ભોરઆંબલી ગામે લીલોતરી પ્રોડ્યુસર કંપની લિમિટેટની વાર્ષિક સાધારણસભા સંપન્ન આનંદભાઇ વસાવા - નર્મદા ભોરઆંબલી તા.17 મીં સપ્ટેમ્બર 2026 નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ભોરઆંબલી ગામે લીલોતરી પલ્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ( FPO )દ્વારા વાર્ષિક સાધારણસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આં સભામાં 286 મહિલા અને પુરુષ ખેડૂત સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચના પ્રમુખ સુમિત્રાબેન, કાનૂની લોક સહાયતા કેન્દ્ર - માંડવીના એડવોકેટે સોનુબેન પાડવી, ભોરઆંબલી ગામના સરપંચ તથા તાલુકા પંચાયતના સભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ફીનોલેકસ પ્લાસન ઇન્ડુસ્ટ્રીઝ અડવાંટા સિડ્સ અને UPL લિમિટેડના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. સભામાં અઘ્યક્ષની પસંદગી અને પાછલી બેઠકની કાર્યવાહીની મંજૂરી બાદ નાણાંકીય વર્ષ - 2025-26 ના વાર્ષિક હિસાબો રજુ કરી મંજુર કરવામાં આવ્યાં હતાં. સાથે જ 2026-27 ની આગામી યોજનાઓ, ડિરેક્ટર બોર્ડની પુન:રચના અને ઓડિટરની નિમણુંક જેવા વહીવટી નિર્ણયો લેવાયા હતાં. આં સભા માત્ર વહીવટી પ્રક્રિયા પૂરતી સીમિત ન રહેતા ખેડૂત જાગૃતિનું માધ્યમ પણ બની હતી. ખેડૂતોને કુદરતી ખેતી ( એગ્રો - ઇકોલોજી )અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા સોનુબેને વન્યજીવો ના હુમલામાં નુકશાન થાય ત્યારે મળતાં સરકારી વળતર અને કાનૂની અધિકારો વિશે માહિતી આપી હતી. આં સાથે વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અઘ્યક્ષના સંબોધન અને આભારવિધિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

- નિઝરમાં રૂ.55 કરોડના ખર્ચે 100 બેડની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત તાપી જિલ્લાના નિઝર ખાતે રૂ.55 કરોડના ખર્ચે બનનારી નવી સરકારી હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી જયરામ ગામીતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.આ પ્રસંગે આરોગ્ય મંત્રી દ્વારા તાપી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ આરોગ્યલક્ષી વિકાસકાર્યોને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું હતું.નિઝરમાં નિર્માણ પામનારી નવી સરકારી હોસ્પિટલ 100 બેડની સુવિધાથી સજ્જ હશે. સાથે જ અહીં તાપી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક પણ બનાવવામાં આવશે.રાજ્યમંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, નવી હોસ્પિટલ શરૂ થયા બાદ નિઝર અને આસપાસના પંથકના લોકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ મળી શકશે. ગંભીર બીમારી કે ઈમરજન્સીની સ્થિતિમાં સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.આ નવી હોસ્પિટલ નિઝર પંથકના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે સંજીવની સમાન સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.1
- માંડવી ભાર્ગવ સમાજ ની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના 25 વર્ષ અને એમના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન નો શુભારંભ કરાયો માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સમર્પણ ના 25 વર્ષ તેમજ તેમના જન્મદિન નિમિત્તે આજરોજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બારડોલી બારડોલી સરદાર સ્મારકની ટીમ તપાસ કરી બ્લડ એકત્રિત કર્યું હતું જેમાં કુલ 31 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળ, તાલુકાના પ્રમુખ અનિલભાઈ ચૌધરી ,પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, મહામંત્રી શાલીન ભાઈ શાહ તેમજ નગર તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇશ્વરભાઈ સોલંકી માંડવી.4
- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, પેન્સિલ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.4
- રેલવેની અડફેટે 32 વર્ષીય યુવકનું મોત, તાંતીથૈયા ગામમાં અકસ્માતની ઘટના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની હદમાં રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે રેલવેની અડફેટે આવી જતાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. મૃતકની ઓળખ ધનંજય કુમાર સિંહ તરીકે થઈ છે. તેઓ મૂળ ઝારખંડના પલામુ જિલ્લાના હારદના ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ધનંજય કુમાર સિંહ છેલ્લા કેટલાક સમયથી તાંતીથૈયા ગામમાં આવેલી નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ, રેલવે ટ્રેક પર બનેલી આ ઘટનાની જાણ થતાં કડોદરા GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, યુવક કયા સંજોગોમાં રેલવેની અડફેટે આવ્યો અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- છોટાઉદેપુર હોસ્ટેલ વિવાદ: જિલ્લા કલેક્ટરે લીધી ગંભીર નોંધ, પ્રોફેસર અર્જુનભાઈ અને કોંગ્રેસ કાર્યકર્તાઓની રજૂઆત બાદ 'સઘન તપાસ'ની ખાતરી છોટાઉદેપુર હોસ્ટેલ વિવાદમાં નવો વળાંક! પ્રોફેસર અર્જુનભાઈ અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર અને SDM ને મળીને હોસ્ટેલની જર્જરિત હાલત અંગે મૌખિક રજૂઆત કરી. કલેક્ટરે લીધી ગંભીર નોંધ, આપ્યા સઘન તપાસના આદેશ. શું હવે વિદ્યાર્થિનીઓને ન્યાય મળશે? જુઓ ઈ ક્રાંતિ ન્યૂઝ પર આ વિશેષ અહેવાલ. 📌 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો.1
- सूरत के डिंडोली खंडहर आवास में मनोज मालिया नाम के शख्स द्वारा चलाए जा रहा है देसी और विदेशी शराब का काला कारोबार1
- મોદીજીના જન્મદિવસે તાપી-સોનગઢને રૂ.55 કરોડની હોસ્પિટલની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તાપી જિલ્લાના સોનગઢને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ મળી છે. સોનગઢ ખાતે રૂ.55 કરોડના ખર્ચે બનનારી નવી સરકારી હોસ્પિટલનું રાજ્યમંત્રી ડો. જયરામ ગામીતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવી હોસ્પિટલમાં 100 બેડ ઉપરાંત સીટી સ્કેન સહિતની આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે સોનગઢ સહિત આસપાસના વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓનો લાભ મળશે.1
- સુરતના રાંદેર રોડ પર હિટ એન્ડ રન કિશોરનું મોત, કારચાલક ફરાર! મળતી માહિતી મુજબ, GJ-16-FA-5777 નંબરની કારે કિશોરને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓને પગલે કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે કારચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ કારનો પીછો કર્યો હતો. કારમાં બે લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે. કારચાલકનો હોવાનું કહેવાતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કિશોરનો જીવ ગયો… હવે કારચાલક ક્યારે ઝડપાશે? પરિવારને ન્યાય ક્યારે મળશે? કિશોરનું મોત, કારચાલક ફરાર! મળતી માહિતી મુજબ, GJ-16-FA-5777 નંબરની કારે કિશોરને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓને પગલે કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે કારચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ કારનો પીછો કર્યો હતો. કારમાં બે લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે. કારચાલકનો હોવાનું કહેવાતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કિશોરનો જીવ ગયો… હવે કારચાલક ક્યારે ઝડપાશે? પરિવારને ન્યાય ક્યારે મળશે?1