પંથકમાં બીજીવારના વાવેતર બાદ વરસાદની ખેંચ હતી, આ વરસાદ હવે ખેતીમાં ફાયદાકારક બનશે – ખેતીવાડી વિભાગ રવિવારે રાત્રિભર અને સોમવારે સવારથી જ મુશળધાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારો,સોસાયટી,શેરી મહોલ્લાઓમાં ભરાયાં પાણી પંથકમાં બીજીવારના વાવેતર બાદ વરસાદની ખેંચ હતી, આ વરસાદ હવે ખેતીમાં ફાયદાકારક બનશે – ખેતીવાડી વિભાગ રવિવારે રાત્રિભર અને સોમવારે સવારથી જ મુશળધાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારો,સોસાયટી,શેરી મહોલ્લાઓમાં ભરાયાં પાણી (માંડલ) શનિવારે સવારથી જ હવામાન વિભાગની આગાહી મુજબ રાજયના અનેક જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ ઉભો થયો અને અગાઉ જુલાઈ માસના અતીભારે વરસાદ બાદ બીજા રાઉન્ડમાં મેઘરાજાની ધીમીધારે પધરામણી થતાં હવે ખેતી પાકોને જીવતદાન મળશે. અમદાવાદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ શનિવારથી જ વરસાદી માહોલ છવાયો છે, ઘણાં તાલુકામાં ત્રણ દિવસની અંદર દોઢ બે ઈંચ જેટલો વરસાદ પણ પડી ગયો છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના માંડલ પંથકમાં પણ છેલ્લાં બે દિવસથી મેઘરાજા મહેરબાન થયાં છે. ભાદરવો માસ શનિવારથી શરૂ થતાં વાતાવરણમાં પણ અચાનક પલટો નોંધાયો અને ત્રણ દિવસથી કાળા ડીબાંગ વાદળો છવાયાં છે. શનિવારે સાંજે છાંટા ફોરા થયાં બાદ રવિવારે બપોર પછી ધીમીધારે વરસાદ રહ્યો અને રાત્રે ૯ વાગ્યા બાદ એકાદ બે વરસાદી ઝાંપટાઓ વધુ ગતિએ પડ્યાં હતાં અને ત્યારબાદ આખી રાત વરસાદ વરસ્યો હતો. ત્યારે આજ તા.૧૪ને સોમવારે પણ સવારે ધીમીધારે વરસાદ થયો અને ૧૧ વાગ્યે મુશળધાર વરસાદ અને બપોર પડતાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી. અગાઉ દોઢેક માસ અગાઉ જે વરસાદ વરસેલા અને જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી તે આ વરસાદે પણ જોવા મળી છે. સતત બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે મામલતદાર કચેરી બહાર રોડ ઉપર, દસાડા રોડ ઉપરની સોસાયટીઓ નજીકમાં, ચબુતરા ચોક વિસ્તાર અને સોસાયટીના ભાગોમાં હળવા વરસાદમાં પણ પાણી ભરાયાં અને વાહનચાલકો,રાહદારીઓ,રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બે દિવસના વરસાદી ઝાપટાંઓ સારા થતાં ખેતી બાબતે માંડલ ખેતીવાડી વિભાગના અધિકારી પાસેથી માહિતી મેળવતાં તેમને જણાવેલ કે, ગત જુલાઈમાં ભારે વરસાદી રાઉન્ડ બાદ લગભગ તાલુકાનો સંપુર્ણ ખેતીવાડી વિસ્તાર પ્રભાવિત થઈ ગયો હતો અને ખેતરોમાં વીસ,પચ્ચીસ દિવસો સુધી પાણી ઓસર્યા નહોતાં. પરંતુ ફરી ખેડુતોએ વર્ષ સારું નીવડે એવી મેઘરાજા ઉપર આશા રાખીને ફરી ખેતરો હંકારીને વાવણી કરી હતી. હજુ પણ વિસ્તારમાં અનેક ખેડુતો વાવણી કરી રહ્યાં છે.અગાઉ નષ્ટ થયેલાં પાકો બાદ ફરી સીમ વિસ્તારોમાં વાવણીની પ્રક્રિયા છેલ્લાં એકાદ માસથી ચાલુ જ છે એવામાં ભાદરવે મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે આ વરસાદ એ ખેતીના પાકોને જીવતદાન અપાવવામાં ઘણો મહત્વરૂપી છે. ખેતીવાડી વિભાગે કહ્યું કે, વાવણી બાદ બીજા વરસાદી રાઉન્ડને બદલે મેઘરાજાએ લાંબો વિરામ લઈ લીધો અને આખો શ્રાવણ માસ ડોકાયો પણ નહીં પરંતુ ભાદરવાની શરૂઆતથી જ વરસાદ થયો છે અને હજુ આગામી હવામાનની આગાહીઓ પણ સારી છે. તો જો વરસાદ સમયસર ખેતીને માફક થઈ જાય તો બીજી વખતની વાવણી બાદ ખેડુતોને ખેતીમાં વાંધો આવી શકે તેમ નથી. મેઘરાજાની એન્ટ્રી થતાં વેપારી અને મજુરવર્ગ પણ રાજી થયો :- જુલાઈમાં અતિભારે વરસાદ અને પુરગ્રસ્ત સ્થિતી બાદ વચ્ચે એકાદ દિવસ વરસાદ થયો પરંતુ અતિભારે વરસાદ તો ખેતીવાડી સંપુર્ણ પ્રભાવિત થઈ ચુકી હતી અને પછી મેઘરાજાએ લાંબો વિરામ લઈ લીધો હતો જોકે બીજી વખત વાવણી થયાં પછી વરસાદ થશે તેવી ધરતીપુત્રોને આશા હતી, હજુ ચોમાસું પણ બાકી છે ત્યારે વેપારીઓ,મજુરવર્ગને પણ આ વરસાદની તાતી જરૂરિયાત હતી. મોંઘવારીના માર સામે જુલાઈમાં તો મેઘાએ સૌને લાચાર બનાવી દીધાં હતાં. આ વખતે શ્રાવણ માસ અને અનેક તહેવારોનો રંગ ઝાંખો હતો, બજારો,સીઝનેબલ માર્કેટો પણ શ્રાવણ માસમાં ખાલીખમ જોવા મળતાં, ત્યારે આ વરસાદથી ખેતીને ફાયદો થશે, જગતનો તાત જો વર્ષ સારું રળશે તો આગામી તહેવારોમાં બજારોમાં એની રોનક હશે. મજુર,વેપારી,કારીગર વર્ગને પણ નવરાત્રિ,દિવાળી જેવા તહેવારોમાં કામ મળશે. બજારોમાં પણ વરસાદ સારો વરસી જાય પછી ખેતીના પાકો જો સીઝનમાં ખેડુતો લઈ શકે તો ફરી જનજીવન સારી રીતે ચાલી શકે, જોકે આ વરસાદથી સૌ કોઈની આશા પણ ફેરી જીવંત થઈ છે. બે દિવસના વરસાદી માહોલ વચ્ચે ઠંડક પ્રસરી :- આમ તો ભાદરવો માસ એટલે સૌથી વધુ બફારાથી ત્રાહિમામ કરાનારો માસ, ભાદરવા માસનો તડકો પણ ધોમધખતો જ હોય છે. વરસાદે જે પ્રમાણે બ્રેક મારી હતી એ જોતાં તો ગરમી અને ઉકળાટ વધવાની જ સંભાવના હતી પરંતુ ભાદરવા માસનો પ્રારંભ જ મેઘરાજાની એન્ટ્રી સાથે થયો છે. શ્રાવણ માસના છેલ્લાં સપ્તાહમાં લોકો ઉકળાટનો અનુભવ કરતાં હતાં, ગ્રામ્ય પંથકના લોકોને થયું કે, ખેતીના પાકો પણ નથી એટલે હરિયાળી વિસ્તાર પણ ઘટ્યો છે અને ભાદરવો તપશે એટલે હજુ ભયંકર ગરમી પડી શકે છે. પરંતુ બે ત્રણ દિવસથી ધીમીધારે વરસાદનો માહોલ છવાઈ ગયો અને સોમવારે તો સવારથી જ મેઘરાજાએ મહેર કરેલી જેને પગલે ફરી માંડલ સહિત ગ્રામ્યના વિસ્તારોમાં વરસાદી માહોલ, ઠંડુ વાતાવરણ-ની સાથે ઠંડક પ્રસરી છે લોકોએ ઉકળાટથી રાહત અનુભવી છે.
પંથકમાં બીજીવારના વાવેતર બાદ વરસાદની ખેંચ હતી, આ વરસાદ હવે ખેતીમાં ફાયદાકારક બનશે – ખેતીવાડી વિભાગ રવિવારે રાત્રિભર અને સોમવારે સવારથી જ મુશળધાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારો,સોસાયટી,શેરી મહોલ્લાઓમાં ભરાયાં પાણી પંથકમાં બીજીવારના વાવેતર બાદ વરસાદની ખેંચ હતી, આ વરસાદ હવે ખેતીમાં ફાયદાકારક બનશે – ખેતીવાડી વિભાગ રવિવારે રાત્રિભર અને સોમવારે સવારથી જ મુશળધાર વરસાદ વચ્ચે અનેક વિસ્તારો,સોસાયટી,શેરી મહોલ્લાઓમાં ભરાયાં પાણી (માંડલ) શનિવારે સવારથી જ હવામાન વિભાગની આગાહી મુજબ રાજયના અનેક જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ ઉભો થયો અને અગાઉ જુલાઈ માસના અતીભારે વરસાદ બાદ બીજા રાઉન્ડમાં મેઘરાજાની ધીમીધારે પધરામણી થતાં હવે ખેતી પાકોને જીવતદાન મળશે. અમદાવાદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ શનિવારથી જ વરસાદી માહોલ છવાયો છે, ઘણાં તાલુકામાં ત્રણ દિવસની અંદર દોઢ બે ઈંચ જેટલો વરસાદ પણ પડી ગયો છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના માંડલ પંથકમાં પણ છેલ્લાં બે દિવસથી મેઘરાજા મહેરબાન થયાં છે. ભાદરવો માસ શનિવારથી શરૂ થતાં વાતાવરણમાં પણ અચાનક પલટો નોંધાયો અને ત્રણ દિવસથી કાળા ડીબાંગ વાદળો છવાયાં છે. શનિવારે સાંજે છાંટા ફોરા થયાં બાદ રવિવારે બપોર પછી ધીમીધારે વરસાદ રહ્યો અને રાત્રે ૯ વાગ્યા બાદ એકાદ બે વરસાદી ઝાંપટાઓ વધુ ગતિએ પડ્યાં હતાં અને ત્યારબાદ આખી રાત વરસાદ વરસ્યો હતો. ત્યારે આજ તા.૧૪ને સોમવારે પણ સવારે ધીમીધારે વરસાદ થયો અને ૧૧ વાગ્યે મુશળધાર વરસાદ અને બપોર પડતાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી. અગાઉ દોઢેક માસ અગાઉ જે વરસાદ વરસેલા અને જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી તે આ વરસાદે પણ જોવા મળી છે. સતત બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે મામલતદાર કચેરી
બહાર રોડ ઉપર, દસાડા રોડ ઉપરની સોસાયટીઓ નજીકમાં, ચબુતરા ચોક વિસ્તાર અને સોસાયટીના ભાગોમાં હળવા વરસાદમાં પણ પાણી ભરાયાં અને વાહનચાલકો,રાહદારીઓ,રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બે દિવસના વરસાદી ઝાપટાંઓ સારા થતાં ખેતી બાબતે માંડલ ખેતીવાડી વિભાગના અધિકારી પાસેથી માહિતી મેળવતાં તેમને જણાવેલ કે, ગત જુલાઈમાં ભારે વરસાદી રાઉન્ડ બાદ લગભગ તાલુકાનો સંપુર્ણ ખેતીવાડી વિસ્તાર પ્રભાવિત થઈ ગયો હતો અને ખેતરોમાં વીસ,પચ્ચીસ દિવસો સુધી પાણી ઓસર્યા નહોતાં. પરંતુ ફરી ખેડુતોએ વર્ષ સારું નીવડે એવી મેઘરાજા ઉપર આશા રાખીને ફરી ખેતરો હંકારીને વાવણી કરી હતી. હજુ પણ વિસ્તારમાં અનેક ખેડુતો વાવણી કરી રહ્યાં છે.અગાઉ નષ્ટ થયેલાં પાકો બાદ ફરી સીમ વિસ્તારોમાં વાવણીની પ્રક્રિયા છેલ્લાં એકાદ માસથી ચાલુ જ છે એવામાં ભાદરવે મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે આ વરસાદ એ ખેતીના પાકોને જીવતદાન અપાવવામાં ઘણો મહત્વરૂપી છે. ખેતીવાડી વિભાગે કહ્યું કે, વાવણી બાદ બીજા વરસાદી રાઉન્ડને બદલે મેઘરાજાએ લાંબો વિરામ લઈ લીધો અને આખો શ્રાવણ માસ ડોકાયો પણ નહીં પરંતુ ભાદરવાની શરૂઆતથી જ વરસાદ થયો છે અને હજુ આગામી હવામાનની આગાહીઓ પણ સારી છે. તો જો વરસાદ સમયસર ખેતીને માફક થઈ જાય તો બીજી વખતની વાવણી બાદ ખેડુતોને ખેતીમાં વાંધો આવી શકે તેમ નથી. મેઘરાજાની એન્ટ્રી થતાં વેપારી અને મજુરવર્ગ પણ રાજી થયો :- જુલાઈમાં અતિભારે વરસાદ અને પુરગ્રસ્ત સ્થિતી બાદ વચ્ચે એકાદ દિવસ વરસાદ થયો પરંતુ અતિભારે વરસાદ તો ખેતીવાડી સંપુર્ણ પ્રભાવિત થઈ ચુકી હતી અને પછી મેઘરાજાએ લાંબો વિરામ લઈ લીધો હતો જોકે બીજી વખત વાવણી થયાં પછી વરસાદ થશે
તેવી ધરતીપુત્રોને આશા હતી, હજુ ચોમાસું પણ બાકી છે ત્યારે વેપારીઓ,મજુરવર્ગને પણ આ વરસાદની તાતી જરૂરિયાત હતી. મોંઘવારીના માર સામે જુલાઈમાં તો મેઘાએ સૌને લાચાર બનાવી દીધાં હતાં. આ વખતે શ્રાવણ માસ અને અનેક તહેવારોનો રંગ ઝાંખો હતો, બજારો,સીઝનેબલ માર્કેટો પણ શ્રાવણ માસમાં ખાલીખમ જોવા મળતાં, ત્યારે આ વરસાદથી ખેતીને ફાયદો થશે, જગતનો તાત જો વર્ષ સારું રળશે તો આગામી તહેવારોમાં બજારોમાં એની રોનક હશે. મજુર,વેપારી,કારીગર વર્ગને પણ નવરાત્રિ,દિવાળી જેવા તહેવારોમાં કામ મળશે. બજારોમાં પણ વરસાદ સારો વરસી જાય પછી ખેતીના પાકો જો સીઝનમાં ખેડુતો લઈ શકે તો ફરી જનજીવન સારી રીતે ચાલી શકે, જોકે આ વરસાદથી સૌ કોઈની આશા પણ ફેરી જીવંત થઈ છે. બે દિવસના વરસાદી માહોલ વચ્ચે ઠંડક પ્રસરી :- આમ તો ભાદરવો માસ એટલે સૌથી વધુ બફારાથી ત્રાહિમામ કરાનારો માસ, ભાદરવા માસનો તડકો પણ ધોમધખતો જ હોય છે. વરસાદે જે પ્રમાણે બ્રેક મારી હતી એ જોતાં તો ગરમી અને ઉકળાટ વધવાની જ સંભાવના હતી પરંતુ ભાદરવા માસનો પ્રારંભ જ મેઘરાજાની એન્ટ્રી સાથે થયો છે. શ્રાવણ માસના છેલ્લાં સપ્તાહમાં લોકો ઉકળાટનો અનુભવ કરતાં હતાં, ગ્રામ્ય પંથકના લોકોને થયું કે, ખેતીના પાકો પણ નથી એટલે હરિયાળી વિસ્તાર પણ ઘટ્યો છે અને ભાદરવો તપશે એટલે હજુ ભયંકર ગરમી પડી શકે છે. પરંતુ બે ત્રણ દિવસથી ધીમીધારે વરસાદનો માહોલ છવાઈ ગયો અને સોમવારે તો સવારથી જ મેઘરાજાએ મહેર કરેલી જેને પગલે ફરી માંડલ સહિત ગ્રામ્યના વિસ્તારોમાં વરસાદી માહોલ, ઠંડુ વાતાવરણ-ની સાથે ઠંડક પ્રસરી છે લોકોએ ઉકળાટથી રાહત અનુભવી છે.
- કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું કડી તાલુકાનાં કાસવા ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું,ગણેશચતુર્થી ના દિવસે કડી નાં ધારાસભ્ય અને ગામલોકોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્યું #કડી #kadi #mahesana #gujrat #MLA #ખાતમુર્હુત #ગ્રામપંચાયત #fesbookreels #trendingreelsvideo #nonfollowers1
- કડીની મમતા સોસાયટી વિભાગ-૧ માં આ વર્ષે ગણેશોત્સવનો માહોલ અદભુત અને અલૌકિક બની ગયો છે કડીની મમતા સોસાયટી વિભાગ-૧ માં આ વર્ષે ગણેશોત્સવનો માહોલ અદભુત અને અલૌકિક બની ગયો છે કડી મમતા સોસાયટીના આંગણે પધારેલા બાપ્પાની ભવ્ય અને આકર્ષક પ્રતિમાએ સૌ કોઈના મન મોહી લીધા છે આનંદ અને ઉત્સાહનો માહોલ સોસાયટીના યુવાનો અને વડીલોએ ઉત્સાહપેર ભેગા મળીને ગણરાજના આગમનની તૈયારીઓ કરી હતી ઢોલ-નગારાના તાલે, ભક્તિસભર માહોલમાં જય ગણેશના નારા સાથે બાપ્પાને ભવ્ય સ્વાગત આપી સ્થાપન કરવામાં આવ્યું રાત્રે જગમગાટ અને આરતી રોશનીથી સજાવેલો સોસાયટીનો આ વિસ્તાર અત્યારે જાણે કોઈ નવો રંગરૂપ પામ્યો હોય તેવો લાગે છે સવાર-સાંજ થતી આરતીમાં સમગ્ર મમતા સોસાયટીના રહીશો એક તાંતણે બંધાઈને ભક્તિભાવથી ભાગ લઈ રહ્યા છે. બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવીને સૌકોઈ સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી રહ્યા છે સોસાયટીનો આ પાંચ દિવસીય ઉત્સવ આ વર્ષે ભાઈચારા અને ઉત્સાહનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે જ્યાં દરેક ઘરથી ખુશીઓ છલકાઈ રહી છે બોલો ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા! રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી4
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- રામોલમાં મકાનના વિવાદમાં ફાયરિંગની ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં તક્ષશીલા સ્કૂલ પાસે મકાનના વિવાદને લઈને ત્રણ ભાઈઓ સમાધાન માટે ભેગા થયા હતા. રામોલમાં મકાનના વિવાદમાં ફાયરિંગની ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં તક્ષશીલા સ્કૂલ પાસે મકાનના વિવાદને લઈને ત્રણ ભાઈઓ સમાધાન માટે ભેગા થયા હતા. દરમિયાન એક ભાઈ, જે BSFમાં નોકરી કરે છે અને તેનું નામ પ્રમોદ હોવાનું સામે આવ્યું છે, તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી છે. ફાયરિંગમાં સમાધાન માટે આવેલા એક ભાઈને જાંઘના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. રામોલ પોલીસે આરોપીઓને હથિયાર સાથે ઝડપી લીધા હોવાની માહિતી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.1
- વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ શહેર થી અંબાજી જવા 500 થી વધુ પદયાત્રીઓના સંઘનો પ્રારંભ થયો વઢવાણ ખાતે ચાલી આવતી પરંપરા મુજબ જય શ્રી અંબે પગપાળા સંઘ આજે અંબાજી જવા માટે પ્રસ્થાન થયો હતો. વઢવાણના મોરલી મનોહર મંદિરથી વઢવાણ, સુરેન્દ્રનગર તેમજ આસપાસના ગામોના 500થી વધુ માઈભક્તો પદયાત્રાએ રવાના થયા હતા. પદયાત્રીઓની સુવિધા માટે સંઘ દ્વારા મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વઢવાણથી અંબાજી સુધીનું આશરે 270 કિલોમીટરનું અંતર 8 દિવસમાં કાપી પદયાત્રીઓ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીને ધજા ચઢાવશે. આ પ્રસંગે સંઘપતિ રાયસંગભાઈ ડોડીયા, ભરતભાઈ વાળા, જશુભા લિબંડ, લાખુભા ડોડીયા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ ગોહિલ (લાલભા), પ્રવિણસિંહ જાદવ (દાજી) સહિતના માઈભક્તો પદયાત્રીઓની સેવા માટે જોડાયા હતા.1
- મહેસાણામાં રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટ ખાતે મેહોણાના રાજાની ધમાકેદાર એન્ટ્રી.. શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મેહોણાના રાજાની ધામધૂમપૂર્વક સ્થાપના કરવામાં આવી. પાંચ દિવસીય ગણેશોત્સવના પ્રારંભે જ ભક્તિમય અને સંગીતમય માહોલ સર્જાયો હતો. ગણેશોત્સવના પ્રથમ દિવસે સિંગર જયકર ભોજકની ટીમે સંગીતના સૂરોથી દાદા ભક્તોને ઝૂમાવી દીધા હતા. વિવિધ મહિલા મંડળોની મહિલાઓ પણ સંગીતના તાલે દાદામય બની હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત દાદાભક્ત દર્શનાર્થીઓએ સંગીતના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને દાદામય બનાવી દીધું હતું. આશિષ પટેલ મહેસાણા1
- સાણંદ પીઆઈ બી.ટી. ગોહિલની ટીમે સુંદરમ ફ્લેટની મીટરની ઓરડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે બ્રેકીંગ ન્યૂઝ સાણંદ પીઆઈ બી.ટી. ગોહિલની ટીમે સુંદરમ ફ્લેટની મીટરની ઓરડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે મુદ્દામાલ રૂ. 1.33 લાખની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલ આરોપી ભરતસિંહ ભીખુભા વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે વોન્ટેડ આરોપીઓ માં દિગ્વિજયસિંહ વિક્રમસિંહ ચાવડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ પણ સુંદરમ ફ્લેટના જ રહેવાસી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ3
- સાણંદ : અમદાવાદ સાણંદમાં દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો સાણંદમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાણંદના સુંદરમ ફ્લેટમાં આવેલા મીટર રૂમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને બીયરના ટીન મળી કુલ 504 નંગ કબજે કર્યા છે. આ સાથે રૂ.1 લાખ 33 હજાર 680નો દારૂનો જથ્થો અને રૂ.10 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.1 લાખ 43 હજાર 680નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ કાર્યવાહીમાં ભરતસિંહ ઉર્ફે મામા ભીખુભા વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે દિગ્વિજયસિંહ ઉર્ફે ડીગો ચાવડાને વોન્ટેડ જાહેર કરાયો છે. સાણંદ ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. *રીપોર્ટર:-રબ્બાની મલેક નીખરતા ગુજરાત ન્યુઝ સાણંદ અમદાવાદ*1