Shuru
Apke Nagar Ki App…
હિન્દુસ્તાન કી એકતા દૈનિક ન્યૂઝ પેપર દર રોજ સવારે તાજા સમાચાર ખાસ અમારા વાચકો માટે
ઈકબાલ મેમણ
હિન્દુસ્તાન કી એકતા દૈનિક ન્યૂઝ પેપર દર રોજ સવારે તાજા સમાચાર ખાસ અમારા વાચકો માટે
More news from ગુજરાત and nearby areas
- ધાનેરામાં દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ અંધજન મંડળ અને રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી દિવ્યાંગજનો માટે નવી આશા ધાનેરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગજનો માટે સેવા અને આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થયો છે. ધાનેરા ખાતે દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર 'એસોસિએટ ફ્રેટનામાની મેટલ્સ અને ટ્યુબ્સ લિ.', શાહ રામચંદ સ્વરાજભાઈ હોસ્પિટલ તથા રત્નમણિ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રનું સંચાલન દિવ્યાંગજનોની સેવા માટે કાર્યરત અગ્રણી સંસ્થા અંધજન મંડળ, અમદાવાદ દ્વારા કરવામાં આવશે. જ્યારે સ્થાનિક સ્તરે સમગ્ર વ્યવસ્થા અને સંકલનની જવાબદારી શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ, શાહ સ્વરાજ હોસ્પિટલ દ્વારા નિભાવવામાં આવશે. કેન્દ્ર શરૂ થવાથી ધાનેરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દિવ્યાંગજનોને હવે નજીકના વિસ્તારમાં જ ફિઝિયોથેરાપી, તબીબી માર્ગદર્શન, સાધન-સહાય અને પુનર્વસન જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ બનશે. જેના કારણે જરૂરિયાતમંદ દિવ્યાંગજનો અને તેમના પરિવારજનોને મોટી રાહત મળશે. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના હેતુથી વિશેષ સાધન-સહાય વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. પત્રકાર સુલતાનભાઈ પઠાણ તેમજ ધાનેરાના દાતાશ્રીઓના સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ, ગણવેશ, લંચ બોક્સ, વોટર બોટલ અને સ્ટેશનરી કિટ સહિતની ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દાતાશ્રીઓ, ટ્રસ્ટીગણ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, તબીબો, પત્રકાર મિત્રો, કેન્દ્રના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દિવ્યાંગજનોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને તેમને સ્વાવલંબી બનાવવા તરફનું આ કેન્દ્ર એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. માનવતાની ભાવના સાથે શરૂ થયેલી આ પહેલથી ધાનેરા અને આસપાસના વિસ્તારના અનેક દિવ્યાંગ પરિવારોને આગામી સમયમાં સીધો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ : ઈકબાલભાઈ મેમણ, ધાનેરા4
- ખારાખોડા પાટિયા પાસે વેન્યૂમાંથી રૂ.10.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો... LCB વાવ-થરાદની કાર્યવાહી : 2304 બોટલ દારૂ સાથે વેન્યૂ કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.10,23,136 નો મુદ્દામાલ કબજે, ચાલક પોલીસને જોઈ ફરાર...1
- મોરીખા હત્યા કેસ મામલે તંત્ર ને ચેતવણી એડવોકેટ વકીલ નું ધારદાર નિવેદન. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.4
- વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો1
- મોરીખા હત્યા કેસમાં 84 દિવસ બાદ દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાશે: રી-પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ1
- રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1