logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નોબલ યુનિવર્સિટી, જૂનાગઢના રિસર્ચમાં ખુલાસો, ઓવરકોન્ફિડન્સના કારણે સૌરાષ્ટ્રના રોકાણકારોને શેરબજારમાં નુકસાન, BBII ઇન્ડેક્સ ભારત સરકારનો કોપીરાઇટ જૂનાગઢ નોબલ યુનિવર્સિટી, જૂનાગઢના સંશોધનમાં એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારો ખુલાસો થયો છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના રોકાણકારો ઓવરકોન્ફિડન્સ (અતિ આત્મવિશ્વાસ) ના કારણે શેર બજાર માં ખોટા નિર્ણય લે છે અને નુકસાન ભોગવે છે. તેમજ જાણીતા નામની કંપનીઓમાં આંધળું રોકાણ પણ નુકસાનનું મોટું કારણ છે. આ સંશોધન અંતર્ગત વિકસાવવામાં આવેલ “Behavioural Bias Impact Index (BBII)” રોકાણકારોના માનસિક ભ્રમોને માપવા માટેનું એક વૈજ્ઞાનિક અને પ્રયોગાત્મક માપદંડ છે. નોબલ યુનિવર્સિટી ના પ્રોફેસર અને ફેકલ્ટી ઓફ ડોક્ટોરલ સ્ટડીઝના ડીન ડૉ.રિદ્ધિ સાંઘવી અને તેમના Ph.D. રિસર્ચ સ્કોલર વિપુલ સુંદાવદરા દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસ જૂનાગઢ, રાજકોટ અને જામનગરના કુલ 1,061 રોકાણકારો પર આધારિત છે, જેમાં પાંચ પોઈન્ટ લાઇકર્ટ સ્કેલ અને ભારિત સ્કોરિંગ પદ્ધતિ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ રિસર્ચના મુખ્ય તારણોની વાત કરીએ તો, સૌ પ્રથમ રોકાણકારોનો ઓવરકોન્ફિડન્સ (અતિ આત્મવિશ્વાસ) સૌથી વધુ જોવા મળતો બાયસ છે. તેમજ ફેમિલિયારિટી બાયસ એટલે કે પરિચિત કંપનીના શેર તરફ રોકાણકારોનો ઝુકાવ પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ફેમિલિયારિટી બાયસ હેઠળ રોકાણકારો ઘણીવાર ફક્ત ઓળખીતી કે જાણીતી કંપનીઓમાં જ આંધળું રોકાણ કરે છે, ભલે તે યોગ્ય નિર્ણય ન હોય. આ બંને બાયસ રોકાણકારોના નિર્ણયોને સીધી અસર કરે છે. જેના કારણે લાંબા ગાળે નાણાકીય નુકસાન થવાની સંભાવના વધી જાય છે.આ સંશોધન અંતર્ગત વિકસિત કરેલ BBII ઇન્ડેક્સના કોપીરાઇટ મેળવવા માટે સંશોધકો દ્વારા અરજી કરવામાં આવેલ હતી તે માન્ય રાખીને ભારત સરકાર દ્વારા કોપીરાઇટ એક્ટ, 1957 હેઠળ કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. તે અનુસંધાને “Behavioural Bias Impact Index (BBII)” માટે અરજી નંબર LD-54191/2025-CO સાથે 23 માર્ચ 2026ના રોજ કોપીરાઇટ નોંધાયેલ છે. ડૉ.રિદ્ધિ સાંઘવીએ જણાવ્યું હતું કે: “રોકાણકારો મોટાભાગે ડેટા કરતાં પોતાની માનસિકતા પર આધારિત નિર્ણય લે છે. BBII ઇન્ડેક્સ દ્વારા આ બાયસને માપી શકાય છે, જેથી રોકાણકારો વધુ જાગૃત બનીને યોગ્ય અને સમજદારીભર્યા નિર્ણય લઈ શકે.” આ સંશોધન સ્પષ્ટ કરે છે કે શેરબજારમાં સફળતા માત્ર માહિતી પર નહીં પરંતુ યોગ્ય માનસિકતા પર પણ આધારિત છે. રોકાણકારોએ પોતાના બાયસને ઓળખીને જ સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ. ડૉ.રિદ્ધિ સંઘવી અને વિપુલ સુંદાવદરાની આ સિદ્ધિ બદલ નોબલ યુનિવર્સિટીનાં પ્રમુખ નિલેશભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી.ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા તેમજ સંસ્થાના કુલપતિ ડૉ.એચ.એન. ખેર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે તેમ સંસ્થાના રજિસ્ટ્રાર અને ડીન ડૉ.જય તલાટી એ એક યાદીમાં જણાવ્યું છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

1 hr ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter Keshod, Junagadh•
1 hr ago
8dd44018-0030-4f8b-ae39-3863f6755728

નોબલ યુનિવર્સિટી, જૂનાગઢના રિસર્ચમાં ખુલાસો, ઓવરકોન્ફિડન્સના કારણે સૌરાષ્ટ્રના રોકાણકારોને શેરબજારમાં નુકસાન, BBII ઇન્ડેક્સ ભારત સરકારનો કોપીરાઇટ જૂનાગઢ નોબલ યુનિવર્સિટી, જૂનાગઢના સંશોધનમાં એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારો ખુલાસો થયો છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના રોકાણકારો ઓવરકોન્ફિડન્સ (અતિ આત્મવિશ્વાસ) ના કારણે શેર બજાર માં ખોટા નિર્ણય લે છે અને નુકસાન ભોગવે છે. તેમજ જાણીતા નામની કંપનીઓમાં આંધળું રોકાણ પણ નુકસાનનું મોટું કારણ છે. આ સંશોધન અંતર્ગત વિકસાવવામાં આવેલ “Behavioural Bias Impact Index (BBII)” રોકાણકારોના માનસિક ભ્રમોને માપવા માટેનું એક વૈજ્ઞાનિક અને પ્રયોગાત્મક માપદંડ છે. નોબલ યુનિવર્સિટી ના પ્રોફેસર અને ફેકલ્ટી ઓફ ડોક્ટોરલ સ્ટડીઝના ડીન ડૉ.રિદ્ધિ સાંઘવી અને તેમના Ph.D. રિસર્ચ સ્કોલર વિપુલ સુંદાવદરા દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસ જૂનાગઢ, રાજકોટ અને જામનગરના કુલ 1,061 રોકાણકારો પર આધારિત છે, જેમાં પાંચ પોઈન્ટ લાઇકર્ટ સ્કેલ અને ભારિત સ્કોરિંગ પદ્ધતિ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ રિસર્ચના મુખ્ય તારણોની વાત કરીએ તો, સૌ પ્રથમ રોકાણકારોનો ઓવરકોન્ફિડન્સ (અતિ આત્મવિશ્વાસ) સૌથી વધુ જોવા મળતો બાયસ છે. તેમજ ફેમિલિયારિટી બાયસ એટલે કે પરિચિત કંપનીના શેર તરફ રોકાણકારોનો ઝુકાવ પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ફેમિલિયારિટી બાયસ હેઠળ રોકાણકારો ઘણીવાર ફક્ત ઓળખીતી કે જાણીતી કંપનીઓમાં જ આંધળું રોકાણ કરે છે, ભલે તે યોગ્ય નિર્ણય

fba51b7b-6863-49e9-9a29-d34ffbef1229

ન હોય. આ બંને બાયસ રોકાણકારોના નિર્ણયોને સીધી અસર કરે છે. જેના કારણે લાંબા ગાળે નાણાકીય નુકસાન થવાની સંભાવના વધી જાય છે.આ સંશોધન અંતર્ગત વિકસિત કરેલ BBII ઇન્ડેક્સના કોપીરાઇટ મેળવવા માટે સંશોધકો દ્વારા અરજી કરવામાં આવેલ હતી તે માન્ય રાખીને ભારત સરકાર દ્વારા કોપીરાઇટ એક્ટ, 1957 હેઠળ કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. તે અનુસંધાને “Behavioural Bias Impact Index (BBII)” માટે અરજી નંબર LD-54191/2025-CO સાથે 23 માર્ચ 2026ના રોજ કોપીરાઇટ નોંધાયેલ છે. ડૉ.રિદ્ધિ સાંઘવીએ જણાવ્યું હતું કે: “રોકાણકારો મોટાભાગે ડેટા કરતાં પોતાની માનસિકતા પર આધારિત નિર્ણય લે છે. BBII ઇન્ડેક્સ દ્વારા આ બાયસને માપી શકાય છે, જેથી રોકાણકારો વધુ જાગૃત બનીને યોગ્ય અને સમજદારીભર્યા નિર્ણય લઈ શકે.” આ સંશોધન સ્પષ્ટ કરે છે કે શેરબજારમાં સફળતા માત્ર માહિતી પર નહીં પરંતુ યોગ્ય માનસિકતા પર પણ આધારિત છે. રોકાણકારોએ પોતાના બાયસને ઓળખીને જ સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ. ડૉ.રિદ્ધિ સંઘવી અને વિપુલ સુંદાવદરાની આ સિદ્ધિ બદલ નોબલ યુનિવર્સિટીનાં પ્રમુખ નિલેશભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી.ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા તેમજ સંસ્થાના કુલપતિ ડૉ.એચ.એન. ખેર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે તેમ સંસ્થાના રજિસ્ટ્રાર અને ડીન ડૉ.જય તલાટી એ એક યાદીમાં જણાવ્યું છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

More news from ગુજરાત and nearby areas
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
    1
    જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    7 hrs ago
  • સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ
    1
    સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત
ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    11 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : 
વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : 
બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા
બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
  • Post by Bkp News
    1
    Post by Bkp News
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    15 hrs ago
  • Post by Siddharth news
    1
    Post by Siddharth news
    user_Siddharth news
    Siddharth news
    TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    5 hrs ago
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    15 hrs ago
  • સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે
    1
    સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.