વહીવટીતંત્રના સુચારૂ આયોજનને પરિણામે પ્રક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ થઈ છે. આંકડાકીય વિગતો અનુસાર, પાટણ જિલ્લા પંચાયતની ૩૨ અને વિવિધ તાલુકા પંચાયતોની ૧૬૫ બેઠકો માટે ૧૦૯૯ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સાંજે ૬:૦૦ વાગ્યા સુધીના અંદાજિત આંકડા મુજબ, જિલ્લા પંચાયત માટે આશરે ૬૩.૦૦% મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતોમાં સરેરાશ ૬૩.૨૬% મતદાન થયું છે, જેમાં પાટણ તાલુકામાં ૬૪.૦૪%, હારીજમાં ૬૬.૪૩% અને શંખેશ્વરમાં ૬૫.૧૫% સાથે નોંધપાત્ર જનજાગૃતિ જોવા મળી છે. નગરપાલિકાઓની વાત કરીએ તો, જિલ્લાની ૩ નગરપાલિકાઓની ૮૧ બેઠકો માટે સરેરાશ ૬૩.૧૧% મતદાન નોંધાયું છે. જેમાં સિદ્ધપુર નગરપાલિકા ૬૭.૧૬% મતદાન સાથે મોખરે રહી છે, જ્યારે પાટણ નગરપાલિકામાં ૬૨.૧૭% અને રાધનપુર પેટા ચૂંટણીમાં ૪૬.૯૩% મતદાન થયું છે. ગ્રામ્ય અને શહેરી એમ બંને ક્ષેત્રોમાં મતદારોએ પોતાના મતાધિકારનો વિનિયોગ કરી લોકશાહી પ્રણાલીને વધુ સશક્ત બનાવી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે તમામ મતદાન મથકો પર સઘન સુરક્ષા અને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રએ મતદારોની આ ઉત્સાહપૂર્ણ સહભાગિતાને બિરદાવી છે અને લોકશાહીના આ મહાકુંભને સફળ બનાવવા બદલ સમગ્ર જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે આ આંકડાઓ પ્રાથમિક અને અંદાજિત છે, જે આખરી ચકાસણી બાદ પૂર્ણ જાહેર કરવામાં આવશે. પાટણ રિપોર્ટર વિજય વડલિયા4
- Post by ગ્રીન સીટી ન્યૂઝ1
- લગ્નના શૂટિંગ દરમિયાન સર્જાયો કાળજું કંપાવતો અકસ્માત, કારે કેમેરામેનને હવામાં ફંગોળ્યો! હરિયાણાના સિરસા જિલ્લામાં હાઈવે પર એક લગ્નનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પરફેક્ટ શોટ લેવાની લાયમાં ફોટોગ્રાફર રસ્તાની વચ્ચે આવી ગયો હતો, ત્યારે જ પૂરઝડપે આવતી એક કારે તેને અડફેટે લીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કેમેરામેન ફૂટબોલની જેમ હવામાં કેટલાય ફૂટ ઊંચે ફંગોળાયો અને રોડ પર દૂર જઈને પટકાયો હતો. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત ફોટોગ્રાફરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જોકે તેની હાલત કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. હાઈવે કે વ્યસ્ત રસ્તાઓ પર ફોટોગ્રાફી કે રીલ્સ બનાવતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું અત્યંત અનિવાર્ય છે. એક સેકન્ડની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.1
- Post by Pankaj Parmar1