હળવદના વેપાર-વાણિજ્યને મળશે નવી ગતિ: 5,435.60 ચો.મી. જમીન પર બનેલા 140 દુકાનોના કોમ્પલેક્ષને લીલી ઝંડી દસ વર્ષથી બંધ પડેલા 140 દુકાનોના કોમ્પલેક્ષને નવી દિશા; આવનાર સમયમાં જાહેર હરાજીથી દુકાનોનું વેચાણ કરાશે હળવદ: હળવદ શહેરમાં નવા પોલીસ સ્ટેશનની બાજુમાં જોગણી માતાજીના મંદિર સામે હાઇવે ટચ આવેલ નગરપાલિકા કોમ્પલેક્ષને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આશરે દસ વર્ષથી કોર્ટ મેટરના કારણે બંધ હાલતમાં રહેલા આ કોમ્પલેક્ષને વિનિયમિત કરવા અંગે સરકારશ્રી દ્વારા મહત્વપૂર્ણ મંજૂરી/હુકમ કરવામાં આવ્યો છે. હળવદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરની 70 અને ફર્સ્ટ ફ્લોરની 70 મળી કુલ 140 દુકાનો બનાવવામાં આવી છે. આ માટે સરકારશ્રી દ્વારા હળવદ નગરપાલિકાને કુલ 5,435.60 ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. કોમ્પલેક્ષને વિનિયમિત કરવા માટે માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ તથા હળવદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ફોરમબેન વિશાલભાઈ રાવલ દ્વારા સરકાર સમક્ષ સતત રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના પરિણામે સરકારશ્રી દ્વારા મંજૂરી મળતા દુકાનધારકો તથા હળવદના વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ નિર્ણયથી કોમ્પલેક્ષમાં દુકાનો શરૂ થવાનો માર્ગ મોકળો બનશે. સાથે જ હળવદ શહેરમાં વેપાર-વાણિજ્યને વેગ મળવાની શક્યતા છે. કોમ્પલેક્ષમાં 100થી વધુ વાહનોના પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થનાર હોવાથી વકીલો, સરકારી કચેરીઓને લગતા કામકાજ માટે આવતા લોકો તેમજ વેપારીઓને પણ સુવિધા મળશે. મળતી માહિતી મુજબ, આવનાર સમયમાં નિયમોનુસાર જાહેર હરાજી મારફતે તમામ 140 દુકાનોનું વેચાણ કરવામાં આવશે. સરકારશ્રીની આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
હળવદના વેપાર-વાણિજ્યને મળશે નવી ગતિ: 5,435.60 ચો.મી. જમીન પર બનેલા 140 દુકાનોના કોમ્પલેક્ષને લીલી ઝંડી દસ વર્ષથી બંધ પડેલા 140 દુકાનોના કોમ્પલેક્ષને નવી દિશા; આવનાર સમયમાં જાહેર હરાજીથી દુકાનોનું વેચાણ કરાશે હળવદ: હળવદ શહેરમાં નવા પોલીસ સ્ટેશનની બાજુમાં જોગણી માતાજીના મંદિર સામે હાઇવે ટચ આવેલ નગરપાલિકા કોમ્પલેક્ષને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આશરે દસ વર્ષથી કોર્ટ મેટરના કારણે બંધ હાલતમાં રહેલા આ કોમ્પલેક્ષને વિનિયમિત કરવા અંગે સરકારશ્રી દ્વારા મહત્વપૂર્ણ મંજૂરી/હુકમ કરવામાં આવ્યો છે. હળવદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરની 70 અને ફર્સ્ટ ફ્લોરની 70 મળી કુલ 140 દુકાનો બનાવવામાં આવી છે. આ માટે સરકારશ્રી દ્વારા હળવદ નગરપાલિકાને કુલ 5,435.60 ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. કોમ્પલેક્ષને વિનિયમિત કરવા
માટે માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ તથા હળવદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ફોરમબેન વિશાલભાઈ રાવલ દ્વારા સરકાર સમક્ષ સતત રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના પરિણામે સરકારશ્રી દ્વારા મંજૂરી મળતા દુકાનધારકો તથા હળવદના વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ નિર્ણયથી કોમ્પલેક્ષમાં દુકાનો શરૂ થવાનો માર્ગ મોકળો બનશે. સાથે જ હળવદ શહેરમાં વેપાર-વાણિજ્યને વેગ મળવાની શક્યતા છે. કોમ્પલેક્ષમાં 100થી વધુ વાહનોના પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થનાર હોવાથી વકીલો, સરકારી કચેરીઓને લગતા કામકાજ માટે આવતા લોકો તેમજ વેપારીઓને પણ સુવિધા મળશે. મળતી માહિતી મુજબ, આવનાર સમયમાં નિયમોનુસાર જાહેર હરાજી મારફતે તમામ 140 દુકાનોનું વેચાણ કરવામાં આવશે. સરકારશ્રીની આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
- સુરેન્દ્રનગરમાં SMC ટીમના દરોડા સ્થાનિક પોલીસ ઊંઘતી રહી1
- તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તરણેતર મેળા દરમિયાન ફરી એક વખત બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક લોકો સામસામે બાખડતા અને ધક્કામુક્કી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, વાયરલ થયેલા આ વીડિયોની ગુજરાત નેશનલ ટીવી નેટવર્ક દ્વારા હાલ કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવતી નથી. વીડિયો ક્યારેનો છે, ક્યાંનો છે અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.1
- દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા1
- *સમી આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો* પાટણ જિલ્લાના સમી તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'સેવા મેરા યોગદાન'ના અનુસંધાને એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા અને લોકકલ્યાણના આ ઉમદા કાર્યમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના અનેક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં મુખ્યત્વે: દિલીપજી ઠાકોર ચેરમેન પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ, અનિલભાઈ હેરમા પ્રમુખ સમી તાલુકા પંચાયત, દિનેશભાઈ દેસાઈ પક્ષ પ્રમુખ સમી તાલુકા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યો સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.3
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.1
- પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.1
- સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યું1