logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ઉમિયા મંદિર હોલમાં શનિવારે રાત્રે મોડાસા કેમિસ્ટ મિત્ર મંડળની જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ દીપક પટેલ ખાસ હાજર રહ્યા હતા. મોડાસા શહેર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ દિનેશ સુથારનો કાર્યકાળ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરત પટેલ, ઉપપ્રમુખ તરીકે અજય પટેલ, મંત્રી તરીકે જીજ્ઞેશ જોશી તેમજ વિવિધ કમિટીઓમાં વિપુલ શાહ, નીતિન પટેલ અને પ્રિયાંક પટેલ અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત મોડાસા કેમિસ્ટ એસોસિએશનના રોશન પટેલની જિલ્લા ઉપપ્રમુખ તરીકે અને પુલિન મહેતાની ઇસી મેમ્બર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ જનરલ મીટિંગમાં ઝાયડસ હોસ્પિટલના નામાંકિત કેન્સર સર્જન ડૉ. નહુષ ટહિલિયાણી અને ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડૉ. શિવાંગ શર્મા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. નહુષ ટહિલિયાણીએ કેમિસ્ટ મિત્રોને કેન્સર જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે ડૉ. શિવાંગ શર્માએ દેશમાં વધી રહેલા ઇન્ફેક્શન ડિસીઝના વ્યાપ વિશે લોકોને અવગત કરી યોગ્ય માહિતી આપી હતી. સભાના અંતે પ્રમુખ દિનેશ સુથારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેલા તમામ કેમિસ્ટ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.

3 hrs ago
user_Hitendra patel
Hitendra patel
Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
3 hrs ago
e57057f1-a442-465d-a0e3-9e2879439433

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ઉમિયા મંદિર હોલમાં શનિવારે રાત્રે મોડાસા કેમિસ્ટ મિત્ર મંડળની જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ દીપક પટેલ ખાસ હાજર રહ્યા હતા. મોડાસા શહેર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ દિનેશ સુથારનો કાર્યકાળ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરત પટેલ, ઉપપ્રમુખ તરીકે અજય પટેલ, મંત્રી તરીકે જીજ્ઞેશ જોશી તેમજ વિવિધ કમિટીઓમાં વિપુલ શાહ, નીતિન પટેલ અને પ્રિયાંક પટેલ અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત મોડાસા કેમિસ્ટ એસોસિએશનના રોશન પટેલની જિલ્લા ઉપપ્રમુખ તરીકે અને પુલિન મહેતાની ઇસી મેમ્બર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ જનરલ મીટિંગમાં ઝાયડસ હોસ્પિટલના નામાંકિત કેન્સર સર્જન ડૉ. નહુષ ટહિલિયાણી અને ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડૉ. શિવાંગ શર્મા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. નહુષ ટહિલિયાણીએ કેમિસ્ટ મિત્રોને કેન્સર જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે ડૉ. શિવાંગ શર્માએ દેશમાં વધી રહેલા ઇન્ફેક્શન ડિસીઝના વ્યાપ વિશે લોકોને અવગત કરી યોગ્ય માહિતી આપી હતી. સભાના અંતે પ્રમુખ દિનેશ સુથારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેલા તમામ કેમિસ્ટ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુથાર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરનાર નોમાન સરફરાજભાઈ ગેણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
    1
    અરવલ્લી જિલ્લાના મોડાસામાં સુથાર પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરનાર નોમાન સરફરાજભાઈ ગેણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    19 hrs ago
  • અમદાવાદમાં ફરી એકવાર દારૂ પીધેલી હાલતમાં પોલીસ જોવા મળી છે. એસ જી રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ માર્કેટ પાસે દારૂ પીધેલી હાલતમાં રહેલા આ પોલીસને લોકોએ ઘેરી લીધો હતો.
    1
    અમદાવાદમાં ફરી એકવાર દારૂ પીધેલી હાલતમાં પોલીસ જોવા મળી છે. એસ જી રોડ ઉપર આવેલા મ્યુનિસિપલ માર્કેટ પાસે દારૂ પીધેલી હાલતમાં રહેલા આ પોલીસને લોકોએ ઘેરી લીધો હતો.
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • અમદાવાદમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (SP Cyber Centre of Excellence) ની ટીમે એક મોટા સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કરીને સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ એક કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા, જ્યાં તેઓ આયુર્વેદિક દવાઓનું જાતીય ક્ષમતા વધારતી દવાઓ તરીકે પ્રચાર કરીને વેચાણ કરતા હતા. દવા વેચ્યા પછી આ ટોળકી ગ્રાહકોને નિશાન બનાવતી હતી. આરોપીઓ નકલી પોલીસ અધિકારી અને ડોક્ટર બની અલગ-અલગ ખોટી ઓળખ આપીને ગ્રાહકોને ડરાવી-ધમકાવીને નાણાં પડાવતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સંગઠિત રીતે આ સાયબર છેતરપિંડી આચરતા હતા. ફરિયાદોના આધારે કાર્યવાહી કરીને પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ ટોળકી સાથે જોડાયેલા અન્ય લોકો, નાણાકીય વ્યવહારો તેમજ નેટવર્કની પણ સઘન તપાસ ચાલી રહી છે.
    1
    અમદાવાદમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (SP Cyber Centre of Excellence) ની ટીમે એક મોટા સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કરીને સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ એક કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા, જ્યાં તેઓ આયુર્વેદિક દવાઓનું જાતીય ક્ષમતા વધારતી દવાઓ તરીકે પ્રચાર કરીને વેચાણ કરતા હતા.

દવા વેચ્યા પછી આ ટોળકી ગ્રાહકોને નિશાન બનાવતી હતી. આરોપીઓ નકલી પોલીસ અધિકારી અને ડોક્ટર બની અલગ-અલગ ખોટી ઓળખ આપીને ગ્રાહકોને ડરાવી-ધમકાવીને નાણાં પડાવતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સંગઠિત રીતે આ સાયબર છેતરપિંડી આચરતા હતા. ફરિયાદોના આધારે કાર્યવાહી કરીને પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ ટોળકી સાથે જોડાયેલા અન્ય લોકો, નાણાકીય વ્યવહારો તેમજ નેટવર્કની પણ સઘન તપાસ ચાલી રહી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    12 hrs ago
  • અમદાવાદમાં પોલીસના રિપોર્ટને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ રિપોર્ટ પર નજર કરીએ તો જોવા મળે છે કે આ કેસનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે, જે કોઈ ઈત્તેફાક છે કે પછી માત્ર એક સંજોગ તે મોટો પ્રશ્ન છે. આ દરમિયાન તહેવારોમાં પોલીસના વ્યવહાર પર આકરો કટાક્ષ કરતા કહેવામાં આવ્યું છે કે તહેવારમાં વ્યવહાર કોઈ પોલીસ પાસેથી શીખે. આ મામલામાં તીખો સવાલ પૂછવામાં આવ્યો છે કે આમાં મોટી માછલી ક્યાં ગાયબ છે અને માત્ર ઝીંગા જેવા નાના લોકોને પકડીને પોલીસ શું સાબિત કરવા માંગે છે?
    1
    અમદાવાદમાં પોલીસના રિપોર્ટને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ રિપોર્ટ પર નજર કરીએ તો જોવા મળે છે કે આ કેસનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે, જે કોઈ ઈત્તેફાક છે કે પછી માત્ર એક સંજોગ તે મોટો પ્રશ્ન છે. આ દરમિયાન તહેવારોમાં પોલીસના વ્યવહાર પર આકરો કટાક્ષ કરતા કહેવામાં આવ્યું છે કે તહેવારમાં વ્યવહાર કોઈ પોલીસ પાસેથી શીખે. આ મામલામાં તીખો સવાલ પૂછવામાં આવ્યો છે કે આમાં મોટી માછલી ક્યાં ગાયબ છે અને માત્ર ઝીંગા જેવા નાના લોકોને પકડીને પોલીસ શું સાબિત કરવા માંગે છે?
    user_@allindiavoice23
    @allindiavoice23
    DJ Supply Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામમાં આવેલી ડભોઉ પ્રાથમિક કન્યાશાળા ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બાળ સંસદની ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ શાળામાં બિલકુલ વાસ્તવિક ચૂંટણી જેવું જીવંત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં મતદાન મથક, મતપેટી, મતદાર યાદી, મતકુટિર તેમજ સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. આ ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓએ ઉમેદવાર બનીને પ્રચાર કર્યો હતો, જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ મતદારની ભૂમિકા ભજવીને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને શિસ્તબદ્ધ રાખવા માટે શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોના જણાવ્યા અનુસાર, આ બાળ સંસદની ચૂંટણી યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે મતદાનનું મહત્વ સમજાવવાનો છે. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદદાયક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    2
    આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામમાં આવેલી ડભોઉ પ્રાથમિક કન્યાશાળા ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બાળ સંસદની ચૂંટણીનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હેઠળ શાળામાં બિલકુલ વાસ્તવિક ચૂંટણી જેવું જીવંત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં મતદાન મથક, મતપેટી, મતદાર યાદી, મતકુટિર તેમજ સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી.

આ ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓએ ઉમેદવાર બનીને પ્રચાર કર્યો હતો, જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ મતદારની ભૂમિકા ભજવીને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને શિસ્તબદ્ધ રાખવા માટે શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોના જણાવ્યા અનુસાર, આ બાળ સંસદની ચૂંટણી યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે મતદાનનું મહત્વ સમજાવવાનો છે. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદદાયક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    user_Vishnu thakor
    Vishnu thakor
    Local News Reporter Danta, Banas Kantha•
    28 min ago
  • અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાના ખેડૂતો સાથે થયેલા આશરે દોઢ કરોડ રૂપિયાના ટ્રેક્ટર કૌભાંડ મામલે કાર્યવાહી તેજ કરવાની માંગ ઉઠી છે. સામાજિક એકતા જાગૃતિ મિશનના સહપ્રભારી કિર્તીરાજ પંડ્યાએ ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરી ખેડૂતોને તાત્કાલિક ન્યાય અપાવવાની માંગ કરી છે. આક્ષેપ મુજબ, ખેડૂતો પાસેથી ત્રણ માસના ભાડા કરારના બહાને ટ્રેક્ટરો લેવામાં આવ્યા હતા, પરંતુ કરાર પૂર્ણ થયા બાદ ન તો ભાડું ચૂકવાયું કે ન તો ટ્રેક્ટરો પરત આપવામાં આવ્યા. આ કૌભાંડમાં મેઘરજના બે તથા માલપુરના અંદાજે 20 જેટલા ટ્રેક્ટરો મળીને આશરે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જણાવાયું છે. પોતાના ટ્રેક્ટર પરત માંગતા ખેડૂતોને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. આ સમગ્ર મામલે બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામના રહેવાસી પરમાર સુનિલ અને પરમાર વિજય રાધાભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું જણાવાયું છે. કિર્તીરાજ પંડ્યાએ આ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
    1
    અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાના ખેડૂતો સાથે થયેલા આશરે દોઢ કરોડ રૂપિયાના ટ્રેક્ટર કૌભાંડ મામલે કાર્યવાહી તેજ કરવાની માંગ ઉઠી છે. સામાજિક એકતા જાગૃતિ મિશનના સહપ્રભારી કિર્તીરાજ પંડ્યાએ ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરી ખેડૂતોને તાત્કાલિક ન્યાય અપાવવાની માંગ કરી છે. આક્ષેપ મુજબ, ખેડૂતો પાસેથી ત્રણ માસના ભાડા કરારના બહાને ટ્રેક્ટરો લેવામાં આવ્યા હતા, પરંતુ કરાર પૂર્ણ થયા બાદ ન તો ભાડું ચૂકવાયું કે ન તો ટ્રેક્ટરો પરત આપવામાં આવ્યા. આ કૌભાંડમાં મેઘરજના બે તથા માલપુરના અંદાજે 20 જેટલા ટ્રેક્ટરો મળીને આશરે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જણાવાયું છે. પોતાના ટ્રેક્ટર પરત માંગતા ખેડૂતોને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે.

આ સમગ્ર મામલે બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામના રહેવાસી પરમાર સુનિલ અને પરમાર વિજય રાધાભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું જણાવાયું છે. કિર્તીરાજ પંડ્યાએ આ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
    user_Jaydip bhatiya
    Jaydip bhatiya
    Photographer મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    3 hrs ago
  • અરવલ્લીના બાયડ વિસ્તારના ડેમાઈ પંથકમાં અમૂલ દ્વારા અચાનક દૂધની ખરીદી બંધ કરી દેવામાં આવતા સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમૂલના આ નિર્ણયથી આક્રોશિત બનેલા પશુપાલકો હવે સાબરડેરીમાં સારા ભાવે દૂધ લેવામાં આવે તેવી જોરદાર માંગ કરી રહ્યા છે.
    1
    અરવલ્લીના બાયડ વિસ્તારના ડેમાઈ પંથકમાં અમૂલ દ્વારા અચાનક દૂધની ખરીદી બંધ કરી દેવામાં આવતા સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમૂલના આ નિર્ણયથી આક્રોશિત બનેલા પશુપાલકો હવે સાબરડેરીમાં સારા ભાવે દૂધ લેવામાં આવે તેવી જોરદાર માંગ કરી રહ્યા છે.
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    20 hrs ago
  • અમદાવાદમાં પોલીસ ટીમ સામાન્ય જનતાને હેરાન કરીને પોતાને 'સિંઘમ' સમજી રહી છે, પરંતુ પોતાના જ વિસ્તાર અને ઝોનમાં શું ચાલી રહ્યું છે તે જોઈ શકતી નથી અને માત્ર ચેકિંગની વાતો કરી રહી છે. પોલીસની આવી નીતિ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક મહિલા અધિકારીને સીધો સવાલ પૂછવામાં આવ્યો છે કે તેમના ઝોનમાં પોલીસની રહેમનજર હેઠળ કેટલાય દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેની તેમને કોઈ જાણ છે ખરી? આ સાથે જ પોલીસ પર સમયસર પોતાનો હક મેળવી લેવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ આંધળો કાનૂન અને આંધી પોલીસ ટીમ જનતાને પરેશાન કરી રહી હોવાનો આકરો સૂર વ્યક્ત કરાયો છે.
    1
    અમદાવાદમાં પોલીસ ટીમ સામાન્ય જનતાને હેરાન કરીને પોતાને 'સિંઘમ' સમજી રહી છે, પરંતુ પોતાના જ વિસ્તાર અને ઝોનમાં શું ચાલી રહ્યું છે તે જોઈ શકતી નથી અને માત્ર ચેકિંગની વાતો કરી રહી છે. પોલીસની આવી નીતિ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

એક મહિલા અધિકારીને સીધો સવાલ પૂછવામાં આવ્યો છે કે તેમના ઝોનમાં પોલીસની રહેમનજર હેઠળ કેટલાય દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેની તેમને કોઈ જાણ છે ખરી? આ સાથે જ પોલીસ પર સમયસર પોતાનો હક મેળવી લેવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ આંધળો કાનૂન અને આંધી પોલીસ ટીમ જનતાને પરેશાન કરી રહી હોવાનો આકરો સૂર વ્યક્ત કરાયો છે.
    user_@allindiavoice23
    @allindiavoice23
    DJ Supply Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામમાં જમીનના કબજાને લઈને બંને પક્ષો વચ્ચે ભારે હોબાળો અને ધીંગાણું થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં ખાતા નંબર 146માં સમાવિષ્ટ સર્વે નંબર 93/અ પૈકી 6ની જમીનને લઈને તીવ્ર વિવાદ ઊભો થયો હતો. આ જમીન વિવાદ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને આ ઘટનામાં મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
    1
    દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામમાં જમીનના કબજાને લઈને બંને પક્ષો વચ્ચે ભારે હોબાળો અને ધીંગાણું થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં ખાતા નંબર 146માં સમાવિષ્ટ સર્વે નંબર 93/અ પૈકી 6ની જમીનને લઈને તીવ્ર વિવાદ ઊભો થયો હતો. આ જમીન વિવાદ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને આ ઘટનામાં મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
    user_OUR AAPNU SANJELI NEWS
    OUR AAPNU SANJELI NEWS
    રિપોર્ટર દાહોદ સંજેલી, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.